રાજકોટ તા.૨૬
રાજકોટ જિલ્લાના નૈર્સિગક વાતાવરણ ધરાવતા વાંકાનેર તાલુકાના
રામપરા વીડી વિસ્તારમાં ગીરની જુદી જુદી રેન્જમાંથી લાવીને સિંહ અને
સિંહણોને રાખવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા એના સારા પરિણામ આવ્યા હતાં.
જુલાઈ ૨૦૧૧માં રામપરામાં સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. એ પછી ફરી 'જાંબુડી' નામની સિંહણ સગર્ભા બનતા તાજેતરમાં જ બે બચ્ચાને જન્મ આપ્યો છે. જો કે, વનવિભાગના
સારા પ્રયાસો હોવા છતાં આ બે બચ્ચા અંડરવેઈટ જન્મતા તેમજ બચ્ચાની માતા
બરાબર ફિડિંગ કરાવતી ન હોવાથી એક બચ્ચાએ દમ તોડી દીધો છે. જયારે બીજા
બચ્ચાને બચાવી લેવા જુનાગઢ સકકરબાગ ઝુમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું
છે.- અન્ય એક બચ્ચાને બચાવી લેવા સકકરબાગ ઝૂમાં મોકલી અપાયું
સૌ પ્રથમ ત્રણ સિંહણ પૈકી બે સિંહણો અને મેંદરડા બાજુથી લોકેટ કરાયેલા બાબરો નામના વનરાજ સાથે પ્રણય મસ્તી ચાલુ થઈ હતી. સંવનનકાળ આવતા આશા નામની સિંહણ એક વર્ષ પહેલા સગર્ભા બની હતી. આ સિંહણે ગત તા. ૩૦-૭-૨૦૧૧ના રોજ ત્રણ સિંહ બાળને જન્મ આપતા બ્રિડીંગ સેન્ટરને 'પ્રથમ સિદ્ધિ' હાંસલ થતાં ખુશીની લહેર દોડી ગઈ હતી. એ પછી તાજેતરમાં ગત તા.૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ 'જાંબુડી' નામની સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો.જેમાં એક બચ્ચાનું વજન ૧૧૨૦ ગ્રામ હતુ અને બીજા બચ્ચાનો વજન ફકત ૮૧૫ ગ્રામ હતુ એ ઉપરાંત સિંહણ બન્ને બચ્ચાની મા તરીકે બરાબર સંભાળ રાખતી ન હતી. આ બન્ને કારણોસર એક બચ્ચાનું મોત નીપજયુ હતુ જયારે બીજા બચ્ચાને છાતીમાં ઈન્ફેકશન હોવાના કારણે સારવારની જરૂર હતી અને એ બચ્ચાનું વજન ઘટીને ૧૦૩૯ ગ્રામ થઈ જતાં આથી એને ગત તા.૯મી એપ્રિલે તાબડતોબ જુનાગઢ સકકરબાગ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ જે હાલ વજન વધીને ૧૬૬૬ ગ્રામે પહોંચી ગયુ છે. અને હાલ તંદુરસ્ત છે.
રામપરા વીડી પાછળ વર્ષે ૩૦ લાખની જોગવાઈ
રાજકોટ : રામપરા વીડીમાં વનરાજોને વસાવવામાં આવ્યા છે. સરકાર
એશિયાટિક લાયનોને બચાવવા અને સંર્વિધત કરવા ખુબજ ખર્ચ કરે છે. આ વીડીના
સંચાલન માટે વર્ષે ૩૦ લાખની જોગવાઈ કરાઈ છે.
રામપરાની જેમ બરડામાં પણ સિંહ વસાવાશે
રાજકોટઃ ઉલ્લેખનીય છે કે રામપરાની જેમ હજુ પોરબંદર જિલ્લાના બરડા
ડુંગર વિસ્તારમાં પણ સિંહોને વસાવવા તેમજ બચાવવા લાયન સેન્કચુરી બનાવવા
તૈયારી કરી રહી છે. બરડાના ડુંગરાળ વિસ્તારમાં સિહોને વાતાવરણ ગમી જાય એમ
છે. સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાને બદલે જુદા જુદા વિસ્તારમાં વસાવવામાં આવે
એવી સરકારની યોજના છે.રામપરામાં હજુ બે સિંહણોને લાવવામાં આવશે
રાજકોટ : રામપરા વીડીમાં હજુ બે કુંવારા પાઠડા સિંહ વસે છે. આ સિંહને ધ્યાને રાખી નજીકના દિવસોમાં બે સિંહણોને અહીં લાવવામાં આવશે. અને સંવર્ધન કાર્યક્રમ આગળ ધપાવવામાં આવશે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=52799
No comments:
Post a Comment