DivyaBhaskar News Network
Nov 22, 2019, 05:55 AM ISTકુંકાવાવ-બગસરા વિસ્તારના આરએફઓ વી.એમ. ડવને આજે રાજકોટના સામાજીક વનિકરણ વર્તુળના વન સંરક્ષક એ.એમ. પરમારે સસ્પેન્ડ કરી દીધા હતાં. તેઓ ઘણા સમયથી કુંકાવાવ સામાજીક વનિકરણ વિભાગમાં ફરજ બજાવતા હતાં. તેમને સસ્પેન્ડ કરવાની સાથે જ દેવભુમી દ્વારકા જીલ્લામાં જામખંભાળીયા કચેરીમાં મુકી દેવાનો હુકમ પણ કરાયો હતો. વન અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવા પાછળ કોઇ જ કારણ આપવામાં આવ્યુ ન હતું.
જો કે અમરેલી વનતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો મામલો આ માટે કારણભુત હોવાનું મનાય છે. તેમના વિસ્તારમાં ચાલુ વર્ષે ખેડૂત શિબીરો અને અંગભુત યોજનાની શિબીરો વિગેરેનું આયોજન કરી તેનો ખર્ચ પાડી દેવાયો હતો. જો કે આરએફઓ ડવને તેની જાણ પણ ન હતી. એટલુ જ નહી તેઓ રજા પર ગયા ન હોવા છતાં તેમના વિસ્તારમાં ઇન્ચાર્જને હવાલો સોપી આ ખર્ચ પાડી દેવાયાનું જાણમાં આવતા ભવિષ્યમાં મામલો પોતાના પર ન આવે તેને પણ ધ્યાનમાં રાખી ખુદ આરએફઓ ડવે જ આ ગેરરીતી અંગે તાજેતરમાં એસીબીને જાણ કરી દીધી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-rfo-vms-of-kunkavav-bagsara-area-rajkot39s-social-forestry-today-055540-5994017-NOR.html
No comments:
Post a Comment