Saturday, April 28, 2012

રાજુલા પંથકમાં દેશી કુળના વૃક્ષોનું ગેરકાયદે થતું છેદન.


રાજુલા, તા.૨ર
રાજુલા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દેશી કુળના વૃક્ષોનું ગેરકાયદે છેદન થઈ રહ્યું છે.લેભાગુઓ ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે અને આ વૃક્ષોના લાકડાઓ ભરેલા વાહનોની જાહેર માર્ગો પર હેરાફેરી થઈ રહી હોવા છતાં સંબંધીત તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે.
  • માર્ગો પર ખૂલ્લેઆમ હેરાફેરી છતાં તંત્રના આંખ મિચામણા
રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંડા બાવળ ઉપરાંત દેશી કુળના વૃક્ષો ગેરકાયદે કાપી તેના લાકડાઓનું વેચાણ થઈ રહ્યું છે.રાજુલા નજીક ધારી-ખાંભા રેન્જમાં આવેલી ઝાંઝરડા વીડીમાં પણ વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે.દેશી બાવળ ઉપરાંત અરમો, લીમડા, ખાખરો, બાવળ, વાંસ, કરમદી, ટીમરૂ સહિતના વૃક્ષોને કાપી તેના લાકડા વાહનો મારફત માર્ગો પર હેરાફેરી થઈ રહી છે.આમ છતાં તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે.અત્રે એ યાદ આપવું જરૂરી છે કે, ધારી-ખાંભા ફોરેસ્ટ રેન્જના ફરજ બજાવતા એક અધિકારી લાકડા પ્રકરણમાં સસ્પેન્ડ થયાં હતાં ત્યારે ગેરકાયદે કપાતા વૃક્ષો અને માર્ગો પરથી થતી લાકડાની હેરાફેરી અંગે તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે.માર્ગો પર વાહનોમાં લઈ જવાતા લાકડાઓ દેશી કુળના વૃક્ષોના છે કે નહીં ? ક્યાં લઈ જવાય છે ? વૃક્ષો કાપવાની કોઈની મંજુરી લેવાઈ છે કે નહીં ? કોણ કાપનાર છે ? વગેરે અંગે તપાસ કરવાની જરૂર ઉભી થઈ છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=51825

ત્રાસ ફેલાવતા દીપડાની વસતી પર નિયંત્રણ મૂકવા માટે ખસીકરણ કરો.

જૂનાગઢ, તા.૨૪
જૂનાગઢ જિલ્લામાં માનવી ઉપર દીપડાના વધી રહેલા હૂમલાના બનાવોને ધ્યાને લેતા માનવ વસતીને ભયમૂક્ત કરવા માટે તાત્કાલીક અસરથી પગલા લઈને ખસીકરણ પ્રક્રિયા શરૂ કરવાની માગણી જૂનાગઢના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. રાજ્યના વનમંત્રીને પત્ર પાઠવીને તેઓએ દીપડાની વસતી નિયંત્રણ ઉપર ભાર મૂક્યો છે.
  • માનવ વસતીને ભયમૂક્ત કરવા તાત્કાલીક અસરથી પગલા લેવા જરૂરી
જૂનાગઢ જિલ્લામાં તથા આસપાસના વિસ્તારમાં દીપડાઓ માનવભક્ષી બની રહ્યા છે. તથા લોકો ઉપર છાશવારે હૂમલાઓ કરીને હાહાકાર મચાવી રહ્યા છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો સુધીના માનવીઓ દીપડાના હૂમલાઓની ઝપટે ચડી ગયા છે. પરિણામે ગિરનાર અને ગિર જંગલની આસપાસના વિસ્તારમાં આવેલી માનવ વસાહતોમાં વસતા પ્રજાજનોમાં ભયનું વાતાવરણ પેદા થયું છે. આ અંગે વધુમાં રજૂઆત કરતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું છે કે, દીપડાના હિંસક સ્વભાવનો માનવી ભોગ બની રહ્યા છે. માટે દીપડાઓની વસતી નિયંત્રણ માટે હવે ખસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકવો જરૂરી બની ગયો છે. ત્યારે સત્વરે આ કાર્યક્રમ હાથ ઉપર લઈને માનવીને ભયમૂક્ત બનાવવાની રજૂઆત તેમણે કરી છે. જંગલ વિસ્તારની આસપાસ આવેલા ખેતરોમાં તથા અન્ય સ્થળોએ કામ કરતા મજૂર પરિવારો અને તેમના બાળકો ઉપર રાત્રીના સમયે અંધારામાં દીપડાઓ હૂમલા કરી રહ્યા છે. ત્યારે દીપડાઓનો ત્રાસ નિવારવા ખસીકરણ પ્રક્રિયા તાત્કાલીક અસરથી શરૂ કરવાની માગણી પત્રના અંતે કરવામાં આવી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=52260

રામપરા વીડીમાં સિંહણને બે બચ્ચાનો જન્મ, એકનું મોત.


રાજકોટ તા.૨૬
રાજકોટ જિલ્લાના નૈર્સિગક વાતાવરણ ધરાવતા વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તારમાં ગીરની જુદી જુદી રેન્જમાંથી લાવીને સિંહ અને સિંહણોને રાખવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા એના સારા પરિણામ આવ્યા હતાં. જુલાઈ ૨૦૧૧માં રામપરામાં સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. એ પછી ફરી 'જાંબુડી' નામની સિંહણ સગર્ભા બનતા તાજેતરમાં જ બે બચ્ચાને જન્મ આપ્યો છે. જો કે, વનવિભાગના સારા પ્રયાસો હોવા છતાં આ બે બચ્ચા અંડરવેઈટ જન્મતા તેમજ બચ્ચાની માતા બરાબર ફિડિંગ કરાવતી ન હોવાથી એક બચ્ચાએ દમ તોડી દીધો છે. જયારે બીજા બચ્ચાને બચાવી લેવા જુનાગઢ સકકરબાગ ઝુમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું છે.
  • અન્ય એક બચ્ચાને બચાવી લેવા સકકરબાગ ઝૂમાં મોકલી અપાયું
વિશ્વભરમાં એક માત્ર ગીર વિસ્તારમાં બચેલી એશિયાટિક લાયન પ્રજાતિને કોઈ રોગ આવે કે કોઈ વાયરસ ફેલાય અને આખી પ્રજાતિ સાફ ન થઈ જાય એ માટે સાવચેતીના પગલા રૂપે કેટલાક સિંહોનું આઈસોલેશન કરી સંવર્ધન કરાવવાના પ્રયાસના ભાગ રૂપે વાકાનેર તાલુકાના રામપરામાં જીનપુલ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળ કોઈ પ્રવાસન સ્થળ નથી. વનવિભાગ દ્વારા માનવસંચરણ માટે પ્રતિબંધિત કરાયું છે. અને વીડી વિસ્તારમાં કોઈને પ્રવેશવાની મનાઈ છે. કોઈ વીઆઈપીઓ માટે પણ પ્રવેશ બંધી રખાઈ છે. આ સ્થળનો હેતું સિંહોના સંવર્ધન માટેનો છે. અને સારા જીન ધરાવતા સિંહ સિંહણના સંવનન દ્વારા સારી પ્રજોત્પતિ થાય એ શુભ આશય છે. વળી સિંહોને પરેશાન કરતા વાયરસ કે, અન્ય રોગથી વનરાજની આખી પ્રજાતિ નષ્ટ ન થઈ જાય એ માટે આગોતરી તૈયારી રૂપે વન વિભાગની ટીમોએ અન્ય કયા વિસ્તારોમાં સિંહોની નવી વસાહત વિકસી શકે એ માટે સર્વે કર્યો હતો. એમાં ગીરના જંગલ જેવા જ પર્યાવરણ ધરાવતા રાજકોટ જિલ્લાના રામપરા વીડીને અગ્રસ્થાને પસંદ કરાઈ હતી. ત્યાં આખો પ્રોજેક્ટ નક્કી કરીને ગીરના જંગલમાં મુકત રીતે હરતા ફરતા સિંહો પૈકી સક્ષમ જીન ધરાવતા સૌ પ્રથમ પાંચ સિંહોને રામપરા વીડીમાં લાવવામાં આવ્યા છે. તેમજ એની સાથે ત્રણ સિંહણોને પણ વસાવવામાં આવી છે.
 સૌ પ્રથમ ત્રણ સિંહણ પૈકી બે સિંહણો અને મેંદરડા બાજુથી લોકેટ કરાયેલા બાબરો નામના વનરાજ સાથે પ્રણય મસ્તી ચાલુ થઈ હતી. સંવનનકાળ આવતા આશા નામની સિંહણ એક વર્ષ પહેલા સગર્ભા બની હતી. આ સિંહણે ગત તા. ૩૦-૭-૨૦૧૧ના રોજ ત્રણ સિંહ બાળને જન્મ આપતા બ્રિડીંગ સેન્ટરને 'પ્રથમ સિદ્ધિ' હાંસલ થતાં ખુશીની લહેર દોડી ગઈ હતી. એ પછી તાજેતરમાં ગત તા.૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ 'જાંબુડી' નામની સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો.જેમાં એક બચ્ચાનું વજન ૧૧૨૦ ગ્રામ હતુ અને બીજા બચ્ચાનો વજન ફકત ૮૧૫ ગ્રામ હતુ એ ઉપરાંત સિંહણ બન્ને બચ્ચાની મા તરીકે બરાબર સંભાળ રાખતી ન હતી. આ બન્ને કારણોસર એક બચ્ચાનું મોત નીપજયુ હતુ જયારે બીજા બચ્ચાને છાતીમાં ઈન્ફેકશન હોવાના કારણે સારવારની જરૂર હતી અને એ બચ્ચાનું વજન ઘટીને ૧૦૩૯ ગ્રામ થઈ જતાં આથી એને ગત તા.૯મી એપ્રિલે તાબડતોબ જુનાગઢ સકકરબાગ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ જે હાલ વજન વધીને ૧૬૬૬ ગ્રામે પહોંચી ગયુ છે. અને હાલ તંદુરસ્ત છે.
રામપરા વીડી પાછળ વર્ષે ૩૦ લાખની જોગવાઈ
રાજકોટ : રામપરા વીડીમાં વનરાજોને વસાવવામાં આવ્યા છે. સરકાર એશિયાટિક લાયનોને બચાવવા અને સંર્વિધત કરવા ખુબજ ખર્ચ કરે છે. આ વીડીના સંચાલન માટે વર્ષે ૩૦ લાખની જોગવાઈ કરાઈ છે.
રામપરાની જેમ બરડામાં પણ સિંહ વસાવાશે
રાજકોટઃ ઉલ્લેખનીય છે કે રામપરાની જેમ હજુ પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં પણ સિંહોને વસાવવા તેમજ બચાવવા લાયન સેન્કચુરી બનાવવા તૈયારી કરી રહી છે. બરડાના ડુંગરાળ વિસ્તારમાં સિહોને વાતાવરણ ગમી જાય એમ છે. સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાને બદલે જુદા જુદા વિસ્તારમાં વસાવવામાં આવે એવી સરકારની યોજના છે.
રામપરામાં હજુ બે સિંહણોને લાવવામાં આવશે
રાજકોટ : રામપરા વીડીમાં હજુ બે કુંવારા પાઠડા સિંહ વસે છે. આ સિંહને ધ્યાને રાખી નજીકના દિવસોમાં બે સિંહણોને અહીં લાવવામાં આવશે. અને સંવર્ધન કાર્યક્રમ આગળ ધપાવવામાં આવશે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=52799

માદાને સંવનન માટે તૈયાર કરવા સાવજે મારી નાખ્યું સિંહબાણ.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 10:34 AM [IST](27/04/2012)
- પાંચ માસનાં માદા સિંહબાળ પર હુમલો કરી આંતરડા બહાર કાઢી નાખ્યા

ગીર જંગલનાં સાવજોની જાણે માઠી દશા બેઠી છે. સાવજોનાં મોતની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી જ રહે છે. આવી વધુ એક ઘટનામાં ધારી તાલુકાનાં ગીર કાંઠાનાં શેમરડી ગામની સીમમાં એક સિંહે પાંચ માસનાં માદા સિંહબાળને મારી નાખ્યું છે. સિંહણ સંવનન માટે તૈયાર થઇ જાય તે ઉદ્ેશથી સાવજે તેના ૬ માસનાં બચ્ચા પર હુમલો કરી તેના રામ રમાડી દીધા. આ સિંહે એટલા ઝનૂનથી હુમલો કર્યો હતો કે માત્ર સિંહબાળનાં પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. બચ્ચાનું ધારીમાં પીએમ કરાયું હતુ. આ ઘટના ધારી તાલુકાનાં દલખાણીયા ગામ નજીક જંગલ કાંઠે આવેલા શેમરડી ગામની સીમમાં બની હતી.

અહીં પાછલા ઘણા સમયથી એક સિંહણ પોતાના પાંચ માસનાં માત્ર સિંહબાળ સાથે જોવા મળતી હતી. આજે સવારે આ વિસ્તારમાં એક સિંહઆવી ચડ્યો હતો. પોતાની સાથે પાંચ માસનું બચ્ચુ હોય સિંહણ સવનન માટે તૈયાર થતી ન હોય સાવજ ઉશ્કેરાઇ ગયો હતો અને આ માદા સિંહબાળ પર હુમલો કરી દીધો હતો. સિંહઆ બચ્ચાનાં ગળામાં દાંત બેસાડી દીધા હતા. એટલું જ નહીં પેટ પર હુમલો કરતા આ બચ્ચાનાં આંતરડા બહાર નીકળી ગયા હતા. જ્યારે બચ્ચા નાના હોય ત્યારે સિંહણ સવનન માટે તૈયાર થતી નથી. આ બચ્ચાનો પિતા આવા સંજોગોમાં ક્યારેય બચ્ચા પર હુમલો કરતો નથી. પરંતુ બહારનો સિંહઅહીં આવી ચડે ત્યારે સિંહણ સંવનન માટે તૈયાર થાય તે માટે તે સૌપ્રથમ બચ્ચાને મારી નાખે છે. શેમરડીમાં પણ આવું જ થયુ હતું.

જો કે સિંહનાં હુમલા બાદ પણ બચ્ચુ જીવીત હતું. વન વિભાગન ગામલોકો દ્વારા જાણ કરવામાં આવતા સ્થાનિક ફોરેસ્ટ જે.એમ. માળવી તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. બચ્ચુ જીવીત હોય તેઓ બચ્ચાને લઇ તુરત ધારી દોડી ગયા હતા. આગોતરી જાણ હોય અહીં વેટરનરી ડોક્ટર સહિતનો કાફલો અગાઉથી જ તૈયાર હતો. જો કે થોડીવારની સારવારમાં જ આ બચ્ચુ મોતને ભેટયું હતુ. બાદમાં ધારી ખાતે જ આ બચ્ચાનું પોસ્ટ મોર્ટમ કરી તેની લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- સિંહણને એક જ બચ્ચુ હતું

સામાન્ય રીતે સિંહણને બે કે ત્રણ બચ્ચા હોય છે પરંતુ શેમરડીની સીમમાં આંટા મારતી આ સિંહણ એક જ બચ્ચા સાથે જોવા મળતી હતી. આમ તેનું પણ મોત થતા ફરી ટૂંક સમયમાં સિંહણ આ વિસ્તારમાં આવી ચડેલા સિંહસાથે જોડી બનાવશે.

- બચ્ચાનાં પેટ અને ગળામાં જીવલેણ ઇજા - આરએફઓ

આ વિસ્તારનાં આરએફઓ એ.વી. ઠાકરે જણાવ્યું હતુ કે, ઇનફાઇટમાં થયેલી ઇજા બચ્ચા માટે જીવલેણ નિવડી હતી. બચ્ચાનાં ગળા તથા પેટનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે તેના માટે જીવલેણ સાબીત થઇ હતી.

સક્કરબાગને બે ગધેડાને બદલે મળ્યાં બે શાહમૃગ ને બે વાંદરા!


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:47 PM [IST](27/04/2012)
-બે જંગલી ગધેડાનાં બદલામાં ચેન્નઇથી લવાયા છે

જૂનાગઢ સક્કરબાગમાં બે શાહમૃગ અને બે નીલગીરી વાંદરા ચેન્નઇથી બે જંગલી ગધેડાનાં બદલામાં લવાયા છે. જે ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.

