DivyaBhaskar News Network
Nov 26, 2019, 05:56 AM ISTવન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલી હદે ગળાડુબ છે કે નબળુ-સબળુ પણ કામ કરવાના બદલે કામ કર્યા વગર જ સીધે સીધો ખર્ચ ઉધારી નાખી સરકારી નાણા પોતાના ખીસ્સામાં પધરાવી રહ્યા છે. જાણે કોઇ પુછવાવાળુ જ નથી. તાજેતરમાં કુંકાવાવના આરએફઓ ડવ આવા મામલાઓને એસીબી સુધી લઇ ગયા હતાં. જો કે ભ્રષ્ટાચાર ખુલ્લો થવાના બદલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમને જ સસ્પેન્ડ કરી દીધા છે.
તેમના વિસ્તારમાં તેમની જાણ બહાર જ ઇન્ચાર્જ આરએફઓના નામે તગડી રકમના બિલો કોઇ કામ કર્યા વગર ઉધારી નખાયાનું કહેવાય છે. સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવતા હવે મહિનાઓ પછી આવા કામો તાબડતોબ રાતોરાત કરવામાં આવી રહ્યા છે. બગસરાના મુંજીયાસરમાં આવેલી નર્સરી ફરતે તાર ફેન્સીંગનો ખર્ચ તો ઉધારી નખાયો પરંતુ અહિં કોઇપણ પ્રકારનું તાર ફેન્સીંગ ન હતું. અહિં તાબડતોબ બે દિવસથી નવી તાર ફેન્સીંગ લગાવવામાં આવી રહી છે. જેથી તપાસ આવે તો પણ બચી શકાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-forest-department-officials-are-so-engrossed-in-corruption-055646-6024671-NOR.html
No comments:
Post a Comment