વેરાવળ:વેરાવળ
તાલુકાના બોળાસ ગામે શનિવારે વહેલીસવારે એક વાડીના પાણી વીનાના ત્રીસ ફુટ
ઉંડા કુવામાં દિપડી ખાબકી હતી જેને વેરાવળ વનવિભાગની ટીમ દ્રારા રેસ્કયુ
હાથ ઘરી સલામત બહાર કાઢી સાસણ એનીમલ કરે સેન્ટર ખાતે મોકલી દેવામાં આવેલ
હતી.
વાડીના પાણી વગરના ખાલી ૩૦ ફુટ ઉંડા કુવામાં આજે વ્હેલીસવારના દિપડી ખાબકેલ હોવાની જાણ ખેડુતને આઠ વાગ્યે વાડીએ પહોચતા થતા તેમણે તુરંત વેરાવળ વન વિભાગ કચેરીને જાણ કરતા આરએફઅો બી.ડી.કોડીયાતર સ્ટાફ સાથે બોળાસ વાડીએ દોડી જઇ નિરીક્ષણ કરેલ બાદ દિપડીને બહાર કાઢવા માટે રેસ્કયુ હાથ ઘરવાનું નકકી કરી તેમના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટર એચ.ડી.ગળચર, જે.એચ.ચોટલીયા, એન.આર.પંપણીયા, ડી.એ.ડોડીયાએ રેસ્ક્ચુ અોપરેશન હાથ ઘરેલ જેમાં કુવાની અંદર ગાળીયો અંદર નાંખી તેમાં દિપડીને લઇ બહાર કાઢી પાંજરે પુરી દેવામાં આવી હતી. આમ, એકાદ કલાકની કાર્યવાહી બાદ દિપડીને સલામત રીતે બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવેલ હતી.
No comments:
Post a Comment