Thursday, Jun 3rd, 2010, 3:05 am [IST]
Bhaskar News, Junagadh
સાસણ ખાતે ગઇકાલે સવારે આવી પહોંચ્યા બાદ બીગ બી એ રાત્રે પોતાનાં બ્લોગમાં દિવસભરનાં અનુભવોનું વર્ણન કર્યું હતું. જેમાં તેમણે પોતાને જોવા ઉભેલા પ્રશંસકો વિશે લખ્યું છેકે, મારી વાટ જોતા અમુક પ્રશંસકોએ મને આવકારવા જે ઉત્સાહ દર્શાવ્યો એ જોઇ હું મારી જાત ઉપર હસ્યો. તેઓને નિરૂત્સાહ કરવા નહીં, પરંતુ તેમની નિર્દોષતા અને ઉત્કટ ભાવના મને સ્પર્શી ગઇ એટલે.
ખરેખર રસ્તા પર ફરતા સામાન્ય માનવીઓ, ગામડામાં વસતા લોકો કેટલા ઉષ્માભર્યા અને દિલેર હોય છે. આપણે શહેરીજનો જીંદગી અને જીવનધોરણની સાદગી મેળવવા આખી જીંદગી ખર્ચી નાંખવી પડે. તેઓ વધુમાં જણાવે છે, આપણે કેવું મહાન રાષ્ટ્ર છીએ. એ માત્ર આવાં સ્થળોની મુલાકાત વખતે જ અનુભવી શકો. અને એ આ ધરતીને સુંદર બનાવનાર શાસનને નહીં પરંતુ શેરીમાં ફરતા સામાન્ય માનવી જ આ રાષ્ટ્રને મજબૂતી અને તેની ભવ્યતા બક્ષે છે.
સિંહ દર્શન અંગેનાં અનુભવમાં તેઓ લખે છે, સ્ટેકર્સ પાર્ટીનો કોલ આવતાં અમે જંગલમાં ઉપડ્યા. અમારી ગાડી ગાઢ જંગલમાં હંકારી. અને પછી અચાનક જ અટકી ગઇ. સ્ટેકર્સ પગપાળા ચાલતા હતા. તેમણે અમને કહ્યું, અમે સિંહની ઘણાં નજીક હતા અને અમારે કેમેરા તૈયાર રાખવા જોઇએ. મેં આજુબાજુની સુકી ઝાડીમાં જોયું પરંતુ કશું દેખાયું નહીં. એક બહાદુર માણસ આગળ ઉભો હતો તેમણે અમને આગળ બોલાવ્યા. શું તેઓ જીપમાં ન બેસી શકે મેં વિચાર્યું. પરંતુ ના, તેને બદલે તેઓ વધુ ધ્યાનાકર્ષક સ્થિતીમાં હતા, જાણેકે અમને ૩ દુલ્હનો દેખાડવા માંગતા ન હોય.
તેઓએ જમણી તરફ હાથ વડે ઇશારો કર્યો અને ત્યાં ૩ સિંહણો હતી. અમે માત્ર ૩૦ ફૂટ દૂર જીપમાં સુરક્ષિત હતા. પરંતુ ચોકીયાતો માંડ ૧૫ ફૂટ દૂર હતા. તેમણે મને કહ્યું જો બચ્ચાંઓને જોવા હોય તો જરા અંદર છે. પરંતુ મેં નર્વસ થઇ તેઓને ઝાડીમાંથી બહાર આવી જવા કહ્યું.
Source:

No comments:
Post a Comment