રાજુલા:રાજુલા
તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર મારણ માટે જે તે
ગામમાં ઘુસી આવે છે. આવી જ એક ઘટનામાં રાજુલા તાબાના વડ ગામમાં ગઇરાત્રે એક
સાથે બે સાવજો શીકારની શોધમાં આવી ચડયા હતા અને પાંચ પશુઓ પર હુમલો કર્યો
હતો. જે પૈકી બે ગાયને સાવજોએ મારી નાખી હતી.
બે સાવજો શીકારની શોધમાં આવી ચડયા હતા
જે વિસ્તારમાં સાવજોનો વસવાટ છે તે વિસ્તારના ગામોના લોકોને કાયમ ફફડતા રહેવુ પડે છે. કારણ કે રાત પડતા જ અવાર નવાર સાવજો શિકારની શોધમાં ગામમાં પણ આવી ચડે છે અને રસ્તે રખડતા રેઢીયાર ઢોરનું મારણ પણ કરેલ છે. રાજુલા તાલુકાના વડ ગામમાં દસેક વાગ્યાના સુમારે જ એક સાથે બે સાવજો ઘુસી આવ્યા હતાં. આ સાવજોએ ધડાધડ ગામમાં રખડતા પશુઓ પર હુમલો કરી દીધો હતો. જોતજોતામાં સાવજે પાંચ પશુને લોહી લુહાણ કરી દીધા હતાં.

લોકોએ જાણ કરતા પશુ ડોક્ટર પણ વડ ગામે દોડી આવ્યા
ઘટનાને લીધે ગામ લોકો ફફડી ઉઠ્યા હતાં. સાવજોએ પાંચ પૈકી બે ગાયને મારી નાખી હતી જ્યારે ત્રણ ગાય ઘાયલ થઇ ગઇ હતી. ગામ લોકોએ જાણ કરતા પશુ ડોક્ટર પણ વડ ગામે દોડી આવ્યા હતાં.
No comments:
Post a Comment