લીલીયા:લીલીયા
નજીક આવેલ ચાંદગઢ બૃહદગીર શેત્રુજી નદીકાંઠા વિસ્તારમા કાયમી રહેઠાણ બનાવી
પાછલા સાતેક વર્ષથી વસવાટ કરી રહેલ બોખો સિંહ અને કાયમી તેમની સાથે જોવા
મળતી સિંહણ અને તેના બે બચ્ચા 24મી જુન 2015મા શેત્રુજી નદીમા આવેલ ઘોડાપુર
બાદ આ વિસ્તારમા જોવા મળ્યાં નથી ત્યારે તેને શોધવા માંગ ઉઠી છે. મોટી
સંખ્યામા અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ચાંદગઢ નજીકથી પસાર થતી શેત્રુજી
નદીકાંઠા વિસ્તારમા એક બોખો સિંહ તેમજ એક સિંહણ અને તેના બે બચ્ચા અહી
24મી જુન 2015ના રોજ આવેલ ઘોડાપુર બાદ અહી દેખાયા જ નથી. આટલો સમય વિતી ગયો
હોવા છતા હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા તેને શોધવા કોઇ કાર્યવાહી કરવામા
આવી નથી.
સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓને શોધવામા આવે તેવી માંગ ઉઠી
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24મી જુન 2015મા અહી ઘોડાપુર આવ્યું હતુ. જેમા અનેક સાવજો તણાઇ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. અહી બોખો સિંહ, સિંહણ અને બે બચ્ચા પુરમા તણાયા છે કે કેમ તેના કોઇ પુરાવા હજુ સુધી તંત્રને હાથ લાગ્યા નથી. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામા આવે અને સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓને શોધવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.
No comments:
Post a Comment