Divyabhaskar.com | Updated - Jan 29, 2019, 03:16 AM
Amreli News - લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં 40 જેટલા સાવજોનું મોટુ ગ્રુપ વસી રહ્યુ છે અને ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે...
લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં 40 જેટલા સાવજોનું મોટુ ગ્રુપ વસી રહ્યુ છે અને ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે હાલમાં શેત્રુંજી અને ગાગડીયો નદીના પટ્ટ સુકાયા છે ત્યારે સાવજો સહિતના વન્ય પ્રાણીઓને પાણી માટે રઝળપાટ કરવી પડતી હોય વન વિભાગ દ્વારા આખરે આ વિસ્તારના પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનું શરૂ કરવામાં આવ્યુ છે.ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો પાણીની શોધમાં અવાર નવાર કોઇને કોઇ ગામમાં ઘુસી જતા હતાં. પાણી અને શિકારની શોધ સાવજોને માનવ વસતીની વચ્ચે લઇ આવે છે. અમરેલી પંથકમાં ગત વર્ષે અપુરતા વરસાદના કારણે હાલમાં શેત્રુંજી અને ગાગડીયો નદીના પટ્ટમાં પાણી જોવા મળતુ નથી. આવી જ રીતે વાડી-ખેતરોના કુવા-બોરમાં પણ પાણી ન હોય સાવજોને ખેડૂતોની પાણીની કુંડીઓમાંથી પણ પીવાનું પાણી મળતુ નથી ત્યારે અહિંના સિંહપ્રેમીઓએ શિયાળામાં જ પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનું શરૂ કરવાની માંગણી કરી હતી. ડીએફઓ પ્રિયંકા ગેહલોતની સુચનાને પગલે એસીએફ ગોજીયા, આરએફઓ પ્રજાપતી, ફોરેસ્ટર સોલંકીભાઇ વિગેરેએ લીલીયા પંથકના વન વિભાગના તમામ કૃત્રિમ પોઇન્ટની સાફસફાઇ કરાવી મરામત કરાવી હતી અને હવે ટેન્કર દ્વારા પાણીના આ પોઇન્ટ ભરવાનું શરૂ કરાયુ છે. જેના કારણે સાવજો અને અન્ય વન્ય પ્રાણીઓને હવે પાણીની શોધમાં ગામડાઓના પાદરમાં ઘુસવાની જરૂર નહી પડે. તસવીર- મનોજ જોષી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-more-than-40-groups-of-big-groups-in-the-kharapat-area-of-lilia-taluka-031646-3765006-NOR.html
No comments:
Post a Comment