DivyaBhaskar News Network | Sep 15, 2016, 03:35 AM IST
ગીર,ગીરનાર અને બૃહદગીરમાં થઇ એક હજારથી વધુ કર્મીઓ સિંહોની સુરક્ષા માટે
ફરજ બજાવતા હોવા છતા 523 વનરાજોની સાર-સંભાળ અને સુરક્ષાને કારણે સિંહો
કમોતે મરી રહયા છે. ત્યારે જૂનાગઢ ગીર પશ્ચિમનાં ડીસીએફનાં આશ્ચર્યજનક
નિવેદન લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
દુનીયાભરમાં એશીયન સિંહનાં અંતીમ નિવાસ તરીકે જાણીતા ગીરમાં સિંહો તથા
અન્ય વન્યપ્રાણીઓની રક્ષણ માટે વનવિભાગ દ્વારા વનમિત્રો, ગાર્ડ, ફોરેસ્ટર,
રેન્જર, એસીએફ, ડીસીએફ, સીસીએફ, ટ્રેકરો, મજુરો અને વનમિત્રો સહિતનાં
અંદાજીત એક હજારથી વધુ કર્મીઓ ગીર પશ્ચિમ, ગીર પુર્વ, ગીરનાર, ગીર સોમનાથ
અને અમરેલી ડીવીઝનમાં ફરજ બજાવી રહયા છે. વનકર્મીઓને વન અને વન્યપ્રાણીઓની
સાર-સંભાળ અને સુરક્ષાની જવાબદારી હોય છે. જેમાં ગત સિંહ ગણતરી મુજબ 523
સિંહોની પણ મહત્વની જવાબદારીની પણ ફરજ છે. છતા પણ વનકર્મીઓની ઘોર બેદરકારી
તથા ઉચ્ચઅધિકારીઓના માનીતા હોવાનાં કારણે ફરજમાં બેદરકારનાં કારણે સિંહો
કમોતે મોતને ભેટી રહયા છે. જેમાં ત્રણ દિવસ પહેલા વિસાવદરનાં રાજપરાનાં
જંગલ વિસ્તારમાં સારવારનાં અભાવે બે સિંહણોનાં કમોત થયા થોડા દિવસો પહેલા
તાલાલાનાં સાંગ્રોદ્રા નજીક ઇલેકટ્રીક શોર્ટનાં કારણે સિંહણનું મોત થયું
જેનાં આરોપી હજુ ઓળખાયા નથી. છતા પણ ઉચ્ચઅધિકારીઓ દ્વારા આવા કિસ્સાઓમાં
જવાબદારોને છાવરવામાં આવી રહયા છે. જો એકવાર દાખલારૂપ કામગીરી કરવામાં આવે
તો સિંહોનાં કમોતમાં ચોક્કસ ઘટાડો આવે તેમ છે.
ગીર પશ્ચિમ ડીવીઝન હેઠળ કુલ નવ રેન્જ અને 35 રાઉન્ડ અને 97 બીટસમાં કુલ
દોઢસોથી વધારે વનકર્મીઓ ફરજ બજાવી રહયા છે. ગીર પુર્વ ડીવીઝન હેઠળ સાત
રેન્જ, 27 રાઉન્ડ અને 61 બીટસમાં કુલ દોઢસો જેટલા વનકર્મીઓ છે. જયારે સાાસણ
ડીવીઝન હેઠળ ત્રણ રેંજ 16 ફોરેસ્ટર, અને 20 ગાર્ડ, મજુરો ટ્રેકરો થઇ 100
થી વધુકર્મીઓ ફરજ પર છે. જયારે ગીર-સોમનાથ અને અમરેલી ડીવીઝનમાં પણ કુલ 200
થી વધુ વનકર્મીઓ ફરજ બજાવી રહયા છે. જયારે ગીરની બોર્ડર પરનાં ગામડાઓમાં
સ્થાનિક વ્યક્તિને વનમિત્ર તરીકે ભરતી કરી સિંહો તથા વન અને વન્યપ્રાણીઓની
રક્ષણની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
છતાં પણ સિંહો કમોતે મરી રહયા છે. તે શરમ જનક ઘટના કહેવાય સરકાર દ્વારા
વન અને વન્યપ્રાણીઓનાં તેમાં ખાસ કરીને સિંહોનાં સરક્ષણ માટે કેટલા સાધનો,
ઉપકરણો પણ વનકર્મીઓને ફાળવવામં આવ્યો હોવા છતા સિંહોની સુરક્ષા અને
સાંભળવામાં કેટલાક છીંડાઓ ઉડીને આંખે વળગી રહયા છે.
વનકર્મીઓની નજર બહાર સિંહો કેમ ?
મોટાભાગેપોતાની બીટમાં રહેતા સિંહો વિશે વનકર્મીઓ માહિતગાર હોય છે.
પોતાના વિસ્તારનાં સિંહો એક -બે દિવસ દેખાય તો તુંરત તપાસ કરે તો ખ્યાલ આવે
કે અન્ય વિસ્તારમાં ગયા છે કે કેમ તથા આસપાસનાં ગ્રામજનો ખેડુતો પણ સિંહો
વિશે માહિતી આપતા હોય છે પરંતુ સ્ટાફને પોતાના વિસ્તારમાં ફેરણુ કરવું
ચોક્કસ જરૂરી હોય છે.
1 હજારથી વધુ કર્મીઓ છતા 523 સિંહોની સંભાળ લઇ શકાતી નથી
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment