- સિંહો પાછળ દોડતા ગાયોના ટોળામાં અફરાતફરી મચી ગઇ હતી
Divyabhaskar.Com
Mar 08, 2020, 11:20 AM ISTઅમરેલી: રાજુલાના કાતર ગામમાં સિંહો શિકારની શોધમાં બજારમાં ઘૂસ્યા હતા. રસ્તા પર રઝળતી ગાયોના ટોળા પાછળ સિંહોએ દોટ લગાવી હતી. આથી ગાયોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સિંહો ભૂખ્યા-તરસ્યા શિકારની શોધમાં વારંવાર કાતર ગામમાં ઘૂસી આવે છે. સિંહોના આતંકથી રાત્રે ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી. તેમજ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડેને ગામના લોકોએ પોતાના ઘરમાં પૂરાઇ રહેવું પડે છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lions-run-behind-cow-group-in-katar-village-of-rajula-126937439.html
No comments:
Post a Comment