DivyaBhaskar News Network
Nov 27, 2019, 06:50 AM ISTગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા વખતથી દીપડાના માનવી પર હુમલાના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. આ પૈકીના ઘણા દીપડા પકડાયા પણ છે. જે પૈકીના એક દીપડાનું આજે સાસણમાં વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું છે.આ અંગેની મળતી વિગત મુજબ ગિર પશ્વિમ વનવિભાગ હેઠળની વિસાવદર રેન્જના કુટિયા રાઉન્ડમાંથી એક માનવી પર હુમલો કરનાર દીપડાને પકડી સાસણની લાયન હોસ્પિટલમાં રખાયો હતો. જ્યાં તેનું વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું હતું. દીપડાની વય 11 થી 12 વર્ષની હોવાનું સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું. તેના મૃતદેહનું પીએમ કરાયું હતું. અત્રે નોંધનીય છેકે, વિસાવદર પંથકમાં દીપડાએ માનવી પર હુમલો કરી ફાડી ખાધાના પણ અનેક બનાવો બન્યા છે. જેને પગલે વનવિભાગે ઠેકઠેકાણે પાંજરા પણ મૂક્યા છે. જેમાં ઘણા દીપડા પકડાયા પણ છે. માનવની હત્યા કરનાર દીપડાને ફરી ક્યારેય છોડાતો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-last-of-several-villages-in-viswadar-taluka-on-the-border-of-gir-065041-6032950-NOR.html
No comments:
Post a Comment