જૂનાગઢ શહેરમાં આવતા પ્રવાસીઓ ચોક્કસ સક્કરબાગની મૂલાકાત લે છે. સક્કરબાગમાં ગીરનાં સિંહથી લઇ વિદેશનાં પશુ-પક્ષી સહિતનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. જેને નિહાળવા દુર-દુરથી પ્રવાસીઓ તેમજ શૈક્ષણિક પ્રવાસ આવે છે અને પ્રવાસીઓ માટે અહીંયા અવાર-નવાર બહારથી પ્રાણી લઇ આવી ઉમેરો કરવામાં આવે છે.

તાજેતરમાં જ પોકેટ મંકીનું પાંજરૂ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ પોકેટ મંકી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સક્કરબાગમાં વધુ ચાર પ્રાણીને અન્ય રાજ્યમાંગી લાવવામાં આવ્યા છે. જેને ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.

સક્કરબાગનાં બી.જે. રાણાએ જણાવ્યું હતુ કે, બે જંગલી ગધેડાનાં બદલામાં ચેન્નઇથી બે શાહમૃગ અને બે નીલગીરી વાંદરા લઇ આવવામાં આવ્યા છે. જેનું પાંચ દિવસ પહેલા સક્કરબાગમાં આગમન થઇ ગયું છે અને ટૂંક સમયમાં જ તેને પ્રવાસીઓ નિહાળી શકશે. હાલ તેમને અહીંયાનું વાતાવરણ માફક આવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.

ફોરલેન માટે વૃક્ષો કાપવા સામે ઉગ્ર વિરોધ


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:02 AM [IST](24/04/2012)
- દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ચોમેરથી એસએમએસનો મારો, ૮૭ ટકા લોકો વૃક્ષ છેદનની વિરુધ્ધમાં

રાજકોટ-જૂનાગઢ હાઇ-વે ફોરલેન કરવા માટે ૫૦૦૦ વૃક્ષો કાપવાના નિર્ણયનો વ્યાપક વિરોધ ઊઠ્યો છે. દિવ્ય ભાસ્કરે આ અહેવાલ છાપવાની સાથે એસએમએસ મગાવ્યા હતા. તેમાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. એસએમએસની કુલ સંખ્યાના ૮૭.૭૩ ટકા લોકોએ વૃક્ષોના નકિંદનનો વિરોધ કર્યો છે.

જેતપુરથી સોમનાથ સુધી રસ્તાની બન્ને તરફ ૫૦૦૦ જેટલા વૃક્ષોનું નકિંદન કાઢી નાખવાની યોજના ઘડાઇ ચૂકી છે તેવો અહેવાલ તા. ૨૩ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો. વેરાવળ-સોમનાથ બાયપાસ અને જેતપુર-જૂનાગઢ માર્ગ પર આ કાર્યવાહી કરવાની છે કારણ કે, આ હાઇ-વે ફોરલેન બનાવવાનો છે. નેશનલ હાઇ-વે ઓથોરિટીની દરખાસ્ત પછી વન વિભાગે વૃક્ષો કાપવાની તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે આ અંગેનો અહેવાલ પ્રકાશિત કરીને વાચકો પાસેથી આ મુદ્દે એસએમએસ દ્વારા અભિપ્રાય મગાવ્યા હતા. એક જ દિવસના કુલ ૪૧૧ એસએમએસ આવ્યા છે. જેમાંથી, ૩૩૬ સંદેશાઓમાં વૃક્ષ છેદનનો વિરોધ કરાયો છે. જ્યારે ૪૭ વ્યક્તિઓએ સંમતિ દર્શાવી છે. કુલ ૮૭.૭૩ ટકા લોકો વૃક્ષ કાપવાના વિરોધમાં છે.

લોકોએ જે સંદેશા મોકલ્યા છે તેમાં લખ્યું છે કે, વૃક્ષ કાપીને પ્રગતિ કરવા કરતા પ્રગતિ ન થાય તે સારું, વૃક્ષ છેદન યોગ્ય નથી. રસ્તો એવી રીતે બનાવો કે રસ્તાની વચ્ચે વૃક્ષો આવી જાય. ભલે, જગ્યા વધારે રાખવી પડે, ૫૦૦૦ વૃક્ષ કાપવામાં પાંચ દિવસ લાગે પરંતુ, ઉછેરવામાં વર્ષો વીતિ જાય છે. લોકોએ પર્યાવરણ વિરોધી આ પગલાંનો સજજડ વિરોધ કર્યો છે.

ફોરલેન આવકાર્ય પણ વૃક્ષો પર કુહાડો તો નહી જ :

જેતપુરથી સોમનાથ સુધીના સુચિત ફોરલેન હાઈવે બને તે પૂર્વે રોડની બન્ને સાઈડનાં અલગ અલગ ૫૦થી વધુ જાતના વૃક્ષોનું નકિંદન નિકળે તેવી કાર્યવાહી હાથ ધરાઈ છે તેવા ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિધ્ધ થતાં વૃક્ષ પ્રેમીઓમાં ભારે કચવાટ પ્રસર્યો છે અને આ માર્ગ આવકાર્ય પણ ઘટાદાર વૃક્ષોને ભોગે નહી તેવો સૂર પણ વ્યક્ત થયો છે.

જેતપુરથી સોમનાથ સૂચિત ફોરલેન હાઈવેમાં નેશનલ હાઈવે ઓથોરોટીની દરખાસ્ત પછી જુનાગઢ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જેતપુર-જુનાગઢ હાઈવે તથા વેરાવળ-સોમનાથ બાયપાસ હાઈવેની ડાબી જમણી બાજુએ આવેલા ૫ હજારથી વધુ વૃક્ષોનું નકિંદન નિકળે તેવા સંજોગો રચાયા છે ત્યારે સોરઠના વૃક્ષ પ્રેમીઓમાં ભારે કચવાટ પ્રસર્યો છે. સૂચિત માર્ગ બને તે પહેલા વનવિભાગની આ કાર્યવાહી સામે એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે, ૫ હજાર જેટલા અલભ્ય અને વર્ષો જુના વૃક્ષો ઉપર કુહાડી ફેરવવાનો વખત ન આવે તેવો પ્રયાસ તંત્રએ પણ કરવો જોઈએ.

આ અંતર્ગત આ વૃક્ષો માટે મશીન દ્વારા ટ્રાન્સપ્લાન્ટેશન કરવું જોઈએ અને તે માટે સોરઠમાં ઔધ્યોગિક એકમો પાસેથી અનુદાન લેવું જોઈએ જેથી છાશવારે વૃક્ષારોપણનાં કાર્યક્રમ યોજતા આ ઔધ્યોગિક એકમોને આ સામાજિક કાર્યમાં પણ સાથે લેવા જોઈએ તેવી પણ માંગણી ઉઠી છે.

Thursday, April 19, 2012

પ્રેમાલાપ કરતા સિંહ યુગલની સળી કરવી યુવાનને પડી ભારે.


 
Source: Bhaskar News Rajula/Jafrabad   |   Last Updated 12:11 AM [IST](19/04/2012)
- સિંહ દર્શન માટે એકઠા થયેલા ટોળામાંથી સિંહણ યુવાનને ઉપાડી ગઇ
- યુવકની લાશના પાંચ ટુકડા મળ્યા
- પ્રેમાલાપ કરતા સિંહ યુગલ પર કોઇએ પત્થર ફેંકતા જ સિંહણ ઉશ્કેરાઇ
- જાફરાબાદના ધોળાદ્રી ગામની સીમમાં બનેલી ઘટના

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામની સીમમાં આજે બપોરે બાવળની કાંટમાં એક સિંહ યુગલ ગેલ ગમ્મત કરતુ હતુ ત્યારે સિંહ દર્શન માટે ૩૦ થી ૩૫ શખ્સોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતું. જે પૈકી કોઇએ સિંહ પર પત્થરનો ઘા મારતા સિંહણ ઉશ્કેરાઇ હતી અને હુમલો કરી એક યુવકને બાવળની કાંટમાં ઢસડી ગઇ હતી. સિંહણના હુમલાથી અન્ય લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જ્યારે ઉશ્કેરાયેલી સિંહણે યુવકના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં. ઘટનાને પગલે જાફરાબાદ પંથકમાં હાહાકાર મચી ગયો હતો. વન ખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો માણસો પર હુમલો કરી કાળો કેર વર્તાવી રહ્યા છે. આવા હુમલાઓ માટે ઘણી વખત માણસોની ભુલ પણ જવાબદાર હોય છે. આજે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામની સીમમાં ટોળાએ સિંહ યુગલને છંછેડવાની ભુલ કરતા એક દલીત યુવાને પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. ધોળાદ્રી ગામના ભુરા રામભાઇ પરમાર (ઉ.વ. ૩૫) નામના યુવકને સિંહણે લોકોના ટોળા વચ્ચેથી ખેંચી જઇ ફાડી ખાધો હતો અને તેના ટુકડા કરી નાખ્યા હતાં.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના ધોળાદ્રીની સીમમાં આજે બપોરે બાવળની કાંટમાં એક સિંહ યુગલ આવી ચડયુ હતું. જોતજોતામાં આ વિસ્તારમાં વાત ફેલાતા કાળા તડકામાં પણ સિંહ દર્શન માટે લોકો ઉમટવા લાગ્યા હતાં. એવું કહેવાય છે કે અહિં ૩૦ થી ૩૫ શખ્સોનું ટોળુ સિંહ દર્શન માટે એકઠુ થઇ ગયુ હતું. આ સમયે સિંહ યુગલ ગેલ ગમ્મતમાં વ્યસ્ત હતું. દરમીયાન સિંહ દર્શન માટે એકઠા થયેલા ટોળામાંથી કોઇએ કાકરી ચાળો શરૂ કર્યો હતો. એવું કહેવાય છે કે કોઇ શખ્સે સિંહ પર પત્થર ફેંકયો હતો. જેના કારણે સિંહણ એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી અને તેણે સીધો જ ટોળામાં ઉભેલા ભુરા રામભાઇ પરમાર પર હુમલો કરી દીધો હતો. સિંહણ એકદમ આ યુવકને ઢસડી બાવળની કાંટમાં લઇ ગઇ હતી. જ્યારે અન્ય તમામ લોકો નાસી છુટયા હતાં. આ સિંહણ એટલી હદે ઉશ્કેરાયેલી હતી કે તેણે યુવકના પાંચ ટુકડા કરી નાખ્યા હતાં. ગભરાયેલા ગામલોકો દ્વારા તુરંત વન વિભાગનેે જાણ કરવામાં આવી હતી. વન વિભાગના સ્ટાફે બાવળની કાંટમાં જઇ તપાસ કરતા યુવકના ટુકડા મળી આવ્યા હતાં. મૃતક યુવાન હિરા ઘસવાનું કામ કરતો હતો અને આજે કારખાનામાં રજા હોવાનું ઘરે હોય બપોરના સમયે સિંહ જોવા ગયો હતો. ઘટનાને પગલે જાફરાબાદ પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

સિંહ લોકોની સામે અડીખમ ઉભો રહ્યો :
અહિં સિંહણ ભુરા પરમાર પર હુમલો કરી તેને બાવળની કાંટમાં ઢસડી ગયા બાદ સિંહ જાણે ચોકીપેરો કરતો હોય તેમ ખુલ્લી જગ્યામાં સામે અડીખમ ઉભો રહ્યો હતો. જેને પગલે ભાગીને દુર ગયેલા લોકો ફરી નજીક જઇ ભુરા પરમારને બચાવવાની હિંમત પણ કરી શક્યા ન હતાં.

કાળઝાળ ગરમીમાં સિંહણે મગજનો પારો ગુમાવ્યો :
બપોરના અઢી વાગ્યાની કાળઝાળ ગરમીમાં સિંહ યુગલ બાવળના છાંયડે બેઠુ હતુ પરંતુ આકરા તાપના માહોલમાં લોકોએ છંછેડતા સિંહણે મગજનો પારો ગુમાવ્યો હતો. અને એકદમ ઝનુની બની ભુરા પરમાર પર તુટી પડી હતી.

યુવકની લાશના ટુકડા જાફરાબાદ દવાખાને લવાયા :
વન તંત્રની તપાસ દરમીયાન સાંજે સિંહણ બાવળની કાંટમાંથી દુર ચાલી ગઇ હતી અને તે સ્થળે ભુરા પરમારના શરીરના જુદા જુદા પાંચ ટુકડા છુટા છવાયા વખિરાયેલા પડ્યા હોય વન તંત્રએ તેને ગાંસડીમાં બાંધી પોસ્ટ મોર્ટમ માટે જાફરાબાદ દવાખાને લાવતા ભારે કરૂણાના દ્રશ્યો સર્જાયા હતાં.

પ્રેમાલાપ વખતે સાવજને છંછેડવો જોખમી :
સિંહ યુગલને સમાગમ વખતે કે પ્રેમાલાપ વખતે છંછેડવુ ભારે જોખમી બની જાય છે. આવા સમયે વન વિભાગનો સ્ટાફ પણ સાવજોથી દુર રહે છે. પરંતુ આ વાતથી અજાણ લોકો ક્યારેક સિંહ યુગલની નજીક જવાની હિંમત કરી બેસે છે. જેના માઠા પરિણામો ભોગવવા પડે છે. ધોળાદ્રીમાં પણ આવું જ થયાનું કહેવાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-young-man-hunted-by-lion-in-jafrabad-3133019.html

Wednesday, April 18, 2012

ગિરનાર જંગલમાં સાધુએ વાળ્યો વૃક્ષોનો સોથ, થયો દંડ.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 6:41 PM [IST](17/04/2012)

- ઉત્તર ડુંગર રેન્જમાંથી સાગના ૮ ઝાડ કાપતાં R ૧૬ હજારનો દંડ ફટકારાયો

જૂનાગઢ પાસે ગિરનારનાં જંગલમાં આવેલી મથુરાની જગ્યાનાં સાધુને વન વિભાગે લાકડાં કાપવા બદલ દંડ ફટકાર્યો છે. સાધુએ સાગના ૮ ઝાડ કાપ્યાનું વનવિભાગે જણાવ્યું હતું.

ગિરનારની ઉત્તર ડુંગર રેન્જનાં જંગલમાં મથુરાની જગ્યા આવેલી છે. અહીં મહાદેવનું મંદિર છે. જગ્યાને સેટલમેન્ટના હક્કો પણ મળેલા છે. આજે ઉત્તર ડુંગર રેન્જના રણશીવાવ રાઉન્ડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મથુરા બીટ વિસ્તારમાં સાગના વૃક્ષો કાપનાર સાધુને જોતા વનકર્મચારીઓએ તેને સાગના ૮ વૃક્ષો કાપવા બદલ R ૧૬ હજારનો દંડ ફટકાર્યો હતો. સાધુનું નામ હરીઆનંદ ગુરૂ જયાનંદ હોવાનું વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fine-to-saint-for-cutting-trees-3127083.html

સક્કરબાગ : શહેરની અંદર ફેલાયેલું 'જંગલ' પુરા કરે છે ૧૫૦ વર્ષ (સમયાંતર).

Apr 17, 2012

સમયાંતર- લલિત ખંભાયતા
જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશમાં મૈસુર ઝૂ પછી બીજા નંબરનું અને રાજ્યમાં પહેલા નંબરનું સૌથી જૂનું ઝૂ છે. ૧૮૬૩માં સ્થપાયેલું ઝૂ પોતાની દોઢસોમી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. આજે જોકે ઝૂ એ માત્ર પ્રાણી પ્રદર્શનનું સ્થળ રહ્યું નથી. અહીં સંરક્ષણ, સંશોધન, સારવાર, ઉછેર, શિક્ષણ એમ વિવિધ સ્તરોએ કામ થાય છે. એક લટાર એ શહેરમાં ફેલાયેલા અનોખા 'જંગલ'માં!
જંગલમાં શહેર હોય એવા દાખલાઓનો પાર નથી. અરે, દક્ષિણ અમેરિકા ખંડમાં તો આખેઆખા દેશ એમેઝોનનાં જંગલોમાં સમાયેલા છે. પણ શહેરની અંદર જંગલ હોય એવું દૃશ્ય જોવું હોય તો જૂનાગઢનું સક્કરબાગ ઝૂ જોવું પડે. આમ તો ઝૂ એટલે જ્યાં વિવિધ જંગલી જીવો એકઠા કરીને માણસોના પ્રદર્શન માટે રખાયા હોય એવી જનરલ વ્યાખ્યા બધાના મનમાં હોય છે. જોકે જ્યાં પ્રાણીઓનું સંરક્ષણ, વન્યસૃષ્ટિ વિશે લોકશિક્ષણ, સજીવોનું પ્રદર્શન અને સારસંભાળ સહિતની પ્રવૃત્તિઓ થતી હોય એવા સ્થળને આંતરાષ્ટ્રીય કક્ષાએ ઝૂ તરીકે સ્વીકારવામાં આવે છે. સક્કરબાગ ઝૂની વ્યાખ્યાના એ બધા જ માપદંડ પૂરા કરે છે.
ઝૂ ડિરેક્ટર વિશ્વજિતસિંહ રાણા કહે છે, 'પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના અંગત શોખ માટે પ્રાણીઓ પાળતાં અને વાર-તહેવારે લોકોમાં પ્રર્દિશત પણ કરતાં. બાદમાં રજવાડાં ખતમ થયાં ત્યારે કેટલાક શોખીનોએ પોતાનો સજીવ સંગ્રહ લોકો માટે ખુલ્લો મૂકી દીધો. એ સંગ્રહ સમય જતાં ઝૂ તરીકે જાણીતો થયો.' વાત તો સાચી છે. ભાવનગરથી માંડીને ભુવનેશ્વર સુધીના રાજવીઓ પોતાના શોખ માટે પ્રાણીઓ પાળતાં પણ ઝૂના બદલાતા આયામો વિશે રાણા સાહેબ સરસ વાત કરે છે. '૧૯મી સદીમાં ઝૂ માત્ર મનોરંજન માટે હતાં. વીસમી સદીમાં પ્રદર્શન ઉપરાંત લોકોને જાણકારી મળે એ હેતુથી શિક્ષણનું તત્ત્વ પણ ઉમેરાયું. હવે શિક્ષણ ઉપરાંત સંરક્ષણની તાતી આવશ્યક્તા છે એટલે ૨૧મી સદીનાં ઝૂ સજીવ સંરક્ષણ પર વધારે ભાર મૂકે છે.' ટૂંકમાં હવે ઝૂ એટલે માત્ર પ્રાણી પ્રદર્શન નહીં, વ્યાખ્યા ઘણી વિસ્તરી ચુકી છે.
***
જેતપુરથી જૂનાગઢ જતાં શહેરની ભાગોળે ગિરનારની આડશ કરીને બનેલું સક્કરબાગ જોકે દોઢસો વરસ પુરાણું નથી. ૧૮૬૩માં સ્થપાયેલું ઝૂ જૂનાગઢના બીજા વિસ્તારમાં હતું. ત્યારે સજીવોની સંખ્યા ૧૮૦ હતી. લગભગ એકાદ સદી પહેલાં આ નવી જગ્યાએ ઝૂનું બાંધકામ કરી બધાં પ્રાણીઓને અહીં ખસેડાયાં. આજે તમે ૮૫ હેક્ટર (સાડા આઠ લાખ ચોરસ મીટર અથવા ૦.૮૫ ચોરસ કિલોમીટર)માં ફેલાયેલા સક્કરબાગમાં પ્રવેશો અને ફરીને બહાર નીકળો ત્યાં સુધીમાં ૫૫ પ્રજાતિના ૧,૧૦૦ સજીવો જોઈ ચૂક્યા હો. આટલા બધા સજીવો જ્યાં જોવા મળે એ સ્થળને મીની જંગલ કેમ ન ગણવું! આ સજીવોમાં પણ વળી ભારે વેરાઇટી છે. સિંહ-વાઘ-દીપડા તો જાણે મુખ્ય આકર્ષણ છે, જ પણ સફેદ અને કેસરી એમ બન્ને વાઘ એકસાથે તમે અહીં જ જોઈ શકો! આફ્રિકાથી આવેલા ચિત્તા વળી ભારતમાં મૈસુર ઉપરાંત માત્ર જૂનાગઢના ઝુ પાસે જ છે. તો વળી હમણાં જ એમેઝોનનાં જંગલોમાંથી આવેલા હથેળીમાં સમાઈ જાય એવા માર્માસેટ વાંદરાંઓ પણ બીજે ક્યાં જોવા મળે? અહીં ઝૂમાં સૌથી વયોવૃદ્ધ ૫૦ વરસની પાકટ મગર પણ છે અને હજી તાજાં જન્મેલાં બચ્ચાં પણ છે.
ઓપન એર, ઓપન વોલ!
ઝૂ આમ તો ઓપન એર જ હોય. ચારેય દિશામાં પાંજરાં અને ઉપર ખુલ્લું આકાશ. વાંદરાં કે પક્ષીઓનાં રહેઠાણો વળી ઉપરથી બંધ હોય. પણ તોય ખુલ્લું કહી શકાય એવું તો બાંધકામ હોય જ છે. પણ આ ઝૂમાં વળી ઓપન વોલ ઝૂ કહી શકાય એવું બાંધકામ કરવામાં આવ્યું છે! તમે જંગલમાં જોતાં હો એ રીતે બંધનમુક્ત અવસ્થામાં અહીં માંસાહારી હિંસક સજીવો જોવા મળી શકે છે. અહીં ખૂબ મોટાં પાંજરાં બનાવાયાં છે. તેની ત્રણ દિશામાં જાળી છે જ્યારે ચોથી દિશા જ્યાંથી પ્રવાસીઓ સજીવોને જોવાના છે એ ભાગ ખુલ્લો છે. એટલે કે જાળી છે જ નહીં! તો સિંહ-વાઘ હુમલો ન કરી બેસે? એ માટે પૂરતાં પગલાં લેવાયાં છે. પહેલાં તો આ વિશાળ પાંજરાના આગળના ભાગમાં ઊંડા-પહોળા ખાડા બનાવાયા છે. એટલે તમારાથી ૪૦-૫૦ ફીટ દૂર ઊભેલો વાઘ કે દીપડો કે ચિત્તો આંશિક રીતે બંધનમુક્ત હોવા છતાં ધારે તો પણ તમારા સુધી પહોંચી શકે નહીં. પ્રવાસીઓને વળી રેઢા નથી મુકાતા. એમને ઝૂની બસમાં બેસાડીને આ સજીવો દેખાડાય છે. પણ એ અનુભવ જંગલમાં સફારી પાર્ક જોતાં હોઈએ એવો જ હોય. હરણ-ચિત્તલ જેવા સજીવો તો સાવ ખુલ્લા વિસ્તારમાં રખાયા છે. નહીં પાંજરા કે નહીં ખાડા કે નહીં દીવાલ. તમારી બસમાંથી થોડે દૂર જ ગીરના જંગલમાં જોતા હો એવું હરણનું ટોળું નજરે પડી જાય. આ ખુલ્લા વિસ્તારમાં મૈસુરના બાયસનથી માંડીને આફ્રિકાના ચિત્તા સહિતના સજીવો રખાયા છે. ઝૂની પાછળની દિશામાં ગિરનારની ટેકરીઓ આવેલી છે. એટલે ભારતની એક સીમા હિમાલય સંભાળે છે, એમ ઝૂની એક દિશા ગિરનારના હવાલે છે.
ઝૂનું કામકાજઃ યે ઈશ્ક નહીં આસાં!
ઘરમાં એક તોફાની બાળક હોય એનેય સાચવવું અઘરું પડતું હોય એમાં વેકેશનમાં એના ભાઈ-ભાંડુ આવી જાય પછી કેવી સ્થિતિ સર્જાય? બસ એવી જ સ્થિતિ ઝૂમાં હોય. જાત-જાતનાં પ્રાણીઓ, બધાની આદતો અલગ, પ્રકૃતિ અલગ, ખોરાક અલગ, એમને સાચવવા એ માથાનો દુખાવો છે. ઝૂના ૮૦ જેટલા સ્ટાફરો ૨૪ કલાક સજીવોની સંભાળમાં ખડેપગે રહે છે.
સવારમાં શાકાહારી પ્રાણીઓને થોડો નાસ્તો આપવામાં આવે. એ નાસ્તાનું પ્રમાણ વળી ફિક્સ હોય. જેમ કે, ફલાણા હરણને આટલા કિલોગ્રામ રજકો અથવા કડબ આપવામાં આવે. એ પછી દસેક વાગ્યે ચણા, દાણ અને એવો બીજો ખોરાક મળે. રોજેરોજનું મેનુ નક્કી હોય છે. બધા માંસાહારી પ્રાણીઓ ભેગા થઈને રોજનું ૫૦૦ કિલોગ્રામ માંસ આરોગી જાય છે. સાંજ પડયે ઝૂ બંધ થાય, ચહલપહલ શમી જાય એ વખતે માંસાહારી સજીવોને ખોરાક-પાણી આપવાની શરૂઆત થાય. વાઘ હોય તો ૮-૯ કિલોગ્રામ, સિંહને ૭-૮, દીપડાને ૩-૪, વરુને પોણોથી દોઢ કિલોગ્રામ માંસ આપવામાં આવે છે. આ અહીંનો રોજનો ક્રમ છે.
સજીવો માંદા પણ પડે ને? તો ખબર કેમ પડે? રાણા સાહેબ સમજાવે છે, 'સજીવોનો ખોરાક તેમની તબિયતનું બેરોમીટર છે. અહીં રોજ રોજ કયા સજીવને કેટલો ખોરાક અપાયો, કેટલો ખાધો અને કેટલો વધ્યો એનાં પત્રકો બને છે. એટલે સાંજે પત્રક જોઈને ખબર પડે કે આજે ગીતા નામની દીપડીએ ખાવામાં ડાંડાઈ કરી છે. એવું જો સતત ૩ દિવસ થાય તો સમજવું કે નિદાનની જરૂર છે.' ટૂંકમાં ખોરાકમાં ઘટાડો થાય એટલે સમજી લેવાનું કે સારવારનો સમય આવી ગયો. અહીં એ માટે ડોક્ટરો પણ છે. એક ડોક્ટરનું કામ ફુલટાઈમ ખોરાકનું ચેકિંગ કરવાનું જ છે. સ્થાનિક લેબમાં તપાસ થયા પછી જ બધો ખોરાક સજીવોના પાંજરાં સુધી પહોંચે. એમાંય વળી બચ્ચાં હોય તો એમને નરમ માંસ આપવું પડે. સિંહ કે દીપડી ગર્ભવતી હોય તો તેને એકદમ ઉચ્ચ કક્ષાનું માંસ આપવું પડે. આ બધું ખાધાખોરાકીનું કામ પાંજરામાં નહીં પણ પાંજરા પાછળ દેખાતા નાઈટ શેલ્ટર કહેવાતા ઓરડાઓમાં થાય. ખોરાક પણ રવાના થતાં પહેલાં તેનું વજન માપી લેવાય. સૌથી વધુ ખોરાક હિપ્પોને જોઈએ. રોજનો સરેરાશ ૧૦૦ કિલોગ્રામ! વર્ષના રૂપિયા ૩ કરોડના બજેટમાં એકલા ૧.૬૦ કરોડ તો ખોરાકમાં જ વપરાઈ જાય છે.
અહીં સજીવો માંદા પડે તો સારવાર માટે વિવિધ સાધન-સરંજામ ધરાવતું ઓપરેશન થિયેટર છે. બાય ધ વે, સજીવોને પણ આપણી જેમ લોહીનાં ગ્રૂપ હોય છે અને માણસો કરતાં ગ્રૂપની સંખ્યા વધારે હોય છે. વર્ષે કુલ સજીવોના ૫-૭ ટકા સજીવોનાં મોત થતાં હોય છે. મોટે ભાગે ઉંમરને કારણે મોત થતાં હોય છે. સામે પક્ષે બચ્ચાંઓનો જન્મ અને નવા સજીવોનો ઉમેરો પણ ચાલુ હોય છે.
હેરાફેરીઃ એક હાથ સે દેના...
સમાચાર આવતા હોય કે ફલાણા ઝૂમાંથી ફલાણા સજીવ લવાયા. તો એ સજીવોની હેરાફેરી કઈ રીતે થતી હોય છે? હવે કોઈ સજીવો ખરીદાતા નથી. મોટે ભાગે અદલા-બદલી કરાય છે. જેમ કે, કેનેડાના વિનિપેગને સિંહની જરૂર હોય તો એના બદલામાં એ લોકો ત્યાંની કોઈ વિશિષ્ટતા ધરાવતા અને અહીં રહી શકે એમ હોય એવા સજીવને મોકલી આપે. એમાં વળી સજીવનું કદ જોવાય નહીં. જેમ કે, માર્માસેટ વાંદરાંઓની જોડી સક્કરબાગને મળી તો સામે પક્ષે તેમણે એક સિંહ જોડી આપવી પડી. માર્માસેટનું વજન વધુમાં વધુ અડધો કિલોગ્રામ હોય જ્યારે પુખ્ત વયના સિંહનું ઓછામાં ઓછું વજન ૧૫૦ કિલોગ્રામ હોય. પણ હેરાફેરીમાં આવી બધી બાબતો ધ્યાનમાં ન લેવાય. એમાં તો નવતર સજીવનું મહત્ત્વ હોય છે. અહીં કુલ ૬૯ સિંહો છે એટલે સિંહ આપીને બીજા દુર્લભ પ્રાણીઓ મેળવાય તો સરવાળે ઝૂની શોભામાં જ વધારો થાય.
***
ઝૂમાં ફરતી વખતે ધ્યાન પડે કે વિવિધ વૃક્ષો પર પણ ઓળખનાં બોર્ડ માર્યાં છે, તો વળી અહીં એક પુરાતત્ત્વીય સંગ્રહાલય પણ છે. એ રીતે ઝૂ પ્રવાસીને જ્ઞાનસમૃદ્ધ બનાવ્યા વગર રહેતું નથી. શહેરની ભાગોળે આવેલું આ જંગલ જોઈ ઘણી વખત એમ વિચાર આવે કે શા માટે આ સજીવોને આ રીતે બંધનાવસ્થામાં રાખ્યા છે. તો વળી સામે પક્ષે થોડી ઘણી ધરપત એ વાતની થાય કે અહીં સજીવોના પ્રદર્શન ઉપરાંત સંવર્ધન અને સંરક્ષણ પણ થાય છે. 
સક્કરબાગ નામ કેમ?
સક્કરબાગનો આજે જે વિસ્તાર છે, ત્યાં એક કૂવો હતો. એ કૂવાનું પાણી મીઠું હતું. ખાંડ માટે સક્કર શબ્દ પણ વપરાય છે. આ કૂવાનું પાણી પણ જાણે સક્કર મિક્સ કરી હોય એવું હતું. એટલે લોકોએ ઓળખ આપી દીધી કે સક્કરવાળું પાણી ધરાવતો બાગ. બાદમાં ટૂંકું નામ થઈ ગયું સક્કરબાગ. આજે પણ સક્કરબાગમાં એ કૂવો છે, પણ હવે અવાવરું છે.
પ્રેક્ટિકલ ક્લાસરૂમ
જૂઓલોજી કે બાયોલોજી કે પ્રાણીઓ સાથે સંકળાયેલાં બીજાં શાસ્ત્રોના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જંગલમાં તો જે-તે સજીવને પકડીને તેની તપાસ કરી શકે નહીં એટલે તેમને અહીં અભ્યાસની તક મળે છે. વર્ષે ૧૦-૧૫ વિદ્યાર્થીઓ સંશોધન માટે અહીં આવે છે. એમના માટે ઝૂ પ્રેક્ટિકલ ક્લાસરૂમ છે.
માથાકૂટઃ ના રે ના!
માથું ઓળાવતી વખતે બાજુવાળાની કોણી અડી જાય તો પણ આપણે બાધા-બાધી પર ઊતરી આવીએ પણ સજીવો એમ સંઘર્ષમાં ઊતરવામાં માનતા નથી. એક જ પાંજરામાં બે વાઘ હોય તો પણ ભાગ્યે જ એકબીજા પર હાથ ઉપાડવાના બનાવો નોંધાય. મેટિંગની સિઝનમાં થોડી-ઘણી ઈન-ફાઈટ થાય. માદા નરના તાબે ન થતી હોય તો સિંહ સિંહણને પતાવી દે એવા બનાવો નોંધાય ખરા. એ સિવાય બધા પોતાના કામથી કામ રાખે. ખોટી લપમાં ક્યાં પડવું? બંધન અવસ્થામાં બધા સજીવોની રોગપ્રતિકારક શક્તિ ૧૦-૧૫ ટકા ઘટી જતી હોય છે એટલે ફાઇટિંગમાં ઈજા થાય તો સાજા થવું ભારે પડી જાય. આપણે જે પાંજરામાં સામેથી હિંસક સજીવો જોતાં હોઈએ એ પાંજરામાં અંદર પહોંચવા માટે કુલ ૪ દરવાજા હોય છે. આદર્શ રીતે એક દરવાજો બંધ કર્યા પછી બીજો ખોલીને અંદર જવાનું હોય છે. એમાં જો એનિમલ કીપર ગફલત કરે તો તેના પર હુમલો થઈ શકે. થયા પણ છે. જોકે હુમલામાં હજુ સુધી કોઈ માણસનો જીવ નથી ગયો.
સક્કરબાગની આંકડાકીય ઓળખ
સ્થાપના
૧૮૬૩
વિસ્તાર
૮૫ હેકટર
કુલ પ્રાણીઓ
૧,૧૦૦
પ્રાણીઓની પ્રજાતિ
૫૫
વાર્ષિક બજેટ
૩ કરોડ રૂપિયા
પ્રવાસીઓ
૧૨ લાખ (૨૦૧૧-૧૨માં)
કર્મચારીઓ
૮૦
lalitgajjer@gmail.com
Source: http://www.sandesh.com/article.aspx?newsid=50657

सैफई में दहाड़ेंगे गिर के सिंह!

