- ખેડૂતોના ખેતરમાં જીરૂ, ઘઉં, ચણાનો તૈયાર પાક પલળ્યો
દિવ્ય ભાસ્કર
Mar 23, 2020, 06:23 PM ISTખાંભા: 23 માર્ચે બપોર બાદ ખાંભા અને ધારી પંથકના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. એક તરફ કોરોના વાઇરસની મહામારી છે તો બીજી તરફ વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. ધારીના ફાચરીયા, ગોવિંદપુર, નાગધ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ધારી ઉપરાંત ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ધારીના ગોવિંદપુર, કુબડા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા વહેતા થઇ ગયા હતા.
કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં
કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના ખેતરમાં જીરૂ, ઘઉં, ચણાનો તૈયાર થયેલા પાક પર વરસાદ પડ્યો હોવાથી તેને પણ નુકસાન પહોંચ્યું છે. ઉનાળુ મગફળી, તલ અને આંબામાં આવેલા મોર અને ખાખડીને પણ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/rain-fall-in-khanbha-and-dhari-area-127035153.html
No comments:
Post a Comment