અમરેલી:અમરેલી
જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પૈકી બે દિવસમાં બે સાવજના મોતની
ઘટના બહાર આવી છે. જે પૈકી એકનું ઇન્ફેકશનના કારણે મોત થયું હતું. બનાવની
જાણ થતા વન વિભાગનો સ્ટાફ સીજણટીંબા દોડી ગયો હતો. સીંહબાળના મોતની આ ઘટના
ગઇકાલે લીલીયા તાલુકાના સાજણટીંબા ગામની સીમમાં બની હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાજણટીંબા ગામની સીમમાં એક સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે. હાલમાં આ સિંહબાળ દસેક દિવસના હોવાનું કહેવાય છે. જો કે ત્રણ પૈકી એક સિંહબાળનું ગઇકાલે મોત થઇ ગયું હતું.વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ સિંહબાળના જન્મ બાદ તેની નાળ ખરી ન હતી. જેના કારણે તેમાં ઇન્ફેકશન ફેલાઇ જતા તેનું મોત થયું હતું. તંત્રએ આ સિંહબાળનો મૃતદેહ કબજે લઇ તેનો નિકાલ કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ધારીના વિરપુર પંથકની સિંહણનું પણ જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિંહણ વૃધ્ધ થઇ ગઇ હતી. અને થોડા દિવસ પહેલા વિરપુર ગામમાં ઘુસી ગઇ હતી જ્યાં તેણે ભરબજારે એક વાછરડીનું મારણ કર્યુ હતું. મારણ કર્યા બાદ મારણ પરથી કોઇ કાળે નહી હટવાની તેને આદત હતી. બે દિવસમાં બે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમાં ફફડાટ ફેલોયો છે.
No comments:
Post a Comment