Last updated - Wed, Apr 18, 2012
अहमदाबाद। एशियाई सिंहों की दहाड़ उत्तर प्रदेश(यूपी) के सैफई में भी सुनाई देने के संकेत हैं। वैसे, एशियाई सिंहों की एकमात्र शरणगाह गिर से गुजरात उत्तरप्रदेश को सिंह देगा या नहीं यह फिलहाल स्पष्ट नहीं है। हाल ही में सिंहों को मध्यप्रदेश के कुनो अभयारण्य भेजे जाने के प्रस्ताव को गुजरात सरकार सख्ती से खारिज कर चुकी है।

मामला यह है कि हालिया विधानसभा चुनावों में मुलायम सिंह की पार्टी सपा के शानदार ढंग से जीतने के बाद सैफई लॉयन सफारी परियोजना की फाइलों से फिर से धूल झाड़ी जा रही है। वर्ष 2005 की यह परियोजना को एसपी सुप्रीमो को खासी पसंद थी, लेकिन सत्ता के साथ ही ठंडे बस्ते में चली गई थी।

हाल ही में उत्तर प्रदेश के वन विभाग ने इस परियोजना पर नए जोशखरोश के साथ काम शुरू किया है। एस.के गोयल -प्रधान मुख्य संरक्षक वन व एवं वन्य प्राणी गुजरात का कहना है कि फिलहाल उनकी जानकारी में सिंहों को उत्तर प्रदेश भेजने का सरकारी स्तर पर कोई प्रस्ताव नहीं है।

एशियाटिक लॉयन प्रोटेक्शन सोसायटी के संस्थापक अध्यक्षकमलेश अढिया का कहना है कि उन्हें संदेह है कि इस परियोजना के लिए उत्तरप्रदेश को गिर के सिंह मिल जाएंगे। हाल ही मध्यप्रदेश को साफ इनकार कर गुजरात ने सिंहों को गुजरात से बाहर भेजने पर अपना रूख साफ कर दिया है। यह जरूर है कि सैफई लॉयन प्रोजेक्ट के साथ सिंह प्रजनन संवद्र्धन को जोड़ा गया है, लेकिन ध्यान रखना चाहिए उत्तरप्रदेश के चंद्रप्रभा में गुजरात का अनुभव कड़वा रहा है।

अढिया के अनुसार जहां तक गिर से अन्यत्र सिंह प्रजनन का सवाल है तो अभी हाल ही में गिर अभ्यारण्य से छह नर मादा शेर वांकानेर के निकट स्थित रामपुरा बिरडी अभ्यारण्य में स्थानान्तरित किए गए हैं।

अनुकूल माहौल मिलने से तीन बच्चों को जन्म भी दिया गया है। अब शीघ्र ही राजकोट जिले के बरड़ा में भी लॉयन सफारी की तैयारी है। वहां चार जोड़ी सिंह गिर से जाने हैं। ऎसे में सिंहों को राज्य से बाहर भेजना आसानी से गले नहीं उतरता है।अंतिम अधिकृत गणना के वक्त गुजरात में 411 एशियाई सिंह थे तथा इनकी संख्या में गत गणना से इजाफा हुआ था।

वैसे, उत्तर प्रदेश का वनविभाग इटावा जिले के यमुना-चम्बल नदी के मध्य क्षेत्र में सपा सुप्रीमो मुलायम के गांव सैफई के निकट 50 एकड़ में लॉयन सफारी विकसित करने की मंशा रखता है।

सेन्ट्रल जू अथोरिटी (सीजेए) से इस प्रस्ताव को आरंभिक मंजूरी मिलने के बाद फिलहाल मास्टर प्लान पर काम हो रहा है। करीब दो सौ साल साल पहले सिंह उत्तर भारत में भी मिला करते थे। ऎसे में जलवायु, तापमानव वनस्पित आदि के लिहाज से गिर की साम्यता वाले स्थान का सफारी के लिए चयन किया गया है।
Source: http://www.patrika.com/news.aspx?id=809959

Tuesday, April 17, 2012

ધારી તાલુકાના સિવડ ગામની સીમમાં ખૂંખાર દિપડા સાથે બાથ ભીડીને મોટાભાઇને નાનાભાઇએ બચાવ્યો

ગાયને બચાવવા જતાં દિપડાએ ખેડૂત પર હુમલો કર્યો, આઠેક યુવકો ડરીને નાસી ગયા પણ ભાઇ મદદે આવ્યો
ધારી, તા. ૧૫
આજના સમયમાં લોહીના સંબંધો પણ એકબીજાના લોહીના તરસ્યા બન્યાના અસંખ્ય બનાવો નજરે ચડે છે ત્યારે ધારી તાલુકાના સિવડ ગામની સીમમાં ખૂંખાર દિપડા સાથે જીવના જોખમે બાથ ભીડીને એક ભાઇએ બીજા ભાઇને બચાવી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગાયને બચાવવા જતાં દિપડાએ ખેડૂત પર હુમલો કર્યો, જે જોઇને આઠેક યુવકો તો ડરીને નાસી ગયા પણ ભાઇ મદદે દોડી આવ્યો હતો અને દિપડાને ભગાડી દીધો હતો.
વાત જાણે એમ છે કે, ધારી તાલુકાના સિવડ ગામે રહેતા ખેડૂત હરેશભાઇ વિસામણભાઇ વાળા (ઉ.૩૨)ની વાડીમાં સવારે એક ગાય ચરતી હતી ત્યારે અચાનક ધસી આવેલા ખૂંખાર દિપડાએ તેની ઉપર હુમલો કર્યો હતો. જે જોઇને થોડે દૂર કામ કરી રહેલા ખેડૂત હરેશભાઇ હાંકલા પડકારા કરીને દિપડાના મુખમાંથી ગાયને બચાવવા પ્રયાસો કરવા લાગ્યા હતા. પરિણામે આસપાસમાંથી પસાર થઇ રહેલા આઠ જેટલા યુવકો પણ દોડી આવ્યા હતા. જેમને જોઇને દિપડો ગાયને છોડીને કાંટાળી વાડ તરફ નાસી છૂટયો હતો.
ઇજાગ્રસ્ત ગાય પાસે ખેડૂત હરેશભાઇ પહોંચતા જ ફરી વિજળીક વેગે દિપડો ધસી આવ્યો હતો. ખેડૂત કંઇ સમજે એ પહેલાં દિપડાએ તેમની ઉપર હુમલો કરી દેતાં થોડે દૂર ઉભેલા આઠેય યુવકો બચાવવા આવવાને બદલે ગભરાઇને નાસી છૂટયા હતા.
આ સમયે જ ખેડૂત હરેશભાઇના ભાઇ જયરાજભાઇ ત્યાં પહોંચી જતાં ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર લાકડી લઇને દિપડા ઉપર તૂટી પડયા હતા. મોતના મુખ સમાન દિપડાના સકંજામાં આવી ગયેલા ભાઇને બચાવવા જીવ સટોસટની બાજી ખેલી નાખી હતી. અંતે દિપડાને ભગાડીને જ જંપ્યા હતા. બાદમાં દિપડાના હુમલાથી ગંભીર રીતે ઘવાઇને લોહીલુહાણ થઇ ગયેલા ખેડૂત હરેશભાઇને ધારીના સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપીને અમરેલી ખાતે રીફર કર્યા હતા. આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ દોડી ગઇ હતી અને દિપડાને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
Source: http://www.gujaratsamachar.com/20120416/gujarat/sau3.html

ચીવડમાં યુવાન પર દીપડો ત્રાટક્યો.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:19 AM [IST](16/04/2012)
ધારી તાલુકાના ચીવડ ગામે આવેલ વાડીમાં કામ કરી રહેલા એક શખ્સ પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા શખ્સને ૧૦૮ની મદદથી સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દીપડાએ કરેલા હુમલાની આ ઘટના ધારી તાલુકાના ચીવડ ગામે બની હતી.

જ્યાં હરેશભાઇ વિસામણભાઇ વાળા (ઉ.વ.૩૭) નામના કાઠી શખ્સ પોતાની વાડીએ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. હોહા દેકારો મચી જતા આજુબાજુની વાડીમાં કામ કરી રહેલા લોકો દોડી આવતા દીપડો નાસી ગયો હતો.

દીપડાએ હરેશભાઇને પાછળના ભાગે, હાથ તેમજ માથા પર ઇજા પહોંચાડી ઘાયલ કરી દીધા હતા. તેઓને ૧૦૮ની મદદથી સારવાર માટે પ્રથમ ધારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે રફિર કરવામાં આવ્યાં હતાં.

આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી આરએફઓ રાણપરીયા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને દીપડાને ઝડપી લેવા પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી છે. બીજી બાજુ દીપડાના હુમલાના વધતા બનાવથી વાડીમાં કામ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Monday, April 16, 2012

જૂનાગઢમાં ભારે વંટોળ અને ગાજવીજ સાથે તોફાની માવઠુ.



Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 11:51 AM [IST](16/04/2012)
-વાતાવરણમાં અચાનક પલ્ટાથી ભર ઉનાળે ચોમાસું માહોલ
સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી ઠેકઠેકાણે કમોસમી વરસાદ સાથે વંટોળિયો ફૂંકાઇ રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં પણ આજે ઢળતી બપોરે જોરદાર ગાજવીજ અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી કરા પડ્યા હતા. સાથોસાથ વંટોળિયો પણ ફૂંકાતાં થોડીવાર માર્ગો પર અવરજવર અટકી ગઇ હતી.

જૂનાગઢ શહેરમાં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં આકાશમાં અચાનક જ વાદળો ચઢી આવ્યા બાદ ધીમે ધીમે વરસાદી છાંટા શરૂ થયા હતા. અને જોતજોતામાં જોરદાર પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદ તૂટી પડતાં ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાઇ ગયો હતો.

વરસાદને પગલે શહેરનાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. વરસાદની સાથે પવનને લીધે માર્ગો પર થોડીવાર માટે રાહદારીઓની અવરજવર અટકી પડી હતી. રવિવારની સાંજે લોકો ઘરની બહાર નીકળવાની તૈયારી કરતા હતા એ વખતે જ વરસાદ ત્રાટકતાં લોકોએ ઘરમાંજ રોકાઇ જવું પડ્યું હતું. સતત ૨૫ મીનીટ સુધી વરસાદી તાંડવ ચાલ્યા બાદ વરસાદ અને પવન બંધ પડી ગયા હતા.

વરસાદ ચાલુ રહ્યો ત્યાં સુધી આકાશમાં એક તરફ સૂર્યનારાયણ તપતા હતા તો બીજી તરફ વાદળાં વરસી રહ્યા હતા. જેને પગલે એક જ સમયે ઉનાળા અને ચોમાસાનો માહોલ ખડો થઇ ગયો હતો. જોકે, વરસાદ અટકી ગયા બાદ પણ ટાઢકને બદલે ઉકળાટ વર્તાઇ રહ્યો હતો. વરસાદને પગલે શહેરમાં ઠેકઠેકાણે વીજળી ગુલ થઇ હતી.

યાર્ડમાં માલ પલળી ગયો
ઉનાળામાં હાલ કપાસની સીઝન ચાલતી હોઇ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કપાસ-ઘઉં વગેરે માલ મોટા જથ્થામાં ખડકાયો હતો. જે વરસાદમાં પલળી ગયો હતો.

વંથલી-શાપુરમાં વરસાદ
જૂનાગઢની સાથે વંથલી અને શાપુરમાં પણ વરસાદ થયો હતો. તો મેંદરડા, બરવાળા, સીમાસી, મીઠાપુરમાં પણ વરસાદ થયાનું જાણવા મળ્યું છે.

લગ્નનો મંડપ ઉખડી ગયો
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે એક સ્થળે લગ્નનો મંડપ ઉખડી ગયો હતો.

ઝાડ પડતાં રીક્ષાચાલક ઘાયલ
જૂનાગઢનાં ચોબારી રોડ પર વરસાદ અને પવન વખતે એક ઝાડ તૂટીને રીક્ષા પર પડતાં તેનાં ચાલકને ઇજાઓ થઇ હતી.

તમામ તસવીરો નિમિષ ઠાકર, જૂનાગઢ

એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ પર્યાવરણના રક્ષણમાં કારકિર્દી ઘડો.


