Wednesday, January 31, 2018

વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર્યા, તે નર્સરીમાં બનાવી દેવાયું ડમ્પીંગ યાર્ડ


Bhaskar News, Amreli | Last Modified - Jan 31, 2018, 12:21 AM IST
આખા ગામનો કચરો નર્સરીમાં ઠલવાય છે: વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર કર્યો પણ હવે જાળવણીનો અભાવ: વન્યસંપદાને ભારે નુકસા
વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર્યા, તે નર્સરીમાં બનાવી દેવાયું ડમ્પીંગ યાર્ડ
વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર્યા, તે નર્સરીમાં બનાવી દેવાયું ડમ્પીંગ યાર્ડ
અમરેલી: ચલાલાથી એક કિ.મી દુર ખાંભા રોડ પર આવેલ નર્સરીમાં પાલિકાએ સમગ્ર ગામનો કચરો ઠાલવી અહીં પયાર્વરણનો ખુડદો બોલાવી દીધો છે. અહીં વન વિભાગ દ્વારા સેંકડો વૃક્ષો તો વવાયા પણ હવે જાળવણી કરવાના બદલે અહીં ડમ્પીંગ યાર્ડ બનાવી દેવાયું છે. જેના કારણે પુરી નર્સરીમાં પ્રદૂષણ ફેલાઇ ગયુ છે. જાણે કે નર્સરીની જાળવણી એ માટે જ કરવામાં આવી છે કે અહી હાલમાં કચરો ઠાલવી શકાય !
ચલાલા શહેરથી એક કિ.મી દુર ખાંભા રોડ પર આવેલ નર્સરીની હાલત જાણે કે કોઇ કચરા પેટી હોય તેવી છે. અહી વર્ષો પહેલા જંગલખાતા દ્વારા હજારોની સંખ્યામાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ છે. આ કારણે હાલમાં મોટા મોટા વૃક્ષો છે. આ મોટા વૃક્ષોની જાળવણી કરવાના બદલે જાણે તેનો સોથ બોલાવી દેવાનો ઉદ્દેશ હોય તેમ ત્યાં સમગ્ર શહેરનો કચરો ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. અહીં અત્યાર સુધીમાં ટનબંધ કચરો ઠલવાઇ ગયો છે. અને સૌથી ગંભીર બાબત એ છે કે અહીં કચરો સળગાવવામાં પણ આવે છે. જેનાથી આ વૃક્ષોનો પણો નાશ થઇ રહ્યો છે.
પાલિકાના દ્વારા નર્સરીમાં ગામનો તમામ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ કારણે નર્સરીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયુ છે. જ્યા જોઇએ ત્યા કચરાના ઢગલા ઠાલવી દેવામાં આવ્યા છે. અને આખી નર્સરીમાં પ્લાસ્ટીકના કારણે વૃક્ષોમાં પ્રદૂષણ ફેલાઇ રહ્યુ છે. આટલી જાળવણીથી વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે ત્યારે આવી રીતે પ્રદૂષણ ફેલાવીને પાલિકાએ બુધ્ધી પ્રદર્શન કર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
નર્સરી છે તેની જાણ નથી : RFO પી.યુ ખુમાણ
ધારી રેન્જના આર.એફ.ઓ પી.યુ ખુમાણ સાથે દિવ્ય ભાસ્કરે વાતચિત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ચલાલા પાસે ખાંભા રોડ પર કોઇ નર્સરી આવી જ નથી. અને આ બાબતે તેઓને કોઇ પણ જાણકારી નથી. તો વળી આ બાબતે કોણ પગલા ભરશે ? કોણ કાર્યવાહી કરશે તેની ખુદ જંગલ ખાતાના અધિકારીઓને જ જાણ નથી. જાણે કે તંત્ર લોલમ લોલ ચાલે છે. તસ્વીર-ભાસ્કર
સફાઇ કરવા સુચના અપાઇ ગઇ છે : પાલિકા પ્રમુખ
ચલાલા નગર પાલિકા પ્રમુખ જયાબેન અને તેમના પતિ મનસુખભાઇ કાથરોટીયા સાથે વાતચિત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગામનો તમામ કચરો અહી નર્સરીમાં ઠાલવવા બાબતે જાણ થતા તુંરત જ ચિફ ઓફીસરને સુચના આપીને કચરો ઠાલવવાની ના પાડી હતી. તેમજ અહી વહેલી તકે સાફ સફાઇ કરાવાનું જણાવ્યુ હતુ. હાલમાં અમરેલી રોડ પર આવેલ વર્મી કંપોસ્ટ પ્લાન્ટમાં કચરો ઠલવાઇ રહ્યો છે.
માલીકી ન હોય પગલા ન લઇ શકાય : RFO ચાંદુ

હજી તાજેતરમાં જ ધારીથી બદલી થઇને સાવરકુંડલા ગયેલા થયેલા આર.એફ.ઓ ભરતભાઇ ચાંદુએ જણાવ્યુ હતુ કે, આ નર્સરીમાં અમારી માલીકી લાગે નહિ અને અમે કોઇ કાયદાકીય પગલા લઇ શકીએ નહિ તેમજ અહી નર્સરીમાં જે તે સમયે જંગલખાતા દ્વારા લીમડાઓના છોડનું વાવેતર કરાયુ છ. હવે આ તમામ વૃક્ષોની જાળવણી ચલાલા પાલિકામાં આવે.

મોરબીમાં 3 વર્ષ પહેલાં 1,11,111 વૃક્ષો વાવી બિનઉપજાઉ ભૂમિને હરિયાળી બનાવી


Bhaskar News , Morbi | Last Modified - Jan 30, 2018, 12:32 AM IST
4500 વીઘામાં પથરાયેલ પાંજરાપોળ 3500થી વધુ ગાયનું આશ્રય,માસિક 1 કરોડનો ખર્ચ, 800 વીઘા ગાયોનો ઘાસચારો ઉગાડયો
મોરબીમાં 3 વર્ષ પહેલાં 1,11,111 વૃક્ષો વાવી બિનઉપજાઉ ભૂમિને હરિયાળી બનાવી
મોરબીમાં 3 વર્ષ પહેલાં 1,11,111 વૃક્ષો વાવી બિનઉપજાઉ ભૂમિને હરિયાળી બનાવી
મોરબી: મોરબીના સીરામીક ઇન્ડસ્ટ્રી વચ્ચે મકનસર નજીક આવેલ મોરબી પાંજરાપોળ 4500 વિઘા જમીનમાં પથરાયેલ છે .આ ગૌશાળામાં અગાઉ એક સાથે અસંખ્ય ગાય ઘાસચારા વાંકે મોતને ઘાટ ઉતરી ગઈ હતી. નવા ટ્રસ્ટી મંડળ દ્વારા ગૌશાળાની કામગીરીમાં જડમૂળથી સુધારા કરાયા અને આજે ત્રણ વર્ષ બાદ આ ગૌશાળાની તસ્વીર બદલાઈ ગઈ છે. આ ગૌશાળામાં હાલ 3500 જેટલી અલગ અલગ ઓલાદની ગાય રહે છે સૌથી મહત્વની વાત એ છે કે પાલિકાની ઢોર પકડની ટીમ અહીં ગાય પરત ન કરવાની શરતે રાખવામાં આવે છે.
હાલ આ ગાયની નિભાવ ખર્ચ માસિક એક.કરોડ જેટલો છે આ ખર્ચ ઘટાડવા 800 વિઘા જમીનમાં જ અલગ અલગ પ્રકારના ચારો ઉગાડવામાં આવે છે. જેમાં ગાયના મડમૂત્રથી તૈયાર કરેલ સેન્દ્રીય ખાતર જ વાપરવામાં આવે છે.તો કિંમતી જમીન કોઈ અન્ય લોકો પચાવી ન પડે અને બંજર પડેલી જમીનમાં સામાજીક વનીકરણ હેઠળ વનવિભાગને સાથે રાખી 1,11,111 વૃક્ષ વાવી ત્રણ વર્ષમાં જમીનને હરિયાળી બનાવી દીધી છે. હાલ ગાયના પીવાના તેમજ ચારાના પિયત માટે તેં 3 તળાવ નું તેમજ ગૌશાળાની ફરતે દીવાલ બનાવવાનું કામ કરવાનું હોય જેથી તેમાં આર્થિક મદદની જરૂર થતા સીરામીક ઉધોગકારોને દાન આપવા અપીલ કરાઈ છે.
ગાયના દૂધથી બનતું ઘી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાને આપવામાં આવશે
હાલ આ ગૌશાળામાં 3હજાર લીટર દૂધનું ઉત્પાદન થાય છે જે 30 હાજર લીટર સુધીનું આયોજન છે . આ દૂધથી તૈયાર થનારુ ઘી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતી ગરીબ પ્રસૂતા માતા અને તેના સંતાનોને શિરો અને અન્ય પૌષ્ટિક આહાર આપવાનું આયોજન હોવાનું ટ્રસ્ટી વેલજીભાઈ પટેલે જણાવ્યું છે.

ગુજરાતની શાન ગણતા સાવજોનું શિસ્તબદ્ધ શાસન દેખાતી તસવીર

Bahskar News, Junagadh | Last Modified - Jan 31, 2018, 02:58 AM IST
વડીલ સિંહની નજર નીચે એકાદ વર્ષના પાઠડા-કિશોર સિંહો તેમની અદામાં હરોળબંધ બેઠેલા જોવા મળ્યા હતા.
ગુજરાતની શાન ગણતા સાવજોનું શિસ્તબદ્ધ શાસન દેખાતી તસવીર
ગુજરાતની શાન ગણતા સાવજોનું શિસ્તબદ્ધ શાસન દેખાતી તસવીર
જૂનાગઢ: ગીરના સાવજોની ઘણી વાતો અને ઘણા ફોટા અત્યાર સુધીમાં જોવા અને સાંભળવા મળ્યા છે. એક સાથે અનેક સિંહના ફોટા ગુજરાતની શાન ગણાય છે. પરંતુ જંગલના આ રાજા શિસ્તબદ્ધ શાસક હોવાનું પણ આ સાથેની તસવીર પરથી જોવા મળી શકે છે. ચોમાસા બાદ ગીરમાં ફરી અભિયારણ શરૂ થઈ ગયું છે. સહેલાણીઓના નસીબ સારા હોય તો તેમને સાવજના દર્શન થાય છે. ગીરના જંગલ રક્ષકો દ્વારા પૂરી પાડવામાં આવેલી આ તસવીરમાં વડીલ સિંહની નજર નીચે એકાદ વર્ષના પાઠડા-કિશોર સિંહો તેમની અદામાં હરોળબંધ બેઠેલા જોવા મળ્યા હતા.

દિગંબર સાધુઓનું આગમન, ધુણા બનાવવાનું કામ શરૂ કર્યું, ભવનાથમાં 17 જગ્યાએ સીસીટિવી કેમેરા મૂકવામાં આવશે


DivyaBhaskar News Network | Last Modified - Jan 30, 2018, 03:05 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યોજાતા...
દિગંબર સાધુઓનું આગમન, ધુણા બનાવવાનું કામ શરૂ કર્યું, ભવનાથમાં 17 જગ્યાએ સીસીટિવી કેમેરા મૂકવામાં આવશે
જૂનાગઢ | જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યોજાતા મીનીકુંભ મેળાનો તા. 9 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે અને 13 ફેબ્રુઆરીનાં રાત્રે રવાડી સાથે મેળો પૂર્ણ થશે.મેળામાં આવતા લાખો લોકોની સુખાકારી સુવિધા માટે વહીવટી તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મેળા તૈયારીઓની સાથે દિગ્બંર સાધુઓનું પણ આગમન થઇ ચુક્યું છે. દિગંબર સાધુઓ દ્વારા હાલ ધુણા બનાવવામાં આવી રહ્યાં છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

આંબાના નવા છોડ એકાએક કેમ કરીને સૂકાય જાય છે?

DivyaBhaskar News Network | Last Modified - Jan 29, 2018, 02:20 AM IST
પ્રશ્ન : ઉછરતા આંબાના છોડ અથવા મોટા ઝોડ એકાએક કેવી રીતે સૂકાય જાય છે? જવાબ : છોડના થડ પર ગુંદર નીકળતો હોય, જમીન ભારે...
આંબાના નવા છોડ એકાએક કેમ કરીને સૂકાય જાય છે?
પ્રશ્ન : ઉછરતા આંબાના છોડ અથવા મોટા ઝોડ એકાએક કેવી રીતે સૂકાય જાય છે?

જવાબ : છોડના થડ પર ગુંદર નીકળતો હોય, જમીન ભારે કાળી, ચીકણી અને પાણી ભરાઈ રહેતું હોય તો છોડ સૂકાય જાય છે. તેમજ ઠંડી 4-5 ડિગ્રી સુધી પહોંચી ગઈ હોય અને આંબાનો મેઢ લાગ્યો હોય ત્યારે સૂકાય જાય છે. તેમજ રોપેલી કલમોના મૂળકાંડના મૂળ એકદમ ગુંચળુ વળી ગયા હોય ત્યારે પણ સૂકાય જાય છે. આ ઉપરાંત ડાય બેક એટલે કે સૂકારો લાગ્યો હોય તો પણ આંબાના છોડ કે વૃક્ષ સૂકાય છે. આ પ્રશ્નોના ઉકેલમાં પ્રથમ તેનું મૂળ તપાસી નિદાન કરવું જોઇએ. ત્યારબાદ તેનો ઉપાય શોધવો જોઇએ. જમીનના નિતારનો પ્રશ્ન હોય તો જીપ્સમ છોડ દીઠ ઉમર પ્રમાણે 1-2 કિલો ખામણામાં ભેળવો અને પૂષ્કળ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઇએ. લીલો પડવાશ કરો અને તેને ફુલ આવ્યા બાદ ખામણામાં દાટો, કઠોળ વર્ગના પાકને મિશ્ર પાક તરીકે લેવા જોઇએ.

ખેડૂતોના પ્રશ્નો

જયેશ પટેલ, ખેડૂત, અંભેટા

નાથળ ગામે જાળમાં ફસાયેલા બચ્ચાંને બચાવાયું, સનખડામાં દીપડો પાંજરે પુરાયો


Bhaskar News, Una | Last Modified - Jan 28, 2018, 01:10 AM IST
વનતંત્રએ રેસ્કયુ કરી વિખુટા પડી ગયેલા બચ્ચાને સારવારમાં ખસેડી માતા સાથે મિલન કરાવવા તજવીજ હાથ ધરી
ઊના: ઊના પંથકનાં નાથળ - મોટાડેસર ગામની વચ્ચે આવેલી વાડીમાં કાળુભાઇ લખમણભાઇ શિંગડે ઉભા પાકનાં વાવેતરને ભુંડ - રોઝડાનાં ત્રાસથી બચાવવા ફરતે જાળ બાંધેલી અને શુક્રવારનાં રાત્રીનાં સમયે દીપડાનું બચ્ચું તેમાં ફસાઇ ગયું હતું. સવારે વાડીએ ગયેલા કાળુભાઇએ આ દ્રશ્ય નિહાળતાં વનતંત્રને જાણ કરતાં રેસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી બચ્ચાને જાળમાંથી મુકત કરી પાંજરે પુરી જશાધાર એનિમલ કેર સેન્ટરે લઇ જતાં ત્યાં વેટરનરી તબીબ દ્વારા સારવાર અપાઇ હતી. આ બચ્ચું તેના પરિવારથી વિખુટુ પડી ગયું હોય તેની માતા સાથે મિલન કરાવવા વનતંત્રે તજવીજ હાથ ધરી છે.

ગીરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી ઘર બહાર દોડી ગયા


Bhaskar News, talala | Last Modified - Jan 24, 2018, 01:20 AM IST
તાલાલાથી 16 કિમી વાડલાનાં પાંડવેશ્વર મંદિર પાસે એ.પી. સેન્ટર
ગીરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી ઘર બહાર દોડી ગયા
ગીરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી ઘર બહાર દોડી ગયા
તાલાલા: ગીર પંથકમાં મંગળવારે સાંજે 6.32 કલાકે જમીનમાંથી ઉદભવેલા તીવ્ર આંચકાએ પંથકને ધ્રુજાવી નાંખેલ. આંચકાની અસર સાસણથી લઇ સોમનાથ મંદિર સુધી થઇ હતી.તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં મંગળવારે સાંજે 6.32 કલાકે આવેલ ભુકંપનાં ભારે આંચકાથી તાલાલા પંથકનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસર થઇ હતી. ભુકંપની તીવ્રતા વધુ હોય પરંતુ અસર માત્ર પાંચ સેકેન્ડ રહેતા કોઇ નુકશાની થયેલ નહોતી. ગાંધીનગર ડેટા સેન્ટરનાં જણાવ્યા મુજબ ભુકંપની તીવ્રતા 3.8 મેગ્નીટયુટ નોંધાઇ હતી. એ.પી. સેનટર તાલાલાથી 16 કિમી દુર નોર્થ- ઇસ્ટ દિશામાં વાડલા ગામમાં પાંડવેશ્વર મહાદેવ મંદિરની બાજુનાં ખેતરમાં નોંધાયું હતું. ભુકંપ જમીનમાં ઓછી ઉંડાઇએ એટલે 3.1 કિમીથી જ ઉદભવ્યો હોય ઓછી ઉંચાઇનાં લીધે ભારે ધ્રુજારી અનુભવાઇ હતી.

અમેિરકાથી ખોખામાં છુપાઇ રેકૂન કંડલા પહોંચ્યું, હવે ઝુ માં આશરો


Bhaskar News, Junagadh | Last Modified - Jan 20, 2018, 02:45 AM IST
ભૂખ્યું-તરસ્યું મળી આવ્યા બાદ સત્તાવાળાઓએ સક્કરબાગ ઝૂને મોકલી આપ્યું, સારવાર આપી ક્વોરન્ટાઇનમાં રખાયું
અમેિરકાથી ખોખામાં છુપાઇ રેકૂન કંડલા પહોંચ્યું, હવે ઝુ માં આશરો
અમેિરકાથી ખોખામાં છુપાઇ રેકૂન કંડલા પહોંચ્યું, હવે ઝુ માં આશરો
જૂનાગઢ: જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે ઉત્તર અમેરિકી પ્રાણી રેકૂન લાવવામાં આવ્યું છે. ઉત્તર અમેરિકાનાં કોઇ બંદરેથી ઉપડતા જહાજનાં એક લાકડાના ખોખામાં છૂપાઇ ગયા બાદ છેક કંડલા બંદરે તે મળી આવતાં સ્થાનિક સત્તાવાળાઓએ તેને જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપ્યું હતું આ અંગેની વિગતો આપતાં ડીએફઓ એમ. કે. વાળાએ જણાવ્યું હતું કે, આ પ્રાણીને દાંત અને નહોર અણિયાળા હોય છે. અને ઉત્તર અમેરિકામાં લોકો તેને ઘરમાં પાળતા હોય છે. તે આવ્યું ત્યારે ભૂખ્યું અને તરસ્યું હતું.
વળી તેને ડાયોરીયા પણ થઇ ગયો હતો. આથી સારવાર અને ડી વોર્મીંગ કરાયા બાદ હવે તેને અહીંના વાતાવરણને અનુકૂળ બનવા માટે ક્વોરન્ટાઇનમાં રખાયું છે. ક્વોરન્ટાઇન પિરીયડ પૂરો થયા બાદ તેને લોકોને જોવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રાણી ફળ-ફૂલ અને ઇંડા ખાય છે. તેના માટે સક્કરબાગમાં ખાસ ખોરાકની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુંકમાં આ પ્રાણી એનિમલ એકચેંન્જ પ્રોગ્રામ હેઠળ નહીં પરંતુ અનાયાશે સક્કરબાગને મળી ગયું છે.

કૃષ્ણ વિદ્યા મંદિરનાં છાત્રોએ ગીરનારનો પ્રવાસ કર્યો


DivyaBhaskar News Network | Last Modified - Jan 17, 2018, 03:40 AM IST
જૂનાગઢ|આજના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમાં સાહસવૃતી, શારીરીકશ્રમ, સમુહભાવના ઓછા થતાં જાય છે. ત્યારે વિદ્યાર્થી...
કૃષ્ણ વિદ્યા મંદિરનાં છાત્રોએ ગીરનારનો પ્રવાસ કર્યો
જૂનાગઢ|આજના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમાં સાહસવૃતી, શારીરીકશ્રમ, સમુહભાવના ઓછા થતાં જાય છે. ત્યારે વિદ્યાર્થી સમયગાળાથી જ આ પ્રકારનાં ખીલે તે માટે કૃષ્ણ વિદ્યા મંદિરનાં વિદ્યાર્થીઓનો ગીરનારના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દ્વારા તેઓને પોતામાં રહેલી શક્તિનો ખ્યાલ આવ્યો હતો. આ પ્રવાસને સફળ બનાવવા શાળાનાં સંચાલક હર્ષદભાઇ વાઢેેર તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

જૂનાગઢ | ગીર કાંઠાના સેમરડી તથા રેવન્યુ વિસ્તારમાં પણ સાવજો


DivyaBhaskar News Network | Last Modified - Jan 16, 2018, 02:45 AM IST
જૂનાગઢ | ગીર કાંઠાના સેમરડી તથા રેવન્યુ વિસ્તારમાં પણ સાવજો હોય વાડી ખેતરો કે રસ્તા પર પણ તે નજરે પડી જાય છે. વન...
જૂનાગઢ | ગીર કાંઠાના સેમરડી તથા રેવન્યુ વિસ્તારમાં પણ સાવજો
જૂનાગઢ | ગીર કાંઠાના સેમરડી તથા રેવન્યુ વિસ્તારમાં પણ સાવજો હોય વાડી ખેતરો કે રસ્તા પર પણ તે નજરે પડી જાય છે. વન વિભાગ લોકોની અવરજવર પર રેવન્યુ વિસ્તાર હોવાના કારણે નિયંત્રણ રાખી શકતુ નથી જેના કારણે આ પ્રકારે સિંહ દર્શન માટે ટોળા એકઠા થઇ જાય છે. સિંહોની ગેરકાયદે તસવીરો પણ ખેંચે છે.

