રોપ-વે બનવા સામે વાંધો નથી પરંતુ રોજગારી છીનવાઇ જશે
હાઇકોર્ટે રોપ-વેનાં લીધે બેરોજગારી અંગે પુન:વસવાટનો હુકમ કર્યો હતો
જૂનાગઢનાંગીરનાર ખાતે એક સદી કરતા વધુ સમયથી પગથિયા ચડી માલસામાન પહોંચાડી ડોળીવાળા આવક કમાઇ છે. જેમાં હાઇકોર્ટે દસકા પહેલા રોપ-વે આવવાને કારણે લોકોની આવકને અસર પહોંચતા પુન: વસવાટનો હુકમ કર્યો હતો, જેની માંગણી કલેકટર કચેરી સમક્ષ ગીરનાર ડોળી એસોસીએશને કરી હતી. રાજ્યમાં સૌથી ઉંચુ શિખર જૂનાગઢમાં ગીરનાર પર આવેલું છે. સ્થળ આદિ-અનાદિ કાળથી હયાત છે. જ્યાં ડોળીવાળા સભ્યો પગથિયા ચડી શકતા યાત્રાળુઅોને ઉપર સુધી ચડાવી દે છે. રોપ-વેની માંગ ત્રણ દસકાથી કરવામાં આવી હતી. જેને તાજેતરમાં મંજુરી મળી ગઇ હતી. બાબતે ગીરનાર ડોળી એસોસીએશનનાં સભ્યોઅે કલેકટર સમક્ષ રજુઆત કરી હતી કે, રોપ-વે બને તેની સામે જરાય વાંધો નથી. પરંતુ આર્થિક સ્થિતી નબળી હોવાને કારણે બેરોજગાર બની જઇશું. ત્યારે પ્રશ્નનાં નિરાકરણ માટે ડોળીવાળાઓએ જમીન, દુકાન કરવાની પરવાનગી માંગી હતી. જે વર્ષ 2006માં મળી ગઇ હતી, અા પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરી ડોળીવાળા સભ્યોને હાઇકોર્ટનાં હુકમ મુજબ ફાળવણી કરાય તેવી માંગ છે.
જૂનાગઢ ડોળી એસોસીએશનનાં સભ્યોએ પ્રમુખ રમેશભાઇ બાવળીયાની આગેવાનીમાં એક દિવસીય હડતાળ પાડી હતા. જેમાં સમગ્ર ડોળીનાં સભ્યો સાથે અશ્વિન ભારાઇ, મનસુખભાઇ ગોહેલ, દાહાભાઇ, કિશોર વગેરેનું સમર્થન મળ્યું હતું. તસ્વીર- મેહુલ ચોટલીયા
એક દિવસીય હડતાળ પાડી

No comments:
Post a Comment