રાજુલા પંથકમાં દેશી કુળના વૃક્ષોનું ગેરકાયદે થતું છેદન.
રાજુલા, તા.૨ર
રાજુલા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દેશી કુળના વૃક્ષોનું ગેરકાયદે
છેદન થઈ રહ્યું છે.લેભાગુઓ ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે અને આ
વૃક્ષોના લાકડાઓ ભરેલા વાહનોની જાહેર માર્ગો પર હેરાફેરી થઈ રહી હોવા છતાં
સંબંધીત તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે.
- માર્ગો પર ખૂલ્લેઆમ હેરાફેરી છતાં તંત્રના આંખ મિચામણા
રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંડા બાવળ ઉપરાંત દેશી કુળના
વૃક્ષો ગેરકાયદે કાપી તેના લાકડાઓનું વેચાણ થઈ રહ્યું છે.રાજુલા નજીક
ધારી-ખાંભા રેન્જમાં આવેલી ઝાંઝરડા વીડીમાં પણ વૃક્ષોનું નિકંદન નિકળી
રહ્યું છે.દેશી બાવળ ઉપરાંત અરમો,
લીમડા, ખાખરો, બાવળ, વાંસ, કરમદી, ટીમરૂ
સહિતના વૃક્ષોને કાપી તેના લાકડા વાહનો મારફત માર્ગો પર હેરાફેરી થઈ રહી
છે.આમ છતાં તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે.અત્રે એ યાદ આપવું જરૂરી છે કે, ધારી-ખાંભા
ફોરેસ્ટ રેન્જના ફરજ બજાવતા એક અધિકારી લાકડા પ્રકરણમાં સસ્પેન્ડ થયાં
હતાં ત્યારે ગેરકાયદે કપાતા વૃક્ષો અને માર્ગો પરથી થતી લાકડાની હેરાફેરી
અંગે તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે.માર્ગો પર વાહનોમાં લઈ જવાતા લાકડાઓ
દેશી કુળના વૃક્ષોના છે કે નહીં ? ક્યાં લઈ જવાય છે ? વૃક્ષો કાપવાની કોઈની મંજુરી લેવાઈ છે કે નહીં ? કોણ કાપનાર છે ? વગેરે અંગે તપાસ કરવાની જરૂર ઉભી થઈ છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=51825
No comments:
Post a Comment