Wednesday, January 30, 2019

ઘેટા બકરાનાં મારણનું વળતર લીધુ નથી : રબારી

Divyabhaskar.com | Updated - Jan 01, 2019, 02:27 AM

Amreli News - ઘેટા બકરાનાં મારણનું વળતર લીધુ નથી : રબારી માલધારી નનુભાઈ રબારીએ જણાવ્યું હતુ કે આજ સુધીમાં આ “વનરાજ “નામના...

ઘેટા બકરાનાં મારણનું વળતર લીધુ નથી : રબારી

માલધારી નનુભાઈ રબારીએ જણાવ્યું હતુ કે આજ સુધીમાં આ “વનરાજ “નામના સિંહ અસંખ્ય બકરા ઘેટાના મારણ કર્યા છે. પરંતુ તેણે વનવિભાગ તરફથી એક પણ રૂપિયો વળતર પેટે લેવાનો ઇનકાર કરે છે. સિંહનો ખોરાક જ પાલતુ પશુઓ છે તેમાં વળતર શુ લેવાનું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-sheep-did-not-pay-back-the-goats-of-goats-rabari-022717-3550426-NOR.html

સિંહોની ગર્જના કાયમ સંભળાતી રહેશે : રાષ્ટ્રપતિ

Divyabhaskar.com | Updated - Jan 01, 2019, 02:30 AM

Amreli News - ભાસ્કર વિશેષ

Dhari News - the lion39s roar will be heard forever president 023003
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાસણ ગીરની મુલાકાતે આવ્યા હોય બીજા દિવસે સિંહસદન ખાતે આવેલા હેરીટેજ લોજની મુલાકાત લઇ વિઝીટબુકમાં નોંધ કરી હતી કે ગીરની મુલાકાત તેમના માટે યાદગાર રહેશે. તેમજ ગીરમાં સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ મુક્ત રીતે વિહરી રહ્યાં છે તે અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં નોંધ્યું હતું કે સિંહના સંવર્ધન અને દેખભાળમાં ગુજરાત સરકાર, વનવિભાગનાં અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો ખાસ કરીને માલધારીઓ અને સિદી સમુદાયનો ફાળો રહ્યો છે અને અથાગ પ્રયત્નો રહ્યાં છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિંહ આપણા દેશનું ગૌરવ છે. ગીરમાં સિંહોની ગર્જના કાયમ રહેશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    રાષ્ટ્રપતિએ સિંહસદનમાં વૃક્ષારોપણ કર્યુ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાસણ ગીરની મુલાકાતનાં બીજા દિવસે સિંહસદન પરિસરમાં બારસોલીનાં છોડ રોપ્યા હતાં અને અહીં જોવા મળતી હરિયાળી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ સોવીનીયર શોપની મુલાકાત લઇ હસ્તકલાની વસ્તુઓ નિહાળી હતી. તેમજ માહિતી મેળવી હતી. બાદમાં વૃક્ષારોપણનાં સ્થળે ફુલની રંગોળી અને આકર્ષીત સુશોભન સોનલબેન શીલુએ કર્યુ હતું.

    સિંહનાં સંવર્ધન માટે કરોડોનું પેકેજ મંજૂર

    ગુજરાત સરકાર દ્વારા સિંહના સંવર્ધન માટે રૂ.351 કરોડ અને ભારત સરકાર દ્વારા રૂ.100 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હોવાનું વનમંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion39s-roar-will-be-heard-forever-president-023003-3550419-NOR.html

માનવ શિકાર/ ચૂડાવડમાં વાડીમાં સૂતેલા અઢી વર્ષના બાળકને માતાની નજર સામે જ દીપડો ઉપાડી ગયો

Divyabhaskar.com | Updated - Jan 02, 2019, 02:23 PM

વન વિભાગ દ્વારા દીપડાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી

    panther hunting two year old child in chudavad village of bagasara
  • બાળકના માતા-પિતા
    અમરેલી: બગસરાના ચૂડાવડ ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીમાં સૂતેલા અઢી વર્ષના બાળકને માતાની નજર સામે જ દીપડો ઉપાડી જતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરની ઓરડી પાસે બાળક સૂતો હતો. ગામના બચુભાઇ કોરાટની વાડીમાં ખેતમજૂરી કરી રહેલા પરિવારના અઢી વર્ષના બાળકને ઉપાડી જતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. મેહુલ પ્રભુભાઇ નામના બાળકને દીપડો ઉપાડી ગયો છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાની ભાલ મેળવવા તપાસ હાથ ધરી છે.

    * ખેતમજૂરી કરી રહેલા પરિવારના અઢી વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો * ચૂડાવડ ગામના લોકોમાં ભયનો માહોલ

    • રોટલા ઘડતી હતી અને મારો દીકરો પાસે ઉભો હતો: માતા
      આ અંગે માતાએ જણાવ્યું હતું કે, હું રોટલા ઘડતી હતી ત્યારે મારી બાજુમાં જ મારો દિકરો ઉભો હતો. ત્યારે ખેતર બાજુથી દીપડો અચાનક આવ્યો હતો અને હું કંઇ સમજુ તે પહેલા જ દીપડો તેને ઉઠાવી ગયો હતો. આથી મારા હાથમાંથી રોટલા પણ પડી ગયા હતા. મેં બૂમાબૂમ કરી દીપડા પાછળ દોટ મુકી હતી. આ સમયે લગભગ સવારના સાડા પાંચ વાગ્યા હતા. બાદમાં વાડીમાલિકને જાણ કરી તેઓ વાડીએ દોડી આવ્યા હતા અને સાત વાગ્યાની આસપાસ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. વન વિભાગ દીપડાને શોધી રહી છે.
      https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-panther-hunting-two-year-old-child-in-chudavad-village-of-bagasara-gujarati-news-5989966.html

બે વર્ષના બાળકને ઉપાડી જનાર દિપડાની 30 કલાકે પણ ભાળ ન મળતા માતાનું આક્રંદ

Divyabhaskar.com | Updated - Jan 02, 2019, 02:55 PM

આસપાસના ખેતરમાંથી લોહીના નિશાનવાળુ ટીશર્ટ મળી આવ્યું

  • forest department not found panther and child in suadavad village of bagasara
    અમરેલી: બગસરાના સુડાવડ ગામે મંગળવારે વહેલી સવારે સાડા પાંચ વાગે ખેતમજૂરી કરતા પ્રભુભાઇ ભગોરાના બે વર્ષના પુત્ર મેહુલને દિપડો ઉપાડી ગયો હતો. ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતવા છતાં હજુ સુધી કોઇ ભાળ ન મળતા માતાએ આક્રંદ કર્યું હતું.

    *પિડીત પરિવારને સહાય મળવી જોઇએ : સરપંચ *દિપડો ગળામાથી પકડી તેને લઇ ગયો
    આસપાસના ખેતરમાંથી લોહીના નિશાનવાળુ ટીશર્ટ મળી આવ્યું
    • 1.આ અંગે વન વિભાગે ગામ લોકો પાસે મદદ માગી છે. આસપાસના ખેતરમાંથી લોહીના નિશાનવાળુ ટીશર્ટ મળી આવ્યું છે. પરંતુ આ ટીશર્ટ બાળકનું છે કે અન્ય કોઇનું તે અંગે તપાસ હાથ ધરી છે. અમરેલી વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આસપાસના ખેતરો અને સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.
      પિડીત પરિવારને સહાય મળવી જોઇએ : સરપંચ 
      સુડાવડના સરપંચ ચતુરભાઇ વિરપરાએ જણાવ્યું હતુ કે બે ખેતર છેટેથી એક બાળકનુ લોહીવાળુ સ્વેટર મળ્યું હતુ. જે આ બાળકનુ છે કે નહી તેની તપાસ ચાલી રહી છે. પિડીત મજુર પરિવારને સરકારે તાકિદે સહાય કરવી જોઇએ. દિપડાના ભયથી મજુરો વતનમા ભાગી જવાની વાતો કરતા હોય તાકિદે તે પાંજરે પુરાવો જોઇએ.
      બાળકની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે : એસીએફ 
      અહીં એસીએફ ગોજીયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા તુરંત સ્ટાફને સ્થળ પર મોકલાયો હતો. મેં પણ સ્થળ વિઝીટ કરી છે. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ છે. બાળકની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે.
      દિપડો ગળામાથી પકડી તેને લઇ ગયો: બાળકની માતા 
      બાળકની માતા મંજીબેને જણાવ્યું હતુ કે તે રોટલા ઘડીને દરવાજે આવી ત્યારે મેહુલ દરવાજા પાસે જ ઉભો હતો. દિપડો અચાનક દોડી આવ્યો અને મારી નજર સામે જ તેને ગળામાથી પકડી ખેતરમા લઇ ગયો હતો.
      https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-forest-department-not-found-panther-and-child-in-suadavad-village-of-bagasara-gujarati-news-5990508.html

ધારીનાં સેમરડીમાં યુવક પર તલવાર અને છરી વડે હુમલો

Divyabhaskar.com | Updated - Jan 04, 2019, 02:06 AM

Amreli News - અગાઉનું મનદુ:ખ રાખી સમાધાન માટે બોલાવી માર માર્યો
ધારી તાલુકાના સેમરડી ગામે રહેતા એક યુવકને અગાઉના મનદુખના કારણે બે શખ્સોએ સમાધાન માટે બોલાવી તલવાર અને છરી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરી ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક પર તલવાર અને છરી વડે હુમલાની આ ઘટના ધારી તાલુકાના સેમરડી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા ખુદાબક્ષ કાદરભાઇ બ્લોચ (ઉ.વ.22) નામના યુવકે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે શબુ ઉર્ફે શબીર આમનભાઇ નાયા નામના શખ્સને અજીતભાઇ મહોમદભાઇ બ્લોચ સાથે અગાઉનુ મનદુખ હોય જેના કારણે દલખાણીયા ગામે સમાધાન માટે અજીતભાઇને ફોન કરી બોલાવ્યા હતા.

બાદમા મારી નાખવાના ઇરાદે ખુદાબક્ષ કાદરભાઇ બ્લોચ પર તલવાર અને છરી જેવા હથિયારોથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ અજીતભાઇને પણ ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે તેમણે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીએસઆઇ વી.એલ.પરમાર તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-sword-with-a-knife-and-a-knife-on-a-young-man-in-the-seminary-020650-3573786-NOR.html

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 02:00 AM

Amreli News - સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક દિપડાએ ધામા નાખ્યા હોય અને એક ખેતમજુર પર હુમલો...
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક દિપડાએ ધામા નાખ્યા હોય અને એક ખેતમજુર પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હોય આખરે વનતંત્રએ આ દિપડાને પાંજરે પુરતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઠેકઠેકાણે દિપડાની રંજાડ છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે પણ આવી જ રંજાડ જોવા મળી હતી. અહિં સીમમાં પાછલા કેટલાક સમયથી દિપડાએ ધામા નાખ્યા હોય સીમમાં અવર જવર કરતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ દિપડાએ થોડા સમય પહેલા એક ખેતમજુર પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.

ત્યારથી આ દિપડાને પાંજરે પુરવાની માંગ ઉઠી હતી. દરમિયાન ગામના બાવચંદભાઇ ચોડવડીયાની વાડીમાં દિપડાને પકડવા માટે પાંજરૂ મુકાયુ હતુ અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરામાં સપડાઇ ગયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-one-of-the-last-few-days-in-the-village-of-amberi-in-savarkundla-taluka-020040-3581968-NOR.html

રાયડી વિડીમાં મંજુરી વગર ખોદકામ બદલ ખાનગી કંપનીને વનવિભાગનો 25 હજારનો દંડ

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 03:10 AM

Amreli News - રબારીકા રાઉન્ડમાં પરમિશન ન મળે ત્યાં સુધી કેબલ પાથરવાનું કામ બંધ
ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ જીઓ કંપનીનું પુરજોસમાં અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાનું કામગીરી શરૂ છે. ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે રોડ રસ્તા ખોદકામ કરવું જરૂરી છે. અને ખોદકામમાં જીઓ કંપનીના કોન્ટ્રકટર દ્વારા તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી રિઝર્વ ફોરેસ્ટ વિભાગની વિડીમાં પરમિશન વગર ખોદકામ કરતા સ્થાનીક રાઉન્ડ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા જીઓ કંપનીના કોન્ટ્રાકટરને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી વિડી વિસ્તારમાં બે દિવસ પહેલા જીઓ કંપનીના કોન્ટ્રકટર દ્વારા જીઓ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રબારીકા રાઉન્ડના સ્ટાફને જાણ થતા અનામત વિડી ખાતે પહોંચ્યા હતા. અને જીઓ કંપનીના કોન્ટ્રાકટર પાસે વિડીમાં ખોદકામ કરવા માટેની વનવિભાગ દ્વારા આપવામાં આવેલ પરમિશન માટેના જરૂરી દસ્તાવેજ બતાવવા કે રજુ કરવા કહેવામાં આવ્યું હતુ.

જો કે જીઓ કંપનીના કોન્ટ્રાકટર પાસે વનવિભાગની કોઈ જ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી. અને વિડીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થળ ઉપર જ રબારીકા રાઉન્ડ સ્ટાફ મહેશ સૌંદરવા, યાસીનભાઈ જુનેજા, સાહિદખાન પઠાણ દ્વારા સ્થળ ઉપર જ જીઓના કોન્ટ્રાકટરને 25 હજારનો દંડ વસુલ કર્યો હતો અને પરમિશન વગરનું ખોદકામ બંધ કરવાયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-25000-penalty-for-forest-land-for-private-company-for-excavation-without-approval-in-rydy-vidi-031026-3581956-NOR.html

તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે

Divyabhaskar.com | Updated - Jan 06, 2019, 02:55 AM

Amreli News - તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે...
તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે દિવસ પહેલા નાના વિસાવદરના રેવન્યુ વિસ્તારમાંથી એક 5 થી 9 વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે ફરી રબારીકા રાઉન્ડના સાળવા રેવન્યુ વિસ્તારમાં આવેલ ખડીયા ગૌચર વિસ્તારમાં 3 થી 4 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને ઘટનાની જાણ થતાં સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. અને દીપડાના મૃતદેહને કબજે લીધો હતો. દીપડાના માથા તેમજ ગળાના ભાગે દાંત અને નખના નિશાન મળી આવ્યા હતા.

