Tuesday, January 29, 2019

લીલીયા તાલુકો સાવજોનું ઘર છે. આ વિસ્તારમાં વહેતી શેત્રુંજી

Divyabhaskar.com | Updated - Jan 29, 2019, 03:16 AM

Amreli News - લીલીયા તાલુકો સાવજોનું ઘર છે. આ વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી સાવજ માટે જીવનદાયીની છે. અહિંના સાવજો મોટા ભાગે...

લીલીયા તાલુકો સાવજોનું ઘર છે. આ વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી સાવજ માટે જીવનદાયીની છે. અહિંના સાવજો મોટા ભાગે શેત્રુંજી નદીના પટ્ટમાં જ પડયા પાથર્યા રહે છે. પરંતુ રેત માફીયાઓએ ફરી પોત પ્રકાશ્યુ છે. ભ્રષ્ટતંત્રની મીલીભગતથી રેત માફીયાઓ આ વિસ્તારમાં શેત્રુજીના પટ્ટમાંથી દિવસ-રાત ગેરકાયદે રેતી ઉપાડી રહ્યા છે. જેના કારણે સાવજોની પરેશાની વધી છે.

બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયા તાલુકાના મોટા કણકોટથી ઇંગોરાળા સુધીના વિસ્તારમાં હાલમાં બેફામ રેતી ચોરી ચાલી રહી છે. અહિં પાછલા અઢી દાયકાથી સાવજોએ શેત્રુંજી નદીના પટ્ટને પોતાનુ રહેઠાણ બનાવ્યુ છે. શેત્રુંજી નદી તથા તેની આસપાસની બાવળોની કાંટમાં 40 થી વધુ સાવજોનો વસવાટ છે. પરંતુ પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં રેત માફીયાઓએ સાવજોને હેરાન પરેશાન કરી મુક્યા છે. કારણ કે અહિં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેત ખનન થઇ રહ્યુ છે.

જ્યા એશીયાટીક સાવજોનો વસવાટ છે તે વિસ્તારને હાઇકોર્ટ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરાયો છે અને આ વિસ્તારમાંથી નદીઓમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ પોલીસ અને ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ તથા રેત માફીયાઓની મીલીભગતના કારણે અહિં રેત ખનન ચાલે છે. પ્રતિબંધીત વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં રેતી ઉપાડવામાં આવતી હોવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી નથી. કદાચ આ સાવજોની રક્ષા હવે ભગવાન જ કરશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lilia-is-a-house-of-talukas-shetrunji-flowing-in-the-area-031629-3765022-NOR.html

No comments: