રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનેલ બોલીવુડનાં બાદશાહ અમિતાભ બચ્ચન ભુજમાં એડ્ ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કરીને આવતીકાલે મંગળવારે સવારેથી ગિર જંગલમાં આવી રહ્યા છે. તેમ જ ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી સિંહોની વચ્ચે શૂટિંગ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. ત્યાર બાદ શુક્રવારે સવારે તેઓ અહીથી સોમનાથ જવા રવાના થશે. શહેનશાહને આવકારવા માટે સાસણના રસ્તાઓ પર પાંચેક કિ.મી. સુધી મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યારે વનવિભાગ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી કચ્છના રણમાં ગુજરાતની એડ્ ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હતું. જેમા ગામઠી પહેરવેશમાં તેઓએ ભૂમિકા ભજવી હતી. નિયત થયેલા કાર્યક્રમ અનુસાર અહીથી તેઓ સવારે હવાઈ માર્ગે સીધા જ દીવ એરપોર્ટ પર આવી પહોંચશે. જૂનાગઢ કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સવારે સવાથી સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ દીવ એરપોર્ટ પર આવી પહોંચશે. અને ત્યાંથી મોટર માર્ગે સીધા જ સાસણ ખાતે જનાર હોવાનું કલેક્ટર આશિર્વાદ પરમારે જણાવ્યું છે. સાસણમાં સરકારી ગેસ્ટહાઉસ સિંહ સદન ખાતે તેઓના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વમાં એક માત્ર ગિર જંગલમાં જ બચેલા અને સોરઠના ઘરેણા સમાન એશિયાઈ સિંહો વચ્ચે તેઓનું શૂટીંગ શેડયુલ ગોઠવવામાં આવ્યું છે. ત્રણ દિવસ અને ત્રણ રાત્રી તેઓ ગિર જંગલમાં જ વિતાવશે. અને આ દરમિયાન વિવિધ સ્થળોએ એડ્ ફિલ્મનું શૂટીંગ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી ગિરમાં શૂટીંગ ચાલ્યા બાદ તા.૪ ને શુક્રવારના રોજ સવારે તેઓ વિશ્વપ્રસિદ્ધ ર્જ્યોિતલીંગ સોમનાથ ખાતે જશે. અને ત્યાં એક દિવસ સુધીનું શૂટીંગ શેડયુલ ગોઠવવામાં આવ્યું છે. આવતીકાલથી ચાર દિવસ સુધી અમિતાભ બચ્ચન સોરઠમાં રહેશે. તેવો સત્તાવાર કાર્યક્રમ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
અમિતાભના કાર્યક્રમ દરમિયાન ગિર જંગલ અન્ય તમામ પ્રવાસીઓ માટે પણ ખુલ્લુ જ રહેશે. અમિતાભ બચ્ચનને આવકારવા માટે દેવળિયા નાકાથી સાસણ સુધીના ચાર થી પાંચ કિ.મી.ના રસ્તા પર "વેલકમ અમિતાભ" વાળા બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. સોરઠભરમાં પ્રજાજનોમાં પણ આ સમગ્ર કાર્યક્રમ આત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમજ લોકોમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ છે. વનવિભાગ, પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અને આવતીકાલે બોલીવુડના બાદશાહના આગમનની રાહ જોવાઈ રહી છે.
દરરોજ સિંહનું લોકેશન મેળવી શૂટીંગ માટેનો રૃટ નક્કિ થશે
ગિર જંગલમાં બોલીવુડના બાદશાહ માટે શૂટીંગના સ્થળો નિશ્વિત કરવામાં આવ્યા નથી. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે જ્યાં સિંહો જોવા મળશે તેવા વિસ્તારમાં દરરોજ કાર્યક્રમ નક્કિ કરવામાં આવશે.સામાન્ય રીતે રૃટ નં.ર અને ૬ પર વધારે પ્રમાણમાં સિંહો જોવા મળતા હોવાથી આ રૃટો વધારે હોટ ફેવરીટ રહેશે. દરરોજનો કાર્યક્રમ દરરોજ નક્કિ થશે. અને જે રૃટ પર સિંહો જોવા મળે તેવી શક્યતા હોય ત્યાં શૂટીંગ કાફલો જશે. વનવિભાગ પાસેથી તમામ લોકો માટેની અભયારણ્યમાં પ્રવેશવાની પરમીટ લેવામાં આવી છે. ત્રણ દિવસ ગિર જંગલમાં શૂટીંગ થશે. પણ તેના માટે કોઈ નિશ્વિત સ્થળો નક્કિ કરવામાં આવ્યા નથી. કોઈ પણ રૃટ પર સિંહો હોવાની શક્યતા હોય તથા લોકેશન સારૃ હોય તેવા રૃટ પર આખો કાફલો જશે. બીજી તરફ શહેનશાહના રોકાણ માટે પણ શાહી વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ સદન પાંચ દિવસ સુધી આખુ બુક કરી લેવામાં આવ્યું છે. આ ગેસ્ટ હાઉસમાં ઉપરના માળે પાંચ વી.આઈ.પી. રૃમ છે. જેમાંથી એકમાં અમિતાભ અને ટોચના વ્યક્તિઓ રહેશે. જ્યારે સાથેના અન્ય માટે નીચેના માળે આવેલ દશ રૃમો પણ બુક કરવામાં આવ્યા છે.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191188
No comments:
Post a Comment