બાદ માં આ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વનવિભાગ દ્વારા દીપડાના મૃતદેહની આજુબાજુમાં સિંહ કે સિંહણના પંજાના નિશાન મળી આવ્યા હતા. આ દીપડાનું મોત પણ ઇનફાઇટમાં થયું હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. આ દીપડાનું ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારે પેનલ પીએમ કરનારા ડોક્ટર દ્વારા પણ વનવિભાગના સ્ટાફને ઇનફાઇટમાં દીપડાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-revenue-area-of-the-tulsi-shyam-range-is-just-two-in-the-short-3-day-period-025535-3590415-NOR.html

ખાંભા પંથકમાં નવ વનરાજોએ કર્યુ પાંચ પશુઓનંુ મારણ, ભય

Divyabhaskar.com | Updated - Jan 07, 2019, 03:00 AM

Amreli News - મોટાબારમણ, જામકા, કોદીયા, માલકનેસ ડેડાણમાં સાવજોના આંટાફેરા

તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તાર એવા ખાંભા તાલુકાના મોટા બારમણ, જામકા, કોદીયા, માલકનેસ ગામના રેવન્યુ વિસ્તારમાં ત્રણ બળદ, એક ગાય, એક નીલગાયનું 9 સિંહ સિંહણ દ્વારા મારણની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. જ્યારે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં વધારે પડતા સિંહો વસવાટ કરી રહ્યા છે. તેના અને હાલ આ તમામ સિંહો રબારીકાનું રિઝર્વ ફોરેસ્ટ વિભાગની કહેવાતી અનામત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા લાગ્યા છે. ત્યારે મોટા બારમણમાં એક સિંહ દ્વારા એક બળદનું મારણ તેમજ જામકામાં 3 સિંહ 2 સિંહણ દ્વારા 1 બળદનું મારણ, કોદીયામાં 2 સિંહ દ્વારા 1 ગાય 1 બળદનું મારણ, માલકનેસ ડેડાણ રોડ ઉપર 1 સિંહણ દ્વારા 1 નીલગાયના મારણની ઘટના બની હતી. સિંહો અનામત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં જ હાલ પડયા પાથર્યા રહે છે. કારણ કે અહી સિંહોને રેવન્યુ વિસ્તારમાં જરૂરિયાત મુજબનું મારણ તેમજ પાણી પીવા મળી જાય છે. જ્યારે અનામત વિડીમાં પાણી અને મારણની અછત હોવાના કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં વધારે રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ગામોમાં સિંહો દ્વારા કરવામાં આવેલા મારણ માનવ રહેણાંક વિસ્તાર નજીક જ કરવામા આવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-khambha-diocese-the-nine-gardens-made-five-dead-animals-dead-fear-030050-3598762-NOR.html

રાજુલામાં સિંહના ટોળાએ ગાયનો શિકાર કર્યો, ખુંખાર સિંહે મિજબાની માણી, 4 સિંહણોને પાસે ન આવવા દીધી

Divyabhaskar.com | Updated - Jan 08, 2019, 01:04 PM
અમરેલી: રાજુલાના વાવડી ગામ નજીક આવેલ ખેડૂતની વાડીમાં સિંહોના ટોળાએ ગાયનો શિકાર કર્યો હતો. પરંતુ અહીં એક નર સિંહ ખૂંખાર છે જેના કારણે તેણે આસપાસ રહેલી સિંહણોને મારણ કરવા દીધું નહોતું. આખી રાત સિંહે ભોજન સાથે મિજબાની માણી હતી. આસપાસમાં રહેલા ખેડૂતો પણ સિંહોના ડરના કારણે આખી રાત જાગી ઉજાગરા કર્યા હતા.
(અહેવાલ- જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-group-hunting-of-cow-near-rajula-area-gujarati-news-6005681.html

બગસરાનાં નટવરનગર પ્રાથમિક શાળાના બાળકોનો ગિરનારમાં એડવેન્ચર કેમ્પ યોજાયો

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 02:05 AM

Amreli News - બાળકોમાં સાહસવૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા આવે અે હેતુથી આયોજન

Bagasara News - the children39s primary school children in bagasara organized an adventure camp in girnar 020528
બાળકોમાં સાહસવૃત્તિ તથા પ્રકૃતિ પ્રેમ જાગૃત થાય તેવા હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતા રોહણ તાલીમ સંસ્થા દ્રારા એડવેન્ચર કૅમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં તા.3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી દિન 7 નટવરનગર પ્રા. શાળા ના 37 બાળકો આ કેમ્પમાં જઈ આવ્યા. આ કેમ્પમાં રેપલિંગ ક્લાઇમીંગ, રિવર ક્રોસિંગ અને ઓપ્ટિકલ જેવી પ્રવૃત્તિઓ પ્રતિદિન કરવામાં આવી હતી. જે બાળકોએ હિમંત પૂર્વક કરી તથા પ્રકૃતિ ના સાનિધ્યમાં રહેવાનો અમૂલ્ય લાભ લીધો અને ઉત્સાહ તથા આનંદપુર્વક કેમ્પ પૂર્ણ કર્યો હતો. નટવર નગર શાળાના શિક્ષક ગિરિરાજ ભાઈ આસોદરીયાના સુંદર માર્ગદર્શન નીચે આ કેમ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બગસરા તાલુકાના ટીપીઓ સુરભીબેન પાઘડાળ તથા જૂનાગઢ જિલ્લાના પ્રાચાર્ય કરકરે કેમ્પમાં હાજરી આપી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. ઉપેન્દ્રસિંહ રાઠોડ અને ઇન્સ્ટક્ટરના સુંદર સહયોગ માર્ગદર્શનથી તથા સુંદર ભોજન વ્યવસ્થાથી બાળકોને ખૂબજ આનંદ થયો હતો. બાળકોમાં રહેલી સાહસવૃતી તથા હિમત તથા શક્તિ જોઈ શિક્ષકગણ અને વાલીગણમા આંનદની લાગણી જન્મી છે.

છાત્રોને વન્યપ્રાણીઓ વિશે માહિતગાર કરવા પ્રાકૃતિક શિબીર યોજવામાં આવી

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 03:47 AM

Amreli News - 9 દિ alt39થી યોજાનાર શિબીરમાં 400 થી 500 છાત્રોએ ભાગ લીધો

Rajula News - a naturally organized camp was organized to educate the students about wildlife 034705
આવતા સમયમાં માનવી અને પર્યાવરણ સાથે જોડાઇ રહેવા અને પ્રકૃતિનું સોંદર્યની સાથે તાલમેલ મિલાવી અને વિવિધ પ્રાણી અને પક્ષી સાથે કેવા વર્તન કરવા અને વિકટ પરિસ્થતીમાં કેવી રીતે પહોંચી વળવા તે અંગે છાત્રોને સમજ આપી હતી. રાજુલામાં ધારેશ્વર ડેમ સાઈડ અને ધારેશ્વરની નર્સરીની મુલાકાત લેવડાવી અને ત્યાં જમવા અને વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને આર.એફ.ઓ. દ્વારા વિવિધ પ્રકારની માહિતી આપી અને પ્રોજેક્ટોમાં વાઈલ્ડ લાઈફ ફિલ્મ બતાવી હતી.અને બાદમાં જણાવ્યું કે મહિનાના અંતમાં તાલુકાની વિવિધ સ્કૂલમાંથી આવા શિબિરનું આયોજન કરવામાં આવશે. અને વિદ્યાર્થીને પ્રકૃતિ અને પર્યાવરણની સાથે મિત્રતા જાળવવા કટિબ્બધ થશે. અને આવા શિબિરમાં છેલ્લા ૯ દિવસથી આયોજન થયુ અને એમાં ૪૦૦થી ૫૦૦ વિદ્યાર્થીને શિબિરનો લાભ મેળવો અને વન વિભાગ દ્વારા બધું વિદ્યાર્થીને રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાદમાં વિદ્યાર્થીઓને જમાડીને પોતાની સ્કૂલ તરફના રવાના કર્યા હતા. આમ ગાઈડ તરીકે ભાનુદાદા રહ્યાં હતા. તસવીર- કે.ડી.વરૂ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-naturally-organized-camp-was-organized-to-educate-the-students-about-wildlife-034705-3648855-NOR.html

સોમનાથ નેશનલ હાઇવે પર વાહન પસાર થતા હતા અને સિંહે રોડ ક્રોસ કર્યો, વીડિયો Viral

Divyabhaskar.com | Updated - Jan 15, 2019, 03:59 PM
  • રોડ ક્રોસ કરતો સિંહ
    અમરેલી: ભાવનગર-ગીર સોમનાખ નેશનલ હાઇવે પર જાફરાબાદના નાગેશ્રી-દુધાળા વચ્ચે સિંહોએ રોડ ક્રોસ કર્યો હતો. હાઇવે પર એક તરફ વાહનો પસાર થઇ રહ્યા હતા અને બીજી તરફ સિંહો રોડ ક્રોસ કરી રહ્યો હતો. જો કે ધીમી ગતિએ વાહનો પસાર થતા હોય કોઇ દુર્ઘટના થઇ નહોતી. આ વીડિયો વાયરલ થયો છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-cross-the-road-on-somanath-national-highway-gujarati-news-6008982.html

અગાઉ 3 સિંહોના વાહન હડફેટે મોત થયા હતા

  • 1.અગાઉ વાહન હડફેટે ત્રણ સિંહોના આ હાઇવે પર મોત થયા હતા. સિંહો રોડ ક્રોસ કરવાની ઘટના સામે વન વિભાગ લાચાર હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજા એક વીડિયોમાં કાર ચાલક સિંહ પાછળ જતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. સિંહને જોવા માટે કાર ચાલક સિંહ પાછળ જાય છે.

ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી...

Divyabhaskar.com | Updated - Jan 17, 2019, 02:51 AM

Amreli News - ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી...ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી હોય અને બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શકયતાના પગલે મોટા બારમણના આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા માહિતી માંગવામા આવતા અરજી પાછી ખેંચી લેવા આરએફઓ દબાણ કરવા હોવાનુ સામે આવ્યું છે.

હરેશભાઈ હિરપરા નામના આરટીઆઇ કાર્યકર્તા દ્વારા ગત તારીખ 18/11/18 ના રોજ જાહેર માહીતી અઘિકારી અને મદદનીશ વન સંરક્ષક ધારી પાસે તુલસીશ્યામ રેન્જના કાર્યક્ષેત્રની વિવિધ મુદાની માહીતી માગવા માટે અરજી કરી હતી. જે બાબતની માહીતી આપવા મદદનીશ વન સંરક્ષક દ્વારા તુલસીશ્યામ રેન્જના રેન્જર પરીમલ પટેલને અરદારની અરજી તપદીલ કરીને જરુરી ફી વસુલીને માહીતી આપવા લેખીત હુકમ કર્યો હતો. તેમ છતા અરજદારને આજદિન સુધી માહીતી આપવામાં આવી નથી. અને અરજદારને અરજી પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી આવી રહ્યાનું અરજદાર કહી રહ્યાં છે.

અરજીના અનુસંધાને આજદિન સુધી માહિતી આપી નથી. તેમજ જાહેર માહિતી અધિકારી આરએફઓ પરિમલ પટેલ દ્વારા આ માહિતી અરજી પાછી ખેંચાવવા માટે હરેશભાઇના નજીકના ગણાતા મિત્રો, રાજકીય આગેવાનો દ્વારા અરજી પાછી ખેંચવા માટે દબાણ કરવામા આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ આ અરજીમાં માંગવા આવેલ માહિતી અનુસંધાને જો જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી આપી દેવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ હોવાનું પણ અરજદાર જણાવી રહ્યા છે. બીજી તરફ આ અરજીના અનુસંધાને અરજદાર પાસે અરજી પાછી ખેંચવા માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત પાસે પણ આરએફઓ પરિમલ પટેલ ભલામણ લઈને ગયા હતા. અને અરજી પાછી ખેંચવા તેમજ જરૂરિયાત મુજબની માહિતી લઈ માહિતી મળી ગઈ હોવાનું લખાણ કરી આપવા માટે જે સમજવાનું હોય તે સમજાવા માટે પણ તૈયારી બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે આરટીઆઇ કાર્યકર્તા હરેશભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે મેં ગત તારીખ 18/11/18 રોજ જાહેર માહિતી અધિકાર હેઠળ ખાંભા ખાતે આવેલ તુલસીશ્યામ રેન્જના જાહેર માહિતી અધિકારી પાસે જરૂરી માહિતી માંગી હતી. ત્યારે તેવો માહિતી આપવાના બદલે રાજકીય અને જ્ઞાતિના આગેવાનો દ્વારા અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ કરાવી રહ્યા છે. જયારે માહિતી આપે તો તેઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ મારી પાસે આવ્યા હતા અને મોટા બારમણ હરેશભાઈ હિરપરા દ્વારા કરવામાં આવેલ આરટીઆઇ અંગે મને જણાવ્યું હતું અને તેવો મંગેલ માહિતીની જગ્યાએ તેમની જરૂરિયાત જે હોય તે મને જણાવે એ હું પુરી કરી આપીશ તેવું કહ્યું હતું. અને હરેશભાઇને ફોન કરી તેમની રૂબરૂમાં વાત કરી હતી ત્યારે હરેશભાઇ મારી તબિયત બરાબર નથી તેવું જણાવી ફોન કાપી નાખ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-tulsishyam-range-office-is-located-at-khambha-then-this-025139-3679704-NOR.html

ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત

Divyabhaskar.com | Updated - Jan 18, 2019, 02:25 AM

Amreli News - ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાની એક અરજદારે...
ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાની એક અરજદારે અગાઉ અરજી કરી હોય અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા આ બારામા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જેને પગલે તત્કાલિન આરએફઓ, બિટગાર્ડ સહિત કર્મીઓમા ફફડાટ ફેલાયો છે.

ધારી નજીક કરોડોના ખર્ચે બનેલ આંબરડી સફારી પાર્ક સહિતના કામોમા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની અરજદારે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી હતી. જે અંતર્ગત વનવિભાગની વડી કચેરી અગ્ર મુખ્ય વન સંરક્ષકની તકેદારી શાખા દ્વારા આ મામલે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અરજદારે દસ્તાવેજી પુરાવા તેમજ ફોટોગ્રાફસ પણ રજુ કર્યા હતા. અનેક ઇસમોના નામે બોગસ વાઉચર બનાવી ઉચાપત કરવામા આવી હોવાનુ અરજીમા જણાવાયું હતુ. વન સંરક્ષણ માટે ઉછેરવામા આવતા રોપા તેમજ ફાયર લાઇનની કામગીરીમા પણ બોગસ વાઉચર બનાવી ઉચાપત આચરવામા આવી હોવાનુ તેમા જણાવાયું હોય સ્થાનિક તંત્ર દ્વારા કયારેય આ અંગે તપાસ કરાઇ ન હોય વડી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામા આવતા અનેક અધિકારી, કર્મચારીઓના તપેલા ચડી જાય તેવુ જણાઇ રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-assuming-that-the-girijpuriw-forest-department39s-sarasia-ranjma-bogus-voucher-is-embezzlement-022555-3688391-NOR.html

અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 02:00 AM

Amreli News - અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62 ગુફાઓ છે. આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદી આસપાસની હોવાનુ મનાય છે. પરંતુ...

અહી ટેકરાઓ પર એક, બે નહી પરંતુ પુરી 62 ગુફાઓ છે. આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદી આસપાસની હોવાનુ મનાય છે. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા અહી કોઇ રખરખાવ કરાતો નથી. અહી પ્રવાસનના વિકાસની તો માત્ર વાતો જ થાય છે. હદ તો એ વાતની છે કે પુરાતત્વ વિભાગનુ બોર્ડ પણ અહી જર્જરિત બની ગયુ છે. ઐતિહાસિક ધરોહરની જાળવણી અહી ખુબ જરૂરી દેખાઇ રહી છે.

આ વાત છે ખાંભા નજીક આવેલી શાણા વાંકીયાની ગુફાઓની. ઉનાથી 25 કિમી દુર અને વાંકીયાથી માત્ર ત્રણ કિમી દુર શાણા ડુંગર આવેલો છે. જેમા છેક નીચેથી લઇ ઉપર સુધી આ બૌધ્ધકાલિન ગુફાઓ આવેલી છે. બાજુમા રૂપેણ નદી અને ડેમ પણ છે. ચોમાસામા અહીનુ દ્રશ્ય ખુબ જ મનોરમ્ય હોય છે. જો પ્રવાસનની દ્રષ્ટિએ અહી વિકાસ હાથ ધરવામા આવે તો લોકો માટે હરવાફરવા લાયક સ્થળ પર બને તેમ છે. પરંતુ સરકારનુ વલણ આ દિશામા નિરાશાજનક છે.

આ ટેકરી પર ચડવા માટેના પગથીયા નજીક જ પુરાતત્વ વિભાગે બૌધ્ધકાલિન ગુફાઓના રક્ષણ માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવેલુ છે. પરંતુ નિભંર તંત્રનુ કામ એટલી હદે નિરાશાજનક છે કે હવે તો આ બોર્ડ પણ જર્જરિત થઇ ગયુ છે. તંત્ર બોર્ડની જાળવણી કરી શકયુ નથી ત્યાં ગુફાઓની જાળવણી કેવી રીતે કરે ?. એવુ મનાય છે કે આ ગુફાઓ ઇસવીસન પુર્વેની પહેલી સદીની છે. કદાચ તે સમયે બૌધ્ધ વિદ્યાપીઠ હશે. કારણ કે અહી વિહારો, સ્તુપો, ચૈત્ય વિગેરેનો સંગમ જોવા મળે છે. નેપાળ અને સારનાથમા આવેલા ચૈત્ય અને સ્તુપ જેવા જ ચૈત્ય અને સ્તુપ અહી છે. આ વિસ્તારમા સાવજોની પણ સતત અવરજવર રહે છે. જો અહી પ્રવાસન વિકસાવવામા આવે તો તો પ્રકૃતિ અને ઇતિહાસના રસિક લોકોનો ભારે ધસારો રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-here-one-on-two-but-not-62-020039-3711818-NOR.html

અમદાવાદથી 1 હજાર ચકલીના માળા બનાવી મોકલ્યા

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 02:31 AM

Amreli News - લીલીયા તાલુકા નાના એવા ઢાંગલા ગામે રહેતા અને પ્રકૃતિપ્રેમી એવા યુવાને અમદાવાદને કર્મભુમિ બનાવી છે. તેણે ગ્રામ્ય...

લીલીયા તાલુકા નાના એવા ઢાંગલા ગામે રહેતા અને પ્રકૃતિપ્રેમી એવા યુવાને અમદાવાદને કર્મભુમિ બનાવી છે. તેણે ગ્રામ્ય વિસ્તારમા પણ બેરોજગારોને થોડી રોજીરોટી મળી રહે અને સાથે પક્ષી અને પર્યાવરણ પણ જળવાઇ રહે તે હેતુથી એક હજાર ચકલીના માળા માટીમાથી બનાવી ગામમા મોકલ્યા હતા.

પ્રકૃતિપ્રેમી રમેશભાઈ રામજીભાઈ માંગુકિયા સામાન્ય ખેડૂત પરિવારમાથી આવે છે. તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવી નામ દામ બંને કમાયા છે. વ્યક્તિ ગમે એટલો વિકસે, વિસ્તરે પણ વતનને ક્યારેય વિસરી શકે નહીં. એમાં પણ રમેશભાઈનો પ્રકૃતિ પર્યાવરણ પ્રેમ અને શોખ છે. પ્રકૃતિના ખોળે ઉછળકુદ કરતા અબોલ જીવ, પશુ પક્ષીઓ માટે કંઈકને કઈક પ્રવૃતિ તેઓ કરતા રહે છે.વતનથી દુર અમદાવાદ બેઠાબેઠા પણ લીલીયા તાલુકાના નાના એવા ઢાંગલા ગામે એક હજાર ચકલી માળા મોકલાવ્યા હતા. એ પણ માટીમાંથી બનાવીને. જેથી અહી નાના કારીગરો પણ આ માળાનુ વેચાણ કરી રોજીરોટી મેળવી શકે તેની સાથે પ્રકૃતિ અને પર્યાવરણને પણ પ્રોત્સાહન મળે તેવુ કાર્ય કર્યુ હતુ. તેમની આ પ્રકારની પ્રવૃતિને ગામ લોકો પણ બિરદાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-1-thousand-sparrows-of-beads-made-from-ahmedabad-023138-3711821-NOR.html

8 વર્ષથી બંધ પડેલા ID કોલરનાં પટ્ટામાંથી મુક્ત, રાજમાતા સિંહણે નકામો ભાર સહન કર્યો

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 11:09 AM
radio caller leave of rajmata lioness at liliya
રાજમાતા સિંહણની ફાઇલ તસવીર
 
  • લીલીયા: જેના પર સિંહપ્રેમીઓને ગર્વ છે તે રાજમાતા સિંહણ હવે ગળામા લટકતા બિનજરૂરી ભારથી મુક્ત થઇ છે. ક્રાંકચ પંથકમા વસતુ 40થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્યું છે. તેના ગળામા 11 વર્ષ પહેલા કોલર આઇડી લગાવાયો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં સિંહણના ગળામાંથી પટ્ટો દૂર કરાયો ન હતો. આખરે તાજેતરમા માંદગીના રેસ્ક્યુ દરમિયાન આટલા વર્ષે રાજમાતાના ગળામાંથી આ ભાર દૂર કરાયો હતો.

