વિસાવદર: વિસાવદર-દુધાળા
રોડ પર આવેલા મુનિ આશ્રમ નજીક આંબાજળ ડેમનાં ઉપરવાસમાં ભરાયેલા પાણીના
મસમોટા ઘુનામાંથી ગત તા. 25 જાન્યુ.નાં રોજ એક 4 થી 5 વર્ષની વયનાં નર
દિપડાનો મૃતદેહ મળી આવ્યો. દિપડો અહીં પાણી પીવા આવ્યો હતો. એ વખતે 3 થી 4
મગરોએ તેને પાણીમાં ખેંચી લઇને ફાડી ખાધો હતો. માત્ર તેના પગ અને શરીરનો
અમુક ભાગ મળી આવ્યો હતો.
માલધારીઓએ જોયું તો 3-4 મગરો મૃતદેહની ઝૂંટાઝૂંટ કરતી’તી
બપોરે ચારેક વાગ્યાનાં અરસામાં માલધારીઓ પોતાનાં માલઢોરને પાણી પીવડાવવા ઘૂના પાસે આવ્યા એ વખતે 3 થી 4 મગરો પાણીમાં દિપડાને ખાવા માટે ખેંચાખેંચી કરી રહ્યા હતા. આથી તેઓ અચંબામાં પડી ગયા હતા. અને બાદમાં તેઓએ ખાંભડા થાણાનાં વનકર્મીઓને જાણ કરતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા સાથે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખાંભડા થાણે લઇ જવાયો હતો. જ્યાં ડો. સોલંકીએ તેનું પીએમ કર્યા બાદ અગ્નિદાહ દેવાયો હતો.
ગુનો છુપાવવા ડેમમાં નાંખી ગયા કે શું ?: અનેક તર્ક-વિતર્ક
દિપડાનું મોત કદાચ શોર્ટ સર્કીટથી થયું હોય તો એ ગુનાને છુપાવવા કદાચ અજાણ્યા શખ્સો મૃતદેહ તેમાં નાંખી ગયા હોઇ શકે એવી આશંકાઓ પણ સેવાઇ રહી છે.
No comments:
Post a Comment