અમરેલી:રાજુલા
જાફરાબાદ પંથકના ઔદ્યગિક વિસ્તારમાં સૌથી વધારે સિંહ પરિવારનો વસવાટ છે.
અહીં સિંહો ખુલ્લે આમ જોવા મળે છે. શ્વાન પસાર થાય તેમ અહીં સિંહો રોડ
ક્રોસ કરે છે આજે પણ એક એવી જ ઘટના સામે આવી હતી. પીપાવાવ પોર્ટની જેટી
પરના રોડે એક સિંહણ અને એક સિંહ દોડીને રોડ ક્રોસ કરતાં વાહન ચાલકો થંભી
ગયા હતા. થોડીવાર માટે પરપ્રાંતી માણસોમાં અફડા તફડી મચી ગઈ હતી.
સાથે સાથે સિંહોની સુરક્ષા કેટલી છે તે આ ઘટના કહી જાય છે. સિંહોની રક્ષા કરવાના તમામ દાવાઓ પોર્ટ અને વનવિભાગના પોકળ સાબિત થયા છે. મોટા ભાગના સિંહો અને અહીંયા પોર્ટ વિસ્તારમાં જ રહે છે કેટલીક વખત તો અહીંના પોર્ટના પાઇપ લાઈનમાં સિંહ બાળો ફસાય જાય છે. કલાકો બાદ વનવિભાગ દ્વારા બચાવાયા છે વનવિભાગ પણ ઘણી વખત પીપાવાવ પોર્ટ સામે નારાજ થતું હોય છે.
બીજી તરફ અગાઉ પીપાવાવ પોર્ટના માર્ગ પર એક સિંહણ અને એક સિંહ બાળ આમ બે વન્ય પ્રાણીના અજાણ્યા વાહને અડફેટે આવી જતાં કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતાં. હજુ તે વાહન ચાલકોનો હજુ પણ પતો નથી ત્યારે ફરી વાર આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે વનવિભાગ અને પીપાવાવ પોર્ટ દ્વારા કોઈ ખાસ આયોજન થયા તેવી પ્રકૃતિ અને સિંહ પ્રેમી ઓની માંગ ઉઠી છે.
આ વિસ્તારમાં સિંહોનો કેટલાક વર્ષોથી દબદબો છે. પીપાવાવ પોર્ટ દ્વારા સિંહોની જાળવણીમાં ક્યાંક ને ક્યાંક કચાસ જોવા મળી છે. અહીંના સ્થાનિક લોકો પણ સિંહ દર્શન કરવાનું ચુકતા નથી. ઘણી વખત રવિવાર અને કોઈ તહેવારના દિવસે પોર્ટના અધિકારીઓ સિંહો પાછળ ગાડી દોડાવતા પણ નજરે પડતા હોય છે. ભૂતકાળમાં અનેક વખત વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે આજે સિંહોની સુરક્ષાને લઇને સૌ કોઈએ સવાલો સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
સિંહોની સુરક્ષાને લઇને ઉઠ્યા સવાલો પોર્ટના માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે અગાવ બે સિંહોના મોત થયા છે પોર્ટના અધિકરીઓ પરિવાર સાથે દર રવિવાર સાંજના સમયે કરે છે સિંહ દર્શન વનવિભાગ કાર્યવાહી કરે તેવી સિંહ પ્રેમીઓની માંગ ઉઠી છે.
No comments:
Post a Comment