Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 08:46 PM
વનવિભાગ દ્વારા બકરાઓના મોતનું વળતર આપવા માટેની કાર્યવાહી હાથ ધરી
રાજુલા: તાલુકાના વિસળિયા ગામની નદીકાંઠે આતુભાઇ બિજલભાઈ શિયાળના પોતાના વાડામાં 45 થી 50 બકરા હતા. વરસાદ હોવાને કારણે તેમના માલિક તેમના ઘરે હતા. ભારે વરસાદથી નદી અાસપાસ પાણી આવી ચડ્યું હતું. દરમિયાન ચાર સિંહો વાડામાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અહીં વાડામાં રહેલા બકરાઓ પર હુમલો કર્યો હતો. 35 જેટલા બકરાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને અન્ય કેટલાક બકરા પાણીના પૂરમાં તણાઇ ગયા હતા.બકરાઓનાં શિકારની વનવિભાગને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચ્યું
ઘટના મોડી રાત્રે બની હોવાનું સ્થાનિક લોકોનું અનુમાન છે. બીજી તરફ અહીં એટલી મોટી માત્રામાં બકરાનો શિકાર થતા આસપાસમાં રહેલા વિસળિયા, કથીવદર સહિતના ગામોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વનવિભાગના અધિકારીઓ પણ વાડા સુધી પહોંચવામાં પાણીના પૂરમાંથી પસાર થવું પડ્યું હતું. બીજી તરફ પશુ માલિકને વળતર વહેલી તકે મળી રહે તેને લઇને રાજુલા વન વિભાગે અમરેલી ડી.સી.એફ. કચેરીમાં રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી.
જૂનાગઢ: 600 Crમાં બનેલી સિવિલ 'પાણી'માં, 20મીએ PM કરશે લોકાર્પણ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-rajula-4-lions-made-35-goats-of-antaraya-surrounded-by-water-gujarati-news-5916114-PHO.html?seq=1
No comments:
Post a Comment