ઉનાઃનાધેર
પંથક જંગલ બોર્ડરની નજીક આવેલ હોય તેમાંય ગીરગઢડા પંથકનાં મોટાભાગનાં
ગ્રામ્ય વિસ્તાર ગીર જંગલની બોર્ડર નજીક આવેલ હોવાથી વારંવાર સિંહ તેમનાં
પરિવાર સાથે માનવ વસાહતમાં આવી જતાં હોય છે. ત્યારે બે દિવસ પહેલા એક સિંહ
પરિવાર ગીરગઢડા તાલુકાનાં જુના ઉગલા તરફ આવી ગયેલ અને એક વાડીમાં તેમનું
સિંહબાળ વિખુટુ પડી ગયેલ હોય વનવિભાગને આ અંગેની જાણ થતા મંગળવાર સાંજનાં
સમયે આ સિંહબાળનું તેમની માતા સાથે મિલન કરાવી આપી રાહતનો શ્વાસ લીધો હતો.
ગીરગઢડા તાલુકાનાં જુનાઉગલા ગામની
સીમમાં મેઘાભાઇ નથુભાઇની વાડી આવેલ હોય અને વાડીમાં ઘઉંનું વાવેતર કર્યુ
હોય અને તેમનાં પુત્રો વાડીમાં પાણીવાળતા હોય એ વખતે અચાનક વાડીમાં એક બે
થી ત્રણ માસનું નાનું સિંહબાળ આંટા મારતું હોય અને આસપાસ તેમનો પરિવાર નજરે
ચઢતો ન હોય અને સિંહબાળ પણ હાંફળુ ફાંફળુ વાડીમાં ફરતુ હોવાથી એવો અંદાજ
આવી ગયેલ હતો કે તે વિખુટુ પડી ગયેલ છે.
આ અંગેની
જાણ પ્રથમ જુના ઉગલા ગામનાં અગ્રણી બાલુભાઇ કિડેચાને જાણ કરતા તેમણે
તાત્કાલીક જશાધાર રેન્જનાં આરએફઓ પંડયાને કરતા તેમણે રેસ્કયું ટીમનાં
પ્રતાપભાઇ ખુમાણ, બ્લોચભાઇ સહિતનાંને સાથે રાખી સિંહબાળનો સહી સલામત કબજો
મેળવી આ સિંહબાળ તેમનાં પરિવારથી વિખુટી પડી ગયેલ હોય તેમનાં પરિવારને
શોધવા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તાર જેવા કે નવા ઉગલા, ખિલાવડ, ફાટસર,
ગુંદાળા સહિતનાં ગામોમાં વનવિભાગનાં અધિકારી તેમજ સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ
કરવામાં આવેલ હતું.
સિંહ - સિંહણ સહિત આઠ બચ્ચાં હતાં
આ ગૃપમાં સિંહ-સિંહણ અને આઠ બચ્ચા હતાં. નથુભાઇની વાડીમાં હજુ પણ સિંહ પરિવારે ધામા નાંખ્યા હોવાનું વનસુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ ગૃપમાં સિંહ-સિંહણ અને આઠ બચ્ચા હતાં. નથુભાઇની વાડીમાં હજુ પણ સિંહ પરિવારે ધામા નાંખ્યા હોવાનું વનસુત્રોમાંથી જાણવા મળ્યું છે.
તસવીરોઃ જયેશ ગોંધિયા
No comments:
Post a Comment