અમરેલીઃઉરી
હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાનની નાપાક હરકતો સામે લોકોમાં ભારોભાર રોષ છે.
જેના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે. કુંકાવાવના ઇન્ચાર્જ આરએફઓએ આજે સીએમને
પત્ર પાઠવી યુધ્ધના સંજોગો થાય તો પોતાને સરહદ પર લડવા મોકલવા અપીલ કરી છે
અને જો પોતે શહીદ થાય તો પોતાનો પરિવાર પણ દેશની સંપતીમાંથી રાતીપાઇ નહી
માંગે તેવી ખાતરી આપી છે.
NCCની રાઇફલ શુટીંગમાં તેઓ ડીસ્ટ્રીક્ટ ફર્સ્ટ રહ્યા હતાં
કુંકાવાવના
ઇન્ચાર્જ આરએફઓ વી.એમ. ડવે આજે રાજ્યના મુખ્યમંત્રીને આ પત્ર પાઠવ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યુ હતું કે એનસીસીમાં રાઇફલ શુટીંગમાં તેઓ ડીસ્ટ્રીક્ટ
ફર્સ્ટ રહ્યા હતાં. સ્વરક્ષણ માટે 32 બોરની ગન પણ ધરાવે છે, રમત-ગમત, વોટર
સ્પોર્ટસ, ટ્રેકીંગ, સમુદ્ર પ્રવાસ અને અનેક કેમ્પમાં તેમણે ભાગ લીધો છે.
પેરા જમ્પીંગ પણ જાણે છે અને દરેક પ્રકારનું ડ્રાઇવીંગ પણ કરી શકે છે. જો
બોર્ડર પર જવાની જરૂર પડે તો આવી જગ્યાઓ તેઓ સંપૂર્ણપણે સંભાળી શકે છે અને
શારીરીક રીતે પણ સંપૂર્ણ ફીટ છે. જરૂર પડે તો મેડીકલ સર્ટીફીકેટ પણ રજુ
કરશે.
શહિદ થઇ જાઉ તો પરિવાર રાતિપાઇ નહિં માંગે
તેમણે સીએમને લખ્યુ હતું કે હું મારા પોતાના ખર્ચે અને જોખમે આ સેવા આપવા તૈયાર છુ અને શહીદ થાવ તો પણ મારી તૈયારી છે અને મારો પરિવાર શહીદ થાવ તો મારો એક માસનો પગાર પણ રાષ્ટ્રને અર્પણ કરી દેશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારને જાણ કરી રાષ્ટ્ર હિતમાં પોતાનો ઉપયોગ કરે તેવી તેમણે અપીલ કરી છે.
હોમગાર્ડમાં 23 વર્ષ માનદ સેવા આપી છે
ઇન્ચાર્જ આરએફઓ વી.એમ. ડવે પત્રમાં જણાવ્યુ હતું કે તેમણે વન વિભાગ દ્વારા અવાર નવાર અપાતી તાલીમ તો લીધી છે. સાથે સાથે હોમગાર્ડમાં પણ 23 વર્ષ સુધી માનદ સેવા આપી છે. અગ્નીશામકદળની પણ તાલીમ લીધેલી છે. યુધ્ધની સ્થિતીમાં તેમના આ અનુભવનો ઉપયોગ કરવા તેમણે જણાવ્યુ છે.
ભારત સરકારને સેવા લેવા ભલામણ કરો
તેમણે મુખ્યમંત્રીને પત્રમાં એમ પણ જણાવ્યુ છે કે મારી શહીદી રાષ્ટ્રસેવામાં કામ આવતી હોય તો હુ તે માટે સમર્પીત છું. આ સેવાનો લાભ લેવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારને ભલામણ કરવામાં આવે.
No comments:
Post a Comment