ડેડકી બીટમાં ઇન્ફાઇટમાં 9 માસનાં સિંહબાળનું મોત


DivyaBhaskar News Network | Last Modified - Jan 16, 2018, 02:50 AM IST
ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જમાં ડેડકી બીટમાં ઇન્ફાઇટમાં નવ માસનાં સિંહ બાળનું મોત થયું છે. ગિરનાર જંગલમાં હાલ બે...
ડેડકી બીટમાં ઇન્ફાઇટમાં 9 માસનાં સિંહબાળનું મોત
ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જમાં ડેડકી બીટમાં ઇન્ફાઇટમાં નવ માસનાં સિંહ બાળનું મોત થયું છે. ગિરનાર જંગલમાં હાલ બે સિંહ ધૂમી રહ્યાં છ અને પોતાની ધાક અન્ય સિંહ ઉપર જમાવી રહ્યાં છે.

ગિરનાર જંગલમાં ત્રણ સિંહનો ટોળી હતી. જેમાંથી એક સિંહને પાંજરે પુરી દેવામાં આવ્યો છે. બાકીનાં બે સિંહ જંગલમાં ફરી રહ્યાં છે. આ બે સિંહ પૈકી એક સિંહ વધારે તોફાની છે. બન્ને સિંહ સાથે ફરી રહ્યાં છે. બન્ને સિંહ ગિરનાર જંગલમાં પોતાની ધાક જમાવી રહ્યાં છે. ગિરનાર ડુંગર દક્ષિણનાં ડંગરપુર રાઉન્ડનાં ડેડકી બીટમાં એક સિંહણને માટે સિંહને તેના નવ માસનાં બાળનાં મારી નાખ્યું હતું. નવ માસનાં સિંહ બાળને મારી બન્ને સિંહ ત્યાંથી નિકળી ગયા હતાં. એટલું જ નહી બે દિવસ બાદ સમગ્ર ગિરનારને ફરી બીજા દિવસે અહીં આવ્યાં હતાં. તેમજ રસ્તામાં એક મારણ પણ કર્યુ હતું. હાલ બન્ને સિંહ ગિરનાર જંગલમાં ફરી રહ્યાં છે. બન્ને મોટા સિંહ છે.

જૂનાગઢ ઝૂમાંથી ઇટાવા સફારીમાં ગયેલા સિંહ યુગલે બે સિંહ બાળને જન્મ આપ્યો


DivyaBhaskar News Network | Last Modified - Jan 16, 2018, 02:50 AM IST
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી વર્ષ 2014માં એક સિંહ યુગલને ઉત્તરપ્રદેશનાં ઇટાવા લાયન સફારી પાર્કમાં મોકલવામાં આવ્યા હતા....
જૂનાગઢ ઝૂમાંથી ઇટાવા સફારીમાં ગયેલા સિંહ યુગલે બે સિંહ બાળને જન્મ આપ્યો
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી વર્ષ 2014માં એક સિંહ યુગલને ઉત્તરપ્રદેશનાં ઇટાવા લાયન સફારી પાર્કમાં મોકલવામાં આવ્યા હતા. ઇટાવા સફારી પાર્કમાં સિંહ યુગલે બે સિંહ બાળને જન્મ આપ્યો છે. અખિલેશ યાદવે ટ્વીટ કરી વધામણી આપી છે. ઉત્તરપ્રદેશમાં ઇટાવા લાયન સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. આ સફારી પાર્કમાં જૂનાગઢ સક્કરબાગમાંથી એકસિંહ અને એક સિંહણની જોડી મોકલવામાં આવી હતી. વર્ષ 2014માં જૂનાગઢ સક્કરબાગમાંથી સિંહ યુગલને મોકલવામાં આવ્યા હતા. ત્યારે ઇટાવા લાયન સફારીમાં સિંહ યુગલે બે સિંહબાળને જન્મ આપ્યો છે. જેને લઇને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યુ હતું. અને હવે આ જવાબદારી વર્તમાન સરકારની હોવાનું કહ્યું હતું.

જૂનાગઢને પક્ષી મળ્યા હતા | જૂનાગઢ સક્કરબાગમાંથી સિંહ મોકલવામાં આવ્યા હતા તેની સામે ઉત્તરપ્રદેશ સરકારે જૂનાગઢ સક્કરબાગને પક્ષી આપ્યા હતા.

જૂનાગઢનાં યાત્રાધામોને પણ વોટર એટીએમ મળે એ માટે પ્રયાસો કરાશે

DivyaBhaskar News Network | Last Modified - Jan 16, 2018, 02:35 AM IST
ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોમાં આવતાં લોકોને વ્યાજબી ભાવે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મશીન...
જૂનાગઢનાં યાત્રાધામોને પણ વોટર એટીએમ મળે એ માટે પ્રયાસો કરાશે
ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોમાં આવતાં લોકોને વ્યાજબી ભાવે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મશીન મુકવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢનાં યાત્રાધામોને પણ વોટર એટીએમનો લાભ મળે તે માટે પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવનાર છે. સરકાર દ્વારા યાત્રાધામોમાં આવતાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મુકશે. આ મશીનની કિંમત 5.5 લાખ છે. જેમાંથી 70 ટકા રકમ સરકાર ભોગવશે. જ્યારે બાકી રહેતી 30 રકમ જે તે યાત્રાધામે ચુકવવી પડશે.આ મશીન દ્વારા ભાવિકોને માત્ર 2 રૂપિયા લીટરનાં ભાવે મીનરલ વોટર મળશે. આ અંગેની કામગીરી રાજ્ય સરકારે સરકાર હસ્તકનાં જ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપી છે. જૂનાગઢ ઐતિહાસીક અને ધાર્મિક નગરી છે. પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે. ત્યારે જૂનાગઢનાં યાત્રાધામોને પણ આવા વોટર એટીએમની સુવિધાનો લાભ મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાસણનાં દેવળીયા પાર્કમાં ફોરેસ્ટરને અમદાવાદનાં એક શખ્સે માર માર્યો

DivyaBhaskar News Network | Last Modified - Jan 16, 2018, 02:45 AM IST
મેંદરડાનાં સાસણ ગામે દેવળીયા પાર્કમાં ફોરેસ્ટરને અમદાવાદનાં શખ્સે માર માર્યો હતો. જયારે સાસણમાં કારનું હોર્ન...
સાસણનાં દેવળીયા પાર્કમાં ફોરેસ્ટરને અમદાવાદનાં એક શખ્સે માર માર્યો
મેંદરડાનાં સાસણ ગામે દેવળીયા પાર્કમાં ફોરેસ્ટરને અમદાવાદનાં શખ્સે માર માર્યો હતો. જયારે સાસણમાં કારનું હોર્ન વગાડવા મુદ્ે યુવાન પર એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાસણમાં દેવળીયા સફારી પાર્કમાં ફરજ બજાવતા ફોરેસ્ટર જેશાભાઇ અરજણભાઇ હડીયાને અમદાવાદનાં અજીમ ફિરોજ રંગવાલાએ ધક્કો મારી પછાડી દઇ ઉપર ચઢી જઇ ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાનધી મકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જયારે અન્ય એક બનાવમાં સાસણમાં વકાર યુનુસભાઇ હાનીયા પોતાનું બાઇક સાઇડમાં લેતો હતો ત્યારે તાલાલાનાં વિશાલ હરેશ પાલાએ પાછળથી પોતાની કારનું હોર્ન વગાડતા વકારે થોડીવાર જાળવવાનું કહેતા વિશાલે ઉશ્કેરાઇ જઇ ધોકાથી હુમલો કરી જમણા પગમાં અને છરીનો એક ઘા જમણા પડખામાં મારી દઇ ઇજા પહોંચાડી હતી અને મોઢા પર મુક્કાનો ઘા પણ ઝીંકી દીધો હતો. આ બંને બનાવમાં પોલીસે ફરિયાદો નોંધી પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.
સાસણનાં દેવળીયા પાર્કમાં ફોરેસ્ટરને અમદાવાદનાં એક શખ્સે માર માર્યો

4 માસ પછીયે સક્કરબાગનો સિંહ બરડા ન પહોંચ્યો


DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 11:15 AM IST
ગિરના સિંહોનું અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાને બદલે સૌરાષ્ટ્રમાં જ તેમનું બીજું ઘર બને અને તેમને ગીર જેવુજ માફક...
4 માસ પછીયે સક્કરબાગનો સિંહ બરડા ન પહોંચ્યો
ગિરના સિંહોનું અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાને બદલે સૌરાષ્ટ્રમાં જ તેમનું બીજું ઘર બને અને તેમને ગીર જેવુજ માફક આવે તેવું વાતાવરણ મળી રહે તે માટે પોરબંદરના બરડા અભ્યારણ્યને વૈકલ્પિક વસવાટ માટે પસંદ કરાયું હતું. અને સરકારે ત્રણ વર્ષ પૂર્વે પ્રાયોગિક ધોરણે અહી 2 સિંહયુગલને સાસણગીરમાંથી લાવી વસાવવામાં આવ્યા હતા. આ બંને સિંહયુગલે 4 સિંહ બાળને જન્મ આપ્યો હતો. જેમાંથી ૨ બાળસિંહનું જન્મતાની સાથેજ મરણ થયું હતું. અને બાદમાં 1 મોટા સિંહ અને 1 બાળસિંહનું મોત નીપજ્યું હતું. તેથી અહી સિંહોની સંખ્યા ઘટી જતા 1 વધુ સિંહને જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ અંગે ચારેક મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આ બાબતે કશું નક્કર પરિણામ આવ્યું નથી.

પોરબંદરના બરડા અભ્યારણ્યમાં ગીરના સિંહને વસાવવા માટે ગત તા. ૧૩-૧૦-૨૦૧૪નાં રોજ પ્રાયોગિક ધોરણે યુવરાજ સિંહ અને સરિતા સિંહણ તથા નાગરાજ સિંહ અને પાર્વતી સિંહને લાવવામાં આવ્યા હતા. આ બન્ને સિંહયુગલો પૈકી નાગરાજ અને પાર્વતીએ કુલ ૪ સિંહ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી 2 સિંહબાળના જન્મતાની સાથેજ મોત થયા હતા, જ્યારે એક નર અને માદા બન્ને બચ્ચા જીવીત રહેતા તેને નાગેશ્વરી અને નાગરાજ નામ આપવામાં આવ્યા હતા. બાદમાં વનવિભાગ દ્વારા યોગ્ય જતન કરવા છતાં યુવરાજ નામના સિંહનું બિમારી સબબ મોત થયું હતું ત્યારબાદ સિંહબાળ નાગેશ્વરનું પણ ગત તા. ૨૦-૭-૨૦૧૭ના રોજ મોત થયું હતું. 4 સિંહ પૈકી ૧નું મોત થતાં તેના સ્થાને વધુ એક સિંહ લાવવાની વનવિભાગ દ્વારા ઘણા લાંબા સમયથી કાર્યવાહી ચાલી રહી હતી, અંતે સક્કરબાગમાંથી વધુ એક એવન નામનો સિંહને અહી લાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ એ વાતને ચાર ચાર મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારી બાબુશાહી કે પછી સરકારી મંથર ગતિને લીધે હજુ સુધી આ સિંહને અહી લાવી શકાયો નથી પોરબંદરના બરડા અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન યોગ્ય રીતે થાય તે રીતે લાયન જીનપુલ સેન્ટર માટે લાયન એનિમલ યુનિટ-1 તથા યુનિટ-2 બનાવવામાં આવ્યા છે. દરેક યુનિટમાં એનિમલ હાઉસ, સ્ક્રોલ, સર્વિસ સેટ, લોફીંગ ગ્રાઉન્ટ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજીત 30 હેક્ટરમાં લાયન માટે મોટું એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે.

નાગરાજનું મોત બાદ બરડામાં 3 સિંહ રહી ગયા

યુવરાજ અને સરીતા તેમજ નાગરાજ અને પાર્વતી આ બન્ને યુગલો પૈકી નાગરાજ અને પાર્વતીએ કુલ 4 સિંહ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી 2 સિંહબાળના મોત થયા હતા, જ્યારે એક નર અને માદા બન્ને બચ્ચા જીવીત રહેતા તેને નાગેશ્વરી અને નાગરાજ આપવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા યોગ્ય જતન કરવા છતાં યુવરાજ નામના સિંહનું બિમારી સબબ મોત થયું હતું ત્યારબાદ સિંહબાળ નાગેશ્વરનું ગત તા. 20/7/2017 ના રોજ મોત થતાં બરડા અભ્યારણ્યમાં 4 સિંહ પૈકી 1 નું મોત થતાં 3 સિંહ રહી ગયાં છે.

સાસણમાં વનખાતું ખાલી સિંહ જ નથી દેખાડતું સાથે પ્રકૃતિ શિક્ષણ પણ આપે છે


DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 11:10 AM IST
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન આખા દેશમાં એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત છે. આ સાથે અહીંની જૈવિક વિવિધતા પણ ઉડીને આંખે વળગે...
સાસણમાં વનખાતું ખાલી સિંહ જ નથી દેખાડતું સાથે પ્રકૃતિ શિક્ષણ પણ આપે છે
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન આખા દેશમાં એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત છે. આ સાથે અહીંની જૈવિક વિવિધતા પણ ઉડીને આંખે વળગે એવી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે એશિયાટિક સિંહો 10 હજાર ચોરસ કિમી કરતાં વધુ વિસ્તારમાં વિહરે છે. જેમાં જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓનાં 1500 ગામડાંનો સમાવેશ થાય છે. સિંહોની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો હોઇ સમયાંતરે તેમનાં સંવર્ધન માટે અનેક પડકારોનો પણ સામનો કરવો પડે છે. એમ સાસણનાં ડીએફઓ અને ગિર અભયારણ્યનાં વડા રામ રતન નાલા કહે છે. તેઓ વધુમાં ઉમેરે છે કે, અમારા માટે લોકોને વન્ય પ્રાણીઓ અને જંગલ વિશેનું જ્ઞાન આપવું આ સંજોગોમાં ખુબજ જરૂરી બન્યું છે. વનવિભાગ આ માટે પ્રકૃતિ શિક્ષણ શિબીરોનું આયોજન કરે છે. જેમાં બાળકો, સામાજીક સંસ્થાઓ, ગિર આસપાસ વસવાટ કરતા લોકો, વગેરેને વનસંપદાનાં મહત્વ અને તેનાં સંરક્ષણ માટે વિવિધ પગલાં કેવી રીતે લઇ શકાય તેમાં સામાન્ય નાગરિકોની ભૂમિકા શી હોઇ શકે એના વિશેની માહિતી અપાય છે. આ શિબિરોમાં સ્વચ્છતા, જંગલનાં સંરક્ષણ, વન્યપ્રાણીઓ, વગેરે બાબતો આવરી લેવાય છે. છેક 1976 થી લઇને અત્યાર સુધીમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાણકારી અપાઇ છે.

શિબીરની દિનચર્યા | 3 દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબીરમાં દિવસની શરૂઆત યોગથી થાય છે. ત્યારબાદ વકતવ્ય અને ફિલ્ડમાં લઇ જઇ પ્રકૃતિ સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવે છે.

પક્ષી ઘાયલ થાય તો મોટા ખોખામાં શાંત જગ્યાએ રાખવું : 25ને તાલીમ અપાઇ

DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 11:10 AM IST
રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. પતંગનાં દોરામાં અનેક પક્ષીઓ આવી જશે. તેને બચાવવા માટે જૂનાગઢ વસુંધરા...
પક્ષી ઘાયલ થાય તો મોટા ખોખામાં શાંત જગ્યાએ રાખવું : 25ને તાલીમ અપાઇ
રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. પતંગનાં દોરામાં અનેક પક્ષીઓ આવી જશે. તેને બચાવવા માટે જૂનાગઢ વસુંધરા નેચર કલબ અને જીવદયા ચેરીટેલબ ટ્રસ્ટ દ્વારા હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે અને રેસ્ક્યુ માટે 25 લોકોને તાલીમ આપવામાં આવી છે.

જૂનાગઢમાં રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાંતિનાં લોકો પતંગ ઉડાડશે. પતંગનાં દોરામાં અનેક પક્ષી આવી જશે. પક્ષીને બચાવવા જૂનાગઢની વસુંધરા નેચર કલબ અને જીવદયા ચેરીટેબલ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કરૂણા અભિયાનને લઇ 25 લોકોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં પક્ષી ઘાયલ થાય કે કોઇ જગ્યાએ ફસાઇ જાય તો કેવી સાવધાની રાખવી અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની પક્ષીની સાઇઝ કરતા મોટા બોકસમાં રાખી દેવું અને બોકસમાં કાણાં પાડી દેવા જોઇએ.બાદ સારવાર માટે લઇ જવું જોઇએ. લોહી નિકળતું હોય તો પહેલા લોહી બંધ કરી સારવારમાં ખસેડવું જોઇએ. લોકોએ ઘાયલ પક્ષી માટે હેલ્પ નંબર 0285-2633700, મોબાઇલ નંબર 94084 53108, 97266 22108, 99093 90070 પર સંર્પક કરવાનો રહેશે.

સાસણમાં બે વનકર્મીને માર મારનાર ચાર શખ્સોની અટક

Bhaskar News, Junagadh | Last Modified - Jan 06, 2018, 04:02 AM IST
જંગલમાં ગેરકાયદે સિંહદર્શન કરવા ઘુસી જઇ બબાલ કરી હતી
જૂનાગઢ: સાસણ જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસી જઇ બે વનકર્મીને માર મારનાર ચાર શખ્સોની પોલીસે અટક કરી હતી. ગેરકાયદે જંગલમાં ઘુસેલી કારનાં ફોટા સોશ્યલ મિડીયામાં વાઈરલ થયા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર રહેતા દુષ્યંતસિંહ નિર્મળસિંહ ઝાલા, ભાવેશ અમૃતલાલ સુરેલીયા, મેંદરડાનાં માનપુરનાં ઉદય ચંદ્રકાંત ઠાકર અને રાજકોટનાં જયદિપસિંહ ક્રિપાલસિંહ ઝાલા કાર નં.જીજે-11-બીએચ- 88માં આવી સાસણ અભયારણનાં ભોંભાફોળ નાકાનાં ટુરીઝમ ઝોનમાં બીનઅધિકૃત રીતે ઘુસી જઇ સિંહ દર્શન કરતાં હોવાની વનકર્મી ધીરજલાલ પ્રાણલાલ દવેને જાણ થતાં ત્યાં જઇ તપાસ કરતાં નાકુ બંધ હોવા છતાં આ શખ્સો પ્રવેશ્યા હોય પરમીટ બાબતે પુછતાં પેટમાં પાટુ મારી ઇજા પહોંચાડી હતી.
તેમજ અન્ય વનકર્મી મુરાદભાઇને ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી થાણાના નાકાનો દરવાજો તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડયું હતું. આ બનાવમાં પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટના સામે આવી હતી.

સોમનાથ ત્રિવેણી સંગમમાં યાત્રીકોની ‘કલા’ પક્ષી સાથે સેલ્ફી

Bhaskar News, Somnath | Last Modified - Jan 10, 2018, 02:25 AM IST
અહીં આ પક્ષીઓને લોકો ખાવાની ચીજ વસ્તુઓ આપતા હોય મિત્રતા થઇ ગઇ છે
સોમનાથ ત્રિવેણી સંગમમાં યાત્રીકોની ‘કલા’ પક્ષી સાથે સેલ્ફી
સોમનાથ ત્રિવેણી સંગમમાં યાત્રીકોની ‘કલા’ પક્ષી સાથે સેલ્ફી
સોમનાથ: આ કોઇ વિદેશી પક્ષી નથી, સોમનાથ ત્રિવેણી સંગમમાં દરિયા કિનારા વિસ્તારમાં કલા નામનાં સફેદ પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આ પક્ષીઓને લોકો ખાવાની ચીજ વસ્તુઓ આપતા હોય મિત્રતા થઇ ગઇ છે. યાત્રીકો કિનારે આવતા પક્ષીઓ તેમની આજુબાજુ ઉડવા માંડે છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી.
ચોમાસામાં બચ્ચાનો ઉછેર કરે છે
ત્રિવેણી સંગમ નજીક જોવા મળતા સફેદ રંગનાં આ કલા પક્ષી ચોમાસા દરમિયાન દરિયા કિનારે બચ્ચાનો ઉછેર કરે છે અને શિયાળામાં આ બચ્ચા મોટા થઇ જતાં અહીં ઉડતા જોવા મળે છે.

