Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 02:00 AM
સિંહોને જંગલ ટુંકુ પડી રહ્યું છે. કારણકે વર્ષો પહેલા સિંહોની સંખ્યા 200 જેટલી હતી.ત્યારે એટલું જ જંગલ હતું અને...
સિંહોને જંગલ ટુંકુ પડી રહ્યું છે. કારણકે વર્ષો પહેલા સિંહોની સંખ્યા 200 જેટલી હતી.ત્યારે એટલું જ જંગલ હતું અને ત્યારબાદ એકાદવાર અમરેલીના મીતીયાળા, ભાણીયા સહિતના વિસ્તારને અભયારણ્ય જાહેર કર્યા બાદ જંગલ જાહેર કર્યુ નથી.જેમાં છેલ્લા દસેક દિવસથી વિસાવદર પશ્ચિમ બાજુ ભાગ્યે જ એટલે કે ધ્રાફડ કોલોની, માંડાવડ, પાંદરખીયા આશ્રમ નજીક સિંહો આવતાં હતાં. પરંતુ હવે આ સિંહ પરિવારે છેલ્લા દસેક દિવસથી માંડાવડનો સીમ વિસ્તાર, ધ્રાફડ કોલોની, પાંદરખીયા આશ્રમ નજીક તથા વિસાવદરના ટેલીફોન એક્ષચેન્જ નજીક ધામા નાખ્યા છે અને ધ્રાફડ કોલોની નજીક અેક વાછરડીનું મારણ કર્યુ હતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અમારા આ વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા સિંહોએ દેખા દિધી હતી. પરંતુ બે દિવસમાં ફરી જંગલમાં ચાલ્યા ગયા હતાં, પણ ઓણસાલ છેલ્લા દસેક દિવસથી આ વિસ્તારમાં સિંહ પરિવાર વિચરી રહ્યું છે અને ધ્રાફડ ડેમ નજીક હોવાથી સિંહ પરિવારને પાણી સહેલાઇથી મળી રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-2137211-NOR.html
No comments:
Post a Comment