જૂનાગઢઃકૃષિ
યુનિવર્સિટીમાં આંબાનું નવિનીકરણ અંગે યોજાયેલા સેમિનારમાં કુલપતિ
ડો.એ.આર.પાઠકે જણાવ્યું હતુ કે, ગયા વર્ષ તથા ચાલુ વર્ષે કેરીનાં ભાવ ન
મળતા બગીચાવાળા ખેડૂતો નિરાશ થયા છે.હવે ઘણાં પ્રોસેસીંગ પ્લાન બની ગયા છે.
તેના કારણે કેરીનાં ભાવ મળી રહે છે.તેમજ ભાવ ન મળવાનાં કારણે ખેડૂતો આંબા
કાપી રહ્યા છે.પરંતુ ખેડૂતો જુના આંબા કાઢવાની જરૂર નથી.
સોરઠનાં ખેડૂતોએ આંબા કાપવાની જરૂર નથી નવિનીકરણ કરો
આંબાને
થડ ઉપર જયાંથી મુખ્ય ડાળીઓ ફુટેલ હોય તે ડાળીને ત્રણ ફુટથી કાપી નાખવાથી
તે ફરી કોળાશે અને તે ત્રણ વર્ષમાં ઉત્પાદન આપતો આંબો તૈયાર થઇ જશે.નવેસરથી
વાવેતર કરેલી કલમ પાંચ થી છ વર્ષ આર્થિક લાભ આપતો થાય છે. તેના બદલે
આ આંબાનું નવીનીકરણથી ખેડૂતોને ધણા ફાયદાઓ થશે. આંબાની મુખ્ય ડાળીઓ કાપ્યા
બાદ વચ્ચેની જગ્યામાં પુરક પાક લઇ શકાશે.
50 ખેડૂતોએ આંબા ન કાપવાની ખાતરી આપી
આ સેમિનારમાં હાજર 50 ખેડૂતોએ આંબા ન કાપવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે
વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખિયા, ડો.આર.એસ.ચોવટિયા, ડો.ડી.કે.વરૂ.
ડો. ડી.કે. દેલવાડિયા, ડો. વિરડિયા, ડો. એમ.એફ. આચાર્ય, ડો.જી.આર. ગોહિલ
હાજર રહ્યા હતા.
No comments:
Post a Comment