જૂનાગઢઃ
સીંહ કાંઇ બેગમાં પેક કરીને લઇ જવાની ચીજ નથી. તેને બીજે લઇ જવા
માટે યોગ્ય રીતે વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઇએ. એમ લોકસભાની વિજ્ઞાન અને
ટેક્નોલોજી તેમજ વન અને પર્યાવરણ બાબતની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરપર્સન
રેણુકા ચૌધરીએ તેની બે દિવસની ગિર મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.
તેમણે એ નોંધ્યું હતું કે, સ્થાનિક લોકો સીંહોનાં સ્થળાંતરની વિરૂદ્ધમાં છે. અને તેઓ નવા રહેણાંકનો પૂરતો અભ્યાસ, ખોરાકની ઉપલબ્ધિ અને આ પ્રજાતિની વર્તણૂંકનો તેને કુનો પાલપુર લઇ જતાં પહેલાં અભ્યાસ થાય એમ ઇચ્છે છે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સીંહોનાં સ્થળાંતર માટે 12 સભ્યોની બનેલી પેનલની નિમણૂંક કરી છે. સુપ્રીમે જણાવ્યું છેકે, સીંહોનું સ્થળાંતર અને અભ્યાસ એકસાથે થવા જોઇએ. ગુજરાતે જોકે, તેનો વિરોધ કરી સીંહોનાં સ્થળાંતર પહેલાં તેનો અભ્યાસ પૂર્ણ કરવા માંગણી કરી છે.
No comments:
Post a Comment