Apr 15, 2012
Study Option - Prashant Patel
એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના કામમાં સાયન્સ અને એન્જિનિયરિંગનું મિશ્રણ હોય છે. તેઓ આ બંનેની મદદથી એવા ઉપાય કરે છે, જેનાથી લોકોને હવા, પાણી અને ભોજનની સાથે અન્ય વસ્તુઓ પણ હેલ્ધી મળી શકે. પાછલા એક-બે દશક જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પર્યાવરણ જાગૃતિ અભિયાનો અને વિવિધ દેશો દ્વારા પોતાના સ્તરે થઈ રહેલા પ્રયત્નોથી આ ક્ષેત્રમાં નોકરીની તકમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમિકલ, જિયોલોજિકલ, પેટ્રોલિયમથી લઈને માઇનિંગ જેવા ક્ષેત્રોમાં આ એન્વાયર્નમેન્ટલ વિષયના પ્રોફેશનલ્સની માગ વધી છે.
એન્વાયર્નમેન્ટલના કાર્યક્ષેત્રમાં બેઝિક સાયન્સ, ઈકોલોજી, ઈકોનોમિક્સ, સોશિયલ સાયન્સ અને રેડિયોલોજીથી લઈને સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સુધી તેઓ કાર્ય કરી શકે છે. આ વિષયમાં વિશેષજ્ઞાતા મેળવી શકે છે. એક એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ ફર્મમાં ક્વોલિફાઇડ પ્રોફેશનલ માટે વિશેષ કરીને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમની ડિઝાઇનિંગ, ઇન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સનું કામ હોય છે. એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરનું મુખ્ય કામ એ છે કે પર્યાવરણને થનારા નુકસાનને કેવી રીતે ઓછું કે સમાપ્ત કરી શકાય.ળશૈક્ષણિક યોગ્યતા
* એન્વાયર્નમેન્ટલ સાયન્સમાં બીએસસી પ્રોગ્રામ અન્ય વિષયોની જેમ ત્રણ વર્ષનો હોય છે, જ્યારે પીજી બે વર્ષનો.
* અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે ૧૦+૨ ધોરણ સાયન્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ. જેમાં બાયોલોજી, મેથ્સ અને કેમેસ્ટ્રી વિષયો હોવા જોઈએ. આઈઆઈટીમાં
પ્રવેશ મેળવવા માટે જેઈઈ (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)માં પાસ થવું જરૂરી છે.
* એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ જ નહીં, સિવિલમાં બીઈ અથવા બી ટેક કર્યાં પછી આ વિષયમાં એમ ટેક પણ કરી શકાય છે.
* બી ટેક, બીઈ લેવલ પર ઘણી કોલેજોમાં આ પ્રોગ્રામ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ તરીકે ઉપલબ્ધ છે.
પોલ્યુશન (પ્રદૂષણ)ના લેવલને ઓછું કરવા માટે અનેક સંશોધનો અને વિકાસનાં કામ થઈ રહ્યાં છે. જેને કારણે એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ જેવું ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું છે અને આજે તો આ ક્ષેત્રમાં કારકિર્દીની અઢળક તક રહેલી છે
પગારધોરણ
* આ ક્ષેત્રે બીઈ કે બી ટેક કર્યા પછી પ્રાથમિક પગાર આશરે ૧૫થી ૩૦ હજાર રૂપિયા પ્રતિમાસ હોઈ શકે છે.
* માસ્ટર્સની ડિગ્રી હોય તેઓ શરૂઆતમાં આશરે ૩૫થી ૫૦ હજાર રૂપિયા માસિક કમાઈ શકે છે.
* પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી આશરે ૫૦થી ૪૫ હજાર રૂપિયા પ્રતિમાસ મળી શકે છે.
* લાઇસન્સ્ડ એન્જિનિયરનો પગાર આશરે માસિક ૧ લાખથી ઉપર હોઈ
શકે છે.
શૈક્ષણિક સંસ્થાઓ બીએસસી
(એન્વાયર્નમેન્ટલ સાયન્સ)
પુણે યુનિવર્સિટી, પુણે.
દિલ્હી યુનિવર્સિટી, દિલ્હી.
મૈસુર યુનિવર્સિટી, મૈસુર.
દક્ષિણ ગુજરાત
યુનિવર્સિટી, સુરત.
બીઈ
દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, નવી દિલ્હી.
એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
વિશ્વેસરૈયા ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, ચિકમંગલુર.
એમ ઈ અને એમ ટેક
રાજીવ ગાંધી ટેક્નોલોજી યુનિવર્સિટી, ઇન્દોર.
આઈઆઈટી દિલ્હી, કાનપુર, ખડગપુર અને મદ્રાસ.
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી.
સ્પેશિયલાઇઝેશનનાં ક્ષેત્ર
પબ્લિક હેલ્થ.
ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન.
રેડિયેશન પ્રોટેક્શન.
એર પોલ્યુશન કંટ્રોલ.
લેન્ડ મેનેજમેન્ટ.
વેસ્ટવોટર મેનેજમેન્ટ.
સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ.
ટોક્ષિક મટીરિયલ્સ
કંટ્રોલ વગેરે.
નોકરીની તક
નોકરીની વાત કરીએ તો આવનારા સમયમાં ભારતમાં આ ક્ષેત્રમાં ઝડપથી રોજગારીની તક વધી રહી છે. તેની પાછળ કેટલાંક કારણો પણ છે, જેમ કે ભારત ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, તેથી ઉદ્યોગ-વ્યવસાય પણ વધી રહ્યા છે. તેને કારણે પોલ્યુશન વધી રહ્યું છે અને આવનારા સમયમાં વિકાસ આ જ ઝડપ જાળવી રાખશે તો તેમાં વધારો થતો રહેશે. આ પોલ્યુશનને ઓછું કરવા અને ભવિષ્ય માટે ઈકોફ્રેન્ડલી રીતો કે ટેક્નિકો શોધવાનું કામ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરોના શિરે જ હશે. નીચે પ્રમાણેની જગ્યાએ તમે નોકરી મેળવી શકો છો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=50255

Saturday, April 14, 2012

વન વિભાગનાં જાપ્તામાંથી આરોપી ફરાર.


Source: Bhaskar News, Una   |   Last Updated 1:59 AM [IST](14/04/2012)
ગત રાત્રિના કુદરતી હાજતે જવાનું કહી પલાયન થઈ જતા ભારે દોડધામ મચી

ઊનાનાં ફરેડા ગામનાં સરપંચનાં પતિ સહિત ૩૦ થી ૪૦ જેટલા શખ્સોએ માખણીધાર વિસ્તારમાં આવેલી સરકારી જમીનનાં પીલોર તોડી નાંખ્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સરપંચ અને તેના એક સાગરીતને વનવિભાગે ઝડપી લઇ કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં તમામ વનવિભાગની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સરપંચપતિના સાગરીતે કુદરતી હાજતે જવાનું કહી નાસી છુટતા દોડધામ મચી ગઈ હતી.

ઊનાનાં ફરેડાનાં ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીન બાબતે વિવાદ ચાલે છે. જેથી તા.૨૬ ફેબ્રુઆરીના રોજ વનકર્મી દપિકભાઇ સોંદરવા પોતાની ફરજ ર હતા. ત્યારે રફેડા ગામનાં સરપંચનો પતિ જેઠા રામ બારૈયા અને ભૂપત ખીમા મકવાણાએ તેની સાથે ગાળા ગાળી કરી ફરજમાં રૂકાવટ કરી હતી.

જ્યારે બીજા દિવસે આ બન્ને શખ્સ સહિત ૪૦ થી પ૦ જેટલા લોકોએ માખણીયાર વિસ્તારમાં આવેલી સરકારી જમીનનો પીલોર તોડી નાખ્યો હતો. જે અંગે દિપકભાઇએ ફરજમાં રૂકાવટ કર્યાની અને સરકારી જમીનમાં નૂકશાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેનાં વિરોધમાં ફરેડા ગામનાં ૩૦૦ થી વધુ લોકોએ આ ફરિયાદ ખોટી હોવાનાં આક્ષેપ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશને એકત્ર થયા હતા.

પોલીસે જેઠાભાઇ બારૈયા અને ભૂપતની ધરપકડ કર્યા બાદ બંન્ને શખ્સોને ઊના કોર્ટમાં રજૂ કરતા તેમને જામીન મળી ગયા હતા. પરંતુ સરકારી જમીનમાં નૂકશાન કર્યાની ફરિયાદ થઇ હોય ફોરેસ્ટ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હોય ફોરેસ્ટ એક્ટ હેઠળ બાબરીયા રેન્જનાં આરએફઓ પરમારે આ બંન્નેની ધરપકડ કરી વનવિભાગની કચેરીએ લઇ ગયા હતા.

રાત્રીનાં ૮ વાગ્યાના અરસમાં ભૂપતે કુદરતી હાજતે જવાનું કહેતા તેને એક કર્મચારી સાથે મોકલ્યો હતો. જે ઘણીવાર થવા છતાં પરત ન આવતા વન વિભાગનાં અધિકારી સહિતનાએ દોડધામ આદરી હતી.

આજે આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાનાં હોય વનવિભાગના અધિકારીઓએ જેઠા બારૈયાએ કોર્ટમાં રજૂ કરતા તેનો જામીન પર છુટકારો થયો હતો. જ્યારે અન્ય આરોપી પોતાના કબ્જામાંથી નાસી છુટયો હોવાનું અધિકારીએ કોર્ટ સમક્ષ કબૂલાત આપતા ચકચાર જાગી છે.

Friday, April 13, 2012

સૂકાભઠ્ઠ કામનાથ ડેમથી નોધારા બનેલા પક્ષીઓ.


ધારી, તા.ર૯:
અમરેલીના કામનાથ ડેમમાં સ્થાયી થઈ રહેલા પક્ષીઓ માટે ખોરાક અને રક્ષણાત્મક રહેઠાણ બની રહેલા ડેમનું આ વણજાહેર થયેલુ પાણીવિહોણુ પક્ષી અભયારણ્ય અત્યારે તો ખોરાકથી વંચિત અને શિકારીકૂતરાઓને હવાલે થયેલુ છે, ત્યાં સ્થિર થયેલા ભાત ભાતના અસંખ્ય પક્ષીઓ નોધારા બની ગયા છે.
  • શિકારી કૂતરાંનું ભોજન બનતા નિર્દોષ પક્ષીઓ
ડેમમાં જાતજાતના દેશી-વિદેશી પક્ષીઓની ભરમાર છે. છેલ્લા સાતેક વર્ષથી સ્થાયી બનેલા એકમાત્ર પેલીકન પક્ષીની વનખાતાએ દરકારની લેવાની આવશ્યકતા છે. શહેરના ગીચ વાતાવરણની વચ્ચે ખાલી પડેલા ડેમના છીછરા પાણીમાં યાયાવર પક્ષીઓ માટે ઉત્તમ ખોરાક અને રહેણાંકની સગવડ ઉભી થતાં વનખાતાએ લુપ્ત થતાં પક્ષીઓની જાળવણી કરવા ડોકીયું કરવાની જરૂર છે. પક્ષીઓ વધુ ઉછરે અને પક્ષીઓના ઈંડા તેમજ બચ્ચાઓને કોળીયો કરવા કાંઠે પડયા રહેતા કૂતરાઓને હટાવવા જરૂરી છે.
વન ખાતાએ ડેમના સ્ત્રાવ એરિયામાં બોર કરીને તળાવનો મુખ્ય ખાડો પમ્પીંગ દ્વારા પાણીથી ભરી રાખી તેમજ ખોરાકની વ્યવસ્થા કરી પક્ષીઓને ઉનાળો પસાર કરાવવો જરૂરી છે. ચોમાસામાં પાણી ભરેલા આ ડેમ અને તેમાં વિહરતા પક્ષીઓનો નજારો કંઈક ઓર અને અલભ્ય જ હોય છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=47523

વિસાવદરનાં વેકરિયા ગામે ખુલ્લા કુવામાં ૩ રોઝનાં બચ્ચાં ખાબક્યા.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:24 PM [IST](12/04/2012)
-વધુ પાણી પી જતાં ત્રણેયનાં મોત

વિસાવદર તાલુકાનાં વેકરિયા ગામે ગત રાત્રિ દરમ્યાન એક પારાપેટ વિનાનાં કૂવામાં રોઝનાં ૩ બચ્ચાં પડી જતાં ત્રણેય મોતને ભેટયા હતા. રાત્રિનાં સમયે દસેક રોઝનું ટોળું આવી ચઢ્યા બાદ વાડી માલિકે ફેંકેલા ટોર્ચનાં પ્રકાશથી ભાગવા જતાં ત્રણેય બચ્ચાં કુવામાં ખાબક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વેકરિયા ગામનાં ભીખુભાઇ મોહનભાઇ ઢોલાની વાડી ગામની સીમમાં આવેલી છે. તેમનાં ખેતરમાં હાલ ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે. આથી રાત્રિનાં સમયે જંગલી રોઝ જેવા પશુઓની આવન જાવન રહે છે. ભીખુભાઇ પાકનાં રક્ષણ માટે રોજ રાત્રે ખેતરે જાય છે. ગતરાત્રિનાં સમયે તેમણે કશોક અવાજ સાંભળતાં એ દિશામાં ટોર્ચનો પ્રકાશ ફેંકયો. આથી દસેક જંગલી રોઝનું ટોળું એ પ્રકાશ જોઇને ભાગ્યું. જે પૈકી રોઝનાં ત્રણ બચ્ચાં ભીખુભાઇની વાડીમાં આવેલા ૬૦ ફૂટ ઉંડા અને પંદરથી વીસ ફૂટ પાણી ભરેલા કુવામાં ખાબક્યા હતા. બનાવ અંગે તેમણે વનવિભાગને જાણ કરી હતી. આથી આર.એફ.ઓ. એન. એમ. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, એ દરમ્યાન ત્રણેય બચ્ચાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. વનવિભાગે તેમનાં મૃતદેહો બહાર કાઢયા હતા. અને સ્થળ પર જ તેનાં પોસ્ટ મોર્ટમ કરાયા હતા.

સિંહ અચાનક એકદમ આપણી સામે ઉભો હોય તો,વીડિયો

For video click: સિંહ અચાનક એકદમ આપણી સામે ઉભો હોય તો,વીડિયો
Source: divyabhaskar.com   |   Last Updated 6:43 PM [IST](12/04/2012)
ગુજરાત રાજ્યમાં ગીરના જંગલની ઓળખ હવે આપવી પડે તેવું નથી, વિશ્વભરમાં ગીરના સાવજ જોવા લોકો આવે છે. ગીર સેન્ચ્યુરી 1412.13 સ્ક્વેર કી.મી.માં ફેલાયેલું છે. વીડિયોમાં એક બાઈક લઈને ત્રણ સવારો સિંહની એક દમ સામે આવી જાય છે અને તેની બીલકુલ બાજુમાંથી બાઈક ચલાવે છે, ત્યારે તેમને પુછવામાં આવ્યું કે તમને સિંહની સામે જતાં ડર ન લાગ્યો? તો ત્યાંના રહેવાસીઓએ કહ્યું 'આ તો અમારે કાયમીનું થયું, એમાં ડર ક્યાંથી લાગે!, અમારો રાજા છે,' આટલા નજીકથી સિંહની બાજુમાંથી બાઈક ચલાવતા ડર ક્યારેય નથી લાગતો? તો જવાબમાં કહ્યું કે અમારે તેની સાથે 24 કલાક રહેવાનું હોય છે ડર ક્યાંથી લાગે...

ઉપરના શબ્દો છે ગીરના જંગલમાં રહેતા લોકોના, સિંહ સાથે જંગલમાં રહીને આ લોકો પણ સિંહ જેવા જ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. મગરો અને પક્ષીઓ માટે ગીરની મોટામાં મોટી નદી કમલેશ્વર ડેમ છે. આફ્રીકાના જંગલના સિંહોના રક્ષણમાટે આ નદી ઘણી મહત્વની બની રહેલ છે. ગીરાના જંગલની ગ્રીનરી આહલાદક છે. તેમાં પણ ચોમાસામાં તો જંગલે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું લાગે છે. દૂર-દૂરથી લોકો અહીંયા સિંહ દર્શન કરવા પહોંચી જાય છે, તેમાં પણ અમિતાભ બચ્ચનની 'ખુશ્બુ ગુજરત કી'ની જાહેરાતે તો વિદેશીઓને ઘેલા કર્યા. જુઓ વીડિયો...

Thursday, April 12, 2012

મંત્રોની શરૂઆતમાં ૐ શા માટે બોલાય છે?

For my personal use.

પરંપરા - સુખદેવ આચાર્ય
ભારતમાં સૌથી વધુ બોલાતો મંત્ર ૐ છે. આ એકાક્ષર મંત્રનો જપ કરનારનાં મન અને શરીર પર તથા આસપાસના વાતાવરણ પર ઘણો જ શુભ પ્રભાવ પડે છે. મોટા ભાગના મંત્રો અને વૈદિક સ્તુતિઓની શરૂઆત ૐથી જ થાય છે.
દરેક પ્રકારનાં શુભ કાર્યોની શરૂઆત પણ ૐના મંત્રોચ્ચારથી થાય છે. ૐ કે હરિ ૐ બોલીને મહેમાનોનું સ્વાગત કે અભિવાદન પણ કરવામાં આવે છે. ૐના આકારની પૂજા કરવામાં આવે છે, તેનું ધ્યાન ધરવામાં આવે છે અને એક શુભચિહ્ન તરીકે તેને ઘરનાં દ્વાર કે મંદિરમાં લગાવવામાં આવે છે.
ૐ (ઓમ)એ ઈશ્વરનું વૈશ્વિક નામ છે અને તે અ, ઉ અને મ એમ ત્રણ મૂળાક્ષરોમાંથી બનેલો છે. ગળામાં આવેલા નાદતંતુઓમાંથી પહેલો ધ્વનિ ‘અ’ હોય છે. બંને હોઠ ગોળાકારમાં આવે ત્યારે ‘ઉ’ બોલાય છે અને હોઠ જ્યારે બીડાઈ જાય ત્યારે ‘મ’નો ઉચ્ચાર થાય છે. આ ત્રણ અક્ષર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રિદેવોના છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના છે. ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ એ ત્રણ વેદોના છે. ભુર્, ભવઃ, સ્વઃ એ ત્રિલોક વગેરેનાં પ્રતીક છે. ઈશ્વર આ તમામમાં તથા તેનાથી પણ પરે છે. નિરંજન, નિરાકાર બ્રહ્મ એ ૐના ઉચ્ચાર મધ્યની શાંતિ છે. ૐને પ્રણવ પણ કહે છે. જે નામ દ્વારા ભગવાનના ગુણગાન ગવાય છે તેને પ્રણવ કહેવાય છે. વેદોનો સમગ્ર સાર ૐ છે.
એક પ્રચલિત કથા પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જનની શરૂઆત ૐ અને અથનો મંત્રોચ્ચાર કરીને કરી હતી, તેથી કોઈ પણ કાર્યનો શુભારંભ ૐકારના ઉચ્ચારણથી કરવામાં આવે છે. ઘંટનાદમાં ૐકારનો પ્રતિધ્વનિ સંભળાય છે, તેથી મનને શાંતિ મળે છે. તે એકાગ્ર થાય છે અને સૂક્ષ્મ ધ્વનિથી પરિપૂર્ણ થાય છે. ૐકારના અર્થનું ધ્યાન કરીએ ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય જગત તથા તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર, આ બધું જ ૐમાં સમાયેલું છે.

કામાતુર સિંહ-સિંહણે કરી નાખ્યું ન કરવાનું!


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:21 PM [IST](12/04/2012)
દલખાણિયા નજીક સેમરડીના જંગલમાં બનેલી ઘટના
સિંહ યુગલ જ્યારે સંવનનમાં વ્યસ્ત હોય ત્યારે તેને કોઇ ખલેલ પહોંચાડે તો તેનું આવી બન્યુ જ સમજવું. પછી તે માણસ હોય કે અન્ય કોઇ પ્રાણી હોય કે ખુદ તેની પ્રજાતીનો જીવ કેમ ન હોય. આવી જ એક ઘટનામાં ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં સેમરડીના જંગલ વિસ્તારમાં સિંહ યુગલ સંવનન કરતુ હતું ત્યારે પાંચ માસનો સિંહબાળ તેમાં અવરોધરૂપ બનતા ડાલા મથ્થા સાવજે ચપટી વગાડતા જ તેના રામ રમાડી દીધા હતાં. સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો.

કામાતુર બનેલો સિંહ સિંહણ સાથે રતિક્રીડામાં વ્યસ્ત હોય ત્યારે બાધારૂપ બનનાર પ્રાણીને સિંહે મારી નાખ્યાની ભુતકાળમાં અનેક ઘટના બની છે. આવી જ એક વધુ ઘટના ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં સેમરડીના જંગલ વિસ્તારમાં બની છે. આજે અહિં વનખાતાને આશરે પાંચ માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહબાળના શરીરમાં સાવજે અનેક દાંત બેસાડી દીધા હતાં. સાવજના હુમલામાં આ સિંહબાળના રામ રમી ગયા હતાં.

ઘટનાની જાણ થતા ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા સ્ટાફ સાથે તુરંત સેમરડીના જંગલમાં દોડી ગયા હતાં. વન તંત્ર દ્વારા સિંહબાળનું ઘટનાસ્થળે જ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. સિંહબાળના શરીર પર સિંહના દાંતના ઇજાના અનેક નિશાન મળ્યા હતાં. સિંહબાળનું મોત ગત રાત્રે થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે સિંહ-સિંહણના સગડ મળી આવ્યા હતાં. આ ઉપરાંત સિંહબાળના શરીર પર સિંહના દાંતના ઇજાના નિશાન હોય સિંહ યુગલના સંવનન દરમીયાન આ સિંહબાળ બાધારૂપ બન્યો હોય સિંહે તેને મારી નાખ્યાનું જણાયુ હતું.

ખુશ્બુ ગુજરાત કી: ગીરમાં આકાર લેશે થ્રીસ્ટાર ભૂંગા રીસોર્ટ.


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:19 PM [IST](11/04/2012)
-ગુજરાત પ્રવાસન નિગમે ‘સાસણ ગિર ભૂંગા રીસોર્ટ પ્રોજેક્ટ’ હાથ ધર્યો
-સરકારી જમીનોમાં ૧ હેકટર જમીનની મર્યાદામાં ભૂંગા રીસોર્ટ બનાવાશે

ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મને પગલે જૂનાગઢ જિલ્લામાં ગીરનાં સિંહો જોવા માટે પ્રવાસીઓનો રીતસર ‘ધોધ’ શરૂ થયો છે. ત્યારે વધતી પ્રવાસીઓની સંખ્યા સામે તેઓને રહેવાની સુવિધા પૂરી પાડવાની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. જેને પહોંચી વળવા ગુજરાત પ્રવાસન નિગમે ગિર બોર્ડરનાં ગામોમાં થ્રીસ્ટાર સુવિધાઓ ધરાવતા ભૂંગા રીસોર્ટ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ માટે હાલ જમીન પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગિરનાં જંગલની મુલાકાતે આવતા સહેલાણીઓને રહેવા માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ બને તે માટે ગુજરાત પ્રવાસન નિગમે ‘સાસણ ગિર ભૂંગા રીસોર્ટ પ્રોજેક્ટ’ હાથ ધર્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના, વિસાવદર અને મેંદરડા તાલુકાનાં ગામોમાં સરકારી જમીનોમાં ૧ હેકટર જમીનની મર્યાદામાં ભૂંગા રીસોર્ટ બનાવાશે. આ માટે પ્રવાસન નિગમનાં અધિકારી કે. એમ. ગુર્જર આજે વિસાવદર મામલતદાર વીસપરા સાથે પિયાવા અને મોણપરી ગામે ગયા હતા. અને રીસોર્ટ માટે યોગ્ય જમીનની સાઇટ વીઝીટ કરી હતી. બાદમાં તેઓ મેંદરડા જવા રવાના થયા હતા. આ અગાઉ માળિયા હાટીના તાલુકાનાં જલંધર ગામે જમીનની પસંદગી થઇ ચૂકી હોવાનું પણ કે. એમ. ગુર્જરે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂનાગઢ ઉપરાંત અમરેલી જિલ્લાનાં ધારી તાલુકામાં આવેલા ડાંગાવર અને જર ગામે પણ આ પ્રકારનાં રીસોર્ટ બનાવાશે. આ માટે જમીનની પસંદગી થઇ ચૂકી છે. અને તેની એન.ઓ.સી. માટે વન અગ્ર સચિવને દરખાસ્ત પણ મોકલી દેવાઇ છે. વનવિભાગની એન.ઓ.સી. મળ્યે કામ હાથ ધરાશે. આ બંને પ્રોજેક્ટો અમરેલી જિલ્લામાં ‘આંબરડી વાઇલ્ડ લાઇફ પ્રોજેક્ટ’ની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સુવિધા પૂરી પાડશે. અત્રે નોંધનીય છે કે, વનવિભાગ દેવિળયાની માફકજ અમરેલી જિલ્લામાં પણ આંબરડી ખાતે સિંહ દર્શનની સુવિધા ઉપલબ્ધ બનાવી રહ્યું છે. રાજ્ય સરકારે આ માટે R ૪ કરોડની રકમ પણ ફાળવી છે. આમ કચ્છનાં રણમાં જોવા મળતાં ભૂંગા મકાનો હવે ગિરની બોર્ડરનાં ગામોમાં પણ ઉપલબ્ધ બનશે.

એક રીસોર્ટમાં ૨૦ ભૂંગા
કે. એમ. ગુર્જરે જણાવ્યું હતું કે, એક રીસોર્ટમાં વધુમાં વધુ ૨૦ ભૂંગા હશે. અને એક ભૂંગામાં ૪ થી ૫ વ્યક્તિઓનો એક આખો પરિવાર રહી શકે તેવી વ્યવસ્થા હશે. ભૂંગામાં એસી સહિતની થ્રી સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

કોણ કરશે સંચાલન ?
રીસોર્ટ તૈયાર થઇ ગયા બાદ તેનું સંચાલન કોણ કરશે ? એ સવાલનાં જવાબમાં કે. એમ. ગુર્જરે જણાવ્યું હતું કે, તમામ સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સરકાર નક્કી કરશે. જોકે, ખાનગી કંપનીને સંચાલન સોંપવાનું થાય તો પણ હોટલ ક્ષેત્રે અનુભવી હોય એવી કંપનીઓને જ તેનું સંચાલન સોંપાશે.

Wednesday, April 11, 2012

બૃહદગીરમાં આગજનીનું મૂળ સરકારી વીડીઓનો ગેરવહિવટ.


અમરેલીતા.૯ :
બૃહદ ગીર જંગલમાં અવિરત બનેલી આગજનીની ઘટનાઓ કુદરતી નહી પણ માનવ સર્જિત છે. આ વિસ્તારમાં આવેલી સરકારી બીડમાં ઉગતો બાવળ રાષ્ટ્રીય સંપત્તિ સમા સિંહના ભોગે સળગાવીને તેમાંથી કોલસા બનાવીને વેચવાના કાળા વહિવટમાં વનતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના હાથ કાળા થયેલા છે.
  • બૃહદગીરની સરકારીબીડમાં ઉગતા બાવળ સળગાવી કોલસા બનાવવાના કાળા વહિવટમાં વન તંત્રના હાથ પણ કાળા થઈ ગયા છે
બૃહદ ગીર તરીકે ઓળખાતા નાના લીલિયા વિસ્તારમાં સરકારી બીડ આવેલી છે. અહીં દેશી બાવળ અને ગાંડા બાવળ પુષ્કળ પ્રમાણમાં ઉગતા હોય વનતંત્રને તેને સળગાવીને કોલસા પકાવવાનો કાળો વહિવટ આરંભ્યો છે.ક્રાંકચ, ટીંબડી, ભોરીંગડા, વાઘણીયા, બવાડી જેવા ગામો બૃહદ ગીરની પટ્ટીમાં આવેલા છે. આ પટ્ટો શેત્રુજી નદીના કાંઠાનો પટ્ટો છે. અહીં ક્ષારવાળી જમીન હોવાથી પાક લઈ શકાતો નથી. પણ ક્ષારવાળી જમીનના કારણે પચાસ ટકા સરકારી ગૌચર અને પચાસ ટકા ખાનગી જમીનમાં ગાંડો બાવળ અને દેશી બાવળ પુષ્કળ ઉગે છે.
સરકારે ગાંડો બાવળ કાપવાની છૂટ આપી છે દેશી બાવળ કાપવા પર પાબંદી લાદી દીધી છે. આથી આવા દેશી બાવળ સળગાવી દેવામાં આવે છે. અને તેને આગનું સ્વરૂપ આપી દેવામાં આવે છે.વનખાતાના કેટલાક કર્મચારીઓ આવા સળગી ગયેલા દેશી બાવળ કાપી તેમાથી કોલસા બનાવવાનો કાળો કારોબાર ચલાવે છે.વનખાતાના કર્મચારીઓ દ્વારા દેશી બાવળનું લાકડુ એક મણના રૂ. એંસીના ભાવે વેચે છે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. શેત્રુજીના કાંઠે બૃહદ ગીરમાં જયાં સિંહોનો વધુ વસવાટ છે. તેવા વિસ્તારોમાં દેશી બાવળ વધુ થાય છે.
આથી કોલસાનો કાળો વહિવટ સિંહના ભોગે ચલાવી સંપતિ એકઠી કરવા વન કર્મીઓ દ્વારા આગ લગાડવામાં આવે છે.
આ વિસ્તારમાં બનાવાયેલી પાણીની કુંડીઓ પણ છીછરી અને ટુંકી બનાવાઈ છે. તેમાં પાણી ભરવા રૂ. ચારસોની કિંમતનો એક ટાંકો મંગાવાય છે.
આ માટે જેને કોન્ટ્રાકટ અપાયો છે તે પણ કુંડીમાં પુરતુ પાણી ભરતા નથી અને પુરા નાણાં પડાવી લે છે. તેવું સુત્રોનું કહેવું છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=49251

બૃહદ ગીરને શા માટે જંગલ વિસ્તાર જાહેર કરાતો નથી ?


અમરેલી,તા,પઃ
બૃહદ ગિર જંગલ વિસ્તાર જાહેર કરવાની લાંબા સમયની માગણી કાને ધરવામાં આવતી નથી. જંગલમાંથી લીલિયાના ક્રાંકચ અને શેત્રુજી કાંઠે વસેલા પચ્ચીસ સિંહ પરિવારોને પાણી અને આગની સમસ્યા કનડી રહી છે. વનતંત્રએ ગંભીરતાથી નોંધ લઈ પગલાં ભરવા જરૂરી છે. વારંવાર દવની ઘટનાથી સિંહોને સ્થળાંતરની ફરજ પડે છે.
  • જંગલમાંથી લીલિયાના ક્રાંકચ અને શેત્રુજી કાંઠે વસેલા પચ્ચીસ જેટલા સિંહ પરિવારોને પાણી, આગ, સુરક્ષા સહિતની સમસ્યા કનડે છે
વર્ષા પહેલાં ધારી ગીરના જંગલમાંથી નિકળીને બહારના વિસ્તારમાં આવી ગયેલા કેટલાક સિંહો અમરેલીના ચાંદગઢ, સાવરકુંડલાના કેટલાક વિસ્તારો તેમજ લીલિયાની શેત્રુજીના કાંઠે અને જાફરાબાદની સીમમાં સિંહોએ પોતાનો વસવાટ કાયમી કરી નાખી ઘર બનાવી લીધા છે. આ વિસ્તાર   બૃહદ ગિર તરીકે વિસ્તરી રહ્યો છે. વર્ષા પહેલાં સ્થાયી થયેલા સિંહોનો પરિવાર દિવસે દિવસે વધી રહ્યો છે. સૌથી વધુ લીલિયાના ક્રાંકચની સીમમાં અને શેત્રુંજીના કાંઠે કાંઠે પચ્ચીસ ઉપરાંતના સિંહોનો વસવાટ થઈ ગયો છે. આ વિસ્તારમાં તેને ખોરાક સારો એવો મળી
રહ્યો છે. અહીં હજારોની સંખ્યામાં રોજ, રેઢીયાળ પશુઓનો શિકાર કરી નદી કાંઠે વસતા સિંહો ગીરના સિંહો કરતા તંદુરસ્ત છે. સિંહોને ખોરાક પૂરતા પ્રમાણમાં મળે છે પણ ધારીનો વિસ્તાર ખારાપાનો હોય શેત્રુજીના પાણી ખારા હોય સિંહોને ફરજીયાત ખારૂ પાણી પીવું પડે છે. વનવિભાગે ઠેર ઠેર કુંડીઓ મુકી છે પરંતુ પાણી કોઈ ભરતુ નથી. જેથી ક્રાંકચ ગામના કેટલાક સેવભાવિ યુવાનોએ શેત્રુંજીના પટમાં વિરડાઓ બનાવી મીઠા પાણીની કુંડીઓ ભરવા માણસો રાખ્યા છે.
શેત્રુજી નજીક બાવળની કોટમાં, ક્રાંકચની સીમમાં, કતપરની સીમમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉનાળાના સમયમાં વારંવાર દવ લાગવાની ઘટના બને છે. જેના હિસાબે સિંહોને ફરજીયાત પોતાના રહેણાંક આગમાં ભુંજાય જવાથી નવા રહેણાંક માટે અન્ય સ્થળે જવું પડે છે. અને નવેસરથી વસવાટ શરૂ કરવો પડે છે. એક તરફ ૪ર ડિગ્રીની ગરમી તેમાં ઘરબાર વગરના સિંહો અકળાઈ ઉઠે છે.
લીલિયાના ક્રાંકચ, ભોરીગડા, ટીંબડી, બવાડી, આંબા, નાના લીલિયા, શેઢાવદર, ચાંદગઢ વિસ્તારમાં વસતા સિંહો હાલ અમરેલી વિસ્તરણ રેન્જ વિભાગમાં આવે છે. વન વિસ્તરણ વિભાગની કામગીરી માત્ર ફળ, ઝાડ, રોપ ઉછેરવાની હોય છે નહીં કે સિંહોની, પણ એ આ વિસ્તારમાં સાવજો વધી જતાં તેની સલામતી માટે આ તમામ વિસ્તારને ધારી ગીરની નોર્મલ રેન્જમાં સમાવી લેવામાં આવે તો સિંહોની સલામતી વધી જાય, પૂરતો સ્ટાફ મુકાય જેનાથી સિંહોની દેખરેખ રહે તેવી પ્રકૃતિ પ્રેમીઓની માંગ છે.
સિંહ દર્શન માટે ઘૂસી આવતા લોકો પર રોક લગાવવી જરૂરી
અમરેલીઃલીલિયાના ક્રાંકચ અને શેત્રુજી કાંઠા વિસ્તાર નોર્મલ રેન્જ ન હોવાના કારણે આખો વિસ્તાર રેઢો પટ હોય તેમ લોકો મારણ વખતે સિંહ દર્શન કરવા ઘૂસી જાય છે. જેનાથી સિંહોને ખલેલ પહોંચે છે. મારણ પર બેઠેલા સિંહોની ઉપર વાહનો ચલાવવા, પાછળ વાહનો દોડાવવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. આવા વિધ્નસંતોષી શખ્સો સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=48488 

લીલીયાના સાવજોની સુરક્ષા માટે જરૂરી સુચના.

Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:33 AM [IST](05/04/2012)
ભોરિંગડા-ટિંબડી વિસ્તારમાં સાવજો પણ નીહાળ્યા

લીલીયા તાલુકામાં સાવજોની સંખ્યા સતત વધતી જાય છે અને આ સાવજોની સુરક્ષા ચિંતાનો મોટો વિષય છે ત્યારે આજે સીસીએફ એચ.એસ. સિંઘ આજે લીલીયા તાલુકાની મુલાકાતે દોડી આવ્યા હતાં. સ્થાનીક અધિકારીઓને સાથે રાખી તેમણે સાવજોનો જ્યાં વસવાટ છે તેવા અનેક વિસ્તારની મુલાકાત લીધી હતી.

સીસીએફ એચ.એસ. સિંઘ આજે ઓચિંતા જ લીલીયા તાલુકાની મુલાકાતે દોડી આવ્યા હતાં. અમરેલીના ડીએફઓ મકવાણા, સબડીએફઓ મુની, આરએફઓ તુર્ક, સ્થાનીક સ્ટાફના રાઠોડભાઇ, બ્લોચભાઇ વગેરેને સાથે રાખી તેમણે આ વિસ્તારમાં સાવજોનો જ્યાં વસવાટ છે તેવા કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી.

સીસીએફ સીંઘ આ અધિકારીઓ સાથે લીલીયા તાલુકાના ભોરિંગડા, ટિંબડી વગેરે ગામની સીમમાં દોડી ગયા હતાં અને અહિં તેમણે સાવજો પણ નીહાળ્યા હતાં. આ ઉપરાંત સાવજોની રક્ષા માટે જરૂરી સુચનાઓ પણ આપી હતી. જો કે સાવજોનું જ્યાં કાયમી વસવાટ છે અને સૌથી વધુ સંખ્યા છે તથા ટુંકાગાળામાં જ્યાં બે વખત દવ લાગ્યો છે તે ક્રાંકચ પંથકની તેમણે મુલાકાત ન લેતા આશ્ચર્ય ફેલાયુ હતું.

ઘરમાં ઘૂસેલ દીપડાએ સર્જયો ફફડાટ.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:04 AM [IST](05/04/2012)
સાવરકુંડલાના ઝીંઝુડામાં આજે સવારે બનેલી ઘટનાથી ભારે ઉતેજના પ્રસરી : બાર કલાકની વન વિભાગ ટીમની લાંબી જહેમત બાદ દીપડો પાંજરામાં પૂરાતાં હાશકારો

અમરેલી જીલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા દીપડાઓની સંખ્યા ઘણી મોટી છે ત્યારે આજે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આજે એક પટેલ ખેડૂતનાં ઘરમાં સવારે દીપડો ઘુસી ગયો હતો. જેને પગલે ગામમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયુ હતું. વન વિભાગને જાણ કરાતા જંગલખાતાનો સ્ટાફ પાંજરા સાથે ત્યાં દોડી ગયો હતો.

જો કે વનતંત્રની લાંબી મહેનત બાદ છેક મોડી સાંજે આ દીપડો પાંજરામાં સપડાતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો. દીપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
સાવરકુંડલા તાલુકામાં દીપડાઓની સંખ્યા સતત વધતી જ જાય છે.

થોડા સમય પહેલા એક દીપડો છેક સાવરકુંડલાના પાદરમાં આવી ચડતા લોકો ભયભીત બની ગયા હતાં. અન્ય એક દીપડાના બચ્ચાનું રસ્તો ક્રોસ કરતી વખતે વાહન હડફેટે મોત થયુ હતું ત્યારે હવે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આજે વહેલી સવારે એક દીપડો વિનુભાઇ વિરજીભાઇ રાદડીયા નામના ખેડૂતના ઘરમાં ઘુસી જતા ગામલોકો ફફડી ઉઠ્યા હતાં. વિનુભાઇ રાદડીયા ઘનશ્યામપરા વિસ્તારમાં રહે છે. તેમણે ફરજામાં બંધ ઓરડી બનાવી છે.

સવારે દીપડો આ ઓરડીમાં પુરાઇ જતા તેના પરિવારજનોએ દરવાજો બહારથી બંધ કરી દઇ વન વિભાગને જાણ કરી હતી. સાવરકુંડલા રેન્જનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. અને ઓરડીના દરવાજે પાંજરૂ ગોઠવી દઇ દીપડાને પાંજરે પુરવા પ્રયાસ હાથ ધર્યો હતો.

જો કે દીપડો વન વિભાગ કરતા પણ ચાલાક નીકળ્યો હતો અને પાંજરાની દિશામાં ફરક્તો પણ ન હતો. વન વિભાગ પાસે હાથપર હાથ ધરી બેઠા રહેવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. દીપડો પાંજરામાં આવવાની રાહ જોતા છેક સાંજ પડી ગઇ હતી અને અંતે સાડા છએક વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સૌએ હાંશકારો અનુભવ્યો હતો. આ દીપડાને હાલમાં જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો.

લોકોના ટોળેટોળાં એકઠા થયા

મોટા ઝીંઝુડાના ઘનશ્યામપરામાં એક મકાનમાં દીપડો ઘુસ્યો હોવાની જાણ થતા અહિં ગામલોકો ટોળે વળ્યા હતાં. લોકોના ટોળેટોળાના કારણે વન વિભાગના સ્ટાફને પણ થોડી અગવડતા પડી હતી. જો કે બાર કલાક સુધી દીપડો પાંજરામાં ન સપડાતા આખરે લોકો પણ કંટાળ્યા હતાં.

સર્પ જોડીઓ સંવનનમાં રત, પરેશાન ન કરવા અપીલ.


Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:50 AM [IST](26/03/2012)
હાલમાં સર્પ માટે સંવનનની સિઝન ચાલી રહી છે. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સ્થળે સંવનનમાં રત સર્પ જોડીઓ જોવા મળી રહી છે. સર્પ સંરક્ષણ મંડળ દ્રારા લોકોને આવા સાપોને ન મારવા અપીલ કરાઇ છે. રાજુલામાં આ રીતે મળેલા સાપના અનેક બચ્ચાને સલામત સ્થળે મુકત કરાયા હતા.

રાજુલામાં સર્પ સંરક્ષણ મંડળ લોકોમાં સર્પ અંગે જાગૃતિ આવે અને સર્પની સુરક્ષા થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવે છે. સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટના જણાવ્યા મુજબ સાપના સંવનનનો સમયગાળો શરૂ થઇ ગયો છે. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સ્થળે સાપના જોડાઓ સંવનન કરતા નજરે પડી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં સાપના નાના બચ્ચાઓ મોટી સંખ્યામાં નજરે પડશે. એક્સાથે ૨૫ થી ૫૦ જેટલા નાના બચ્ચા નજરે પડે તો નવાઇ નહી.

રાજુલામાં આજે વિજ કચેરી નજીક એક્સાથે ૨૦ જેટલા સાપોલીયા નજરે પડ્યા હતા. જેને સલામત રીતે છોડી દેવાયા હતા. મંડળ દ્રારા લોકોને આવા સાપને પરેશાન નહી કરવા અને તેની સુરક્ષા કરવા અપીલ કરાઇ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉનાળામાં લીલા વૃક્ષ નીચે ભોયરામા, ખાણોમાં બપોરથી લઇ મધરાત સુધીના સમયમાં સાપો સંવનન કરતા નજરે પડી શકે છે.

બે કલાક બાદ સિંહણને પકડી વનકર્મીઓએ સારવાર આપી.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:37 AM [IST](26/03/2012) 
જસાધાર રેન્જમાં સિંહણને પૂંછડી પર ઇજા
ગીરપુર્વમાં પાછલા દિવસોમાં સિંહ કે દીપડા ઘાયલ થવાની અનેક ઘટના બની છે. પરંતુ આવી વધુ એક ઘટનામાં ગીરપુર્વની જસાધાર રેન્જમાં મુંડીયા જંગલ વિસ્તારમાં એક સિંહણને પુંછડીમાં કોઇ રીતે ઇજા પહોંચી હોય વનતંત્રએ તેને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી છે.

સાવજ કે દીપડાને ઇનફાઇટમાં અવારનવાર ઇજા પહોંચતી હોય છે. ઘણી વખત શિકાર કરતી વખતે પણ આ વન્યપ્રાણીઓ ઘાયલ થઇ જતા હોય છે. પરંતુ તેમની આ ઇજા મોટે ભાગે મોઢા પર કે પીઠ અને પેટના ભાગ પર હોય છે. પરંતુ જસાધાર રેન્જના મુંડીયા જંગલમાં એક વિચિત્ર ઘટનામાં એક સિંહણને પુંછડીમાં ઇજા પહોંચી હતી.

આ જંગલમાં ઘાયલ સિંહણ આંટા મારતી હોવાની બાતમી મળતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે આરએફઓ બી.ટી.આહિર અને રેસ્કયુ ટીમે બે કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પુરી હતી. આ સિંહણને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. વનખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે આશરે ત્રણ વર્ષની ઉંમરની આ સિંહણને ઇનફાઇટ કે સિંહ પરિવારના અન્ય સભ્યો સાથે ગેલ ગમ્મત કરતી વખતે ઇજા પહોંચી હોય તેવી શક્યતા વધુ છે.

બે કલાક બાદ સિંહણને પકડી વનકર્મીઓએ સારવાર આપી.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:37 AM [IST](26/03/2012)
જસાધાર રેન્જમાં સિંહણને પૂંછડી પર ઇજા
ગીરપુર્વમાં પાછલા દિવસોમાં સિંહ કે દીપડા ઘાયલ થવાની અનેક ઘટના બની છે. પરંતુ આવી વધુ એક ઘટનામાં ગીરપુર્વની જસાધાર રેન્જમાં મુંડીયા જંગલ વિસ્તારમાં એક સિંહણને પુંછડીમાં કોઇ રીતે ઇજા પહોંચી હોય વનતંત્રએ તેને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી છે.

સાવજ કે દીપડાને ઇનફાઇટમાં અવારનવાર ઇજા પહોંચતી હોય છે. ઘણી વખત શિકાર કરતી વખતે પણ આ વન્યપ્રાણીઓ ઘાયલ થઇ જતા હોય છે. પરંતુ તેમની આ ઇજા મોટે ભાગે મોઢા પર કે પીઠ અને પેટના ભાગ પર હોય છે. પરંતુ જસાધાર રેન્જના મુંડીયા જંગલમાં એક વિચિત્ર ઘટનામાં એક સિંહણને પુંછડીમાં ઇજા પહોંચી હતી.

આ જંગલમાં ઘાયલ સિંહણ આંટા મારતી હોવાની બાતમી મળતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે આરએફઓ બી.ટી.આહિર અને રેસ્કયુ ટીમે બે કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પુરી હતી. આ સિંહણને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. વનખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે આશરે ત્રણ વર્ષની ઉંમરની આ સિંહણને ઇનફાઇટ કે સિંહ પરિવારના અન્ય સભ્યો સાથે ગેલ ગમ્મત કરતી વખતે ઇજા પહોંચી હોય તેવી શક્યતા વધુ છે.

સિંહ સાથેની ફાઇટમાં દીપડાનું મોત.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:25 AM [IST](24/03/2012)
 
ધારીના ગઢિયા ગામની સીમમાં ડાલામથ્થા અને દીપડા વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલો દીપડો સારવારમાં મોતને ભેટ્યો
ગીર જંગલમાં સાવજો વચ્ચે પોતાના ઇલાકાની લડાઇ થતી જ રહે છે. પરંતુ સાવજોના ઇલાકામાં જો કોઇ દીપડો ધસી આવે તો પણ બન્ને વચ્ચે ખુંખાર લડાઇ થાય છે. બે દિવસ પહેલા ધારીના ગઢીયાની સીમમાં એક સાવજે ઇનફાઇટમાં દીપડાને ગંભીર રીતે ઘાયલ કરી દીધા બાદ ગઇસાંજે આ દીપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં સારવાર દરમીયાન મોત થયુ હતું.

ગીર જંગલમાં સિંહ કે દીપડા જેવા પ્રાણીઓ વચ્ચેની ઇનફાઇટમાં અત્યાર સુધીમાં અનેક પ્રાણીઓના મોત થઇ ચુક્યા છે. આવી જ એક ઘટનામાં સિંહ સાથેની લડાઇમાં વધુ એક દીપડાનું મોત થયુ છે.

ગીર પૂર્વમાં ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમાં બે દિવસ પહેલા એક સિંહ અને એક દિપડા વચ્ચે ખુંખાર લડાઇ થઇ હતી. આ દીપડો કદાચ સિંહના ઇલાકામાં તેની સામે આવી ગયો હતો. જેને પગલે સાવજે આક્રમક બની કરેલા હુમલામાં દિપડાને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

દરમીયાન ગઢીયાની સીમમાં એક દીપડો ઘાયલ હાલતમાં હોવાની બાતમી મળતા આરએફઓ બી.ડી. આહીર અને સ્ટાફે આ દીપડાને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો હતો. જો કે આ દિપડાની ઇજા ગંભીર હોય માત્ર ૨૪ કલાકમાં જ મોતને ભેટ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ જસાધારમાં જ દીપડાના અંતિમ સંસ્કાર કરી નખાયા હતાં.

વિખૂટા પડેલા દીપડીના બચ્ચાનું માતા સાથે મિલન.


Source: Bhaskar News, Keshod   |   Last Updated 1:42 AM [IST](11/04/2012)
કેશોદનાં નોજણવાવ ગામની સીમમાંથી દીપડીનાં બે બચ્ચા મળી આવતાં વનવિભાગે લોકેશન મેળવી માતા સાથે બચ્ચાઓનું મિલન કરાવી દીધુ હતું. ગઇકાલે આ બચ્ચા માતાથી વિખૂટા પડી ગયા હતા.

તાલુકાનાં નોજણવાવ ગામની સીમમાં છગનભાઇ નાથાભાઇ મોણસરાની વાડીનાં કુવાની બાજુમાં આવેલી અવાવરૂં ઓરડીમાંથી સોમવારે બપોરનાં સમયે દીપડીનાંબે બચ્ચા જોવા મળતાં વન વિભાગને જાણ કરાતાં આરએફઓ જે.જે.પાણખાણીયા સ્ટાફ સાથે ત્યાં દોડી જઇ બચ્ચાને બહાર કાઢી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા.

આ બચ્ચા ઓરડીનાં પાછળનાં ભાગે પાઇપલાઇન મારફત બાકોરામાંથી અંદર આવી ગયા હતા. આ દોઢમાસની ઉંમરનાં બંને બચ્ચાને સાંજના સાત વાગ્યે ફરી એજ જગ્યા પર રાખી દેવામાં આવ્યા હતા. અને દીપડીનું લોકેશન મેળવવાની પણ કવાયત હાથ ધરાઇ હતી.

દરમિયાન આજે સવારનાં સાતેક વાગ્યાનાં અરસામાં આ જગ્યાએ દીપડીએ આવી પોતાના બંને બચ્ચાને લઇ એકાદ કિલોમીટર દૂર નીકળી ગઇ હતી. આમ, વનવિભાગની ચોવીસ કલાકની જહેમત બાદ બચ્ચાઓનું તેની માતા સાથે ફરી મિલન થઇ જતાં વનવિભાગનાં સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

વિસાવદર અને સૂત્રાપાડા પંથકમાંથી દીપડા પાંજરે પૂરાયા.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 1:44 AM [IST](11/04/2012)
વિસાવદર રેન્જમાં દસ દી’માં નવ દીપડા કેદ થયા
વિસાવદર અને સુત્રાપાડા પંથકમાંથી વધુ બે દીપડા પાંજરે પુરાતાં આ વિસ્તારનાં લોકોમાં રાહતની લાગણી છવાઇ છે. વિસાવદર રેન્જમાં તો દસ દિવસમાં નવ દીપડા કેદ થયા છે.

વિસાવદરનાં માંડાવડ ગામની સીમમાં વિપુલભાઇ ડોબરીયાની વાડીમાં મૂકવામાં આવેલ પાંજરામાં ગત રાત્રીનાં દીપડો પાંજરે પૂરાઇ જતાં વનવિભાગે તેને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો છે. છેલ્લા દસ દિવસમાં આ નવમો દીપડો પાંજરે પૂરાયો છે.

જ્યારે સુત્રાપાડાનાં રાખેજ ગામે વડીયા સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા ત્રણ દિવસ પહેલાં પાંજરૂં મૂકવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે ૫ થી ૬ વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પૂરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધામળેજ વન વિભાગનાં ભટ્ટી, સરપંચ રામભાઇ પરમાર, પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશ ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી.

ગળાના કોલર આઇડીથી સિંહણનો સ્વભાવ બની ગયો ચીડિયો.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:50 AM [IST](10/04/2012)
- સિંહ રક્ષા માટે કરોડોનો ખર્ચ અને મોટી મોટી વાતો પરંતુ બંધ કોલર આઇડી હટાવવામાં અખાડા
વન તંત્ર દ્વારા વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો માટે ગીરની સાન સમા સાવજોને કોલર આઇડી લગાવે છે પરંતુ કોલર આઇડી બંધ થઇ ગયા પછી પણ તેનો પટ્ટો દુર કરવાની તસ્દી લેવામાં ન આવતી હોવાનો ગંભીર મુદો સામે આવ્યો છે. લીલીયાના ક્રાંકચની સીમમાં સિંહણના ગળામાં દોઢ વર્ષથી કોલર આઇડી બંધ હાલતમાં છે. આમ છતાં તંત્ર દ્વારા તે દુર કરાતુ નથી. પરિણામે આ સિંહણનો સ્વભાવ ચીડીયો બની ગયો છે અને ગમે ત્યારે લોકો પાછળ દોડે છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આજુબાજુના દસેક ગામોની સીમમાં ૨૮ જેટલા સાવજો વસે છે. જેમાં બચ્ચાનો પણ સમાવેશ થાય છે. આ તમામ સાવજો પૈકી માત્ર એક સિંહણ એવી છે કે જે લોકોને જોતા જ તેમની પાછળ દોટ મુકે છે. સાવજ પરિવારના અન્ય કોઇ સભ્યો આવું કરતા નથી. આ એક સિંહણનો જ સ્વભાવ ચીડીયો જોવા મળી રહ્યો છે અને તેનું કારણ પણ છે. કારણ કે પાછલા સાડા પાંચ વર્ષથી આ સિંહણના ગળામાં રેડીયો કોલરનો પટ્ટો લગાવેલો છે.

અહિં દહેરાદુનથી આવેલા વિદ્યાર્થીઓના સંશોધનમાં મદદરૂપ થવા આ પટ્ટો લગાવાયો હોવાનું કહેવાય છે. સંશોધનનું એક કામ ક્યારનુયે પુરુ થઇ ગયુ છે. બલ્કે પાછલા દોઢ વર્ષથી તો કોલર આઇડી પણ કામ આપતુ નથી. આમ છતાં તંત્ર દ્વારા તેને દુર કરવાની તસ્દી લેવાતી નથી. પરિણામે કારણ વગર જ આ સિંહણ પોતાના ગળામાં ભાર લઇને ફરી રહી છે. આ સિંહણ કોલર આઇડીના કારણે જ ચીડીયા સ્વભાવની થઇ ગઇ હોવાનું કહેવાય છે.

આ વિસ્તારના સાવજો વાડી-ખેતરો તથા જાહેર માર્ગો પર પણ અવર જવર કરે છે. માણસો સાથે સાવજોનો અનેક વખત સામનો થાય છે. પરંતુ કોઇ સાવજ દ્વારા માણસ પર હુમલો કરવામાં આવતો નથી પણ કોલર આઇડી વાળી સિંહણ માણસને જોતા જ તેની પાછળ દોટ મુકે છે. ભુતકાળમાં એક વ્યક્તિ પર તેમણે હુમલો પણ કર્યો હતો.

મોટેભાગે તો તે પાછળ દોડી અટકી જાય છે. પરંતુ તે માણસ પર હુમલો નહી કરે તેવું કહી શકાય નથી. સાવજોની રક્ષા માટે કરોડોના ખર્ચ અને મોટી મોટી વાત કરનાર તંત્ર સિંહણના ગળામાં બિનજરૂરી લટકતુ કોલર આઇડી દોઢ વર્ષમાં કાઢી કેમ નહી શક્યુ હોય ?

આ સિંહણથી ખેડૂતો પણ દૂર ભાગે છે
આ વિસ્તારના ગામના લોકો કોલર આઇડી વાળી સિંહણ ખતરનાક છે તે જાણે છે. પરિણામે દુરથી પણ આ સિંહણને નહિાળે તો ઉલ્ટી દિશામાં ચાલ્યા જાય છે. પરંતુ દુર દુરથી સિંહ દર્શન માટે આવતા માણસો તેની વધુ નજીક જવા પ્રયાસ કરે છે. જે જોખમી સાબીત થાય છે.

સસલાં-તેતરનો શિકાર કરવાની ના પાડતાં છરી ઝીંકી.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 2:51 PM [IST](09/04/2012)
જૂનાગઢના કાળવા ચોકમાં સરાજાહેર યુવાનને છરી મારી હોકી વડે લમધાર્યો
જૂનાગઢના આંબલિયા ગામે દલિત યુવાનના ખેતરમાં તેતર અને સસલાનો શિકાર કરવા ગયેલા એક શખ્સને વાડીમાલિકે શિકાર કરવાની ના પાડી હતી. આ વાતનું મનદુ:ખ રાખી એ શખ્સે વાડી માલિક જૂનાગઢ આવ્યો ત્યારે લાગ જોઇ છરી ઝીંકી હોકી વડે માર માર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામે આવેલી જેન્તી રામ રાઠોડ (ઉ.૩૨) નામના દલિત યુવાનની વાડી આવેલી છે. ગઇકાલે ગામનો અમૃત ઉર્ફે અમલો નાજા દેવી પૂજક તેની વાડીમાં સસલાં અને તેતરનો શિકાર કરવા આવ્યો હતો. પરંતુ જેન્તીએ પોતાની વાડીમાં આવી પ્રવૃત્તિ કરવાની ના પાડી હતી. આથી અમલો ઉશ્કેરાયો હતો. અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

બાદમાં ગઇકાલે જ બપોરે બે વાગ્યે બંનેનો ભેટો જૂનાગઢનાં કાળવા ચોકમાં થઇ ગયો હતો. આથી અમલાએ પોતાનાં બે સાગરિતો સાથે મળી જેન્તીને અટકાવ્યો હતો. અને તેને પેટમાં છરી ઝીંકી દીધી હતી. જ્યારે તેની સાથેનાં બે અજાણ્યા શખ્સોએ તેને હોકી વડે માર માર્યો હતો. આથી જેન્તીએ બનાવ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ડી. એચ. ટાટમીયાએ ગુનો નોંધ્યો હતો. જોકે, જેન્તીને અમૃત ઉર્ફે અમલાએ જ્ઞાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોઇ બનાવની તપાસ એસસીએસટી સેલનાં ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

ઊનાના મોઠામાં ગાય પર ત્રણ ડાલામથ્થા ત્રાટક્યા.

Source: Bhaskar News, Una   |   Last Updated 2:55 AM [IST](09/04/2012)

ઊનાનાં મોઠા ગામની સીમમાં ત્રણ સાવજોએ ગાય પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી હોય આ વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ અંગે મળતી વિગત મુજબ ઊના તાલુકામાં મોઠા ગામની સીમમાં રહેતા ભગુભાઇ હમીરભાઇ ગોહીલની વાડીએ બાંધેલી ગાય પર આજે વહેલી સવારનાં એક સિંહે હુમલો કર્યો હતો. સિંહનાં હુમલાથી ગાયએ બાંધેલુ દોરડું તોડાવી વાડીમાં દોડવા લાગી હતી. જેનાં ભાંભરડાથી ભગુભાઇનો પરિવાર જાગી ગયો હતો. અને ગાયને બચાવવા વાડીમાં દોડી ગયા હતા. જ્યાં તેમની ગાયની પાછળ ત્રણ સાવજોએ દોટ મૂકી હોય તે પણ મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. અંતે ભારે હાકલા પડકારા કરતો આ પરિવાર ગાયની મદદે પહોંચી જતા ત્રણેય સાવજોએ શિકારને પડતો મુકી નાસી જવું પડયુ હતું.
પરંતુ સાવજોએ કરેલા હુમલાથી ગાય લોહી લોહાણ થઇ ગઇ હતી. આ બનાવની જાણ થતા વનકર્મી જે.સી.ગોસ્વામી ઘટના સ્થળે પહોંચી જઇ સિંહનું લોકેશન મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ વિસ્તારનાં લોકોમાં સાવજનાં આ હુમલાથી ભારે ફફડાટ ફેલાયો છે.

ઉપરકોટમાં આયુર્વેદિક અને અલભ્ય વૃક્ષોનો ઉછેર થશે.

Source: Bhaskar News, Uparkot   |   Last Updated 12:16 AM [IST](05/04/2012)
આઠ હેકટર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ
જુનાગઢની ધરોહર ઉપરકોટ ઝાળી ઝાખરાથી ઘેરાય ગયો હતો. જેની સફાય કરી ડ્રીપ એરીકેશન પધ્ધતિથી આયુર્વેદીક અને અલભ્ય ૧૦ હજાર વૃક્ષોનો ઉછેર કરાશે. જુનાગઢનાં ઉપરકોટની દર વર્ષે સેકડો પ્રવાસીઓ મૂલાકાત લે છે અને વધુ લોકોને આકર્ષવા પ્રવાસન અને વિસ્તરણ વનવિભાગે કવાયત હાથ ધરી છે. ઉપરકોટમાં પથરાયેલા જંગલને સાફ કરી અહીંયા ૧૦ હજાર જેટલા આયુંવેદીક અને અલભ્ય વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે.

આ અંગે ફોરેસ્ટર હિંગળાજીયાએ જણાવ્યું હતું કે, નાયબ વનસરક્ષક કટારા અને આરએફઓ એ.સી. ટીલાળાની સીધી દેખરેખ નીચે ઉપરકોટની સફાઈ હાથ ધરવામાં આવી છે. અહીયાનાં આઠ હેકટર જેટલા વિસ્તારને સાફ કરી ડ્રીપ એરીકેશન પધ્ધતિથી આયુંવેદીક અને અલભ્ય ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. રોપા વચ્ચે ત્રણ બાઈ ત્રણની જગ્યા રાખી વાવેતર કરાશે.
આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ઉપરકોટ આવતા પ્રવાસીઓને આયુંવેદીક વૃક્ષો અને અલભ્ય વૃક્ષોની માહીતી મળે છે.

ઊનાના ગામડામાં યોજાય છે રોજ ‘લાયન શો’.


Source: Bhaskar News, Una   |   Last Updated 12:58 AM [IST](05/04/2012)
જંગલ વિસ્તાર નજીકનાં ગામડાઓમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનો કાયમી વસવાટ
ઊના પંથક જંગલ વિસ્તારની નજીક આવેલો હોય છેલ્લા ઘણા સમયથી સિંહ સહિતનાં વન્યપ્રાણીઓએ આ પંથકમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વનરાજો દ્વારા ગ્રામ્ય પંથકમાં થતાં મારણને કારણે લોકોને કાયમ લાયન શો જોવા મળી રહે છે.

ઊના તાલુકાનાં ૩પથી વધુ ગામડાઓ જંગલ વિસ્તારની નજીક આવેલા છે. જેને કારણે છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં વન્યપ્રાણીઓનો વસવાટ શરૂ થયો છે. જેમાં સાવજો પણ બાકાત નથી. સિંહને નિહાળવાનો રોમાંચ જ અલગ હોય છે. તેમાં પણ જ્યારે તે પોતાનાં પરિવાર સાથે મારણની મિજબાની માણી રહ્યો હોય ત્યારે આ સાવજ પરિવારને જોવા લોકોનાં ટોળા ઉમટી પડતા હોય છે. જંગલ વિસ્તાર નજીકનાં ઊના પંથકનાં આ ગામડાઓમાં સિંહનો વસવાટ કાયમી જેવો થઇ ગયો છે.

જેને કારણે લોકોને કાયમી સિંહ જોવા મળી રહે છે. તેમજ સિંહ દ્વારા મારણ કરવામાં આવે ત્યારે લોકો એક બીજાને ફોન પર સંપર્ક કરી સાવજો મજિબાની માણતા હોય તે નજારો જોવા બોલાવતા હોય છે. જંગલ વિસ્તાર હવે સાવજો તેમજ અન્ય પ્રાણીઓ માટે ટૂંકો પડી રહ્યો હોય તેમ આ પંથકમાં દપિડાઓની રંજાડ બાદ સાવજોએ કાયમી વસવાટ શરૂ કર્યો છે.

તેમાં પણ ઊનાળાની મોસમમાં સમી સાંજનાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ ટહેલવા નિકળી પડે છે. ત્યારે શરૂ થાય છે લાયન શો. ગ્રામ્ય વિસ્તારમાં આ સિંહને જોવા લોકોનાં ટોળા ઉમટી પડે છે. અને આ સમય દરમિયાન વનવિભાગ પણ લાચાર બની જાય છે. જો જંગલ વિસ્તારમાં આ રીતે લાયન શો જોવા લોકો પહોંચે તો વનવિભાગ તરફથી કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં સાવજો જાતે મારણ કરતા હોય અને લોકો જોવા એકઠા થઇ જાય ત્યારે વનવિભાગે સિંહ દ્વારા હુમલો ન થાય કે લોકો સિંહને કાંકરીચાળો ન કરે તે માટે સતત તકેદારી રાખવી પડે છે. પંથકમાં વહિરતા સાવજોની રખેવાળી માટે તેની પાછળ વનવિભાગને પણ રખડવું પડે છે.

સિંહ ગૃપની લાંબી સફર
તાજેતરમાં ચાર સિંહબાળ અને એક માદાનાં ગૃપે આમોદ્રામાં ધામા નાંખ્યા હતા. ત્યાં એક આધેડ પર હુમલો કર્યા બાદ આ ગૃપ દરીયાઇ વિસ્તારમાં આવેલા વાંસોજ ગામ પાસે પહોંચ્યુ હતું. જ્યાં બે દિવસ રોકાયા બાદ તે કેસરીયા તરફ ગયું હતું.

લાયનશોમાં વનખાતુ રહે છે ખડે પગે
હાલના સમયમાં સિંહે ગ્રામ્ય પંથકમાં કે સીમ વિસ્તારમાં વસવાટ કર્યો હોય સાંજ પડેને પાણી પીવા કે શિકાર માટે બહાર નીકળે છે. ત્યારે શરૂ થાય છે લાયન શો. જેને જોવા લોકોનાં ટોળા ઉમટી પડે છે. જેથી તે સમયે વનખાતાએ ખડેપગે રહી લોકોની અને સિંહની રખેવાળી કરવી પડે છે.