Tuesday, July 31, 2018

મચ્છરનો ઉપદ્રવ વધતા ગીરનું જંગલ છોડી સિંહોના રેવન્યુ વિસ્તારમાં ધામા

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 05:26 PM

રેવન્યુ વિસ્તારમાં પીવાનું પાણી અને મારણ મળી રેહતા સિંહો પણ જંગલમાં જતા નથી

Revenue increased Gir Forest lions camped out nuisance mosquitoes in the area
સિંહપ્રેમીઓને એક ઝલક આપવા સિંહો ઉંચાઇવાળા ટેકરા ઉપર નજરે પડી રહ્યા છે
ખાંભા: ખાંભા તાલુકો તુલસીશ્યામ અને સાવરકુંડલા રેન્જની નજીક ગીર અભ્યારણની વચ્ચે આવેલો છે. ત્યારે આ બંને રેન્જની બીટોમાં સિંહો મોટી માત્રામાં છે. પરંતુ હાલમાં એક સપ્તાહમાં વરસાદ વરસ્યા બાદ જંગલમાં ઘાસ ઊગી નિકળ્યું છે. આથી જંગલમાં મચ્છરનો ઉપદ્રવ વધતા ગીર જંગલ છોડી સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાંખ્યા છે. જ્યારે બીજી તરફ રેવન્યુ વિસ્તારમાં પીવાનું પાણી અને મારણ મળી રહેતા સિંહો પણ જંગલમાં જતા નથી.
જંગલ વિસ્તાર છોડી સિંહો રેવન્યુ વિસ્તારમાં
મળતી માહિતી પ્રમાણે હાલ જંગલ વિસ્તાર છોડી સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા છે. તેનું મુખ્ય કારણ જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે હાલમાં જંગલમાં હરિયાળી ફૂટી નીકળી છે અને ઘાસ ઊગી નીકળતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જ્યારે બીજી તરફ રેવન્યુ વિસ્તારમાં પણ ઘાસ ઊગી નીકળતા હાલમાં દૂધાળા પશુઓ ચરિયાણ વિસ્તારમાં ચરવા આવે છે. ત્યારે સિંહોને રોજ તાજું મારણ અને પાણી પીવા માટે મળી રહે છે. તે માટે હવે સિંહોને જંગલમાં જવાનું ગમતું નથી. સિંહો પણ મારણ બાદ સિંહપ્રેમીઓને એક ઝલક આપવા ઉંચાઇવાળા ટેકરા ઉપર નજરે આવી રહ્યા છે.
રાજકોટના વેપારીએ વૃક્ષ કપાતું જોયું અને 7 વર્ષમાં અનેક સ્થળે વૃક્ષો વાવ્યા
તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-revenue-increased-gir-forest-lions-camped-out-nuisance-mosquitoes-in-the-area-gujarati-news-5922832-PHO.html?seq=1

No comments: