Jun 02,2010
રાજુલા તા.ર :
અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલી ગીધની વસ્તી ગણતરીમાં ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. નાગેશ્રી પંથકમાં ૭૦ જેટલા ગીધના આવાસો જણાયા પણ વસ્તી માત્ર ર૮ ગીધની જોવા મળી હતી.
અમરેલી જિલ્લામાં ગત તા.ર૯ અને ૩૦ એમ બે દિવસ સુધી ગીધની વસ્તી ગણતરીની કામગીરી શરૃ કરવામાં આવી હતી. વસતી ગણતરીનું કામપુરૃ થઈ જતાં ગીધની વસ્તીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
તા.ર૯ના રોજ શરૃ કરવામાં આવેલ ગીધની વસતી ગણતરી દરમિયાન ધારી-તુલશીશ્યામ વચ્ચેના જંગલમા માત્ર ચાર થી પાંચ ગીધ જ જોવા મળ્યા હતા. અગાઉ આ વિસ્તારમાં ગીધની સંખ્યાં મોટી જોવા મળી હતી. ત્યારે અચાનક ગીધની વસ્તીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
નાગેશ્રી પંથકમાં બીન સતાવાર રીતે મળતા અહેવાલ મુજબ ૭૦ જેટલા ગીધોનો આવાસ હોય પરંતુ ગીધની વસ્તી ગણતરી દરમિયાન માત્ર ર૮ ગીધ જ નજરે પડયા હતા. તો બાકી ગીધો કયાં ગયા તે પણ પણ એક તપાસનો વિષય છે.
રાજુલાના ખાખ બાઈ વિસ્તારમાં આ ગીધની વસ્તી ગણતરી કાર્યક્રમ દરમિયાન રર ગીધો જોવા મળ્યા હતા. જયારે મહુવા પંથકમાં ગીધની વસ્તી પ૭ જેટલી જોવા મળી હતી. ગીધ વરસો વરસ ઘટતા જશે તો કુદરતનું એક સફાઈ કામ કરતુ પક્ષી લુપ્ત થઈ જશે. માટે જંગલખાતા દ્વારા ગીધ બચાવ અભિયાન ધરાવ તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગણી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191642
No comments:
Post a Comment