    દહેરાદુનની સંસ્થાએ આ સિંહણના ગળામા રેડીયો કોલર પહેરાવ્યો હતો
  • 1.જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોમા ક્રાંકચ પંથકના પ્રાઇડની એક અનોખી ઓળખ છે. તેવી જ રીતે 40 સાવજોના આ પ્રાઇડમા રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે. કારણ કે ક્રાંકચ પંથકમા સૌપ્રથમ આ જ સિંહણ આવી હતી અને હાલમા અહીં વસતા તમામ સાવજો તેનો જ પરિવાર છે. આ સિંહણ 18 વર્ષ કરતા પણ મોટી ઉંમરની છે અને પોતાની વૃદ્ધાવસ્થા ગાળી રહી છે. વર્ષ 2008માં સરકારના આદેશ મુજબ દહેરાદુનની સંસ્થા દ્વારા આ સિંહણના ગળામા રેડીયો કોલર પહેરાવાયો હતો. રેડીયો કોલરના કારણે સેટેલાઇટ મારફત આ સિંહણની મુવમેન્ટની સતત જાણકારી મળતી હતી.
     
  • એસીએફ આ વાતથી અજાણ છે
    2.ગીર પૂર્વના એસીએફ ગોજીયા સાથે ટેલીફોનિક વાતચીત થતા તેમણે રેડીયો કોલર સિંહણનો પટ્ટો છોડી નખાયો છે કે કેમ તે અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.
     
  • સિંહણનાં ગળામાં હાલમાં બેલ્ટ નથી: આરએફઓ
    3.સ્થાનિક આરએફઓ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. જે તૂટી ગયો હોવાનું મનાય રહ્યું છે. 
  • રેડીયો કોલર જોઇ લોકો સિંહ દર્શન માંડી વાળતા
    4.આ રેવન્યુ વિસ્તારમાં સાવજો નજરે પડી જાય તો લોકોના ટોળા એકઠા થઇ જાય છે. જો કે રેડીયો કોલર સિંહણની એટલી ધાક હતી કે લોકો રેડીયો કોલરના પટ્ટાવાળી સિંહણને જુએ એટલે સિંહ દર્શનનું માંડી વાળતા હતા.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-radio-caller-leave-of-rajmata-lioness-at-liliya-gujarati-news-6011702.html

રાજુલા નજીક મકાનમાંથી બહાર ખેંચી ત્રણ સિંહે કર્યો પશુનો શિકાર, ઘટના CCTVમાં કેદ

Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 08:28 PM
અમરેલી: રાજુલાના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો ઘૂસી આવ્યા હતા. જેમાં એક મકાનમાંથી પશુને બહાર ખેંચી શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ઘટના છ દિવસ પહેલા બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
(માહિતી અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-three-lion-hunting-of-animal-near-rajula-village-gujarati-news-6011860-NOR.html

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં

Divyabhaskar.com | Updated - Jan 30, 2019, 02:07 AM

Amreli News - અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇને કોઇ ગામમાં આવી ચડે છે. હવે તો ગ્રામ્ય...
અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇને કોઇ ગામમાં આવી ચડે છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લાગવા માંડ્યા હોય સાવજોની અવર જવર તેમાં કેદ થઇ જાય છે. ચલાલાના વાવડી ગામમાં ગઇરાત્રે બે સાવજોએ લટાર મારતા તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં.

અમરેલી જીલ્લામાં રાજુલા, જાફરબાદ, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, અમરેલી અને ધારી તાલુકામાં સાવજોની મોટી વસતી છે. આ ઉપરાંત બગસરા, વડીયા, બાબરા કે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની અવર જવર થતી રહે છે. ગીર કાંઠાના ગામડાના લોકો તો સીમમાં સાવજોની હાજરીથી ટેવાઇ ગયા છે. પરંતુ હવે આ સાવજો કોઇપણ ગામમાં ઘુસી જાય છે. શિકાર અને પાણીની શોધ સાવજોને ગામડાની શેરીઓમાં લઇ આવે છે.

જો કે સાવજો દિવસના ભાગે કોઇ ગામમાં આવતા નથી પરંતુ રાત્રીના સમયે સુનકાર થયા બાદ કોઇપણ ગામની બજારમાં લટાર મારવા નિકળી પડે છે. ચલાલા નજીક આવેલા વાવડી ગામે ગઇરાત્રે બે સાવજોએ બજારમાં લટાર મારી હતી. એક ઘરના સીસીટીવી કેમેરામાં તેની તસવીરો કેદ થઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-revenue-area-of-amreli-district-regularly-looking-for-hunting-020737-3773408-NOR.html

Tuesday, January 29, 2019

ગીર કાંઠાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવજો શિકારની શોધમાં અવાર

Divyabhaskar.com | Updated - Jan 22, 2019, 02:07 AM

Amreli News - ગીર કાંઠાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવજો શિકારની શોધમાં અવાર નવાર ગામડાઓમાં ઘુસી જાય છે અને ખેડૂતો,...


સાવજોએ ગામમાં ઘુસી ગાયનું મારણ કર્યાની આ ઘટના રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામે બની હતી. રાજુલા પંથકમાં સાવજોની મોટી વસ્તી છે. આ સાવજો શિકાર માટે આમથી તેમ ભટકતા જ રહે છે. સીમમાં મારણ ન મળે તો ગામમાં પણ ઘુસી જાય છે. આવી જ એક ઘટના રાજુલાના ધુડીયા આગરીયામાં બની હતી. અહિં ગઇમધરાત્રે ત્રણ સાવજો શિકાર માટે ગામમાં આવી ચડયા હતાં. ગામની બજારોમાં સાવજોએ આટા મારી એક રેઢીયાર ગાયનું મારણ પણ કર્યુ હતું.

હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક સ્થળે સીસીટીવી કેમેરા લાગી રહ્યા છે જેને પગલે આગરીયામાં પણ રાત્રીના સમયે સાવજોની બજારમાં અવર જવરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. અહિં સાવજ ગાયના મૃત દેહને ઢસડી જતો પણ કેદ થયો હતો. ઘટનાથી ગામલોકોમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-rural-areas-of-gir-coastal-areas-in-search-of-prey-precipitated-in-rural-areas-020715-3719656-NOR.html

સાવરકુંડલાના આદસંગ ગામે ખેડૂતની પીઠ પાછળ સિંહે નખ માર્યા, લોહીલૂહાણ થયા

Divyabhaskar.com | Updated - Jan 22, 2019, 04:45 PM
  • lion attack on farmer near savarkundala so refer to rajula   hospital
    અમરેલી: સાવરકુંડલાના આદસંગ ગામના સીમ વિસ્તારમાં બાબુભાઇ જેરામભાઇ વાઘેલા (ઉ.43) પર સિંહે હુમલો કર્યો હતો. બાબુભાઇની પીઠમાં સિંહે નખ મારતા લોહીલૂહાણ થયા હતા છતાં સિંહ સાથે બાથ ભીડી પોતાનો જીવ બચાવ્યો હતો. ધોળા દિવસે સિંહે હુમલો કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
    ખેડૂતને સારવાર માટે રાજુલા હોસ્પિટલે ખસેડાયા
    બાબુભાઇએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોહીલૂહાણ હાલતમાં બાબુભાઇને રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા રાજુલા વન વિભાગની ટીમ પણ હોસ્પિટલે પહોંચી હતી.
    (માહિતી અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-attack-on-farmer-near-savarkundala-so-refer-to-rajula-hospital-gujarati-news-6012529-NOR.html

રાજુલાના પીપાવાવ પોર્ટ પાસે આવારા તત્વોએ 6 સિંહ પાછળ કાર દોડાવી


  રાજુલાના પીપાવાવ પોર્ટ પાસે આવારા તત્વોએ 6 સિંહ પાછળ કાર દોડાવી
Divyabhaskar.com | Updated - Jan 25, 2019, 04:14 PM
  • અમરેલી: રાજુલા નજીક પીપાવાવ પોર્ટ પાસે સિંહની પજવણી કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં રસ્તા પર જઈ રહેલા 6 સિંહ પાછળ કાર દોડાવવામાં આવી હતી. આ વીડિયોમાં કેટલાક ગુજરાતી યુવાનો સિંહો પાછળ કાર દોડાવે છે અને ખડખડાટ હસીને સિંહોની પજવણી કરે છે. આ યુવાનો કોણ છે અને આ કાર ક્યાંની છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-viral-video-of-lion-harassment-in-rajula-pipavav-gujarati-news-6013964.html

વનવિભાગે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી

  • 1.આ વીડિયો 23 જાન્યુઆરીનો છે. વહેલી સવારે છ જેટલા સિંહો રસ્તા પર ચડી આવ્યા હતા. જે દરમિયાન કેટલાક આતરા તત્વોએ સિંહોની પજવણી કરી હતી. જે વીડિયોમાં સાફ જોઈ શકાય છે. વનવિભાગના જણાવ્યા અનુસાર આ વીડિયો રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટનો છે. હાલ વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

જૂનાગઢ શહરેનાં બિલખા રોડ પર રાત્રીનાં 10 સિંહોની લટાર

Divyabhaskar.com | Updated - Jan 25, 2019, 02:22 AM Amreli News - શિકારની શોધમાં શહેરી વિસ્તાર તરફ દોટ મૂકી રહ્યા છે      Dhari News - nine lions of the night on the bilkha road of junagadh town 022239     જૂનાગઢ શહેરમાં બિલખા રોડ પર એકીસાથે 10 સિંહો લટાર મારતા જોવા મળ્યા છે. શિકારની શોધમાં જંગલનાં રાજા હવે શહેરી વિસ્તાર તરફ દોટ લગાવી રહ્યાં છે. જોકે, અત્યાર સુધીમાં આ વિસ્તારમાં સિંહોએ માનવજાત પર હુમલો કર્યો હોય તેવી એકપણ ઘટના નોંધાઇ નથી.ગિરનારનાં જંગલમાં 50 થી વધુ સિંહોનો વસવાટ છે. જોકે, સિંહોને આ જંગલ વિસ્તાર ટુંકો પડી રહ્યો છે. વળી પાણી અને શિકારની શોધમાં વનરાજાનાં જંગલ વિસ્તાર છોડી માનવ વસાહત તરફ આવવું પડે છે. જંગલ વિસ્તારમાં ચરીયાણ બંધ કરી દેવામાં આવતાં તેમજ માલધારીઓને બહાર તગેડી મુકતા સિંહોને શિકાર માટે અામ તેમ ભટકવું પડે છે. દરમિયાન બિલખા રોડ પર રાત્રીનાં 10 જેટલા સિંહોએ લટાર મારી હતી. શિકારની શોધમાં સિંહ, સિંહણ અને બચ્ચા રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતાં. છાશવારે સિંહ પરિવાર શિકાર માટે માનવ વસ્તીમાં આવી ચઢે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-nine-lions-of-the-night-on-the-bilkha-road-of-junagadh-town-022239-3744252-NOR.html

પીપાવાવ પોર્ટ નજીક સિંહને પરેશાન કરનાર બસના ચાલક-ક્લિનરની અટક

Divyabhaskar.com | Updated - Jan 26, 2019, 02:37 AM

Amreli News - બે દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો :10 પરપ્રાંતીયોની પૂછપરછ પણ કરવામાં આવી

રાજુલાના પીપાવાવ પોર્ટ પાસે બે દિવસ પહેલા એક સિંહ ગ્રુપ પુલ પરથી પસાર થતું હતું ત્યારે ખાનગી બસના ચાલક અને ક્લીનરે તેનો વિડીયો ઉતારી વાઈરલ કરતા અને સાવજોને પરેશાન કરતા વનવિભાગે આજે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. અને આ પ્રકરણમાં વધુ દસેક પરપ્રાંતિયોની પૂછપરછ પણ શરૂ કરી છે.અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર સડક પર આવી જાય છે. પીપાવાવ પોર્ટના રસ્તાઓ પર પણ આવી જાય છે. જોકે વાહનચાલકોએ આ સાવજોને પસાર થઈ જવા દેવા જોઈએ. પરંતુ અનેક સ્થળે એવું જોવા મળે છે કે વાહન ચાલકો ઉભા રહી સાવજોને પરેશાન કરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. તેના ફોટા પાડવા કે વિડીયો બનાવવો પણ કાયદાની વિરુદ્ધ છે. પીપાવાવ પોર્ટ નજીક ગત ૨૩મી તારીખે જેટી તરફ જવાના માર્ગે સાવજનું એક ગ્રુપ આવી ચડ્યું હતું.

મહુવાના બસ ડ્રાઇવર સુલેમાન બાબુભાઈ કલાણીયા અને ક્લીનર ઘોઘાના ભાર્ગવ દિનેશભાઈ પરમાર નામના શખ્સો પીપાવાવ પોર્ટમાં મજૂરોને બસ નંબર જીજે 01 એ ડબલ્યુ 2004માં મહુવાથી પીપાવાવ પોર્ટ તરફ લઈ જતા હતા એ સમયે રસ્તામાં નવ સિંહ જોવા છતાં તેમણે સાવજોની પાછળ બસ દોડાવી હતી અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો વાયરલ પણ કર્યો હતો. આ બન્નેએ બુમાબુમ કરતા સાવજોને પરેશાની થઈ હતી. વન વિભાગ દ્વારા આ પ્રકરણની તપાસ માટે એક ટીમ પણ બનાવાઈ હતી. જેની તપાસના અંતે આ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. અને બન્નેને જેલ હવાલે કરી દેવાયા હતા. વનવિભાગ દ્વારા આ પ્રકરણમાં હજુ વધુ ૧૦ શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. તસ્વીર કે. ડી. વરુ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-driver-of-the-bus-driver-cleaner-who-teased-the-lion-near-pipavav-port-023728-3751542-NOR.html

ચલાલાના વાવડી ગામે વનના રાજાની લટાર, સીસીટીવીમાં કેદ થયા

Divyabhaskar.com | Updated - Jan 28, 2019, 01:48 PM
અમરેલી: અમરેલીના ધારી નજીક આવેલા ચલાલાના વાવડી ગામના એક સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જંગલના રાજા સિંહ ગામમાં લટાર મારતા હોય તેવું દેખાઇ રહ્યું છે. ગામના પાદરમાં એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જંગલના બે રાજાની લટાર કેદ થઇ ગઇ હતી.

