- દીપડો પાંજરે પૂરાતા ગામના લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો
દિવ્ય ભાસ્કર
Mar 15, 2020, 05:18 PM ISTખાંભા: ખાંભાના ચતુરી ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો. ગામના ભીખુભાઇ જાજડાના ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. ઘરમાં નાના બાળકો રમી રહ્યા હતા અને અચાનક દીપડો આવી ચડતા બાળકોએ ચીંસાચીંસ કરી મુકી હતી. આજુબાજુના ઘરોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. બાદમાં ઘરના સભ્યો અને બાળકોને સલામત રીતે બહાર નીકળ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે કલાકની મહેનત બાદ દીપડાને પાંજરે
પૂર્યો હતો. દીપડો પાંજરે પૂરાતા ગામના લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
દીપડાને દોરડાથી બહાર કઢાયો
વન વિભાગને ટ્રેકર દ્વારા દીપડાને પહેલા બેભાન કરી દેવામાં આવ્યો હતો. બાદમાં દોરડું બાંધી દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. પહેલા દીપડો પટારા પર આરામ કરી રહ્યો હતો. બાદમાં લોકોની ચીચીયારીથી ઉશ્કેરાયો હતો. આથી દીપડાને પાંજરે પૂરવો મુશ્કેલ બન્યો હતો. જો કે, વન વિભાગને સરાહનીય કામગીરીથી દીપડો પાંજરે પૂરાયો હતો.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leaopard-come-in-home-at-chaturi-village-of-khanbha-126979209.html
No comments:
Post a Comment