જૂનાગઢ દેશ-દુનિયામાં આઇકોન બનશે, 2018નાં વર્ષમાં ગિરનાર રોપ-વે શરૂ થશે

Bhaskar News, Junagadh | Last Modified - Jan 01, 2018, 03:26 AM IST
અંબાજી સુધી ગિરનાર રોપવે બનશે ત્યારે એક કલાકમાં 800 શ્રધ્ધાળુઓ અંબાજી મંદિરે પહોંચી જશે
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: રાજ્યનાં સૌથી વધારે પ્રવાસન સ્થળ જૂનાગઢમાં છે. સૌથી ઉંચો પર્વત પણ જૂનાગઢમાં છે. તેમજ જૂનાગઢ કૃષિ યુનિ.માં આંતરરાષ્ટ્રીયકક્ષાનાં સંશોધન થઇ રહ્યા છે. ત્યારે કાલથી શરૂ થઇ રહેલુ નવા વર્ષમાં જૂનાગઢ દેશ દુનિયામાં આઇકોન બની રહેશે. કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનાં સંશોધન જૂનાગઢમાં થઇ રહ્યા છે.
રોજગારીની તક ખુલશે અને પ્રવાસનને વધુ વેગ મળશે
જૂનાગઢની આર્થિક જીવાદોરીસમાન ગિરનાર રોપવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે 2018નાં નવા વર્ષમાં લોકોને તેનો લાભ મળશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં આવી ગિરનાર રોપ-વે શરૂ કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. 19 નવેમ્બર 2018નાં ગિરનાર રોપવે શરૂ થઇ જશે. હાલ ગિરનાર રોપવે રૂટ ઉપર વૃક્ષ કટીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
1 કલાકમાં 800 શ્રદ્ધાળુઓ ગિરનાર પહોંચશે: અંબાજી સુધી ગિરનાર રોપવે બનશે ત્યારે એક કલાકમાં 800 શ્રધ્ધાળુઓ અંબાજી મંદિરે પહોંચી જશે. હાલ અંબાજીએ પહોંચતા સરેરાશ ચાર કલાકની નો સમય લાગી રહ્યો છે.
650 લોકો કામે લાગ્યા, વૃક્ષ કટીંગની કામગીરી: ગિરનાર રોપવેની કામગીરીમાં હાલ વૃક્ષ કટીંગ થઇ રહ્યું છે. હાલ હંગામી રોપવે બનાવવાની કામગીરી ચાલી રહી છે તેના માટે 650 જેટલા લોકો કામે લાગ્યા છે.
2.300 કિ.મી. લંબાઇ, 12 ટાવર, 08 વ્યક્તિ બેસી શકશે, 08 મિનીટ ઉપર પહોંચતા થશે, 800 મિટરની ઉંચાઇ સુધી લોકો જઇ શકશે, 30 ટ્રોલી, 110 કરોડનો પ્રોજેકટ, 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે

જૂનાગઢમાં સ્પોર્ટસ સંકુલની કામગીરી પુરજોશમાં

જૂનાગઢમાં સ્પોર્ટસ સંકુલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યો હતો. હાલ તેની કામગીરી ઝડપી બની છે. ટેન્ડરની તારીખ મુજબ 2018નાં વર્ષમાં કામગીરી પુર્ણ થશે. જો કે હાલ અહીં મેદાન, ઓફીસ, હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

સ્પોર્ટસ સંકુલમાં શું સુવિધા હશે 

ઓલ્મિપિક સાઇઝનો સ્વીમીંગપુલ, કવર્ડ ઇન્ડોર સ્ટેડિયમ,આઉટડોર ગેમ માટે ગ્રાઉન્ડ,ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ફુટબોલ, હોકી માટેનું કોમન મેદાન, એથ્લેટીક ટ્રેક 400 મીટરનો હશે, ખો-ખો, કબડ્ડીનું મેદાન.

16 એકરમાં સંકુલ- 3.36 કરોડનો ખર્ચ, 2018 કામગીરી પુર્ણ થશે

ટીમ ઇલેવન: ગીરના જંગલમાં એક સાથે જોવા મળ્યું સિંહનું ગ્રુપ

Bhaskar News, Junagadh | Last Modified - Jan 01, 2018, 06:03 AM IST
આ ગૃપનું નેતૃત્વ બંને સિંહણો કરી રહી છે અને નવી ટેરેટરી બનાવી રહી છે
 
જૂનાગઢ: ગીર જંગલમાં સિંહ પ્રજાતિમાં નર નવી ટેરેટરી બનાવી ગ્રૂપ તૈયાર કરે છે અને તે ગ્રૂપનાં સભ્યો તે નરનાં નેતૃત્વ નીચે ચાલે છે. ત્યારે ગીર અભયારણ્યની ડેડકડી રેન્જમાં બે સિંહણોનાં નેતૃત્વમાં એક ગ્રૂપ બન્યું છે. જેમાં એક ગ્રૂપમાં 6 અને બીજા ગ્રૂપમાં 5 મળી કુલ 11 સિંહો છે. બેને ગ્રૂપમાં છ પાઠડા અને ત્રણ સિંહ પણ છે છતાં આ ગૃપનું નેતૃત્વ બંને સિંહણો કરી રહી છે અને નવી ટેરેટરી બનાવી રહી છે.

શિસ્તનું અનોખુ ઉદાહરણ: સોમનાથ ત્રિવેણી ઘાટ પર કતારબંધ બેસેલા પક્ષીઓ

Bhaskar News, Junagadh | Last Modified - Jan 05, 2018, 02:34 AM IST
ત્રિવેણી ઘાટમાં દરિયાનું પાણી ન આવે અને મીઠું પાણી ભરાઇ રહે તે માટે બંધારો બાંધવામાં આવ્યો છે
 
સોમનાથ: સોમનાથ ત્રિવેણી ઘાટમાં દરિયાનું પાણી ન આવે અને મીઠું પાણી ભરાઇ રહે તે માટે બંધારો બાંધવામાં આવ્યો છે. જેની પાળી પર એક લાઇનમાં બેસેલા કલા પક્ષીઓનું મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ પક્ષીઓની સ્વયં શિસ્તને જોઇ મનુષ્ય પણ કઇંક બોધ લે તો કેવું..?

રાજકોટની કાઠિયાવાડી ઘોડીનાં પેટમાંથી કાઢાઇ 900 ગ્રામની કેન્સરની ગાંઠ

Bhaskar News, Junagadh | Last Modified - Jan 05, 2018, 03:04 AM IST
રાજકોટની કાઠિયાવાડી ઘોડીનું વેટરનરી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે
 
જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ અને હોસ્પિટલ કાર્યરત છે. અહીં પશુઓની સારવાર કરવામાં આવે છે. રાજકોટની કાઠિયાવાડી ઘોડીનું વેટરનરી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. રાજકોટનાં શામજીભાઇ ખુંટ પોતાની નવ વર્ષની ઘોડી શેણ બીમાર હોય જૂનાગઢ વેટરનરી કોલેજમાં લઇને આવ્યાં હતાં. કાઠીયાવાડી નસલની તાજણ જાતની ઘોડીનાં પેટમાં ગાંઠ હોવાનું બહાર આવ્યાં હતું.
ઘોડીને શંકાસ્પદ કેન્સરની ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. બાદ કુલપતિ ડો. એ.આર.પાઠક, વેટરનરી કોલેજનાં વડા ડો. પી.એચ.ટાંકનાં માર્ગદર્શનમાં ડો. જીજ્ઞેશભાઇ વડાલીયા, ડો. વૈભવસિંહ ડોડિયા, ડો. નિલેશ પાડલીયા, ડો. શ્રૃતિ વોરા,ડો.વિનીતકુમાર, ડો. આકાશ કોસીયા, ડો. કનકસીંહ ગામેતી અને ટીમે ઓપરેશન શરૂ કર્યુ હતું. બે કલાકની જહેમતનાં અંતે 900 ગ્રામની ગાંઠ બહાર કાઠવામાં સફળતા મળી હતી. આ અંગે ડો. જીજ્ઞેશભાઇ વડાલીયાએ જણાવ્યું હતું કે,ઘોડીને ઓવરીનું કેન્સર હતું.ઓપરેશન કરી 900 ગ્રામની ગાંઠ બહાર કાઢવામાં આવી છે. હાલ ઘોડી ભયમુકત છે. શામજીભાઇ ખુંટે જણાવ્યું હતું કે,હું 30 વર્ષથી અશ્વોનું સંવર્ધન કરૂ છું. આજે મારી કાઠીયાવાડી નસલની તાજણ જાતની ઘોડીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
સફેદ અશ્વમાં ચામડીનું કેન્સર સૌથી વધુ જોવા મળે છે, 100માંથી એક જ અન્ય અશ્વમાં ચામડીનું કેન્સર હોય
ડો. જીજ્ઞેશ વડાલીયાએ જણાવ્યું હતું કે,પશુઓમાં જુદા-જુદા કેન્સર જોવા મળે છે. અશ્વોને પણ કેન્સર થાય છે. અશ્વોમાં ચામડીનું કેન્સર વધારે થાય છે. સફેદ અશ્વમાં ચામડીનું કેન્સર વધારે હોય છે. અન્ય ઘોડામાં 1 ટકામાં ચામડીનું કેન્સર જોવા મળે છે.

વેરાવળ: કુવામાં પડી જવાથી સિંહણનું મોત, રેસ્કયુ કરી મૃતદેહને બહાર કાઢયો

Bhaskar News, Veraval | Last Modified - Jan 06, 2018, 02:54 AM IST
કુવામાંથી મૃતદેહને બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે મોકલ્યો હતો
 
વેરાવળ: વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે એક વાડીનાં કુવામાં પડી જતાં સિંહણનું મોત થયું હતું. વડોદરા ડોડીયા ગામે ગટુભાઇ લખમણભાઈની વાડીના કુવામાં ગુરૂવારનાં રાત્રીનાં સમયે એક વર્ષની ઉંમરની સિંહણ પડી જતાં તેનું મોત નિપજયું હતું. વનતંત્રનાં સ્ટાફે રેસ્કયુ કરી કુવામાંથી મૃતદેહને બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે મોકલ્યો હતો. વન વિભાગે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

4 કલાક સુધી શિકારી અને શિકાર રહ્યા કુવામાં, બન્ને આંખોમાં આંખો પોરવી જોતા જ રહી ગયા

Jaydev Varu, Amreli | Last Modified - Jan 19, 2018, 07:01 PM IST
કૂવામાં પ્રથમ સ્વાન અને ત્યાર બાદ પાછળ-પાછળ દીપડો પણ કૂવામાં ખાબક્યો હતો
અમરેલી: બગસરા તાલુકાના નવા વાઘણિયા ગામની સીમ વિસ્તારમાં આજે એક દીપડો શ્વાનનો શિકાર કરવા પાછળ દોડ્યો હતો. શિકાર કરવાની લાયમાં અહીં આવેલા કિશોરભાઇ રવજીભાઈ ડાભીની વાડીમાં આવેલા કૂવામાં પ્રથમ સ્વાન અને ત્યાર બાદ પાછળ-પાછળ દીપડો પણ કૂવામાં ખાબક્યો હતો.
કુવાની અંદર બંને ચાર કલાક સુધી એકબીજાની સામે તાકતા રહ્યા
અહીં કુવાની અંદર બંને ચાર કલાક સુધી એકબીજાની સામે તાકતા રહ્યા હતા. પરંતુ દીપડાએ શ્વાનનો શિકાર ન કર્યો અને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા.આ અંગે વન વિભાગને જાણ કરાતા વનકર્મીઓ અહીં દોડી આવ્યા હતાં. અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. બાદમાં હવે આ દિપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવાશે.
શિકારની લાયમાં દિપડાને કુવો નજરે ન ચઢ્યો અને ખાબક્યા બન્ને અંદર
આ બાબતે ગામના સરપંચને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને તાત્કાલિક અમરેલીથી જંગલ ખાતાની ટીમ ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. અને ડો.શકીરા બેગમના માર્ગદર્શન હેઠળ રેક્યુ હાથ ધરાયુ હતુ. જેમાં રવીનાબેન દાફડા અને જંગલખાતાના કર્મચારી ગમારા દ્વારા સતત ચાર કલાક રેસ્ક્યુ કરીને દીપડા અને શ્વાનને બંન્નેને સહી-સલામત બહાર કઢાયા હતા.
(તસવીરો: જયદેવ વરૂ, રાજૂલા)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-leopard-run-behind-dog-both-fall-in-well-near-bagsara-gujarati-news-5794242-NOR.html

સિંહોનું ઘર સળગ્યું: રાજુલાના 22 વીઘા ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગ

Jaydev Varu, Amreli | Last Modified - Jan 20, 2018, 12:21 AM IST
નિલગાય સહિત વન્યપ્રાણીઓ નાસી છુટયા, વનવિભાગ-મામલતદાર અને પોલીસ સહિતનો કાફલો દોડી ગયો
રાજુલા: રાજુલા તાલુકાના કાતર ગામે જંગલ અને રેવન્યુ વિસ્તારની હદમા આવતા ડુંગરાઓમા આજે બપોરના બારેક વાગ્યાના સુમારે આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. જેને પગલે આગની મોટી જવાળાઓ દુરદુર સુધી દેખાઇ હતી. ઘટનાને પગલે વનવિભાગ, મામલતદાર, પોલીસ, ફાયર ફાઇટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી ગઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. આગને કારણે નિલગાય સહિત વન્યપ્રાણીઓ નાસી છુટયા હતા.

જંગલ અને રેવન્યુ વિસ્તારમા આવેલા ડુંગરાઓમા આગની આ ઘટના રાજુલા તાબાના કાતર ગામે બની હતી. બપોરના બારેક વાગ્યા આસપાસ અચાનક કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને થોડીવારમા જ વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને પગલે નિલગાય સહિત પ્રાણીઓમા દોડધામ મચી ગઇ હતી. ગામના જાગૃત સરપંચ અંબરીશભાઈ વરૂ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી. અહીંના સ્થાનિક સામાજિક અગ્રણી સંજયભાઈ સાંખટ પણ દોડી આવ્યા હતા.
જો કે ઘટનાને પગલે ગામના વિવિધ જાગૃત લોકો અહીં દોડી આવ્યા હતા આ વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ પણ ખુબ વધુ હોવાને કારણે વનવિભાગના અધિકારીઓ રેસ્ક્યુ ટીમ સાથે અહીં દોડી આવ્યા હતા. રાજુલા ખાંભા વનવિભાગનો જંગી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. અને ફાયરબ્રિગેડ દ્વારા આગને બુજાવવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. પરંતુ તેમ છતાં આગ ભીષણ હોવાને કારણે ડુંગરો આગની લપેટમાં આવી ગયા હતા. અહી 22 વિઘા જેટલી જમીનમા આગ પ્રસરી ગઇ હતી અને વૃક્ષોનો સોથ વળી ગયો હતો.
જો કે અહીં ચારે તરફ આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આસપાસના ખેડૂતો પણ આગના કારણે ચિંતિત જોવા મળ્યા હતા. અને આગને કારણે નીલગાય સહિત પ્રાણીઓ અહીથી નાસી છુટયા હતા. આગમા અનેક વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતા. વનવિભાગનો સ્ટાફ સતત અહીં ખડેપગે જોવા મળી રહ્યો છે. હાલમાં મોટાભાગની આગ કાબુમાં આવી ગઇ હોવાનું મનાય રહ્યું છે. પરંતુ આગ વિકરાળ લાગી હોવાને કારણે હજુ ધુમાડાની અસર જોવા મળી રહી છે. આગના કારણે કાતર ગામમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી.
તસવીરો: જયદેવ વરુ, અમરેલી

વન કર્મચારીઓ પર હુમલાનો માસ્ટર માઈન્ડ રિમાન્ડ પર

Bhaskar News, Amreli | Last Modified - Jan 16, 2018, 11:45 PM IST
આ વિસ્તારમાં ગેરકાયદે લાયન શોમાં હજુ વધુ કેટલાક શખ્સોના નામ ખૂલવાની શક્યતા જોવાઇ રહી છે
અમરેલી: ધારીના દલખાણીયા નજીક સેમરડી ચેકપોસ્ટ પર ગઈકાલે ગેરકાયદે લાયન શો અટકાવવા વનવિભાગ દ્વારા મુખ્ય સૂત્રધાર સહિતના લોકોની પૂછપરછ થતી હતી ત્યારે આર એફઓ સહિત ચાર વનકર્મી પર ખૂની હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધારને તંત્રએ અદાલતમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે. તો બીજી તરફ આ કેસમાં વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે.
ગેરકાયદે સિંહ દર્શનમાં હજુ વધુ આરોપીનાં નામ ખુલશે

સેમરડીમાં આરએફઓ બી.બી. વાળા તથા અન્ય ત્રણ વનકર્મીઓ પર ખૂની હુમલો કરનાર અને આ વિસ્તારમાં લાયન શો યોજનાર સેમરડીના અશરફ ફતુ બ્લોચની વનતંત્રએ ગઈકાલે જ ધરપકડ કરી લીધી હતી. આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેને બે દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે. વન તંત્રએ તેની સામે અલગથી ગુનો નોંધ્યો હતો. જોકે હજુ પોલીસે પણ તેની સામે એક ગુનો નોંધ્યો છે, જેમાં તેની ધરપકડ કરાશે.
વનવિભાગની ટીમ સેમરડી પહોંચી ત્યારે અહીં નાસભાગ મચી ગઇ હતી
બીજી તરફ આ વિસ્તારમાં ગેરકાયદે લાયન શો કરાવવાના ગુનામા વનતંત્રની તપાસમાં સેમરડીના જ વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે તેમાં જાવેદ અને શાહિદ નામના શખ્સો પણ તેમાં સંડોવાયેલા હોય ગઈકાલે વનવિભાગની ટીમ સેમરડી પહોંચી ત્યારે અહીં નાસભાગ મચી ગઇ હતી. જોકે બાકીના બંને આરોપી હજુ તંત્રના હાથમાં આવ્યા નથી. આ વિસ્તારમાં ગેરકાયદે લાયન શોમાં હજુ વધુ કેટલાક શખ્સોના નામ ખૂલવાની શક્યતા જોવાઇ રહી છે.
કેટલાક શખ્સો 5 ગાડીઓમાં અહી સિંહ દર્શન માટે આવ્યા હતા
ગીરનું નાકુ ગણાતા સેમરડી પંથકમાં સાવજોની મોટી વસ્તી છે. અહીં રેવન્યુ વિસ્તારના સાવજો ઉપરાંત જંગલમાંથી પણ સાવજોની અવરજવર થતી રહે છે, અને માથાભારે તત્વો ગેરકાયદે લાયન શો કરાવતા રહે છે. ગઈકાલે રાજકોટના કેટલાક શખ્સો 5 ગાડીઓમાં અહી સિંહ દર્શન માટે આવ્યા હતા અને આ લાયન્સ શો અશરફે કરાવ્યો હતો.

સિંહ સાથે સેલ્ફી ભારે પડી, વનકર્મી પર યુવકે હુમલો કરતા RFOએ કર્યુ ફાયરીંગ


Bhaskar News, Amreli | Last Modified - Jan 16, 2018, 10:48 AM IST
ધારી તાલુકાનાં દલખાણીયા નજીક ગીરનું નાકું ગણાતા સેમરડી ચેકપોસ્ટની ઘટના, મંજુરી વગર ધમધમતો લાયન શો
+2બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: ધારી તાલુકાના દલખાણીયા નજીક ગીરનું નાકુ ગણાતા સેમરડી ચેકપોસ્ટ પર ગત બપોરે વનકર્મીઓએ લાયન શો માટે આવેલી ગાડીઓ અટકાવતા સેમરડીમાંથી ધસી આવેલા ટોળાએ વનકર્મીઓ પર છુટ્ટા પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. જેમાં આરએફઓ સહિત ચાર વનકર્મી ઘાયલ થઈ ગયા હતા. સેલ્ફી લેવા મામલે યુવકે હુમલો કરતાં વનકર્મીઓએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, અને એક શખ્સને ઝડપી લીધો હતો ઘાયલ આરએફઓ સહિત ચારેયને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા છે. આ અંગે જુદાજુદા ત્રણ ગુના નોંધાયા છે.
મંજુરી વગર ધમધમતો લાયન શો

ગેરકાયદે લાયન શો કરાવતા માથાભારે તત્વો દ્વારા વનવિભાગના કર્મચારીઓ પર ખૂની હુમલાની આ ઘટના ગઇકાલે બપોરે સેમરડી ચેકપોસ્ટ પર બની હતી. દલખાણીયા નજીક આવેલ ચેકપોસ્ટ પર ગઈ કાલે રાજકોટની 5 ગાડીઓમાં કેટલાક લોકો જંગલમાં જવા માટે આવતા પૂછપરછ દરમિયાન વિગત ખુલી હતી કે સેમરડીમાં લાયન શોનું આયોજન થયું છે. જેથી વનવિભાગે અશરફ નામના શખ્સને ઉપાડી લઇ પૂછપરછ શરૂ કરી હતી. સેમરડીના આ શખ્સને વન વિભાગ પાસેથી છોડાવવા માટે ૧૫ જેટલા શખ્સોનું ટોળુ ચેકપોસ્ટ પર ધસી આવ્યું હતું.
વનકર્મીઓ પર ટોળાનો હુમલો:

ટોળાએ વનકર્મી મહેન્દ્રસિંહ રાઇજાદાની રાઇફલ ઝુંટવવા પ્રયાસ કર્યો હતો. અને પથ્થરમારો કરી તથા લાકડીઓના ઘા મારી મહેન્દ્રસિંહ ઉપરાંત આર.એફ.ઓ.બી. બી. વાળા, અન્ય વનકર્મી નરેશભાઇ વાળા અને જયરાજભાઇ વાળા પર હુમલો કરી દીધો હતો. ટોળાના હુમલામાં ચારેને ઇજા પહોંચી હતી. જેને પગલે આરએફઓ વાળા તથા જયરાજભાઇ વાળાએ પોતાના હથિયારમાંથી એક એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ઝપાઝપી અને મારામારીની આ ઘટના સેમરડી ચેકપોસ્ટ અને ગામ નજીક બે તબક્કે બની હતી.
RFOનું ફાયરીંગ

ફાયરિંગને પગલે ટોળું અહીંથી નાસી ગયું હતું તો બીજી તરફ ઘાયલ આરોપો સહિત ચારને સારવાર માટે પ્રથમ ચલાલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રિફર કરાયા હતા. ઘટનાને પગલે ડીએફઓ અને એસીએફ સહિતના અધિકારીઓ દોડયા હતા. સેમરડી પંથકમાં ગેરકાયદે લાયન શો કાયમ યોજાતા હોવાનું કહેવાય છે. અહીંના માથાભારે તત્વો વન કર્મચારીઓ પર પણ હુમલો કરી દે છે. લુખ્ખાગીરી કરતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે.
એક આરોપીની ધરપકડ

વનકર્મચારીઓ પર હુમલા અંગે વનવિભાગ દ્વારા સેમરડીના અશરફ ફતુ બ્લોચ નામના મકરાણી શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સામે વનતંત્રે ગુનો નોંધ્યો છે.
ટોળા સામે ગુનો નોંધ્યો છે- PSI

ધારીના પીએસઆઇ સેન્જલિયાએ જણાવ્યું હતું કે બનાવ અંગે વનકર્મીઓ પર હુમલો કરવા સબબ હતું. અશરફ અને ૧૫ જેટલાં શખ્સોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સામાપક્ષે માર મારવા સબબ સેમરડીના શક્ષે બે વનકર્મી સામે પણ ફરિયાદ લખાવી છે.
ગેરકાયદેસર સિંહ દર્શન સાથે સેલ્ફી લેતા યુવાનોનો વીડીયો વાઇરલ

ગીર કાંઠાના સેમરડી તથા આસપાસના વિસ્તારમાં ગેરકાયદે લાયનશો યોજાતા જ રહે છે. અહીં રેવન્યુ વિસ્તારમાં પણ સાવજો હોય વાડી ખેતરો કે રસ્તા પર પણ તે નજરે પડી જાય છે. વન વિભાગ લોકોની અવરજવર પર રેવન્યુ વિસ્તાર હોવાના કારણે નિયંત્રણ રાખી શકતુ નથી જેના કારણે આ પ્રકારે સિંહ દર્શન માટે ટોળા એકઠા થઇ જાય છે. સિંહોની ગેરકાયદે તસવીરો પણ ખેંચે છે. અહીં સિંહ દર્શન કરાવનાર શખ્સના હાથમાં કુહાડી જેવુ ઘાતક હથિયાર પણ છે તેવો વીડીયો છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડીયામાં ફરી રહ્યો છે.
ટોળાએ ધસી આવી હુમલો કર્યો -RFO

હુમલામાં ઘાયલ થયેલા સ્થાનિક આરએફઓ બી.બી. વાળાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે લાયન શો અંગે અશરફની પૂછપરછ ચાલતી હતી ત્યારે ટોળાએ ધસી આવી રાઇફલ ઝુંટવવા પ્રયાસ કરી પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે સ્વબચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.

ટ્રેન હડફેટે મૃત્યુ પામેલા સિંહબાળનો વિધીવત કરાયો અગ્નિદાહ

Bhaskar News, Amreli | Last Modified - Jan 11, 2018, 12:04 AM IST
ધારીનાં ભુતીયા બંગલે પીએમ કર્યા બાદ વીડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી અંતિમવિધી કરવામાં આવી
ટ્રેન હડફેટે મૃત્યુ પામેલા સિંહબાળનો વિધીવત કરાયો અગ્નિદાહ
ટ્રેન હડફેટે મૃત્યુ પામેલા સિંહબાળનો વિધીવત કરાયો અગ્નિદાહ
અમરેલી: સાવરકુંડલાના અમૃતવેલ નજીક ગઇકાલે મહુવા ધોળા પેસેન્જર ટ્રેન હડફેટે એક સિંહબાળનુ મોત થયા બાદ ધારીના ભુતીયા બંગલા ખાતે પીએમ કરી તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ પુર્વે તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરાઇ હતી. સિંહબાળના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરીને નિકાલ કરાયો છે. દેશની અમુલ્ય ધરોહર સમા સાવજોનુ જયારે પણ કુદરતી કે અકુદરતી મોત થાય છે ત્યારે તેની લાશને સળગાવી દઇ નિકાલ કરાઇ છે.
સાવજોના નખ, દાંત સહિતના અંગો કિમતી ગણાતા હોય જો દફનાવી લાશનો નિકાલ કરાઇ તો લેભાગુ તત્વો આવા અંગોની ચોરી કરે તેવી શકયતા રહે છે. સાવરકુંડલાના અમૃતવેલ નજીક મૃત્યુ પામેલ સિંહબાળનો એટલે જ અગ્નિ સંસ્કારથી નિકાલ કરાયો હતો. બીજી તરફ આ વિસ્તારમા હજુ પણ ત્રણ સિંહણો આંટા મારતી હોવાનુ ધ્યાને આવતા વનવિભાગ દ્વારા આજે અહી વધારાનો સ્ટાફ વોચમા ગોઠવાયો હતો અને આ સિંહણો રેલવે ટ્રેક આસપાસ ભટકે નહી તેની તકેદારી રાખવા સુચના અપાઇ હતી.
કઇ રીતે અપાય છે અગ્નિદાહ ?
સાવજના મૃત્યુ બાદ પીએમ કરી જે રીતે માણસની ચિતા બનાવી અગ્નિદાહ અપાય છે તે જ રીતે સાવજને પણ અગ્નિદાહ અપાય છે. ગેઝેટેડ ઓફિસરની હાજરીમા મૃતદેહના નખ, દાંત સહિતના અંગોની ગણતરી કરી સલામત છે કે કેમ તેની ચકાસણી કરાય છે. અહી વિડીયો રેકોર્ડિગ પણ કરવામા આવે છે. અગ્નિદાહ અપાયા બાદ મૃતદેહ પુરેપુરો બળી ન જાય ત્યાં સુધી તમામ લોકો હાજર રહે છે.
ધારી-ખાંભા-વડાળ અને જસાધારમાં અગ્નિદાહની વ્યવસ્થા

ધારીના ભુત બંગલે અત્યાર સુધીમા સૌથી વધુ સાવજોના અગ્નિ સંસ્કાર કરાયા છે. આ ઉપરાંત સાવરકુંડલાના વડાળ ખાતે, ખાંભા તથા જસાધાર ખાતે પણ સાવજોના મૃતદેહની અંતિમવિધી થાય છે. કયારેક મૃતદેહ ખરાબ હાલતમા હોય કે અંતરિયાળ વિસ્તારમા હોય તો સ્થળ પર જ અગ્નિ સંસ્કાર થાય છે.
કઇ રીતે થાય છે સાવજનુ પીએમ ?

આનો આધાર સાવજનુ મોત કઇ રીતે થયુ છે તેના પર હોય છે. જો મોત શંકાસ્પદ હોય કે હત્યા હોય તો બે ડોકટરોની પેનલથી વિડીયો રેકોર્ડિગ સાથે પીએમ થાય છે. મૃતદેહને ચીરીને જુદાજુદા ભાગના જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમા મોકલાય છે. પીએમમા પણ નખ અને દાંતની તપાસ થાય છે. આ સમયે ગેઝેટેડ અધિકારી હાજર રહે છે. વેટરનરી ડોકટર મૃત્યુનુ પ્રાથમિક કારણ લેખિતમા ગેઝેટેડ અધિકારીને સોંપે છે.

સાજણટીંબામાં શોર્ટ સર્કીટ થતા 110 મણ ઘાસ સળગી ગયું

DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 10:20 AM IST
લીલીયાના સાજણટીંબા ગામની સીમમાં પીજીવીસીએલના તારના શોર્ટ સરકીટના કારણે ખેતરમાં આવેલ 15 હજારની કિમતનું 110 મણ ઘાસ સળગી ગયુ હતુ. આ બારામાં લીલીયા પોલીસ મથકમાં જાહેર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.લીલીયા તાલુકાના સાજણટીંબામાં ગામમાં રહેતા રમેશભાઇ ખીમજીભાઇ તોગડીયા નામના ખેડૂતને અહીની સીમમાં ખેતરમાં આવેલ છે. જેઓના ખેતરમાં પીજીવીસીએલના તાર નિકળેઇ છે. જે તારમાં શોકસર્કિટ થતાં ખેતરમાં પડેલુ રૂ.15 હજારની કિમતનું 110 મણ ઘાસ બળીને ખાક થઇ ગયો હતો. આ સાથે એક લીમડો પણ બળી ગયો હતો. ગઇકાલે આ બારામાં ખેડૂતે લીલીયા પોલીસમાં જાણ કરી હતી.

Tuesday, January 30, 2018

વનરાજના રેલવે પાટા પર આંટા, પીપાવાવ પોર્ટ પાસે સિંહ પરિવારની લટાર

Jaydev Varu, Rajula | Last Modified - Jan 04, 2018, 01:00 AM IST
રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારના આંટાફેરાથી સિંહોની સુરક્ષાને લઇને ફરીવાર ઉઠ્યા સવાલો
0:04 / 1:04
રાજુલા: રાજુલાના પીપાવાવ પોર્ટ, ભેરાઇ, રામપરા આસપાસ રેલવે ટ્રેક પર સિંહોના આકસ્મિક અનેક વખત મોતને ભેટયા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા અહીં રેલવે ટ્રેક આસપાસ કરોડોનો ખર્ચ કરી તાર ફેંસીન્ગ કરી દીધું હતું. પરંતુ આ સરકારના કરોડો રૂપિયાનું પાણી થયું છે. અહીં દરરોજ સિંહ પરિવાર તાર ફેંસીન્ગ ઠેકીને રેલવે ટ્રેક પર આવે છે. તો અનેક વખત ફાટકથી સીધા અંદર ઘુસી જાય છે.
ફરી એક વખત સાવજો પર તોળાઇ રહ્યું છે જોખમ

ગત રાત્રે રામપરા પીપાવાવ પોર્ટ વચ્ચે 4 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડતા વનવિભાગમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે અહીં સદનસીબે ટ્રેન માલગાડી આવતી ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમ છતાં વનવિભાગ હજુ એવો દાવો કરે છે. પીપાવાવ વિસ્તારમાં આવો કોઈ બનાવ બનેલ નથી. જો કે અહીંનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. તેમ છતાં વનવિભાગનો કક્કો સાચો રાખવો છે.
જો કે કેટલાક સ્થાનિક લોકોએ પણ આ પ્રકારની ઘટના આજે નહીં પણ અનેક વખત જોઇ છે. પરંતુ વનવિભાગ પોતાનો બચાવ કરવા માટે આ પ્રકારની ઘટના સામે આવવા દેતી નથી. બીજી તરફ આ વિસ્તારમાં 5 થી વધુ સિંહો રેલવે ટ્રેક પર કપાયા છે તેમ છતાં હજુ વનવિભાગ આવી ગંભીર ઘટનામાં ઊંઘી રહ્યું છે. અનેક સિંહપ્રેમીઓ આ પ્રકારની ઘટનાથી ચિંતિત છે. ઉચ્ચ અધિકારીઓ અહીં નાઈટમાં આવી ચેકીંગ કરે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.
ત્રણ સાવજો રેલવે ટ્રેક પર હતા- આરએફઓ

હસમુખ રાઠોડ આરએફઓ પીપાવાવ આસપાસ રેલવે ટ્રેક પર આવી ઘટના સામે નથી આવી પરંતુ વડલી જાંજરડા આસપાસ રેલવે ટ્રેક પર 3 સિંહો હતા અમારા વનવિભાગના સ્ટાફે સિંહોને રેલવે ટ્રેકથી દૂર ખસેડી દીધા હતા અને અમારો સ્ટાફ સતત કામ કરે છે અને પેટ્રોલિંગ પણ હોય છે.
ગત વર્ષે શિયાળાની ઠંડીમાં સિંહો ટ્રેન હેઠળ કપાયા છતા તંત્ર દ્વારા બેદરકારી યથાવત

હાલમાં જે રીતે શિયાળો ચાલી રહ્યો છે તેમજ અગાઉ અહીં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતમાં રેલવે ટ્રેક પર મોત થયા હતા જો કે તેમ છતાં હજુ વનવિભાગની ઘોરબેદરકારી જોવા મળી રહી છે. સરકાર દ્વારા તાર ફેંન્સીંગની યોજના જાણે નિષ્ફળ ગઇ હોય તેવુ જોવા મળી રહ્યું છે. (તસવીરો જયદેવ વરૂ)