મધ્યરાત્રીએ કડકડતી ઠંડીમાં સિંહના ગામમાં આંટાફેરા
મધ્યરાત્રીના ઠંડીના માહોલમાં આંટાફેરા મારતા સિંહના વીડિયોને લઇને ધારી પંથકમાં ચર્ચા જાગી છે. તો વાવડી ગામ સુધી સિંહો પહોંચી જતાં ગ્રામલોકોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. લોકોએ સિંહો અંગે વનવિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-run-in-vavadi-village-of-amreli-and-this-event-catch-in-cctv-gujarati-news-6014892-NOR.html

લીલીયા તાલુકો સાવજોનું ઘર છે. આ વિસ્તારમાં વહેતી શેત્રુંજી

Divyabhaskar.com | Updated - Jan 29, 2019, 03:16 AM

Amreli News - લીલીયા તાલુકો સાવજોનું ઘર છે. આ વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી સાવજ માટે જીવનદાયીની છે. અહિંના સાવજો મોટા ભાગે...

લીલીયા તાલુકો સાવજોનું ઘર છે. આ વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી સાવજ માટે જીવનદાયીની છે. અહિંના સાવજો મોટા ભાગે શેત્રુંજી નદીના પટ્ટમાં જ પડયા પાથર્યા રહે છે. પરંતુ રેત માફીયાઓએ ફરી પોત પ્રકાશ્યુ છે. ભ્રષ્ટતંત્રની મીલીભગતથી રેત માફીયાઓ આ વિસ્તારમાં શેત્રુજીના પટ્ટમાંથી દિવસ-રાત ગેરકાયદે રેતી ઉપાડી રહ્યા છે. જેના કારણે સાવજોની પરેશાની વધી છે.

બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયા તાલુકાના મોટા કણકોટથી ઇંગોરાળા સુધીના વિસ્તારમાં હાલમાં બેફામ રેતી ચોરી ચાલી રહી છે. અહિં પાછલા અઢી દાયકાથી સાવજોએ શેત્રુંજી નદીના પટ્ટને પોતાનુ રહેઠાણ બનાવ્યુ છે. શેત્રુંજી નદી તથા તેની આસપાસની બાવળોની કાંટમાં 40 થી વધુ સાવજોનો વસવાટ છે. પરંતુ પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં રેત માફીયાઓએ સાવજોને હેરાન પરેશાન કરી મુક્યા છે. કારણ કે અહિં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેત ખનન થઇ રહ્યુ છે.

જ્યા એશીયાટીક સાવજોનો વસવાટ છે તે વિસ્તારને હાઇકોર્ટ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરાયો છે અને આ વિસ્તારમાંથી નદીઓમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ પોલીસ અને ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ તથા રેત માફીયાઓની મીલીભગતના કારણે અહિં રેત ખનન ચાલે છે. પ્રતિબંધીત વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં રેતી ઉપાડવામાં આવતી હોવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી નથી. કદાચ આ સાવજોની રક્ષા હવે ભગવાન જ કરશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lilia-is-a-house-of-talukas-shetrunji-flowing-in-the-area-031629-3765022-NOR.html

ચાલુ વર્ષે વરસાદ એક જ સાથે પડ્યો હતો. જેનાં કારણે

Divyabhaskar.com | Updated - Jan 29, 2019, 03:16 AM

Amreli News - ચાલુ વર્ષે વરસાદ એક જ સાથે પડ્યો હતો. જેનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત વહેલા સુકાઈ ગયા છે. ત્યારે વન...

ચાલુ વર્ષે વરસાદ એક જ સાથે પડ્યો હતો. જેનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત વહેલા સુકાઈ ગયા છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને પાણી મળી રહે એ માટે પાણીની કુંડીઓ અને અવેડા ભરવામાં આવી રહ્યાં છે. લીલીયા જંગલ વિસ્તારમાં સિંહણ તરસ છીપાવી રહી છે. તસવીર-મનોજ જોષી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-this-year-the-rain-fell-together-due-to-which-031640-3765004-NOR.html

લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં 40 જેટલા સાવજોનું મોટુ ગ્રુપ

Divyabhaskar.com | Updated - Jan 29, 2019, 03:16 AM

Amreli News - લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં 40 જેટલા સાવજોનું મોટુ ગ્રુપ વસી રહ્યુ છે અને ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે...

લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં 40 જેટલા સાવજોનું મોટુ ગ્રુપ વસી રહ્યુ છે અને ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે હાલમાં શેત્રુંજી અને ગાગડીયો નદીના પટ્ટ સુકાયા છે ત્યારે સાવજો સહિતના વન્ય પ્રાણીઓને પાણી માટે રઝળપાટ કરવી પડતી હોય વન વિભાગ દ્વારા આખરે આ વિસ્તારના પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો પાણીની શોધમાં અવાર નવાર કોઇને કોઇ ગામમાં ઘુસી જતા હતાં. પાણી અને શિકારની શોધ સાવજોને માનવ વસતીની વચ્ચે લઇ આવે છે. અમરેલી પંથકમાં ગત વર્ષે અપુરતા વરસાદના કારણે હાલમાં શેત્રુંજી અને ગાગડીયો નદીના પટ્ટમાં પાણી જોવા મળતુ નથી. આવી જ રીતે વાડી-ખેતરોના કુવા-બોરમાં પણ પાણી ન હોય સાવજોને ખેડૂતોની પાણીની કુંડીઓમાંથી પણ પીવાનું પાણી મળતુ નથી ત્યારે અહિંના સિંહપ્રેમીઓએ શિયાળામાં જ પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનું શરૂ કરવાની માંગણી કરી હતી. ડીએફઓ પ્રિયંકા ગેહલોતની સુચનાને પગલે એસીએફ ગોજીયા, આરએફઓ પ્રજાપતી, ફોરેસ્ટર સોલંકીભાઇ વિગેરેએ લીલીયા પંથકના વન વિભાગના તમામ કૃત્રિમ પોઇન્ટની સાફસફાઇ કરાવી મરામત કરાવી હતી અને હવે ટેન્કર દ્વારા પાણીના આ પોઇન્ટ ભરવાનું શરૂ કરાયુ છે. જેના કારણે સાવજો અને અન્ય વન્ય પ્રાણીઓને હવે પાણીની શોધમાં ગામડાઓના પાદરમાં ઘુસવાની જરૂર નહી પડે. તસવીર- મનોજ જોષી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-more-than-40-groups-of-big-groups-in-the-kharapat-area-of-lilia-taluka-031646-3765006-NOR.html