લીલીયાઃલીલીયા
પંથકમાં વસતા સાવજ ગૃપમાંનુ એક સિંહબાળ બે દિવસ પહેલા ઘાયલ અવસ્થામાં મળી
આવ્યુ હતું. આ સિંહબાળના પગમાં ઘારૂ પડી ગયાની જાણ થતા વન વિભાગે તેને
પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું પરંતુ સિંહબાળનું
સારવાર દરમીયાન મોત થયુ હતું.
સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું
બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે. અવાર નવાર કોઇને કોઇ સાવજો ઘાયલ કે બિમાર થતા રહે છે. બે દિવસ પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આશરે સાત માસની ઉંમરનું એક સિંહબાળ બિમાર હાલતમાં આટા મારતુ હોવાનું વન વિભાગને બાતમી મળી હતી. જેને પગલે વન વિભાગના સ્ટાફે અહિં દોડી જઇ મહામુસીબતે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું.
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં દમ તોડ્યો
સારવાર
માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું. આ સિંહબાળનું જસાધારના
એનિમલ કેર સેન્ટરમાં માત્ર બે જ દિવસની સારવારમાં આજે મોત થયુ હતું. જેના
પગલે સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી હતી. સ્થાનિક આરએફઓ વિઠ્ઠલાણીએ
જણાવ્યુ હતું કે આ સિંહબાળને ઇનફાઇટમાં ઇજા થઇ હતી અને ઇજા વધારે પ્રમાણે
હોય તેનું મોત થયુ હતું.
No comments:
Post a Comment