Divyabhaskar.com | Updated - Jul 04, 2018, 04:02 PM
ગઇકાલ સાંજ સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એકથી 6 ઇંચ વરસાદ પડ્યો
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે પણ મેઘરાજા મહેરબાન થયા
છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી ગયો છે.
ત્યારે આજે બીજા દિવસે પણ સૌરાષ્ટ્રભરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર
વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો
અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસતા ધાતર નદીમાં ત્રણ વર્ષે પૂર આવતા
લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પૂર જોવા લોકો નદી કાંઠે ઉમટ્યા છે.
તેમજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ યથાવત
છે.
ગઇકાલ સાંજ સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એકથી 6 ઇંચ વરસાદ પડ્યોસોરઠમાં મેઘરાજાએ લાંબી વાટ જોવરાવ્યાં બાદ ધમાકેદાર એન્ટ્રી કરી એક પળમાં જ ધરતીપુત્રોની ચિંતા હળવી કરી દીધી છે. તેમજ આકાશમાંથી ધોધમાર વર્ષા બુંદ વરસાવતાં લોકોમાં પણ ખુશીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. મેઘાએ સોમવારે રાત્રીનાં આગમન કરી મંગળવારે સાંજ સુધીમાં સાર્વત્રીક અડધાથી 6 ઇંચ જેવું પાણી વરસાવી દઇ તરસી ધરાને તૃપ્ત કરી દીધી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વેરાવળમાં 6 ઇંચ, ઊના- 4, ગીરગઢડા - 3.5, તાલાલા, સુત્રાપાડા, કોડીનારમાં 3-3 ઇંચ પાણી પડયું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ કેશોદમાં 4 ઇંચ, માંગરોળ, માળિયા, વિસાવદર, માણાવદરમાં 2.5 - 2.5 ઇંચ, મેંદરડા- 2, વંથલી - જૂનાગઢમાં 1-1 અને ભેંસાણમાં 0.5 ઇંચ પાણી વરસ્યું હતું.
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર એકથી ચાર ઇંચ વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-rain-fall-in-saurashtra-and-heavy-rain-in-jafarabad-gujarati-news-5909182-PHO.html
No comments:
Post a Comment