પોરબંદરના કડીયા પ્લોટ-મફતિયાપરાની ખાડીના કાદવમાં ફસાઈને ઘવાયેલા કાળા કાજીયા નામના પક્ષીનો બે ભુલકાઓએ જીવ બચાવ્યો હતો.કડીયા પ્લોટમાં સૌથી વધુ કબુતરોને આશરો તથા ઈજા વખતે સારવાર આપતા આસીફ બ્લોચની પક્ષી બચાવવા તૈયાર કરેલી ટીમના બે ભુલકાઓ જેનીસ કામળ અને અજય જેઠવા ખાડી નજીકના ખોડીયાર માતાજીના પાસેથી પસાર થતાં હતા. ત્યારે કાંઠાના કાદવમાં ફસાઈને કાળો કાજીયો તરીકે ઓળખાતુ પક્ષી તરફડી રહ્યું હતું, તેને જોઈને બંને ભુલકાઓએ કાદવમાં ઉતરીને ઉડી નહી શકતા આ પક્ષીને બહાર કાઢી આસીફ બ્લોચ મારફતે સારવાર અર્થે અભ્યારણ્યમાં ખસેડયું હતું. જયારે નેચર કલબના ડો. નીતિન પોપટ, આર.એફ.ઓ. ગોઢાણીયા, સુરેશભાઈ જોશી વગેરેએ સારવાર આપી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192432
No comments:
Post a Comment