ખાડામાં પડેલા સિંહ બાળને બચાવી તેમની માતા સાથે કરાવ્યું મિલન

Jaydev Varu, Amreli | Last Modified - Jan 07, 2018, 12:27 AM IST
નાગેશ્રી રેસ્ક્યુ ટિમએ ગણતરીની કલાકોમાં સિંહ બાળને બચાવી લીધું ગામ લોકોએ વનવિભાગની કામગીરી બિરદાવી
ખાડામાં પડેલા સિંહ બાળને બચાવી તેમની માતા સાથે કરાવ્યું મિલન
ખાડામાં પડેલા સિંહ બાળને બચાવી તેમની માતા સાથે કરાવ્યું મિલન
અમરેલી: જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી નાગેશ્રી વિસ્તારમાં સિંહોનો દબદબો છે. અહીં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે. ત્યારે આજે ધોળાદ્રી ગામની સિમમાં આવેલ સરકારી પડતર જમીનમાં 8 ફૂટના ખાડામાં 7 માસનું સિંહ બાળ ખાબકતા નાગેશ્રી ગામના પૂર્વ સરપંચ અને સિંહ પ્રેમી અજયભાઇ વરૂએ વનવિભાગને જાણ કરતા રાજુલા વનવિભાગ અને નાગેશ્રી રેસ્ક્યુ ટિમ તાત્કાલિક ધોળાદ્રી ગામ નજીક પોહચી અને સિંહબાળનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું ગણતરીની મિનિટોમાં સિંહબાળને ખાડામાંથી બહાર કાઢી સિંહ બાળને હેમખેમ રીતે બચાવી લીધું હતું.

જેમાં રાજુલા વનવિભાગના દીલાભાઇ રાજ્યગુરુ નાગેશ્રી રેસ્ક્યુ ટિમના વિજયભાઈ વરૂ ,અજયભાઇ કોટીલા,સહીત રાજુલા વનવિભાગ સ્ટાફને સિંહ બાળને બચાવી લેવામાં મોટી સફળતા મળી હતી. જોકે સિંહબાળને પાંજરામાં પકડી તાત્કાલિક નાગેશ્રી વિસ્તારમાં તેમની માતા સાથે મીલન પણ કરાવી દીધું હતું. સિંહ બાળને કોઈ ઇજા અથવા તો બીમારી ન હતી. જેથી તાત્કાલિક છોડી દેવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ વખત વનવિભાગ દ્વારા તાત્કાલિક બચાવી લેતા સૌવ કોઈએ વનવિભાગની કામગીરીની સરાહના કરી હતી. સિંહ બાળનું માતા સાથે મિલન થતા સિંહ પરિવારમાં પણ ભારે ઉત્સાહ વધી ગયો હતો.

3 બચ્ચા પણ નાગેશ્રી વિસ્તારમા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તારમાં સિંહોનો દબદબો દિવસે દિવસે વધી રહ્યો છે તેની સામે વનવિભાગ પણ હવે હરકતમાં આવી ગયું છે. જો કે અહીં નાગેશ્રી વિસ્તારના સિંહ પ્રેમી અજયભાઇ વરૂએ જણાવ્યું હતું. મેં વનવિભાગને જાણ કરી એટલે તાત્કાલિક અહીં આવી જયને સિંહબાળને બચાવી તેમની માતા સાથે મિલન પણ તાત્કાલિક કરાવી દીધું હતું (તસવીર- જયદેવ વરૂ)

અમરેલીનાં છાત્રો નરારા ટાપુ ખાતે પ્રાકૃતીક શૈક્ષણિક શિબિરમાં જોડાયા

Bhaskar News, Amreli | Last Modified - Dec 28, 2017, 12:59 AM IST
શિબિર દરમિયાન છાત્રોએ દરિયાઇ જીવ સૃષ્ટી વિશે વિસ્તૃત માહીતી મેળવી
અમરેલીનાં છાત્રો નરારા ટાપુ ખાતે પ્રાકૃતીક શૈક્ષણિક શિબિરમાં જોડાયા
અમરેલીનાં છાત્રો નરારા ટાપુ ખાતે પ્રાકૃતીક શૈક્ષણિક શિબિરમાં જોડાયા
અમરેલી: દર વર્ષે અમરેલી કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને જામનગર પાસે આવેલ નરારા ટાપુ ખાતે મરીશ નેશન પાર્કમાં પ્રાકૃતીક શૈક્ષણીક શિબિર માટે લઇ જવામાં આવે છે. આ વર્ષે પણ સાયન્સ વિભાગના કોમ્પ્યુટર વિભાગના સ્ટાફ દ્વારા કુલ 50 વિદ્યાર્થીઓને નરારા ટાપુ ખાતે મરીન નેશનલ પાર્કમાં પ્રાકૃતીક શૈક્ષણીક શિબિર માટે લઇ જવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓએ અહીં વિવિધ દરીયાઇ જીવ સૃષ્ટી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
શિબિર દરમિયાન છાત્રોએ દરિયાઇ જીવ સૃષ્ટી વિશે વિસ્તૃત માહીતી મેળવી

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ અહીં જોવા મળતા વિવિધ દરીયાઇ જીવોને હાથમાં લઇ અલગ અલગ અનુભવ પણ કર્યો હતો. જેમ કે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના કરચલા, ઓક્ટોપસ, સ્ટાર ફીશ, એન્જલ ફીશ, કોરલ, પપર ફીશ, વિગેરે દરિયાઇ જીવોને હાથમાં લઇ અલગ અલગ અનુભવ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રિન્સીપાલ ડો. અતુલભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સફળ સંચાલન પ્રો.દિનેશભાઇ લાલકીયા, પ્રો.રવીભાઇ જોશી, પ્રો. ધર્મેશભાઇ, પ્રો. રૂષિભાઇ, તથા પ્રો. વિપુલભાઇ બાલધા દ્વારા કરવામાં આવ્યું હતું.

જીંગા ફાર્મ માટે ચેરનાં વૃક્ષનું આડેધડ નિકંદન, સાવજો પણ મેંગ્રુવ્જમા કરે છે વસવાટ

Bhaskar News, Rajula | Last Modified - Jan 01, 2018, 03:41 AM IST
મેંગ્રુવ્જનુ આ જંગલ ભરતીના સમયે દરિયાના ખારા પાણીને ખેતીની જમીન સુધી આગળ વધતુ અટકાવે છે

+1 બીજી સ્લાઈડ્સ જુઓ
વિકટર: દરિયાકાંઠે વિકસેલુ મેંગ્રુવ્જનુ જંગલ અહીના પ્રાકૃતિક સંતુલનને જાળવવામા ખુબ જ ઉપયોગી છે. પરંતુ રાજુલાના વિકટર, કથીરવદર વિસ્તારમા મેંગ્રુવ્જના આ જંગલનુ નિકંદન નીકળી રહ્યું છે. અહી જીંગા ફાર્મ બનાવવા માટે ભુમાફિયાઓ દ્વારા મેંગ્રુવ્જનો સોથ બોલાવી દેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ જવાબદારો સામે પગલાની માંગણી કરી છે.
વિકટર અને કથીરવદરનાં ખારામાં ભુમાફિયાઓએ 15-15 ફુટ ઉંચા વૃક્ષો જેસીબીથી ઉખેડી નાખ્યા

રાજુલા પંથકમા વિકાસની આંધળી દોટમા પ્રકૃતિની ઘોર ખોદાઇ રહી છે. ભ્રષ્ટ તંત્રની મિલીભગતથી લેભાગુ તત્વો અને ભુમાફિયાઓ પ્રકૃતિની ઘોર ખોદી રહ્યાં છે. રાજુલાના વિકટર અને કથીરવદર વિસ્તારમા દરિયાકાંઠે પુષ્કળ પ્રમાણમા મેંગ્રુવ્જ છે. પરંતુ હવે આ મેંગ્રુવ્જનુ નિકંદન નીકળી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અહી ભુમાફિયાઓ દ્વારા મેંગ્રુવ્જનો સફાયો કરવામા આવી રહ્યો છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ અહીના ખારા વિસ્તારમા પાછલા કેટલાક સમયથી મેંગ્રુવ્જનુ જંગલ દુર કરવામા આવી રહ્યું છે.

અહી જેસીબી અને હિટાચી મશીન દ્વારા આડેધડ મેંગ્રુવ્જનો સોથ બોલાવવામા આવી રહ્યો છે. ભ્રષ્ટ તંત્ર આ ગેરકાયદે પ્રવૃતિ અટકાવવાની દરકાર લઇ રહ્યું નથી. અહી રાતોરાત મેંગ્રુવ્જ દુર કરી તે સ્થળો પર દબાણ થઇ રહ્યું છે. મેંગ્રુવ્જનુ આ જંગલ અહીનુ પ્રાકૃતિક સંતુલન જાળવે છે અને દરિયાના ખારા પાણી સામે અહીની જમીનને રક્ષણ આપે છે. એટલુ જ નહી કુદરતી આપદાઓ સમયે પણ આ જંગલ કવચનુ કામ કરે છે.
ભુમાફિયાઓએ અહી જીંગા ફાર્મ બનાવવા માટે આ દબાણ કર્યુ છે. અહી રાતોરાત જીંગા ફાર્મ ખડકી દેવાયા છે. જેના કારણે આ વિસ્તારમા પ્રકૃતિને ભારે નુકશાન થઇ રહ્યું છે. જવાબદારો સામે આકરા પગલા લેવા સ્થાનિક આગેવાનોની માંગ ઉઠી છે.
કોણે કોણે કરી રજુઆત ?
મેંગ્રુવ્જના નિકંદન અંગે સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ હમીરભાઇ લાખણોત્રા, અજયભાઇ શિયાળ, જાવેદભાઇ ગાહા, અલ્પેશભાઇ વાજા, રવિભાઇ રાઠોડ, નરેશભાઇ સાંખટ વિગેરે દ્વારા પગલા લેવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.
ભરતીના પાણીને રોકે છે જંગલ
અહીનુ મેંગ્રુવ્જનુ આ જંગલ ભરતીના સમયે દરિયાના ખારા પાણીને ખેતીની જમીન સુધી આગળ વધતુ અટકાવે છે. જો આ સુરક્ષા દિવાલ નહી હોય તો જમીનને વ્યાપક
નુકશાન થશે.

આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનાં સિંહદર્શન, લોકો થયા રોમાંચિત

Bhaskar News, Dhari | Last Modified - Jan 01, 2018, 03:45 AM IST
જંગલના રાજાએ પણ શાંત ચિતે પ્રવાસીઓને તેના દર્શનનો મોકો આપી રોમાંચિત કરી દીધા હતા

આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનાં સિંહદર્શન, લોકો થયા રોમાંચિત
આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનાં સિંહદર્શન, લોકો થયા રોમાંચિત
ધારી: ધારી નજીક આંબરડી સફારી પાર્કમા આજે રવિવારના દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો. જંગલના રાજાએ પણ શાંત ચિતે પ્રવાસીઓને તેના દર્શનનો મોકો આપી રોમાંચિત કરી દીધા હતા.