DivyaBhaskar News Network
Nov 03, 2019, 05:56 AM ISTગીરકાંઠાના ખાંભા તાલુકામા રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. અહી ગ્રામ્ય વિસ્તારમા સાવજના આંટાફેરા હોય તો તે કોઇ નવાઇની વાત નથી. પરંતુ એકસાથે 10 સાવજોનુ ટોળુ અહી લાંબા સમય સુધી એક જ વિસ્તારમા ધામા નાખે તેવુ ભાગ્યે જ બને છે. હાલમા અહી 10 સાવજોએ સરાકડીયા ગામની સીમમા એક વાડીમા ધામા નાખ્યા છે. અહી કપાસના ખેતરમા આ સાવજો પડયા પાથર્યા રહે છે. એક સિંહ, બે સિંહણ અને સાત બચ્ચાએ કપાસના ખેતરમા જ વસવાટ કર્યો છે. જેથી ખેડૂત પરિવાર કપાસ વિણવા પણ જઇ શકતો નથી.
જો કે અહીના ખેડૂતો આ સાવજોને કયારેય હટાવતા નથી. સિંહની હાજરીના કારણે ખેતીપાકને નુકશાન કરતા અન્ય પશુઓ વાડી ખેતરથી દુર જ રહે છે. આ સાવજો કયારેક વાડી માર્ગો પર પણ અડ્ડો જમાવી દે છે.
વાડીએ જવાના રોડ પર સાવજો તેના પરિવાર સાથે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-10-lion39s-tombs-in-the-wadi-area-in-saradia-055632-5849972-NOR.html
No comments:
Post a Comment