તાલાલાઃતાલાલા
શહેરમાં એટીએમ મશીનથી ગાય અને દુધ મળતુ હોવાની વાતથી લોકોમાં આશ્ચર્ય
છવાયું છે. દિવ્ય ભાસ્કરએ આ અંગે તપાસ કરતાં ખીરધાર ગામનાં 11 ધોરણ સુધી જ
ભણેલા યુવાને આ કરામત કરી છે. તાલાલામાં નરસિંહ ટેકરી વિસ્તારમાં સત્સંગ
ભવનની સામે દ્રષ્ટીકોણ દુધ એટીએમમાં લોકો ગીર ગાય અને ભેસનું દુધ લેવા આવે
છે. દુધ લેવા આવતા ગ્રાહકો ઘરેથી દુધનું વાસણ લઇને સાથે દસ, વીસ, પચાસ, સો
રૂપિયા સુધી જેટલાનું કહે તેટલા રૂપિયાનું એટીએમમાંથી દુધ વાસણમાં અપાઈ છે.
એટીએમમાં 80 લીટર દુધની સ્ટોરેજ ક્ષમતા
દુધનું એટીએમ બનાવનાર આહીર યુવાન નિલેશભાઇ પીઠાભાઇ ઠુંમરએ જણાવેલ કે દુધ એટીએમ જાતે બનાવ્યું છે. મુંબઇ, વડોદરા, રાજકોટ જેવા શેરોમાંથી એટીએમ માટેનાં પંપ, ડીવાઇસ કંટ્રોલ બોર્ડ મેળવી એટીએમ બનાવ્યું છે. એટીએમમાં 80 લીટર દુધની સ્ટોરેજ ક્ષમતા છે. 40 લીટર ગીર ગાયનું અને 40 લીટર ભેસનું મળી 80 લીટર સ્ટોરેજ કરાયું છે. એટીએમથી દુધ ખરીદતા ગ્રાહકો ઘરેથી દુધનું વાસણ લઇ આવે એટલે પોલીથીન પ્લાસ્ટિક વગર જ ગ્રાહકોને દુધ મળે અને પર્યાવરણ માટે જોખમી પ્લાસ્ટિકનો વપરાશ જ બંધ
થઇ જાય.
દુધ એટીએમ બનાવનાર નિલેશભાઇ ઘુંસર એટીએમ બનાવ્યા બાદ વધુ એક કેશલેસ વેંચાણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. થોડા દિવસમાં જ દુધ એટીએમમાં સ્માર્ટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડથી કાર્ડ સ્કેચ કરી ગ્રાહકો રોકડ રૂપિયા વગર દુધ મેળવી શકાશે.
No comments:
Post a Comment