- થોડા સમય પહેલા આ જંગલમાં સિંહ-સિંહણ જોવા મળ્યા હતા.
દિવ્ય ભાસ્કર
Mar 15, 2020, 03:45 PM ISTઉના: ઉનાના સીમર અને સૈયદ રાજપરા ગામ વચ્ચે આવેલા બાવળના જંગલમાં ભીષણ આગ લાગી છે. આગ જંગલમાં દૂર સુધી પ્રસરી છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. થોડા સમય પહેલા આ જંગલમાં સિંહ અને સિંહણ પણ જોવા મળ્યા હતા. જો કે, સિંહ-સિંહણ આ જંગલ છોડીને જતા રહ્યા હોય તેવું પણ બની શકે. નહીંતર તેમના પર જીવનું જોખમ મંડરાઇ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી છે. તેમજ વન વિભાગ પણ દોડી ગયું છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/fire-in-forest-in-saiyad-rajapara-village-of-una-126979158.html
No comments:
Post a Comment