Divyabhaskar.com | Updated - Jul 17, 2018, 02:13 PM
લાખાભાઇ વાળા નામના ખેડૂતની વાડીમાં આ સિંહણ પોતાના બે બચ્ચા સાથે સુરક્ષિત ટેકરા પર બેઠી હતી
અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારની તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પરિવાર સાથે ક્યાં રહેતા હશે? તેવો સવાલ ઉઠતો હોય છે. પરંતુ જમીનથી લગભગ 50 મીટર ઉંચા ટેકરા પર આ સિંહણે પોતાના બે બચ્ચાને બચાવવા સહારો લીધો હતો. એવું કહેવાય છે કે ચોમાસાના ઋતુમાં સાવજો પોતાનું રહેઠાણ ઉંચા ટેકરા પર બનાવી લેતા હોય છે. પરંતુ આવા દ્રશ્યો જોવા દુર્લભ હોય છે. આ દ્રશ્યો ખાંભા તાલુકાના કોળિયા ગામની સીમના છે. લાખાભાઇ વાળા નામના ખેડૂતની વાડીમાં આ સિંહણ પોતાના બે બચ્ચા સાથે સુરક્ષિત ટેકરા પર બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-and-two-cub-seat-on-hills-for-flood-water-saved-at-amreli-gujarati-news-5918305-PHO.html
No comments:
Post a Comment