Friday, September 30, 2016

ગિરનાર પરીક્રમાનાં રૂટ પર મળેલી મૂર્તિઓ ખંડિત કરાતાં સાધુ-સંતોમાં ભારે રોષ

Bhaskar News, Junagadh | Sep 21, 2016, 01:38 AM IST

જૂનાગઢઃ જૂનાગઢમાં ગીરનારની પરિક્રમાનુ મહાત્મ્ય છે. ત્યારે અા રૂટ પરની પવિત્ર માળવેલાની જગ્યાએ ભગવાન હનુમાનજીની મુર્તિઅો ખંડીત જોવા મળી હતી. જે બાબતે પોલીસે બે અજાણ્યા સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
 
ભેંસાણ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢમાં શીવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા સાથે લોકલાગણી જોડાયેલી છે. ભેંસાણની પાછળનાં ભાગમાં પરીક્રમા રૂટ પર માળવેલાની જગ્યા આવે છે. જ્યાં આવારા તત્વોએ રાત્રિનાં સમયમાં મુર્તિઓને ખંડીત કરી હતી. સવારે કરીયા ગામના અશોકભાઇ ડાંગર જ્યારે પુજાપાઠ માટે ગયા ત્યારે ત્યાં આવી હાલત જોતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી. માળવેલાનાં મહંત બલરામપુરી બાપુને જાણ કરતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ભેંસાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બે અજાણ્યા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવનાં પગલે સાધુ-સંતો રોષે ભરાયા હતા. આવા તત્વો સામે ઝડપી કાર્યવાહી કરી તાત્કાલિક પકડી લેવા માંગણી કરી હતી. તેમજ ભવિષ્યમાં ક્યારેય લાગણી દુભાવે તેવી ઘટના ન બને તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને F

No comments: