DivyaBhaskar News Network | Sep 17, 2016, 05:35 AM IST
અનેક વિનંતી બાદ પણ વનવિભાગે તેના જડ નિયમો છોડ્યા
માલધારીઓનેઅનુસુચીત જનજાતીનાં દાખલાઆો વારસાઇઓ, અછતનાં સમયે
સ્થાનાંતરની મંજુરીઓ સરકારી પરીપત્રોમાં સુધારાઓ કરવા જેવા અનેક પ્રશ્નોને
લઇ બે દિવસથી મામલતદાર કચેરી સામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં માલધારીઓ
ઉમટી પડ્યા હતા. ગઇકાલે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે રૂબરૂ
આવી ઉપવાસી છાવણીની મુલાકાત લઇ માલધારીઓનાં પ્રશ્નો સાંભળી જરૂરી તમામ
પ્રયત્નો કરવાની ખાત્રી આપી તા.20નાં રોજ પ્રભારી મંત્રીને રજૂઆત કરવાની
બાદમાં મુખ્યમંત્રીને માલધારીઓને સાથે લઇ રજૂઆત કરવાની ખાત્રી આપી હતી.
પ્રશ્નનું ત્રણ માસમાં નિરાકરણ થાય તો હું પણ તમારી સાથે સરકાર સામે ઉપવાસ
પર બેસી જઇસ. તેવી ખાત્રી આપી માલધારીઓને પારણા કરાવ્યા હતા. જેથી તમામ
માલધારીઓ ખુશ-ખુશાલ થઇ પોત પોતાનાં નેસડાઓમાં જવા રવાના થયા હતા.
ત્યારે અમરેલી જિલ્લાનાં ધારી ડીવીઝન હેઠળનાં દલખાણીયા નજીક આવેલ
સાયનેસ, બલીયાટનાં માલધારીઓને વન વિભાગનાં અધિકારીઓ દ્વારા સેમરડી
ચેકનાકાથી પોતાનાં નેસડાઓમાં જવા દીધા હતા. જેથી પાંચથી માલધારીઓએ અનેક
વિનંતી કરવા છતાં પોતાનાં જડ નિયમો બતાવી હેરાન કરેલ હતા. જેથી માલધારીઓએ
પોત-પોતાનાં સગ્ગાઓ તથા અમુક માલધારીઓએ દલખાણીયા પરત આવી બસસ્ટેન્ડ રાત
વિતાવી હતી. જેથી આંદોલનનાં પારણા થયાને થોડી કલાકોમાં વન વિભાગે ભાજપને
પડકાર ફેંક્યો હોય તેમ માલધારીઓને હેરાન કરી પોતાની જોહુકમીનો પરચો બતાવી
દીધેલ હતો.
અગ્ર મુખ્ય વન સંરક્ષકનાં પરીપત્રનો ઉલાળીયો
વનવિભાગનાં અગ્રમુખ્ય વન સંરક્ષક ડો.જે.એ.ખાને તા.20/5/2016નાં રોજ
જંગલમાં રહેતા માલધારીઓને પોતાનું ઓળખકાર્ડ બતાવી 24 કલાક અવર-જવર કરવાની
છુટ આપતો પત્ર બહાર પાડવામાં આવ્યો છે.
મફતદુધ બંધ કર્યું હોવાથી ઉશ્કેરાયાનો આક્ષેપ
માલધારીઓએજણાવ્યું હતું કે, અગ્ર મુખ્ય વન સંરક્ષકનો પરીપત્ર હોવા છતાં
સેમરડી ચેકનાકા પર આઠ વાગ્યા બાદ સ્થાનિક માલધારીઓને અંદર કે બહાર આવવા
દેતા નથી. થોડા સમયથી આવો જડ નિયમ લાગુ કરાયો છે. કારણ કે, મફત દુધ આપવાનુ
બંધ કરતા નિયમો લાગુ થયા નો આક્ષેપ કર્યો હતો.
વિસાવદરમાં માલધારીઓને ભાજપે આપેલી ખાતરીનું 5 કલાકમાં સુરસુરીયું
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment