Wednesday, June 29, 2011

ખાંભા નજીક બે ગાય અને એક વાછરડીને ફાડી ખાતા સાવજો.

  Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:38 AM [IST](27/06/2011
- ગાયોનું ધણ સાજે પરત ફરતુ હતુ ત્યારે સાવજો ત્રાટક્યા
ગીર કાંઠાના ખાંભા તાલુકામાં વસતા સાવજે માલધારીઓને ઉપયોગી પશુને મારી નાંખી કાળો કેર વર્તાવી રહ્યાં છે. ગઈ સાંજે બે સાવજોએ ખાંભાનાં નિંગાળા ગામની સીમમાં ગાયોનું ધણ ગામમાં પરત ફરતું હતું, ત્યારે બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું હતું.
અમરેલી જિલ્લાના મોટા ભાગનાં તાલુકામાં સાવજો દૂધાળા પશુઓનાં મારણ કરી પોતાની રાજાશાહીની આણ વર્તાવી રહ્યાં છે. ખાસ કરીને ગીર કાંઠાના ખાંભા તાલુકામાં સાવજોની આ રંજાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વધતી જાય છે. પેટની ભૂખ ભાંગવા આ સાવજો ગમે તેવા શિકારને મારી નાંખે છે. ગઈસાંજે ખાંભા તાલુકાના નિંગાળા ગામે બે સાવજોએ ત્રણ પશુનાં મારણ કર્યા હતાં. સાંજે મનુભાઈ નરશીભાઈ વઘાછીયાના માલઢોર સીમમાંથી પરત ગામમાં જતાં હતાં. ત્યારે સાંકડા નેશમાં એક સાવજે હુમલો કરી એક ગાય અને એક વાછરડીને ફાડી ખાદ્યી હતી. જ્યારે નિંગાળાની સીમમાં જ આજ સમયે સોંડાવાળી ધાર પર ગોબરભાઈ મેયાભાઈ ભરવાડનું ગાયોનું ધણ પરત આવતું હતું. ત્યારે એક સાવજે એક ગાયને ફાડી ખાદ્યી હતી. નિંગાળામાં થોડા સમય અગાઉ પણ સાવજોએ ગામમાં ઘુસી ચાર ગાયનું મારણ કર્યું હતું. સાવજોના આ આંતક સામે માલધારીઓમાં કચવાટ છે.

રાજુલા: બકરાં ચરાવતા ભરવાડ યુવાન પર દીપડાનો હુમલો.

  Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:29 AM [IST](26/06/2011)
સાવરકુંડલાની સીમમાં દીપડાએ ૧૦ વર્ષના આદીવાસી બાળકને ફાડી ખાધાની ઘટના તાજી છે ત્યાં આજે સાવરકુંડલાના થોરડી ગામની સીમમાં બકરા ચરાવી રહેલા ભરવાડ યુવાન પર દીપડાએ હુમલો કરી લોહી લુહાણ કરી દેતા તેને સારવાર માટે રાજુલા દવાખાને ખસેડાયો છે. યુવકને માથામાં તથા હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં બની હતી. અહિંનો વિનુ નાજભાઇ મુંધવા (ઉ.વ. ૨૫) નામનો ભરવાડ યુવાન આજે પોતાના ૨૫ જેટલા ઘેટા-બકરા લઇ સીમમાં ચરાવવા માટે ગયો હતો. સવારના નવેક વાગ્યાના સુમારે દીપડાએ એક બકરી પર છલાંગ મારી હતી. જેને પગલે વિનુ મુંધવાએ દીપડાને ભગાડવા પ્રયાસ કરતા તેણે છલાંગ મારી સીધો જ આ યુવક પર હુમલો કરી દીધો હતો. દીપડાએ વિનુને માથામાં તથા હાથ પર ગંભીર ઇજા પહોંચાડતા તે લોહી લુહાણ બની ગયો હતો.
આ યુવકને સારવાર માટે રાજુલાના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. સાવરકુંડલાના યુવા ભાજપના મહામંત્રી દીનેશ લાડુમોર, રાજુલાના યુવા ભાજપ કાર્યકર હરેશ કાતરીયા વગેરે દવાખાને દોડી ગયા હતા. સાવરકુંડલા તાલુકામાં દીપડા દ્વારા હુમલાની ઘટનાઓ વધતી જતી હોય ખેડૂત સમાજમાં ફફડાટ છે.
અન્ય માલધારીઓએ યુવકને બચાવ્યો -
દીપડાએ જ્યારે ભરવાડ યુવાન પર હુમલો કર્યો ત્યારે તેના મિત્રો ઘોહાભાઇ ભરવાડ વગેરે બાજુમાં જ માલઢોર ચરાવી રહ્યા હતા. તેઓ લાકડીઓ લઇ ઘટનાસ્થળે દોડયા હતા. જેને પગલે દીપડો ભાગી જતા ભરવાડ યુવાન વધુ ઇજામાંથી બચી ગયો હતો.  
દીપડાને પકડવા પાંજરાં મુકાયાં -
ઘટનાની જાણ થતા સાવરકુંડલાના આરએફઓ સી.બી. ધાંધીયા, રાજુલાના આરએફઓ મોર વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ભરવાડ યુવાન પર હુમલો કરનાર દીપડાને પકડવા સીમમાં પાંજરૂ ગોઠવી દીધુ હતુ.

‘કામાતુર’ સિંહણને પામવા સાવજો વચ્ચે ‘મહાસંગ્રામ’

 Source: Bhaskar News, Amreli   |   Last Updated 3:49 PM [IST](27/06/2011)
 - પ્રાણીઓમાં પણ ‘જોરું’ કજિયાનું છોરું!
- પરાજીત સાવજને દર્દમાં કણસતો છોડી સિંહ-સિંહણ સંવનન માટે ચાલી નીકળ્યા
કામાતુર સિંહણને પામવા જ્યારે બે ડાલામથ્થા સાવજો વચ્ચે ખૂંખાર જંગ ખેલાય ત્યારે ગીર પણ ધ્રુજી ઉઠે છે. જીવસટોસટનો આવો એક જંગ ગીર પૂર્વમાં હડાળા નેસ નજીક બે સાવજો વચ્ચે ખેલાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક સાવજે તરફડીને જીવ છોડી દીધો હતો. જ્યારે વિજેતા સિંહ સિંહણને લઈ સંવનન માટે ચાલી નિકળ્યો હતો.
જંગલનાં કાયદાઓ ક્રુર અને અનોખા હોય છે. અહિં માદાને પામવા માટે શકિતશાળી અને સર્વશ્રેષ્ઠ હોવું જરૂરી છે. પોતાની આ શ્રેષ્ઠતા માદાની સામે જ સાબિત કરવી પડે છે. તેમાં પણ માદાને પામવા જ્યારે બે સબળ દાવેદારો સામે આવે છે ત્યારે લડાઈ અચુક થવાની. આવી લડાઈ જ્યારે સાવજો વચ્ચે થાય ત્યારે બંનેમાંથી એકે પાછા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. ગંભીર ઈજા કે એકનું મોત જ બીજાને વિજેતા બનાવી શકે છે.
ગીર પૂર્વની હડાળા રેન્જમાં શુક્રવારની સાંજે બે ડાલામથ્થા સાવજ વચ્ચે એક સિંહણને પામવા માટે ખૂંખાર લડાઈ થઈ હતી. હડાળા નેસ નજીક જામવાળી વિસ્તારમાં કામાતુર સિંહણને મેળવવા બંને સાવજો જીવ સટોસટની બાજી પર આવી ગયા હતાં. જ્યાં એક કદાવર સાવજે આશરે પાંચ વર્ષની ઉમરના યુવાસિંહને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. દાંત અને ન્હોર વડે તેણે યુવા સિંહના શરીરને લોહી લુહાણ કરી દીધું હતું.
પરાજીત ઘાયલ સિંહને પડતો મૂકી સિંહ-સિંહણ સંવનન માટે ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતાં. જ્યારે પીડાથી કણસતો સાવજ ધૂળમાં તરફડીયા મારતો રહ્યો હતો. અને આખરે દમ તોડી દીધો હતો. પેટ્રોલીંગ દરમ્યાન જંગલખાતાનાં સ્ટાફને અહીંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃત સિંહનો કબજો લઇ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સિંહના બધા નખ યથાવત હતા.

નવીન જાતિનો સાપ જોવો છે? તો અહીં ક્લિક કરો.

 Source: Bhaskar News, Rajula   |   Last Updated 11:21 AM [IST](28/06/2011)
 - ગુજરાતમાં ૨૫૧ જાતિના સાપો છે પણ આ જાતિ અલગ
રાજુલામાં ભેરાઈ રોડ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં નવતર પ્રકારનો સાપ નિકળતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આ અંગે મકાન માલિકે સર્પ સંરક્ષણ મંડળને જાણ કરતા તેઓ દોડી આવી આ સાપને પકડી લીધો હતો.
ભેરાઈ રોડ નજીક આવેલ ભૂપતભાઈના રહેણાંક મકાનમાં એક નવતર સાપ નિકળતા થોડીવાર માટે ફફડાટ ફેલાયો હતો અને આ સાપને નિહાળવા આજુબાજુમાં રહેતા રહીશો દોડી આવ્યાં હતાં. આ ઘટના અંગે ભૂપતભાઈએ સર્પ સંરક્ષણ મંડળને જાણ કરતા મંડળના પ્રમુખ અશોકભાઈ સાંખડ સહિત સભ્યો આવી પહોંચ્યા હતાં. અને આ સાપને પકડી લીધો હતો.
આ સાપ વિશે અશોકભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૫૧ જાતિના સાપો કરતા આ જાતિ અલગ છે. આ સાપ કોબ્યુબ્રીટી કુળનો તેમજ રૂપસુંદરી ટીન્કેટ તેમજ બિલ્લી નામના સાપને મળતો આવે છે. આ જાતિનો સાપ આ વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળ્યો છે. નવીન જાતિનો સાપ જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. આ વિસ્તારમાંથી અવારનવાર અનેક સરિસ્રૂપો મળી આવે છે. આ સાપને પકડી લેવામાં લોકોએ રાહતના શ્વાસ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, મેઘરાજાએ આગમન કર્યા બાદ છેલ્લા પખવાડીયાથી વરસાદ ન પડતા ભારે ઉકળાટને બફારાનું વાતાવરણ થતા ઝેરી જીવજનતુઓ બહાર નિકળતા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે રાજુલામાં પણ નવીન જાતનો સાપ જોવા મળ્યો છે જેને જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

ધારી નજીક દિપડાએ સુતેલા પ્રૌઢા કર્યો હુમલો.

  Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:24 AM [IST](29/06/2011)
 - કરમદડીની સીમમાં વાડીએ સુતેલા પ્રૌઢા પર દિપડા હૂમલો
- ગાલ પર દાંત બેસાડી દેતા દવાખાને ખસેડાયા
ધારી તાલુકાનાં કરમદડી ગામની સીમમાં વાડીએ સુતેલા પ્રૌઢા પર ગઇ રાત્રે એક દિપડાએ હૂમલો કરતા તેને સારવારમાટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.અમરેલી જિલ્લામાં દિપડા દ્વારા માણસ પર હૂમલાની ઘટના સતત વધી રહી છે. સાવરકુંડલા તાલુકામાં દિપડાએ એક આદિવાસી બાળકને ફાડી ખાધાની અને એક યુવાન પરહુલો કર્યાની ઘટના તાજી છે. ત્યાં હવે ધારી તાલુકાનાં કરમદડી ગામે આવી ઘટના બની છે.લખાણીયા રેન્જમાં આવેલા કરમદડીની સીમમાં વજી બેન જીકાભાઇ કોળી (ઉ.વ.૫૦) નામના પ્રૌઢા ગત રાત્રે વાડીએ ખૂલ્લામાં સુતા હતા ત્યારે ત્યાં ચડી આવેલા એક દિપડાએ તેમના પર હૂમલો કરી દીધો હતો. દિપડાએ તેમના ગાલ પર દાંત બેસાડી દીધા હતા રાડારાડ થતાં દિપડો નાસી છુટયો હતો ઘવાયેલ વજીબેનને સારવાર માટે ધારીનાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે જંગલખાતાનો સ્ટાફ રાત્રે જ ધારીના સરકારી દવાખાતે દોડી ગયો હતો. ગામ લોકોએ દિપડાને પાંજરે પુરવા માંગ ઉઠાવી છે.

ઉના નજીક સીમમાં સિંહ પરિવારે બે ઘેંટાનું મારણ કર્યું.

  Source: Bhaskar News, Una   |   Last Updated 12:16 AM [IST](28/06/2011)
- સમગ્ર પંથકમાં સિંહદર્શનની રોજીંદી બનતી ઘટના
ઉનાથી માત્ર ૯ કિ.મી.નાં અંતરે આવેલા ઝુડવડલી ગામમાં બે માસ પહેલાં એક સિંહણ જાણે વસવાટ કરવાના ઇરાદે આવી પહોંચી હોય તેમ ગામનાં સરપંચની વાડીમાં દિવસો સુધી ધામા નાંખ્યા બાદ વનવિભાગે તેને પાંજરામાં પુરી જંગલમાં મુક્ત કરી દીધી હતી. ત્યાં ફરી સિંહ પરિવારે ગામની સીમમાં ધામા નાંખતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

ગામની સીમમાં નનુભાઇ રબારી નિવાસ કરે છે. અને ઘેંટા પાળી જીવન નિવૉહ ચલાવે છે. આજે વહેલી સવારના એક િસંહણ તેના ચાર બચ્ચાં સાથે શિકારની શોધમાં આવી ચઢી વાડામાં બાંધેલા ઘેંટા પર હુમલો કરી બે ઘેંટાને મોતને ઘાટ ઉતારી નિરાંતે મજિબાની માણી હતી. વહેલી સવારે સિંહ પરિવાર આવી ચઢયો ત્યારે નાનુભાઇની અચાનક આંખ ઉઘડી જતાં સિંહણ એક ઘંેટાને પોતાના જડબામાં પકડી સરપંચની વાડીમાં ઢસડી જતી જોવા મળતાં ગભરાઇ ગયા હતાં. આ બનાવ અંગે સરપંચ કાંતીભાઇ ઉકાણીએ વન વિભાગને જાણ કરતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી સિંહણનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ઊના પંથકમાં સિંહ દર્શન રોજીંદા જોવા મળી રહ્યા છે.
દીપડાએ વાછરડીનો શિકાર કર્યો –
તાલાલા : તાલાલાનાં આંકોલવાડીમાં વંડી ટપી દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. ડાંગાવાડી વિસ્તારમાં રહેતા પટેલ ફુલાભાઇ ઉકાભાઇ મકાણીનાં મકાનની આઠ ફુટ ઉંચી કાંટાળી વંડી ટપી ફિળયામાં બાંધેલી વાછરડીનું દીપડો મારણ કરી જતાં લોકોમાં ફફડાટ છવાયો છે. આ વિસ્તાર ગામનાં છેવાડાનાં ભાગે આવેલો હોવાથી વનવિભાગ દ્વારા રાત્રી પેટ્રોલીંગ ગોઠવવાની ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.

વિસાવદર પાસે બાઈક અડફેટે માદા ઝરખનું મોત.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:55 AM [IST](28/06/2011)
 વિસાવદરથી ચાર કિ.મી.નાં અંતરે પ્રેમપરાના માર્ગ પર રવિવારનાં રાત્રીનાં સમયે બાઈક અડફેટે માદા ઝરખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલકને પણ પગના ભાગે ઇજા પહોંચી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં પ્રેમપરાનાં રહીશ અને નિવૃત્ત આચાર્ય પ્રવિણભાઈ ભટ્ટ રવિવારનાં રાત્રીનાં ૯:૩૦ વાગ્યાની આસપાસ પોતાની બાઈક પર વિસાવદરથી પ્રેમપરા જઈ રહ્યા હતાં ત્યારે રોડ પર અચાનક એક માદા ઝરખ દોડી આવતા અને બાઈક સાથે અથડાય જતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ માદા ઝરખની ઉંમર આશરે પાંચ વર્ષની હતી.
પ્રવિણભાઈ પણ બાઈક પરથી ફેંકાય જતાં તેમને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતાં. આ બનાવ અંગે આરએફઓ એન.એમ.જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ઝરખ એ અનુસુચિ-૩નું વન્યપ્રાણી છે. અને મૃત ઝરખના પીએમ રીપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરાશે.

કોડીનારમાં વન્યપ્રાણીનાં માંસ સાથે બે ની અટક.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:26 AM [IST](28/06/2011)
- દેવીપૂજક શખ્સોએ જંગલી ભુંડનો શિકાર કર્યો હતો
કોડીનારનાં છારા બીટનાં ફોરેસ્ટગાર્ડ એમ.એ. પરમાર તથા ભરવાડ જંગલ વિસ્તારની ફેરણીમાં હતા ત્યારે સરખડી ગામના રેવન્યુ મઠ વિસ્તારમાંથી સોમા માવજી દેવી પૂજક (ઉ.વ.૪૦) અને કાના મોહન દેવીપૂજક નેવન્યપ્રાણીના માંસ સાથે પકડી પાડ્યા હતાં.
આ શખ્સોની પૂછપરછમાં જંગલી ભુંડનો શિકાર કર્યાની કબુલાત કરી હતી. આ બંને શખ્સોને જામવાળા ઓફિસ ખાતે લઈ જવાયા હતાં.વન વિભાગે બંને શખ્સોને આજે કોર્ટમાં રજુ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવી વધુ વન્યપ્રાણીઓનાં શિકારમાં સંડોવાયેલા છે કે કેમ ? તેની વિગતો મેળવવા વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે.

Friday, June 24, 2011

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો.

- આબોહવાના અંતિમોની આગાહી થઈ શકતી નથી 'સાહેલ'માં પડેલ ભયંકર દુષ્કાળ, પાકિસ્તાનમાં આવેલ વિનાશક પૂર, ઓસ્ટ્રેલિયામાં લાગેલી ઘાસમાંથી સર્જાતો દવ ફરી ક્યારે આવશે તે જુગારખાનામાં પાસા નાખવા જેવું છે
ગ્લોબલ વૉર્મિગના કારણે દુનિયાના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે અને તેનાથી પૃથ્વીની આબોહવામાં બદલાવ આવી રહ્યો છે તે એક મોટી સમસ્યા છે પરંતુ ગરમીના મોજા અવારનવાર આવે છે તેનાથી તાપમાન અંતિમ સ્થિતિએ પહોંચી જાય છે તે બીજી વાત છે. ગરમીનું મોજું આવવાથી તાપમાન અંતિમ સ્થિતિઓ પહોંચી જાય છેતે વધારે જોખમી છે. ખાસ કરીને ઉષ્ણ કટિબંધથી વિસ્તારોમાં પહાડો પર વસતા જીવોથી અનેક જાતિઓ પર ખતરો મંડાઈ રહ્યો છે.

વિષુવૃત્તની ઉત્તરે અને દક્ષિણે સાડા ત્રેવીસ અંશ અક્ષાંસો વચ્ચેનો પ્રદેશ ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહે છે. આ વિસ્તારમાં વરસાદી જંગલોમાં પહાડો પર જીવતા અનેક જાતિના પ્રાણીઓ વસે છે. ગરમીના મોજા વચ્ચે આવતા લેપના અસ્તિત્વ પર ખતરો ઉભો થાય છે. આ વિસ્તારોમાં વસતા અનેકવિધ પક્ષીઓ, આંચળવાળા પ્રાણીઓ અને દેડકાઓની અનેક જાતિઓ કે જેઓ ઠંડા, વાદળછાયા, પર્વતની ટોચ પરના જંગલોમાં વસવાટ કરવા ટેવાયેલા છે તેમના પર જોખમ ઉભું થાય છે.

દરમ્યાન ગરમ, વરાળયુક્ત નીચાણવાળા પ્રદેશોમાં પ્રાણીઓ અને વનસ્પતિની એક જાતિઓ તેમની મહત્તમ ઉષ્મીય સીમા પર જીવી રહી છે. હવે વધારે ગરમી તે સહન કરી શકે તેમ નથી. અમેરિકામાં આવેલ યુનિવર્સિટી ઓફ કનેક્ટીકટના રોબર્ટ કોલવેલના કહેવા પ્રમાણે વિરાટ નદીઓ એમેઝોન અને કોંગોના તટપ્રદેશમાં વાતાવરણના તાપમાન તીક્ષ્ણાગ્ર વધારો પાયમાલી સર્જે તેમ છે. આ વિસ્તારમાં નજીકમાં નજીકના પહાડો હજારો કિલોમીટર દૂર છે તેથી ગરમીનો તણાવ અનુભવતી જાતિઓ નાસીને પણ પણ ક્યાંય જવા પણું છે નહીં.
 માત્ર ગરમીના મોજા જ ચિંતાનો વિષય નથી આબોહવાના મોડેલો સૂચવે છે કે મૂશળધાર વરસાદના બનાવો અને પુર હોનારતો પણ વધવાની સંભાવના છે. ઉષ્ણ વાતાવરણ વધારે ભેજ સંગ્રહે છે. તે ભારે વરસાદને ઇંધણનો વધારે પુરવઠો પુરો પાડે છે તેમ કહી શકાય.
 અલબત્ત મુશળધાર વરસાદ વન્યજીવો માટે એકલું એટલું મોટું જોખમ નથી પરંતુ ગરમ વાતાવરણના કારણે થતી અતિવૃષ્ટિ દુષ્કાળ લાવે છે. તે બન્નેની જુગલબંધી વન્ય જીવોનું જીવન દોહ્યલું કરી દે છે.
 ઇ.સ. ૨૦૦૫માં એમેઝોનના તટ પ્રદેશમાં નવા જ પ્રકારનો દુષ્કાળ ત્રાટક્યો હતો સામાન્ય રીતે તે વિસ્તારમાં દુષ્કાળ પડવાનું કારણ પ્રશાંત મહાસાગરમાં અલ નીનો નામના વિશાળ પાયે થતી ઘટનાઓ છે. તે ઘટનાઓ ઘટે છે ત્યારે એમેઝોનના તટપ્રદેશના વધારે સૂકા અને પૂર્વ દક્ષિણ ભાગોમાં વરસાદની તીવ્ર અછત પડે છે. ત્યાં વરસાદ વરસતો નથી. લોકો વરસાદ માટે વલખા મારે છે. પરંતુ ૨૦૦૫ની ઘટના જુદી હતી. તેની પાછળનું કારણ એટલાંટિક મહાસાગરની સપાટીમાં અસાધારણ રીતે થયેલો વધારો હતો. તેણે પશ્ચિમ એમેઝોનના વિસ્તારો પર સખત અસર કરી. ખાસ કરીને પેરૃ અને પશ્ચિમ બ્રાઝીલમાં ભયંકર દુષ્કાળ ફરી વળ્યો. આ વિસ્તારો સૌથી વધારે ભીનાશવાળા અને તટપ્રદેશોનો સૌથી વિશેષ જીવોની વિવિધ જાતિઓના સમૃદ્ધ વિસ્તાર છે. તેમાં થોડી જાતિઓ જ દુષ્કાળની સામે ટકી શકે તેવી છે. વરસાદી જંગલોના અનેક વૃક્ષો નાશ પામ્યા. વૃક્ષોની કેટલી જાતિઓ સમૂળગી નાશ પામી તેની નોંધ નથી પરંતુ મૃત્યુ પામતા વૃક્ષોએ વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડયો. ૨૦૦૫ના આ દુષ્કાળે આબોહવાના તજજ્ઞાોને પણ અવાચક કરી દીધા.
 એક અભૂતપૂર્વ પરિસ્થિતિ કે જેણે ભયંકર દુષ્કાળ ફેલાવ્યો તેણે જ કેટરિના નામાના હરિકેનનું સર્જન કરેલું. આપણે જાણીએ છીએ કે હરિકેન એક પ્રકારનું વાવાઝોડું છે. ઉપરોક્ત હરિકેનને કેટરિના એવું નામ આપવામાં આવેલું. કેટરિના હરિકેન મેક્સિકોના અખાતમાં મોટી પાયમાલી સર્જી હતી. હરિકેન મેક્સિકોના અખાતમાં મોટી પાયમાલી સર્જી હતી. હરિકેનો ચક્રવાતો અને ટાઇફૂનો દર વર્ષે પૃથ્વીના વિશાળ વિસ્તારોમાં ખાનાખરાબી સર્જે છે. કેટલાક આબોહવા વૈજ્ઞાાનિકોના મતે પૃથ્વી જેમ વધારે ગરમ થશે તેમ આ તોફાનોની તીવ્રતા વધશે. હરિકેનો, ચક્રવાતો અને ટાઇફૂનો હવામાનમાં ઉદ્ભવતા વિવિધ જબરજસ્ત તોફાનોના નામ છે.
 મૂળભૂત રીતે ચક્રવાતો તો ગરમીને વિખેરી નાખતા રાક્ષસી યંત્રો છે. આવા તોફાનોના માપ હોય છે. હરિકેનની તાકાતનું માપ આપતા સ્કેલને સાફિર સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલ છે. તેમનું મહત્તમ માપ પાંચ છે. આ સ્કેલ પર જેનું ૪થી ૫ માપ હોય તેવા 'દરિયાઈ તોફાનને 'મેગાસ્ટોર્મ' કહે છે એટલાન્ટિક મહાસાગરમાં આ મેગા સ્ટોર્મ એટલે કે મહાઝંઝાવાત છેલ્લી સદીમાં વારંવાર આવતા જોવા મળ્યા છે એટલ કે તેની ફ્રીકવન્સી વધી છ તેની સાથે સાથે દરિયાની સપાટીથી તાપમાન પણ વધતુ માલુમ પડયું છે. બીજી રીતે કહીએ તો એટલાન્ટિક મહાસાગરમાં આવતા એ મેગા સ્ટોર્સ (મહા ઝંઝાવાત) અને તેની સપાટીના તાપમાનમાં વઘારાની જુગલબંધી જોવા મળી છે.
 આવા મહા ઝંઝાવાતોએ કાંઠા પરના ટાપુઓ પરના જંગલોને ઉખેડીને મેદાનો કરી દીધા છે અને અન્ય પરવાળાના ટાપુઓ જેવા આવાસોને ગંભીર રીતે નુકસાન પહોંચાડયું છે વાવાઝોડા અને તોફાનોથી થતા નુકસાન પારિસ્થિતિકી તંત્રો (ઇકો સિસ્ટમ) માટે નવા નથી કુદરતમાં આથી વિસર્જન અને સર્જનની પ્રક્રિયાની આવન-જાવન થતી હોય છે થોડા સમયમાં પરિસ્થિતિ થાળે પડી જતી હોય છે. અન તંત્ર બેઠું થઈ જાય છે. જંગલોમાં અનેક વૃક્ષો ઢળી પડયા પછી કેટલાક વર્ષમાં વળી પાછા વૃક્ષો ઉગીને મોટા થઈ જતા હોય છે. પશુ પક્ષીઓના કુદરતી આવાસો પણ રચાય જતા હોય છે પરંતુ મહાઝંઝાવાતો ઉપરાઉપરી ચાલ્યા કરે તો પારિસ્થિતિકી તંત્ર (ઇકો સિસ્ટમ)ને પોતાને પુનઃસ્થાપિત થવાનો બહુ ઓછો સમય મળે છે હજુ તો પરિસ્થિતિ ફરી સમી-નમી થાય ત્યાં બીજું તોફાન ખેદાન મેદાન કરી નાખે છે જેથી વેરવિખેર થઈ ગયેલા આવાસો જંગલી ઘાસ અને જંગલી પ્રાણીઓના આક્રમણો સહજ થઈ જાય છે. જંગલમાં લાગતા દવ પણ ત્યાં સહજતાથી લાગી શકે છે.
 અહીં મોટો પ્રશ્ન સામે એ આવીને ઉભો રહે છે કે હવામાનની અંતિમ સ્થિતિ સામે પૃથ્વી પરથી પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિ કેવો પ્રતિકાર આપશે ? આ પ્રશ્નનો ઉત્તર આપવો આમ તો મુશ્કેલ છે જો કે છેલ્લામાં છેલ્લા સંશોધનો સૂચવે છે કે આવી ઘટનાઓ જીવોની કઈ જાતિઓ ક્યાં વસવાટ કરશે તે નિશ્ચિત કરવામાં ચાવીરૃપ ભાગ ભજવી રહી જ છે. દાખલા તરીકે પક્ષીઓની ઘણી જાતિઓ જે ભૌગોલિક વિસ્તારમાં રહે છે તે તેમની અત્યંત ઉાંચા તાપમાનની પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા બતાવે છે. આ વનસ્પતિ માટે પણ એટલું સાચુ છે આપણે જાણીએ છીએ કે વિષુવૃત્તના વિસ્તારમાં વસતા પક્ષીઓ અને ત્યાં થતી વનસ્પતિ ધુ્રવ પ્રદેશોના વિસ્તારમાં વસતા પક્ષીઓ અને વનસ્પતિઓની જાતિઓ માટે તેમની હવામાનના અંતિમો સહન કરવાની ક્ષમતા અનુલક્ષીને તેમના વસવાટના ભૌગોલિક વિસ્તારો નિશ્ચિત થઈ ગયા છે. તે પૈકી કેટલાક તેમના ભૌગોલિક વિસ્તારની સરહદ નજીક વસતા હોય છે. તેમના માટે હંમેશા જોખમ તોળાયેલું રહે છે. પર્યાવરણીય દુષ્કાળ પડે, ગરમીના મોજા આવે અથવા ઠંડીનો ઝપાટો આવે ત્યારે તે સામુહિક મૃત્યુ પામતા હોય છે. ૨૦૦૨ના જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ન્યુસાઉથ વેલ્સમા તાપમાન ૪૩ અંશ સેલ્સિયસ થઈ જતા ફ્લાઇંગ ફોક્સ (ઉડતી લોમડી) જાતની વડવાગોળો બપોર પછી ઝાડ પરથી ટપોટપ પડીને ૨૦૦૦ની સંખ્યામાં મોતને ભેટી હતી. આ તો વસાહતની ઘટનાની વાત છે પરંતુ અનેક વસાહતોની ગણત્રી માંડીએ તો હજારો વડવાગોળો મોતને ભેટી હતી. પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિના ભૌગોલિક વિસ્તારોના છેડે વારંવાર આવા ફેરફારો થતા રહે તો તેમન ભૌગોલિક વિસ્તારો ટૂંકા થતા રહે અને બિલકુલ નાબૂદ થઈ જાય છે. તેમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે 'સારા જહાં હમારા, રહને કો ઘર નહીં' જેવી સ્થિતિ થાય.
હવામાનના અંતિમોની સંભવતઃ સૌથી ડરામણી ચીજ હોય તો તે મૂળભૂત રીતે અણધાર્યાપણું છે તેની આગાહી થઈ શકતી નથી આપણને માત્ર લગભગ નિશ્ચિત છીએ કે હવામાનમાં અંતિમ સ્થિતિનું નિર્માણ વધારે વારંવાર થશ તેનો અર્થ એ નથી કે આપણે તે ક્યારે અને ક્યાં થશે તેની આગાહી કરી શકીએ. વૈશ્વિક સ્તરના કોમ્પ્યુટર મોડેલ પરથી સ્થાનિક પારિસ્થિતિકીના તારો કાઢવાની અક્ષમતાનો અર્થ એ થાય કે આપણે અડધા અંધ હોઈએ તેમ ઉડ્ડયન કરી રહ્યા છીએ જો તમે હવે પછીનો બીજો ભયંકર દુષ્કાળ ક્યારે આવશે, પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતમાં આવેલ ભયાનક પૂર હવે પછી ક્યારે આવશે, ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ ફરી ક્યારેલાગશે તેની આગાહી કરવી તે જુાગારખાનામાં દઈ પાસા ફેંકવા જેવી વાત છે.

તાપમાનના અંતિમો, પુર હોનારતો, વાવાઝોડા, જંગલમાં દવ લાગવા, સાંબેલાધારે વરસાદ થવો એ બધા હવામાનના અંતિમો છે. તેને હીટ શોક (ગરમી આઘાત) કહે છે. આપણે તેને અટકાવવા શું કરી શકીએ ? સૌથી પહેલા તો આપણે ગ્લોબલ વૉર્મંગના ગુનેગાર એવા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવો જોઈએ. એક તજજ્ઞાના મતે આપણે ઉપરોક્ત વાયુઓના ઉત્સર્જનને આડેધડ વઘવા દઈશું તો આબોહવાના બદલાવ જે પ્રમાણમાં અને જે ઝડપે આવશે તેમાં આપણે તણાઈ જઈશું અથવા તો કહી શકાય કે આપણે ખૂંપી જઈશું.

પ્રાકૃતિક આરક્ષિત વિસ્તારોને વધારવાના પ્રયત્નો વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુનું ઝડપથી વધારો ઘટાડો ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તારોના જંગલો જમીનદોસ્ત થતા વાતાવરણમાં દર વર્ષે પાંચ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઠલવાય છે. તે વૈશ્વિક ઉત્સર્જનના ૧૭ ટકા થાય. કુદરતી આવાસોની જાળવણી માત્ર પારિસ્થિતિકી તંત્ર (ઇકો સિસ્ટમ)ને વધારે સ્થિતિસ્થાપક બનાવશે એટલું નહીં એવી રીતે આબોહવાના બદલાવનો સામનો કરશે.

તળિયાની રેખા એ છે કે ગ્લોબલ વોર્મિંગ વન્યજીવો માટે વધારે ભયાનક છે અને વધુ અણધારેલ છે. માનવીઓ તો પોતાની સુરક્ષા માટે વ્યવસ્થા ઉભી કરી શકશે પરન્તુ વન્યજીવો માટ આરક્ષિત પ્રાકૃતિક વિસ્તારો ઉભા નહીં કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા પેલી વડવાગોળની જેમ ટપોટપ મૃત્યુ પામવા સિવાય કોઈ રસ્તો નહીં બચે.

- આબોહવા બદલાવમાં આવતા ગરમીના મોજાં સામે માનવીઓ તો ગમે તેમ બચી જાય પરંતુ વન્યજીવોનું શું ?
અતિશય ગરમી, અતિશય ઠંડી, દુષ્કાળો, પુર હોનારત ભયંકર વાવાઝોડા વગરે આબોહવાના અંતિમો છે આવી પરિસ્થિતિમાં વન્યજીવોને ક્યાં જવું તે સૂઝતું નથી ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડો, પ્રાકૃતિક આરક્ષિત વિસ્તારો રચો, આરક્ષિત સ્થાનોમાં વિક્ષેપ ઘટાડો
Source: http://www.gujaratsamachar.com/20110624/purti/science/sci2.html

ખાંભાના પીપળવામાં યુવતી પર ફોરેસ્ટરનો નિર્લજ્જ હુમલો.


ખાંભાના પીપળવા ગામે એક ફોરેસ્ટર એક યુવતીની ચુંદડી ખેંચી નિર્લજ્જ હુમલો કરી ધમકી દીધાની પોલીસ ફરિયાદમાં નોંધાતા ચકચાર જાગી છે. ફોરેસ્ટર અન્ય મહિલાઓને લાકડી વડે માર મારતા મહિલાઓને સારવાર માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડવામાં આવી છે.ખાંભાના પીપળવા ગામની મુકતાબેન મનુભાઈ જાદવ (ઉ.વ.૪૦)નામની કોળી મહિલા અને ગામની અન્ય મહિલાઓ સાથે લાકડાના ભારા લઈને આજે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ આવી રહી હતી ત્યારે પીપળવાના ફોરેસ્ટર પરડવા, ગાર્ડ પરમાર, વનમિત્ર જીતુભાઈ, ચીનુભાઈએ તે મહિલાઓને અટકાવી હતી.ફોરેસ્ટરે લાકડાના ભારા બાબતે એક યુવતીનું બાવડું પકડી ચુંદડી ખેચી નિર્લજ્જ હુમલો કર્યો હતો અને ગાળો દઈ ધમકી આપી હતી આ ઉપરાંત લાકડી વડે અન્ય મહિલાઓને માર મારતા મહિલાઓને ખાંભા દવાખાને ખસેડાઈ હતી. ત્યાં કલાકો સુધી ખાંભા પોલીસે ફોરેસ્ટર અધિકારી સામે પોલીસ ફરિયાદ લેવા માટે ગલ્લાતલ્લા કરતા ગ્રામજનોમાં રોષ ફેલાય હતો. બાદમા ધારાસભ્યોને રજૂઆત કર્યા બાદ ખાંભા પોલીસે ફોરસ્ટર પરડવા સહિત ચાર સાથે ગુનો નોંધાયો હતો.
અમરેલી,તા.ર૧
source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=301003

પ દીપડા અને ૩ સિંહ ખૂલ્લા કૂવામાં ખાબક્યાં.


જૂનાગઢ, તા.૧૮
ગિરનાર અભયારણ્યમાંથી બહાર નિકળીને રેવન્યુ વિસ્તારમાં આવી જતા સિંહ-દીપડા ખૂલ્લા કૂવામાં પડી રહ્યા હોવાના બનાવમાં થઈ રહેલો વધારો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મળતી વિગતો અનુસાર ચાલુ વર્ષે ફક્ત ત્રણ માસમાં તંત્રની બેદરકારીથી પ દીપડા અને ૩ સિંહ ખૂલ્લા કૂવામાં ખાબક્યા હોવાના બનાવો બની ચૂક્યા છે.
  • ત્રણ માસમાં ઉપરા છાપરી બનેલી ઘટનાથી ચિંતાનું મોજુ
ગિરનારમાંથી બહાર નિકળેલી સિંહણ પારાપેટ વગરના ખૂલ્લા કૂવામાં ખાબકી હોવાના પ્રકાશમાં આવેલા ત્રીજા બનાવે વન્યપ્રેમી પ્રજાજનોમાં ચિંતાનું મોજુ પ્રસરાવી દીધું છે. ત્યારે મળતી વિગતો અનુસાર ચાલુ વર્ષે ત્રણ માસમાં આવી આઠ ઘટનાઓ બની ચૂકી છે.
ગિરનાર અભયારણ્યની દક્ષિણ રેન્જમાં ત્રણ દીપડા ખૂલ્લા કૂવામાં પડી ગયા હતાં. જેને બચાવી લેવાયા હતાં.
જ્યારે ઉત્તર રેન્જમાં બે દીપડા અને એક સિંહ, એક સિંહણ અને એક સિંહબાળ ખૂલ્લા કૂવામાં પડી ગયા હતાં. જેમાંથી એક સિંહ અને સિંહબાળના મોત નિપજ્યા હતાં. નસીબજોગે કૂવામાં પાણી ન હોવાથી સિંહણ બચી ગઈ છે. ગિરનાર અભયારણ્યની સાવ નજીકના રેવન્યુ વિસ્તારમાં આવેલા ખૂલ્લા કૂવામાં જ આ બધા પ્રાણીઓ પડી ગયા છે. ગિરનાર આસપાસ ૬૦૦ જેટલા આવા કૂવા ખૂલ્લા છે. જેના ફરતે પારાપેટ બનાવવાની કામગીરી સાવ મંદ ગતિમાં ચાલી રહી છે. ત્યારે સરકાર અને વનવિભાગ આ દિશામાં સત્વરે કાર્યવાહી ઝડપી બનાવે તેવી માગણી ઉઠી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=300157

કૂવામાં ખાબકેલું કિડીખાઉં બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન.


જૂનાગઢ તા.૨૧
સામાન્ય રીતે સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓ કૂવામાં ખાબકતા હોય છે. અને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં આવતા હોય છે. પરંતુ તાજેતરમાં જ વનવિભાગ દ્વારા કિડીખાંઉનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કૂવામાં પડી ગયેલા પેંગોલીયનને બચાવવા માટે કદાચ પ્રથમ વખત જ આવું ઓપરેશન કરાયું છે.
  • ત્રણ વર્ષનું પેંગોલીયન થાંભલા ફરતે વિંટળાઈ જતા બચી ગયું
ગિર અભયારણ્યના હેડક્વાટર સાસણથી આઠ કિ.મી. દૂર સુરજગઢ ગામની સીમમાં એક ખેતરના પાણી ભરેલા કૂવામાં ત્રણેક વર્ષનું કિડીખાંઉ પડી ગયું હતું. સામાન્ય રીતે કિડીખાંઉ પાણીમાં રહી શકતું નથી.
પરંતુ કૂવામાં મોટર માટેના થાંભલા ફરતે વિંટળાઈને આ પ્રાણી બચી ગયું હતું. દરમિયાનમાં ગ્રામજનોએ પ્રથમ તો મગર સમજીને કૂવામાં મગર પડી હોવા અંગે વનવિભાગને જાણ કરી હતી.સાસણ ડી.સી.એફ. ડો.સંદિપકુમારના માર્ગદર્શન હેઠળ ડો.હિરપરા અને ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ કરતા કૂવામાં પડેલ પ્રાણી કિડીખાંઉ હોવાનું બહાર આવ્યું હતું. વનવિભાગે તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કૂવામાં નેટ નાખીને ત્રણ ફૂટ લાંબા અને સાડા સાત કિલો વજન ધરાવતા કિડીખાંઉને બહાર કાઢયું હતું. તથા સાસણ એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડયું હતું. સામાન્ય રીતે અન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ ઓપરેશન ઘણી વખત થતા હોય છે. પરંતુ કિડીખાંઉનું રેસ્ક્યૂ ઓપરેશન પ્રથમ વખત જ કરવામાં આવ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=301007

વાછરડાને દીપડાના પંજામાંથી બચાવી ન શક્યા.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 1:26 AM [IST](24/06/2011)
ખાંભામાં અવારનવાર દીપડાઓના હૂમલાથી લોકોમાં ફફડાટ
ખાંભાના ભગવતીપરામાં આવેલ હોટલના કંમ્પાઉન્ડમાં આજે વહેલી સવારે દીપડાએ એક વાછરડાનું મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ખાંભા પંથકમાં સિંહો કરતા દિપડાઓનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. અવારનવાર દીપડો છેક ગામમાં આવી ચડે છે અને પશુઓનું મારણ કરે છે. 
આજે વહેલી સવારે ભગવતીપરા વિસ્તારમાં ખાંભા-ઊના હાઈવે રોડ પર આવેલ સત્યમ હોટલ નજીક દીપડાએ એક વાછરડાને ફાડી ખાદ્યો હતો. વાછરડાએ દીપડાથી પીછો છોડાવવા ઘણા પ્રયત્નો કર્યો હતાં. વાછરડો સત્યમ હોટલની બાજુમાં આવેલ પ્લોટમાં જતો રહ્યો હતો. પરંતુ ફરી દીપડાએ તેને પકડી ફાડી ખાદ્યો હતો.
સત્યમ હોટલ તેમજ પાર્થ હોટલ દિવસ રાત ખૂલ્લી રહે છે. ત્યાં સવારમાં ૪ વાગ્યે આ ઘટના બનતા ત્યાં બેઠેલા કેટલાક ગ્રાહકોએ દીપડાને ભગાડવા હકલા પડકારા કર્યા હતા. પરંતુ દીપડાએ વાછરડાને મૂક્યો ન હતો. આ ઘટના અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
ત્યારે લોકોએ તાત્કાલીક પાંજરા ગોઠવવા વનવિભાગને જાણ કરી હતી. પરંતુ આ સ્થળ પર હજુ પાંજરા મુકવામાં આવ્યા નથી. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ દીપડો કોઈ માણસ પર હુમલો ન કરે તે પહેલા ઝડપી લેવા લોકોએ વનવિભાગને જણાવ્યું હતું.

Thursday, June 23, 2011

10 વર્ષના બાળકના શરીરના અવશેષો દીપડાએ અલગ કરી નાખ્યા.

 Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:38 AM [IST](20/06/2011)
 - સા.કુંડલામાં બાળકને દીપડાએ ફાડી ખાધો
- દસ વર્ષના બાળકના શરીરના અવશેષો છૂટા છવાયા મળી આવ્યા : ભારે અરેરાટી
સાવરકુંડલાની સીમમાં ગઇસાંજે ખેતીકામ કરતા આદિવાસી પરિવારનાં દસ વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાતા ચકચાર મચી જવા પામી છે. ગઇ સાંજે બાજુની વાડીમાં પાણી ભરવા ગયેલો બાળક પરત ફરતો હતો, ત્યારે રસ્તામાં જ તેને પકડી લઇ દિપડાએ ફાડી ખાધો હતો. સવારે બાળકનાં શરીરનાં અવશેષો છુટાછવાયા મળી આવ્યાહતા. ઘટનાને પગલે વનતંત્ર અને પોલીસ સ્ટાફે દોડી જઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
સાવકુંડલાથી ત્રણ કિમી દુર ગોવિંદભાઇ વલ્લભભાઇ નાકરાણીની વાડીમાં ભાગીયું વાવેતર કરતા દાહોદ જિલ્લાનાં બાબુ વિરા મસાર નામનાં આદિવાસીનાં દસ વર્ષના પુત્ર કલ્પેશને ગઇસાંજે દિપડાએ ફાડી ખાધી હતો.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર, બાબુ મસાર પાછલા આઠ વર્ષથી ગોવિંદભાઇ નાકરાણીની વાડી ભાગવી વાવે છે અને વાડીમાં જ રહે છે. તેનાં પાંચ સંતાનો પૈકી એક પુત્ર કલ્પેશને તેમણે બાજુની વાડીમાં પાણી ભરવા માટે ગઇ સાંજે મોકલ્યો છે. બાજુની વાડી બાબુનાં સાળાએ ભાગવી વાવવા રાખી છે. કલ્પેશ ચાર વાગ્યે પાણી ભર્યા બાદ સાત વાગ્યા સુધી પરત ન આવતા તે મામાનાં ઘરે જ રોકાઇ ગયો હશે. તેમ માની સૌ સુઇ ગયા હતા. દરમિયાન આજે સવારે બાજુની વાડીમાં જઇને તપાસ કરતા ખબર પડી હતી કે કલ્પેશનો ગઇ સાંજે જ પરત ચાલ્યો ગયો હતો. પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવતા લીંબુડી નીચેથી તેના શરીરનાં ખવાઇ ગયેલા અવશેષો મળી આવ્યા હતા. દિપડો તેનું મોટાભાગનું શરીર ખાઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા ધારીનાં ઇન્ચાર્જ ડીએફઓ રૈયાણી, સાવરકુંડલાનાં આરએફઓ સીબી ધાંધીયા, તાલુકા પીએસઆઇ ગડુ વગેરે સ્ટાફ સાથે દોડી ગયો હતા અને બાળકની લાશને પીએમ માટે સાવરકુંડલા દવાખાને ખસેડી હતી. સ્થાનિક આગેવાનો જયસુખભાઇ નાકરાણી, ડી.કે.પટેલ, રાજુભાઇ બોરીસાગર વગેરે પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા.
દીપડાને પકડવા ચાર પાંજરા ગોઠવાયા –
સાવરકુંડલાની સીમમાં રખડતા આ માનવભક્ષી દિપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા આજે સાંજે ચાર પાંજરા ગોઠવી દેવાયા હતા. થોડા દિવસ અગાઉ આ દિપડો સાવરકુંડલા શહેરમાં પણ ઘુસી આવ્યો હતો. લોકોમાં દિપડાને લઇને ભારે ભયનો માહોલ છે.
ત્રણ માસ પહેલાં પણ એક બાળકી ભોગ બની હતી –
સાવરકુંડલા તાલુકામાં દિપડાએ બાળકને ફાડી ખાધાની ત્રણ માસમાં બીજી ઘટના બની છે. ત્રણેક માસ પહેલા પણ જાંબાળની સીમમાં દિપડાએ એક આદિવાસી બાળકીને ફાડી ખાધી હતી. દિપડાનાં આવા હુમલાનો ભોગ સીમમાં વસતા ખેતર મજુરોનાં બાળકો જ વધુ પ્રમાણમાં બની રહ્યા છે.

ધારી નજીક પાંચ સાવજ દ્વારા ચાર પશુના મારણ.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:22 AM [IST](20/06/2011)
- ધારી તાલુકાનાં મીઠાપુરનાં પાદરમાં પશુના મારણ
- દલખાણીયા તથા આજુબાજુના ગામડાઓમાં સાવજની ભારે રંજાડ
ધારી તાલુકાનાં મીઠાપુર ગામનાં પાદરમાં ગઇકાલે પાંચ સાવજોનાં ટોળાએ ચાર પશુઓને ફાડી ખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાવજોએ બે બકરી, એક ગાય અને એક વાછરડીનું મારણ કર્યું હતુ.
ધારી તાલુકામાં સાવજો દ્વારા માલધારીઓનાં પશુઓનાં મારણની ઘટના અવારનવાર બનતી રહે છે. પરંતુ ગઇકાલે મીઠાપુરમાં સાવજો દ્વારા એક સાથે ચાર પશુનું મારણ કરવામાં આવ્યુહતુ. દલખાણીયા નજીક આવેલા મીઠાપુર ગામનાં પાદરમાં રાત્રે પાંચ સાવજો અહી આવ્યા હતા. મહમદઅલી અસગરઅલી હિરાણીની વાડીમાં ઘુસી સાવજોએ સૌ પ્રથમ ફળીયામા બાંધેલી બે બકરીને ફાડી ખાધી હતી અને બાદમાં એક ગાય અને એક વાછરડીને પણ ફાડી ખાધી હતી.
વહેલી સવારે વાડી માલિક જ્યારે ફળીયામાં ગાય દોહવા માટે ગયા હતા ત્યારે સાવજ દ્વારા તેનું મારણ કરવામાં આવ્યુ હોવાની જાણ થઇ હતી. ઘટના સ્થળે ચારેય પશુનાં મૃતદેહ જોઇ તેમણે આ અંગે તુરંત વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનાં સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જરૂરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.ધારીનાં દલખાણીયા તથા આજુ બાજુનાં ગામડાઓમાં સાવજની ભારે રંજાડ જોવા મળી રહી છે.
ગઇરાત્રીનાં વેલનાથબાપુની જગ્યા પાસે પણ સાવજોએ એક વાછરડીનું મારણ કર્યું હતુ. ઉપરાંત વહેલી સવારે પાંચ વાગ્યે દલખાણીયાનાં બસ સ્ટેન્ડ પાસે પણ સાવજો દેખાયા હતા. પાછલા ૧૫ દિવસથી દલખાણીયા પંથકમાં સાવજોનો ત્રાસ બેહદ વધ્યો છે.

સાવરકુંડલા નજીક સાવજોએ કર્યું 5 ઘેટાનું મારણ.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:31 AM [IST](19/06/2011)
- મધરાત્રે ભરવાડની ઝોકમાં ઘુસી પેટની ભૂખ ભાંગી : વનતંત્ર દોડ્યું
સાવરકુંડલા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો માલધારીઓના ઉપયોગી માલઢોરનું મારણ કરી હાહાકાર મચાવી રહ્યા છે. ગઇરાત્રે નાના જીંજુડાની સીમમાં સાવજોએ એક ભરવાડની ઝોકમાં હુમલો કરી પાંચ ઘેંટાનો શિકાર કરતા માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ગીર જંગલ બહાર વસતા સાવજોએ સાવરકુંડલા તાલુકાને પોતાનુ રહેઠાણ બનાવી લીધુ છે. સાવરકુંડલાના અનેક ગામડાઓના માલધારીઓ સાવજોથી ફફડી રહ્યા છે. કારણ કે આ સાવજો દ્વારા પોતાની ભુખ ભાંગવા માલધારીઓના માલઢોરનું મારણ કરવામાં આવે છે. ખાસ કરીને ઉપયોગી અને દુધાળા પશુઓના મારણથી માલધારીઓને મોટી આર્થીક નુકશાની સહન કરવી પડે છે.
ગઇકાલે સાવરકુંડલા તાલુકાના નાના ઝીંજુડા ગામે સાવજોના ટોળાએ હાહાકાર મચાવ્યો હતો. રાત્રે અગીયારેક વાગ્યાના સુમારે નાના ઝીંજુડા ગામના ભરવાડ જસાભાઇની ગણેશગઢ તરફથી સીમમાં આવેલી ઝોકમાં આ સાવજો ત્રાટક્યા હતા. સાવજોએ ઝોકમાં ૫ ઘેંટાનું મારણ કર્યું હતુ.

સાવરકુંડલામાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:06 AM [IST](22/06/2011)
 - દીપડાને આજીવન સક્કરબાગઝુમાં રખાશે
સાવરકુંડલાની સીમમાં બે દિવસ પહેલા આદિવાસી બાળકને ફાડી ખાનાર દીપડો આખરે આજે વહેલી સવારે પાંજરામાં સપડાઈ ગયો હતો. આ માનવભક્ષી દીપડાને હવે આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવશે.
માનવભક્ષી દીપડો આખરે પાંજરામાં કેદ થઈ ગયો છે. આ દીપડાને લઈને સાવરકુંડલા તથા આજુબાજુનાં વિસ્તારમાં પાછલા ૪૮ કલાકમાં ભારે ભયનો માહોલ હતો. માણસનો હત્યારો દીપડો આઝાદ ઘુમતો હોય સીમ વિસ્તારમાં કામ કરતા લોકો રાત્રે વાડી ખેતરમાં જવાનુ કે ખુલ્લામાં સુવાનું ટાળતા હતાં. ભયનું સામ્રાજ્ય ખડુ કરનાર ખૂંખાર દીપડો આજે વહેલી સવારે આખરે પાંજરે પુરાઈ ગયો હતો.
બે દિવસ પહેલા સાવરકુંડલાથી ત્રણેક કીમી દૂર ગોવિંદભાઈ વલ્લભભાઈ નાકરાણીની વાડીમાં ખેતીકામ કરતા બાબુભાઈ મસારનાં દસ વર્ષના પુત્ર કલ્પેશને દીપડાએ ફાડી ખાદ્યો હતો. આ દીપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા અહીં સીમમાં ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં.
આગલી રાત્રે આ દીપડો પાંજરા પાસે આવ્યો હતો. પરંતુ ફરતા ચક્કર લગાવી નાસી ગયો હતો. પરંતુ આજે વહેલી સવારે પેટની ભૂખ ભાંગવાના પ્રયાસમાં તે પાંજરામાં સપડાઈ ગયો હતો. આ દીપડાને હાલમાં જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઈ જવાયો હતો. ત્યાંથી તેને સક્કરબાગ ઝુમાં ખસેડવામાં આવશે.
મૃતકના પરિવારને દોઢ લાખની સહાય -
ઐસીયત રીયાણી સાવરકુંડલાના આરએફઓ સી.બી.ડાડીયા દ્વારા ગત રાત્રે જ સરકાર તરફથી રૂ.દોઢ લાખની સહાયથી રકમનો ચેક મૃતક બાળક પરિવારને આપવામાં આવ્યો હતો. આ તકે મોટા જીંજુડાના સરપંચ પ્રાગજીભાઈ કેશુભાઈ, જયસુખભાઈ નાકરાણી, બળવંતભાઈ મહેતા વગેરે હાજર રહ્યાં હતાં.

ખેડુતો આ પ્રાણીથી એટલા પરેશાન થઈ ગયા કે...


Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:48 AM [IST](23/06/2011)
- રાજૂલા પંથકમાં રોઝડાઓનાં ત્રાસથી ખેડૂતો પરેશાન
- રોઝનાં ટોળા ખેતીપાકોને નુકશાન પહોંચાડી રહ્યા છે
રાજૂલા પંથકનાં અનેક ગામોમાં નિલગાય અને રોઝાડાઓનાં ત્રાસથી ખેડૂતો પરેશાન થઇ ઉઠ્યા છે. નિલગાય અને રોઝનાં ટોળેટોળા ખેતરોમાં ઘુસી પાકને નુકશાન પહોંચાડી રહ્યા છે. આથી તંત્ર વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
ઉટીયા, ખાંભલીયા, ડુંગર, છતડીયા, ભેરાઇ, વડ સહિતનાં ગામડાઓમાં રોઝડાઓનાં ટોળાઓ ખેતરોને ખૂંદી રહ્યા છે. ખેતરોની વાડ તોડીને રોઝડાઓ ખેતરમાં ઘુસી જાય છે. અને ઉભા પાકોનો નાશ કરી નાંખે છે. વાડી ખેતરોમાં મોંઘીદાટ દવાઓનાં છંટકાવ કરીને વાવેતર કરેલા પાકોને રોઝડાઓ ખૂંદી નાંખે છે. આથી ખેડૂતોને આર્થિક નુકશાન પણ પહોંચી રહ્યુ છે. જેથી ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે.આ ઉપરાંત રાત્રીનાં સમયે પણ રોઝાડાઓ રસ્તાઓ વચ્ચેથી પસાર થતા હોય નાના મોટા અકસ્માતો સર્જાય છે. હાલ રાજૂલા પંથકનાં ગામડાઓનાં ખેડૂતો રોઝનાં ત્રાસથી તોબા પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે કોઇ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.
સરકાર દ્વારા રોઝડાઓને મારવાની છુટ આપતો કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં સરપંચ અને વનવિભાગનાં કર્મચારીઓને સાથે રાખી રોજને મારવા જણાવાયુ છે. પરંતુ આવા કાયદાઓમાં ખેડૂતો પડવા માંગતા નથી. આ પ્રશ્નો ઉકેલ વનવિભાગ લાવે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-farmers-are-harassed-to-this-animal-in-rajula-2210242.html

ગીર: દેવળીયાના જંગલમાં એક શખ્સે કરી “સલમાનવાળી”.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:28 PM [IST](21/06/2011)
- એક શિકારી ૧૦ કિલો માંસ સાથે ઝડપાયો : છ નાસી છુટયા
- પોલીસમેનની બંદૂકનો ઉપયોગ
ગીર પશ્ચિમનાં દેવળીયા રેન્જના જંગલ વિસ્તાર હેઠળના અમરાપુર (કાઠી) ગામ નજીકના જંગલમાં અવાર નવાર તૃણભક્ષી પ્રાણીઓના શિકાર થતા હોવાની બાતમીના આધારે વનવિભાગે પેટ્રોલીંગ હાથ ધરતા રવિવારની રાત્રીના અમરાપુર કાઠીના જંગલ વિસ્તારમાંથી ચિંકારાના માંસ સાથે એક શખ્સ ઝડપાઇ ગયો હતો.રાત્રીના જંગલમાં બંદુકના ભડાકે ચિંકારાનો શિકાર કર્યો હોવા સાથે શિકારમાં અન્ય છ શખ્સો સામેલ હોય જેમાં શિકાર એક પોલીસમેનની બંદુકથી કરાયો હોવાની વિગત બહાર આવતાં વનવિભાગ ચોંકી ઉઠયું હતું.
શિકાર અંગે વનવિભાગના દેવળીયા રેન્જના આરએફઓ લોરીયાના જણાવ્યા મુજબ તા.૧૯નાં રાત્રીના અમરાપુર (કાઠી)ના જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા વનવિભાગના સ્ટાફની નજરે એક શખ્સ પોટલું લઈને જતો નજરે ચડતા તેને અટકાવી પોટલામાં તપાસ કરતા વન્યપ્રાણીનું માંસ હોવાનું જોવા મળતા શખ્સની અટક કરી દેવળીયા રેન્જ ઓફીસે પૂછતાછ માટે લાવવામાં આવેલ જ્યાં પકડાયેલા શખ્સે ગતરાત્રીના જંગલમાં બંદુકના ભડાકે ચિંકારાનો શિકાર કરેલ તે માંસ હોવાનું જણાવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. શિકારનાં માંસ સાથે ઝડપાયેલા શિકારી યુસુફ કાસમ બેલીમ રહે.જુનાગઢ વાળાએ કેફીયત આપેલી કે પોતાની સાથે જુનાગઢના ચાર અને અમરાપુર (કાઠી)નાં બે શખ્સો શિકાર કરવામાં સાથે હતા અને હબીબખાન એમ. પોલીસવાળાની બંદુકથી ફાયરિંગ કરી ચિંકારાનો શિકાર કર્યો હોવાનું જણાવતા અધિકારીઓ હરક્તમાં આવી ગયા હતા.
ભાગી છુટેલા મુંગર મામદ, અનિસ, અનવર, મુગર મામદનો ભાઈ સુલતાન, હબીબખાન એમ(પોલીસવાળો) સાજીદ અથવા સજાદ સહિતનાં શખ્સોને પકડી પાડવા વનવિભાગે દોડધામ શરૂ કરી છે. જંગલ વિસ્તારમાં રાત્રીના બંદુકથી વન્યપ્રાણીના શિકાર થયાની ઘટનાથી ખળભળાટ સર્જાયો છે.
વાડ જ ચીભડા ગળે છે કે શું ?
તૃણભક્ષી પ્રાણીઓનો મજિબાની માટે શિકાર અવાર નવાર જંગલમાં થાય છે ચિંકારાના શિકારની ઘટના દેવળીયા રેન્જના વનવિભાગના સ્ટાફના અમુક લોકોની સંડોવણી હોવાની વાતો પણ વહેતી થઈ છે. જવાબદાર અધિકારીઓ તટસ્થ તપાસ હાથ ધરશે તો ‘વાડ જ ચÃભડા ગળતી હોય તેવુ જોવા મળશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-black-deer-hunting-in-devalias-jungle-by-firing-2204909.html

કોડીનાર-વેરાવળ ધમધમતા હાઇવે પર વાહને દીપડાને કચડ્યો.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 2:53 AM [IST](21/06/2011)
- રાત્રીનાં નવ વાગ્યે બનેલો બનાવ : લોકોનાં ટોળે ટોળા ઉમટયા
- દીપડાના મૃતદેહને એક બાજુ ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો
કોડીનાર-વેરાવળ હાઇવે પર ગાયત્રી મંદિર પાસે સુગર ફેક્ટરી માર્ગ પર અજાણ્યા વાહને દીપડાને કચડી નાંખતા ઘટનાસ્થળે જ દીપડો મોતને ભેટ્યો હતો. આ રોડ પર ટ્રાફિક જામ થઇ જતા લોકોએ દીપડાનાં મૃતદેહને એક બાજુ ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
કોડીનાર-વેરાવળ હાઇવે પર સુગર ફેક્ટરીનાં માર્ગ પર ગાયત્રી મંદિર પાસે આજે રાત્રીનાં નવ વાગ્યાની આસપાસ વેરાવળ તરફ જતા કોઇ અજાણ્યા વાહને રોડ ક્રોસ કરી રહેલા દીપડાને અડફેટે લઇ લેતા ગંભીર ઈજા થવાથી દીપડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતા લોકોનાં ટોળા મૃતદેહને જોવા ઉમટયા હતા.
રોડની વચ્ચે પડેલા દીપડાનાં મૃતદેહથી ટ્રાફિક જામ થઇ જતા લોકોએ મૃતદેહને એક બાજુ ખસેડી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. આ બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે આવવા રવાના થઇ ગયો છે. માર્ગ અકસ્માતમાં દીપડાનાં મોતથી વન્યપ્રાણી પ્રેમીઓમાં અરેરાટીની લાગણી છવાઇ હતી.

source: http://www.divyabhaskar.co.in/article/SAU-vehicle-crush-leopard-on-kodinar-veraval-high-way-2205614.html

Wednesday, June 15, 2011

ગીરમાં ૧૧ બકરાં ઉપર દીપડો ત્રાટક્યો અને...

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:37 AM [IST](13/06/2011)
- ગરીબ શ્રમજીવીના ૧૧ બકરાં એક ઘેટાંને મારી નાખ્યા
તાલાલા તાલુકાના સાંગોદ્રા ગીર ગામના ગરીબ શ્રમજીવી દેવીપૂજકનાં ઝૂંપડાં ઉપર શનીવારે રાત્રે દીપડાએ હુમલો કરી આ પરીવારનાં ૧૧ બકરા તથા એક ઘેટા સહિત ૧ર દુધાળા પશુના મારણ કરી જતા દેવીપૂજક પરીવાર આજીવીકા વિહોણા થઇ ગયો છે.
તાલાલા પંથકમાં હાહાકાર મચાવનાર આ બનાવની વિગત એવી છે કે સાંગોદ્રા ગીર ગામ પાસે ઝુંપડંુ બાંધી વર્ષોથી મજૂરીકામ કરી પેટીયુ રળતા લાખાભાઇ ઉકાભાઇના પરીવારને મજૂરી ઉપરાંત આજીવીકા માટે દુધાળા પશુ પાળ્યાછે. એક ઝુપડામાં પરીવાર રહે છે.જ્યારે બીજા ઝુપડામાં રાત્રે બકરા બાંધ્યા હતા. ત્યારે શનીવારે રાત્રે ઝુપડાની છત ઉપર બાકોરૂ પાડી દીપડો ઝુપડામાં ઘુસી ૧૧ બકરા અને એક ઘેટાનો શિકાર કરી મારણની મજિબાની માણી રાતભર ઝુપડા બહાર બેઠો હતો.
સવારે શ્રમજીવી પરીવાર જાગ્યો અને દીપડાને જોયો ત્યારે ખબર પડતા આ બનાવની જાણ ગામમાં કરતા લોકો દોડી આવ્યા હતા. હિંસક દીપડાના આંતકે ગરીબ પરીવારને દયાજનક સ્થિતિમાં મુકી દીધો હોય ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. હિંસક દીપડો કોળીયો કરી ગયેલ ૧ર દુધાળા પશુની કિંમત ૪૫ થી ૫૦ હજાર જેટલી થાય છે. આ બનાવની જાણ કરતા તાલાલાથી જંગલખાતાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ દીપડો ઘણાં સમયથી ગામની સીમમાં આંટા ફેરા કરે છે. તેમ ગામલોકોએ જણાવ્યુ હતું. અવાર-નવાર દેખા દેતા દીપડાને તાકિદે પાંજરે પૂરવાની વનતંત્ર સમક્ષ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-11-goats-in-gir-2182364.html

ગિરનારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સધન બનાવાઈ.


જૂનાગઢ : ૧૪, જૂન
વૈવિધસભર વનસ્પતિઓ અને વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સાવજો રૂપી વન્યસંપદાથી ભરપુર એવા ગિરનાર અભયારણ્યના સંરક્ષણાત્મક કવચને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને વન્યપ્રાણીઓના રક્ષણ માટેની વ્યવસ્થા સધન બને તે માટે માળખાકિય સુધારણા હાથ ધરવામાં આવી છે. જંગલમાં આવેલા રસ્તાઓ વ્યવસ્થિત બનાવવાની સાથે જંગલનો વિકાસ થાય અને જળસંચય માટે ચેકડેમ તથા કોઝ-વે ની દિશામાં પણ વનવિભાગ દ્વારા પગલા લેવામાં આવ્યા છે. 
રક્ષણ દિવાલો બનાવાઈ, માળખાકિય સુધારણા દ્વારા પ્રાથમિક કક્ષાએથી સંરક્ષણ કામગીરી મજબૂત બનાવાઈ
એશિયાઈ સિંહોના શરૂ થઈ રહેલા સંવનન કાળ દરમિયાન સંવર્ધનની પ્રક્રિયા વેગવાન બને તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૧૮ર ચો.કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલ ગિરનાર અભયારણ્યમાં અત્યારે ર૪ જેટલા સિંહો અને ૮૦ થી વધુ દીપડા સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. આ પ્રાણીઓ પર કાયમી નિયમીત દેખરેખ રાખવા માટે પરિક્રમા માર્ગની સુધારણા વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જંગલના રક્ષણ માટે ડી.સી.એફ. અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ લેવાયેલા પગલા અંગે માહિતિ આપતા આર.એફ.ઓ. દિપક પંડયાએ જણાવ્યું છે કે, બોરદેવી જતા કોઝ વે તથા ભવનાથથી બોરદેવી જતા રોડ પર ચાર સ્થળોએ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ભારે ધોવાણ વાળા વિસ્તારમાં રસ્તાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સી.સી. રોડ બનાવવામાં આવ્યા છે. સરકડીયા હનુમાન મંદિર રોડ પર ત્રણ કોઝ વે બનાવવામાં આવ્યા છે.
જાંબુડી રાઉન્ડમાં ચાર ચોક પાસે પરિક્રમા રૂટ પર વનકુટિર અને વોચટાવર બનાવવામાં આવ્યા છે. ઈન્દ્રેશ્વરથી રાણશીવાવ વચ્ચે ૧૧ નવા કોઝ વે બનાવવામાં આવ્યા છે. જ્યારે ડૂંગરપુર અને રામનાથ વચ્ચે રસ્તા સુધારણા હેઠળ મોરમ પાથરીને વ્યવસ્થિત રસ્તો બનાવવામાં આવ્યો છે. ઉનાળાના સમયમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ૮૧ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા હતાં.
સિંહોને ચાલવાની કેડીઓ ઉપર સિંહોના રહેઠાણ સુધારણા માટે કરમદાના વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ગિરનારના જંગલને વધુ હરિયાળુ અને ગાઢ બનાવવા માટે ૧૦ નવા વધારાના ચેકડેમો બનાવવામાં આવ્યા છે. અભયારણ્યના આયોજન પૂર્વકના રક્ષણ માટે હજી પણ પગલા લેવામાં આવશે.

જંગલ ફરતેના ૬૦૦ ખુલ્લા કૂવા માટે જાગૃતિ અભિયાન
ગિરનાર જંગલની આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે પારાપેટ કરવાની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે. જો કે આમછતાં હજી સુધી ૬૦૦ જેટલા કૂવા ખૂલ્લા રહી ગયા છે. આ ખૂલ્લા કૂવા ફરતે પારાપેટ કરવા માટે ગ્રામજનોમાં જાગૃતિ આવે તે અંગે વનવિભાગ દ્વારા ખાસ અભિયાન શરૂ કરાયું છે. ખૂલ્લા કૂવામાં પડી જવાથી વન્યપ્રાણીઓના મોતના બની રહેલા બનાવો અટકાવવા માટે સરકારની યોજના ગ્રામજનો સુધી પહોંચે તે દિશામાં વનવિભાગે પ્રયાસો શરૂ કર્યા છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=298739

ગીરમાં ગુરૃવારથી વનરાજોનું વેકેશન, લોકો જઈ નહીં શકે.


જૂનાગઢ, તા.૧૩
વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સિંહોના રહેંણાક વિસ્તાર એવા ગિર અભયારણ્યમાં આગામી ગુરૃવારથી વેકેશન શરૃ થઈ રહ્યું છે. શાળાઓમાં બાળકોનું વેકેશન પૂર્ણ થતાં જ હવે વનરાજો રજા પર જઈ રહ્યા છે. સિંહોના સંવનનકાળ અને ચોમાસાની સિઝનને ધ્યાને લઈને દર વર્ષે વેકેશન રાખવામાં આવે છે. વેકેશન દરમિયાન તમામ પ્રવાસીઓ માટે ગિર અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ રહેશે. જો કે સામાન્ય રીતે દર વર્ષે વેકેશન માટે ચાર માસનો સમયગાળો નિયત કરવામાં આવતો હતો. પરંતુ આ વખતે આવો કોઈ સમયગાળો નિયત કરવામાં આવ્યો નથી. ચોમાસુ પૂર્ણ થતા અને રસ્તાઓ વ્યવસ્થિત થતા જ ગિર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકી દેવામાં આવશે.
  • ચોમાસુ પુરૃ થતા જ ગીર અભયારણ્ય ખૂલી જશે : વેકેશનનો સમયગાળો અનિશ્ચિત
ગિર અભયારણ્યમાં વસવાટ કરતા વનરાજો આગામી ગુરૃવારથી વેકેશન પર જઈ રહ્યા છે. ચોમાસાના સમગગાળા દરમિયાન સિંહોનો સંવનન સમય શરૃ થાય છે. સિંહોને સંવનનમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે તે માટે દર વર્ષે રાબેતા મુજબ ચોમાસામાં વેકેશન રાખવામાં આવે છે. બ્રિડીંગ સમય દરમિયાન સિંહોના સંવર્ધન અને ઉછેરમાં કોઈ માનવીય ખલેલ ન પડે તે જરૃરી છે. તેમજ સંવનનમાં હિંસક પ્રાણીઓને ખલેલ પહોંચે તો માનવી પર હૂમલો કરી બેસતા હોય છે. માટે સિંહોને કૃત્રિમ હિલચાલથી દૂર રાખવા માટે આ પ્રકારનું વેકેશન રાખવામાં આવે છે.
આ અંગે નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે વધુમાં જણાવ્યું છે કે, ગિર અભયારણ્યમાં રસ્તાઓ કાચા છે. જેના પર ભરપુર માટી છે. ચોમાસામાં આમ પણ આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે યોગ્ય રહેતા નથી. વાહન ચલાવવાથી રસ્તાઓ વધુ ખરાબ પણ થઈ જાય છે. પરિણામે કાયદાકિય જોગવાઈઓના આધારે ગિર જંગલ ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે.
દરવર્ષે ચાર માસ માટે નિયત સમયગાળા દરમિયાન સિંહોનું વેકેશન રાખવામાં આવે છે. પરંતુ આ વખતે આવો કોઈ સમયગાળો નિયત કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે ઓક્ટોમ્બરમાં વરસાદની વિદાય થઈ જતી હોય છે. માટે આ વખતે વરસાદ બંધ થયે તરત જ ગિર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકી દેવામાં આવશે. વેકેશન ખુલવાની કોઈ ચોક્કસ તારીખ નક્કિ કરાઈ નથી.
દેવળિયા પાર્કમાં નવ સિંહો પ્રવાસીઓ નિહાળી શકશે !!
જૂનાગઢ, તા.૧૩
આગામી ચોમાસા દરમિયાન ગિર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. પરંતુ દેવળિયા પાર્ક રાષ્ટ્રિય ઉદ્યાન પ્રવાસીઓ માટે ખૂલ્લુ જ રહેશે. આ પાર્કમાં નવ સિંહો વસવાટ કરે છે. કુદરતના ખોળે મુક્તમને વિહરતા આ વનરાજોને વેકેશન દરમિયાન પણ પ્રવાસીઓ નિહાળી શકશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=298606

Thursday, June 9, 2011

પર્યાવરણને ધબકતું રાખવા બર્ડ કન્ઝરવેશન સોસા.નો અનોખો પ્રયાસ.

Source: Bhaskar News, Porbandar   |   Last Updated 6:28 AM [IST](09/06/2011)
વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સાચા અર્થમાં પર્યાવરણ બચાવવા યુવાનોને માર્ગદર્શનનો કાર્યક્રમ દત્તસાંઈ શૈક્ષણિક સંકુલ પોરબંદરમાં યોજાયેલ., જેમાં વિદ્યાર્થીઓ, શોક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વ્રુક્ષારોપણ કરેલ, વેસ્ટમાંથી બેસ્ટ ચકલીના માળાઓ બનાવી તેમજ પક્ષીઓને પાણી પીવાના કુંડાઓ પોરબંદરમાં ઘરે-ઘરે જઈ પર્યાવરણને ધબકતું રાખવા શાસ્ત્રી અરૂણાબેનના ઘરેથી જ ચકલીના માળાનું તથા પાણીના કુંડાનું સ્થાપન કરી લોકોને જાગ્રુત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો.
આ પ્રયાસમાં બર્ડ કન્ઝર્વેશન સોસા. પોરબંદરના પ્રમુખ ભરતભાઈ રૂધાણી, ઉમિયાશંકર જોષી, બેસ્ટ રાષ્ટ્રીય એવોર્ડઝ ટીચર વજુભાઈ દાવડા સાહેબ, તથા અન્યો હાજર રહેલ. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પર્યાવરણ બચવવા, વ્રુક્ષો વાવવા, જતન કરવું, પ્લાસ્ટીક કચરો બાળવો નહિ તથા ફેંકી ન દેતા રીસાયકલ કરતા ઉદ્યોગોને આપી પર્યાવરણ બચાવવું, વ્રુક્ષ બચાવવાનો સંકલ્પ કર્યો. લોક જાગ્રુતિના અભિયાન રૂપે લોકોને સમજાવી ચકલીના માળા સ્થાપન કરી પ્રાયોગિક કાર્ય પુરૂ પાડવા પ્રયત્નથી લોકસહકાર પણ સારો મળેલ. આમ, યુવાનો અને વિદ્યાર્થીઓ જો અભિયાન ઉપાડી લે તો પર્યવરણના ખરા અર્થમાં વારસદારો બની રહેશે. વિશ્વ બંધુત્વની ભાવના સાથે વિશ્વનું પર્યાવરણ બચવવા સૌ પ્રયત્ન કરી બીજાને પ્રેરણા આપી કરાવે તેવો બર્ડ કંઝર્વેશન સોસ. પોરબંદર દ્વારા સ્તુત્ય પ્રયાસ રહેલ

૧૦૫ દીપડાઓ રેવન્યુ વિસ્તારમાં.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:23 AM [IST](07/06/2011)
પાછલા એક દાયકામાં માણસ અને દીપડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે તે નિવારવા વનતંત્રએ સચોટ ઉપાય શોધવો પડશે
અમરેલી જિલ્લામાં દીપડાઓની સંખ્યા ફુંલીફાલી છે. પાંચ વર્ષમાં જિલ્લામાં દીપડાની સંખ્યા ૯૯ થી વધી ૧૦૫ સુધી પહોંચી ગઇ છે. આમ જિલ્લામાં દીપડાની સંખ્યામાં છનો વધારો થયો છે. દીપડાની વસતિમાં વધારો આ આંકડો થોડો નાનો જરૂર છે પરંતુ સમગ્ર રાજ્યમાં જેટલા દીપડા છે તેના ૯.૦૫ ટકા દીપડા એકલા અમરેલી જિલ્લામાં વસે છે.
સમગ્ર રાજ્યમાં દીપડાની સંખ્યા ૧૧૬૦ પર પહોંચી છે તે પૈકી ૧૦૫ દીપડા અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે. તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલી દીપડાની વસતિ ગણતરી દરમિયાન આ આંકડા બહાર આવ્યા છે.
અમરેલી જિલ્લામાં આ તમામ દીપડા જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે.વર્ષ ૨૦૦૫માં જ્યારે દીપડાની વસતિ ગણતરી કરવામાં આવી ત્યારે ૯૯ દીપડા નોંધાયા હતા. આટલા વર્ષોમાં તેમાં છ દીપડાનો ઉમેરો થયો છે. ગીર જંગલમાં અને કાંઠામાં વસતાઓ દીપડાઓ અંદર બહાર અવર-જવર કરતા રહે છે. જંગલની બહાર રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથકમાં દીપડાઓ પોતાનો વ્યાપ વધારતા જઇ રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં જેટલા દીપડા છે તેના ૯.૦૫ ટકા એકલા અમરેલી જિલ્લામાં વસે છે. અમરેલી જિલ્લા કરતા માત્ર જૂનાગઢ અને દાહોદ જિલ્લામાં જ દીપડાની સંખ્યા વધુ જોવા મળે છે. ગીર કાંઠાનો જિલ્લો હોવાના કારણે દીપડાઓને અહીં વસવાટ માટે સાનુકુળ વાતાવરણ મળ્યુ છે. વળી અહિં માલધારીઓના માલઢોર ઉપરાંત નિલગાય, હરણ, જંગલી ભૂંડ સહીતનાં વન્ય પ્રાણીઓનો શિકાર પણ તેમને મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં પાછલા એક દાયકામાં માણસ અને દીપડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ વધી છે. દીપડાની વધતી વસતિ આના માટે જવાબદાર છે. વનતંત્રએ આ ઘર્ષણ નિવારતા આગામી દિવસોમાં સચોટ ઉપાય શોધવો પડશે.
સૌથી વધુ દીપડા ધારી અને ખાંભામાં –
જિલ્લામાં દીપડાની સૌથી વધુ સંખ્યા ધારી અને ખાંભા તાલુકામાં નોંધાઇ છે. એક ભારી તથા આજુબાજુના વિસ્તારમાં જ પંદરથી વધુ દીપડા હોવાનુ કહેવાય છે. ખાંભા તાલુકો પણ ગીર કાંઠાને અડીને આવેલો હોય દીપડાને ઉચિત પ્રાકૃતિક આવાસ મળી રહ્યું છે.
ગણતરીમાં દીપડા ભાગ્યે જ નજરે પડ્યા –
વનનંત્ર દ્વારા દીપડાની ગણતરી કરાઇ ત્યારે ભાગ્યે જ દીપડાઓ નજરે પડ્યા હતા. ધારગણીમાં એક દીપડી બે બચ્ચા સાથે નજરે પડી હતી. ખાંભા નજીક એક દીપડો ઝાડ પર ચડેલો નજરે પડયો હતો મોટા ભાગના દીપડાની ગણતરી તેમના ફૂટમાર્ક અવાજ અને લોકો દ્વારા અપાયેલી માહિતીના આધારે કરાઇ હતી.

કમોસમી વરસાદથી કેરીના પાકનો સોથ વળ્યો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:12 AM [IST](05/06/2011)
અમરેલીમાં પાછલા ત્રણ દિવસથી પડી રહેલ વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાન પહોચ્યુ છે. રાજુલા, ધારી, સાવરકુંડલામાં પાછલા બે દિવસ દરમ્યાન ભારે પવન સાથે વરસાદ પડતા આંબા વાડીઓમાં કેરી ખરી પડી હતી. વરસાદનું વહેલુ આગમન થયુ હોય કેરીના ભાવ પણ આજે ગગડી ગયા હતા. ઉપરાંત બજારમાં વ્યાપક પ્રમાણમાં કેરી વેચાવા માટે ઠલવાઇ હતી.
અમરેલીમાં કેસર કેરીની સૌથી વધુ ખેતી ધારી અને સાવરકુંડલામાં થાય છે. પાછલા બે દિવસ દરમ્યાન આ બે તાલુકામાં મેહુલીયાની પધરામણી થઇ છે. વળી વરસાદ ૧૦ થી ૧૨ દિવસ વહેલો આવી જતા આંબાવાડીના માલીકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે કેસર કેરીનો પાક હાલમાં સૌથી વધુ માત્રામાં ઉતારવામાં આવી રહ્યો છે.
એ સમયે જ વરસાદનું આગમન થતા પાકને વ્યાપક નુકશાન થયુ છે. ઝર, મોરઝર, દિતલા, દલખાણીયા વગેરે ગામોમાં ભારે પવન સાથે હળવા ભારે ઝાપટાથી વ્યાપક પ્રમાણમાં કેરી ખરી પડી હતી.આવી જ રીતે સાવરકુંડલા પંથકમાં પણ ગઇકાલે અચાનક ત્રાટકેલા વરસાદે કેરીના પાકને ખુબ જ નુકશાન થયુ છે. રાજુલા પંથકમાં પણ ગઇકાલે દોઢ ઇંચ વરસાદ પડી જતાં આ વિસ્તારમાં કેરી પકવતા ખેડૂતોને પણ મોટુ નુકશાન સહન કરવુ પડે તેવા સંજોગો ઉભા થયા છે.
બીજી તરફ આજે અમરેલીની બજારમાં કેરીનો ખુબ જ મોટો જથ્થો વેચાણ માટે ઠલવાયો હતો ઉપરાંત કેરીના ભાવ પણ ખાસ્સા ગગડયા હતા. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં ધમાકા ભેર મેઘરાજાનું આગમન થતાં ઠેર ઠેર કેરીઓનાં પાકને નુકશાન પહોચ્યું છે તેમજ અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવનના કારણે કેરીઓના પાક ખરી પડ્યાં હતા.જેના કારણે વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

ધારીમાં એક જ દિવસમાં ચાર ગાયોના મોત.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:49 AM [IST](05/06/2011)
ધારી પંથકમાં આજે કેરી પકાવાવ માટે ઉપયોગમાં લેવાતા કાર્બન ખાવાથી ત્રણ ગાય અને એક બળદનું મોત થયુ હતુ. જ્યારે એક ગાયનું ઇલેકટ્રીક શોક લાગવાથી મોત થયુ હતુ.
કાર્બનથી કેરી પકાવતા વેપારીઓની ઘોર બેદરકારી ગાયોનો ભોગ લઇ રહી છે. વેપારીઓ દ્વારા કેરી પકાવવા માટે ઉપયોગમાં લેવાયેલા કાર્બનની પડીકીઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય રઝળતી ગાયો આ પડીકીઓ ખાઇ મોતને ભેટી રહી છે.ધારી પંથકમાં આજે આ રીતે ત્રણ ગાય અને એક ખુટીયાનો ભોગ લેવાયો હતો. ધારીમાં એક ગાય તથા એક ખુંટીયાએ રસ્તા પર ફેંકી દેવાયેલી કાર્બનની પડીકીઓ ખાધા બાદ ભારે પીડા સાથે તરફડીને જીવ દીધો હતો. જેને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટીની લાગણી ફરી વળી હતી.
આવી જ રીતે સરસીયામાં પણ કાર્બનની પડીકીઓ ખાવાથી બે ગાયોનું મોત થયુ હતુ. ગામલોકોમાં બેદરકારીથી કાર્બન ફેંકનાર વેપારી સામે રોષની લાગણી ફરી વળી હતી. અન્ય એક ઘટનામાં ધારી શહેરમાં મુખ્ય બજારમાં પીજીવીસીએલના થાંભલાને અડતા વીજ શોક લાગવાથી એક ગાયનું મોત થયુ હતુ. આમ એક જ દિવસમાં ૪ ગાય અને ૧ ખુંટીયાના મોતની ઘટના બની હતી. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.

વિસાવદરમાંથી દીપડો આખરે પાંજરે પુરાયો.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 1:59 AM [IST](09/06/2011)
- છેલ્લા એક માસથી માનવી પર હુમલાનાં બનાવોને પગલે વનવિભાગે પાંજરું ગોઠવ્યું
વિસાવદર તાલુકામાં છેલ્લા એકાદ માસથી દીપડાનો ત્રાસ વધી જતાં આ અંગેની રજૂઆતો બાદ વનવિભાગે પાજંરું મુકર્યું હતું. જેમાં ગતરાત્રિ દરમ્યાન એક દીપડો પુરાઇ ગયો હતો.
વિસાવદર તાલુકામાં છેલ્લા એકાદ માસથી દીપડાનો ત્રાસ વધતો જાય છે. માનવી પર પણ હુમલાનાં બનાવ અને હુમલાની કોશીષનાં બનાવોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ત્યારે વિસાવદર રેવન્યુ વિસ્તારની સીમમાં છેલ્લા થોડા દિવસોથી માવજીભાઇ જીવરાજભાઇ ડોબરિયાની વાડીમાં દીપડએ દેખા દીધી હતી. આથી તેમણે વિસાવદર રેન્જ ઓફિસમાં જાણ કરી હતી.
આથી આર.એફ.ઓ. જાડેજાની સુચનાથી ગઇકાલે સાંજે માવજીભાઇની વાડીએ પાંજરું મોકલાયું હતું. જેમાં ગતરાત્રિનાં જ એક ૩ વર્ષની વયનો નર દીપડો પકડાઇ ગયો હતો. ઇન્ચાર્જ ફોરેસ્ટર લીલાભાઇ મોકરિયા અને રવજીભાઇ સતાસીયાએ તેને સાસણ મોકલી દીધો હતો.

જશાપુર ગીર ગામમાં ત્રણ સાવજોના ધામા.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:20 AM [IST](09/06/2011)
તાલાલાનાં જશાપુર ગીર ગામે ૩ સિંહોએ આવી ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. તાલાલા તાલુકાનાં જશાપુર ગીર ગામમાં ૩ સિંહ આવી ચઢ્યા હતા.
અને ગામમાં રહેલા રામધણની એક ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ વનરાજો હાલ પણ ગામની સીમમાં જ પડાવ નાખ્યો હોવાનું જણાતા ગ્રામજનોમાં વધુ ભય ફેલાયો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lion-came-in-jashapur-gir-village-2171441.html

અમીતના હત્યારાઓને પકડો,: CBI તપાસ કરે.

Source: Bhaskar News, Kodinar   |   Last Updated 1:41 AM [IST](07/06/2011)
- કોડીનારના પર્યાવરણ દિને સંમેલનમાં હુંકાર
- પર્યાવરણમાં ખલેલ પહોંચાડનાર કોઇ પણ ચમરબંદીની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા અનુરોધ
કોડીનારમાં પમી જૂન વિશ્વપર્યાવરણ દિને કોસ્ટલ એન્વારમેન્ટ પ્રોટેકશન કમિટિએ લીલીનાઘેર વાડી મુકામે વનસ્પતિની પૂજા અર્ચના બાદ યોજાયેલા જળ, જંગલ, જમીન બચાવવાના સંમેલનમાં આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાના હત્યારાઓને પકડવા અને જરૂર પડે સીબીઆઇની તપાસની માંગણી સહિત લાંબાગાળાની લડત માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. ઉલ્લખનીય એ છે કે, આ કાર્યક્રમમાં સદગત અમીત જેઠવાનું મરણોતરાંત સન્માન તેના પિતા ભીખુભાઇ બાટાવાળાએ સ્વીકાર્યું છે.
અહિંની લીલીનાઘેર વાડી મુકામે પર્યાવરણીય જતનના ધ્યેય સાથે યોજાયેલ આ સંમેલનમાં અધ્યક્ષસ્થાનેથી કોડીનાર ખાંભા મતવિસ્તારનાં ધારાસભ્ય ધીરસીંહ બારડે પર્યાવરણને નુકશાન કરતાં ખાણ માફીયા સામે કોઇ ડર રાખ્યા વગર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પગલા લેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ પ્રસંગે માઇન્સ મીનરલ પીપલ્સના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અશોકભાઇ શ્રીમાળીએ લોકો અને પર્યાવરણને લગતી અજ્ઞાનતાને દૂર કરતું વકતવ્ય આપ્યું હતું. સાથોસાથ આ કાર્યક્રમમાં સમુદ્ર શ્રમિક્સંઘના બાલુભાઇ સોચા, ગોહીલની ખાણગ્રામ પંચાયતના સદસ્ય ભીખુભાઇ ગોહીલનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
ત્યારબાદ, જળ, જંગલ, જમીન બચાવવા માટે યોજાયેલા સંમેલનમાં વિવિધ ઠરાવો કરીને લાંબાગાળાની લડતનાં મંડાણ કરવાનો નિર્ધારકરાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા લોકહિત ટ્રસ્ટનાં પ્રમુખ અરજણભાઇ સોંલકી, બાલુભાઇ સોચા, મયુરસિંહ પરમાર, સહિતનાએ જહેમત ઉઠાવી હતી. જ્યારે કોસ્ટલ એન્વારમેન્ટ પ્રોટેકશન કમિટીના રણજિતસિંહ પરમારનાં નેતૃત્વમાં કાર્યક્રમનું સંચાલન દેવળીવાળા જે.જે.મોરીએ કર્યું હતું.
જળ, જમીન, જંગલ સંમેલનમાં ઠરાવો -
- કુદરતી સંપદાનું જતન અને સંવર્ધન કરવાની નેમ, આ માટે લડતનો નિર્ધાર
- ગામડે ગામડે પર્યાવરણીય જાગૃતિની આલબેલ પોકારવી
- ઓધ્યોગિક સામ્રાજ્ય સામે ખેતી અને પશુધન બચાવી આજીવિકા કાયમી રહે તે માટે પ્રયત્ન કરવો
- શાપુરજી પાલોનજી કંપનીની સામે જે ૧૫ મી એ સુનાવણી રાખવામાં આવી છે તેમાં વાંધાઓ રજૂ કરવા
- અમીત જેઠવાના હત્યારાઓને પકડવા માટે અનુરોધ, જરૂર પડે સીબીઆઇની તપાસ માટે માંગ
- માનવ અધિકારોનુંહનન, લોક લડતને દબાવાય તેનો વિરોધ કરવો.

અમરેલી નજીક પ્રગતિશીલ ખેડૂતે ઉગાડી બાર પ્રકારની કેરી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:56 AM [IST](09/06/2011)
- બે એકર જમીનમાં વર્ષે ૮૦૦ મણ કેરી પકાવે છે
- ૧૫૦થી વધુ આંબાનો બગીચો
ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ તેમના આંબાવડીયામાં વિવિધ પ્રકારની જાતોની કેરીઓ ઉછેરી છે અને કેરીની સ્પર્ધાઓમાં અનેક ઈનામો પ્રાપ્ત કર્યા છે.
અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો કૃષિક્ષેત્રે અનેકવિધ નવતર પ્રયોગો કરી કૃષિક્ષેત્રે વિકાસ સાધી રહ્યાં છે. ઉકાભાઈએ તેમના આંબાવડીયામાં આમ્રપાલી, દશેરી, શ્રાવણિયો, બનારસી, બંગડો, નાયલોન, નાળિયેરી, કેપ્ટન, લીલેશાન, બાટલી, તોતાપુરી અને કેસર જેવી જાતો ઉછેરી છે.

રેસા વિહીન, સ્વાદે મીઠી, ધાટી કેસરી અને વધુ ફાલ આપતી આમ્રપાલી જાત ઉતર પ્રદેશની જાન છે તો દશેરી અને બનારસી લંગડો મીઠી હોય છે. આ બધી યુ.પી.ની કેરીઓ છે. જ્યારે લીલેશાન મહારાષ્ટ્રની છે જે ખાવામાં અને અથાણા બંનેમાં અનુકુળ છે.
સૌરાષ્ટ્રની દેશી કેરી એવી શ્રાવણિયો જે શ્રાવણમાસમાં પાકે છે જે કાચી અથાણામાં પણ ચાલે અને પાકી સ્વાદે મીઠી થાય છે. સૌરાષ્ટ્રની જ જાતોમાં નાળિયેરી, સ્પેશ્યલ રસની કેરી છે અને પળ મોટુ હોય છે, જ્યારે કેપ્ટનનો મુરબ્બા અને છુંદામાં ઉપયોગ થાય છે.
ઉકાભાઈએ કેરીમાં અનેક અખતરાને અંતે પાયલોટ જાત વિકસાવી છે જેનુ ફળ એકદમ મોટુ બે થી અઢી કિલોનું અને પાંચેક કિલોનું ફળ વિકસાવવા તેઓ પ્રયત્નશીલ છે.
ઉકાભાઈ આંબાવડીયા મય બની સવારથી ઘરેથી ટીફીન લઈને તેમની વાડીએ આવી સખત પરિશ્રમ કરી આંબાવડીયાઓનું જતન કરે છે ઉકાભાઈ માત્ર બે એકર જમીનમાં કેરીનું વાર્ષિક ૭૦૦ થી ૮૦૦ મણ કેરીનો પાક લે છે.
વધુમાં પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને પણ બાગાયત ખેતી કરવા તરફ ભલામણ કરતા ઉકાભાઈએ જણાવ્યું હતું કે, એકવાર બગીચાના ઉછેર કર્યા બાદ માત્ર તેની માવજત કરી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. પરંપરાગત ખેતીની માફક દર વર્ષે બિયારણ, ખેતર ખેડવાની કે અન્ય વધુ ખર્ચની આવશ્યકતાઓ રહેતી નથી. પોતાના આંબાવાડિયામાં દેશી ખાતર જ વાપરવાનું અને વિલાયતી દવાનો બિલકુલ પ્રયોગ ન કરી જે તે કેરીના અસલ સ્વાદ સુંગધને ઉકાભાઈએ બરકરાર રાખી છે. કેસરના ૧૩૦ અને અન્ય મળી અંદાજે ૧૫૦ જેટલા આંબાનો બગીચો ધરાવતા ઉકાભાઈના આંબાવડીયા બાગમાં બીલ્લી, રાવણા, લીંબુ, બીજેરા, નાળિયેરી, સરઘવો, કરમદાના પણ વૃક્ષો છે.
કેરીની સ્પર્ધાઓમાં પ્રથમ, દ્રિતીય ઈનામો મેળવ્યાં -
ઉકાભાઈએ ઈ.સ.૨૦૦૦માં રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી કેરીની સ્પર્ધામાં કેસર કેરી માટે પ્રથમ ઈનામ અને આમ્રપાલી જાત માટે દ્રિતીય ઈનામ પ્રાપ્ત કર્યું હતું વર્ષ ૨૦૦૩માં આમ્રપાલી માટે પ્રથમ ઈનામ અને ૨૦૦૬માં અન્ય જાતોની કેરીઓ માટે તૃતિય નંબર મેળવ્યો હતો.
આંબાવડીયાનો નાશ ન કરવા ખેડૂતોને અનુરોધ -
કેસર કેરીની સોડમે વિદેશમાં પણ ઘેલુ લગાડ્યું હોય ત્યારે એનો નાશ કરીને આપણે બીજી ખેતી તરફ વળવાનું કેમ પાલવે ? કૃષિ યુનિવર્સિટી દ્વારા અધ્યતન તાલીમ આપવામાં આવે તો ખેડૂતોએ તેનો લાભ બદલાતા સમયે લેવા ઉકાભાઈએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-progressive-farmer-cultivate-12-type-of-mango-near-amreli-2171364.html

ધારી પાસે સાવજો અને ભેંસના ટોળાં વચ્ચે ખેલાયો ‘જંગ’.



Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:58 PM [IST](09/06/2011)
 - બનાવમાં ત્રણ પશુના મારણ
ધારીના રાજગરિયાનેસમાં ગત રાત્રે માલધારી રહેઠાણમાં આવી ચડેલા ત્રણ સાવજો અને ભેંસના ટોળાં વચ્ચે જંગ થયો હતો. સાવજોએ એક પાડાનો શિકાર કર્યો હતો. અન્ય બનાવમાં દલખાણિયા પાસે એક સાવજ યુગલે એક ગાયનું મારણ કર્યું હતું. એક જ દિવસમાં બનેલા આ બે બનાવને પગલે માલધારીઓમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઇ છે.
જાણવા મળતી પ્રાપ્ત વિગત અનુસાર, રાજગરીયાનેસમાં ગતરાત્રીના બે વાગ્યા આસપાસ માલધારીના રહેઠાણ વિસ્તારમાં ત્રીસ થી પાંત્રીસ ભેંસો બાંધેલી હોય જ્યાં ત્રણ સિંહો આવી ચડ્યા હતાં.અને લક્ષ્મણભાઇ લાખાભાઇ ભમરના ભેંસોના ચોકમાં એક પાડાનો શિકાર કરી સિંહોએ મીજબાની માણી હતી. ત્રણ સિંહો ભેંસોના ચોકમાં આવી ચડતા ભેંસોએ ત્રણ સિંહોનો પ્રતિકાર કર્યો હતો ભેંસો ભાંભરડા નાખતા માલધારીઓ જાગી ગયા હતા. માલધારીઓએ બનાવની જાણ વનવિભાગને કરતા બીટગાર્ડ સરવૈયા ઘટના સ્થળે દોડી ગયા હતા.
આમ, અવાર-નવાર સિંહો દ્વારા થતા પશુ મારણના બનાવથી માલધારીઓ રોષે ભરાયા હતા અને માલધારી સમાજના આગેવાન ભોજાભાઇ સહીડા, રાણાભાઇ ભમ્મર દ્વારા વનવિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત અન્ય એક બનાવમાં દલખાણીયા ગામે રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ ગામની મધ્યમાં આવેલ પાણીના અવેડા પાસે સિંહ અને સિંહણે એક રેઢીયાળ ગાયનું મારણ કર્યું હતું. આસપાસના લોકો સિંહોની ત્રાડ સાંભળી જાગી ગયા હતા અને સિંહ દર્શન કર્યા હતા.

સિંહણનો મૃતદેહ મળ્યો, સર્પદંશથી મોતની શંકા.

અમરેલી તા.૭
સાવરકુંડલા તાલુકાના સુરજવડી ડેમ નજીકનાં જાબાળ પાસેથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગે સ્થળ પર જઈ તપાસ કરતા સિંહણનંુ મોત સર્પદંશથી થયુ હોવાનુ મનાઈ છે.
મીતીયાળા રેન્જમાં જાબાળ અને આંબરડી વચ્ચેના તળી વિસ્તારમાં જાંબાળના માજી સરપંચ પ્રતાપભાઈ ખુમાણના ખેતર પાસેના નેરામાંથી આજે સવારે એક સિંહણનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા સાવરકુંડલા આર.એફ.ઓ ધાંધીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા આશરે ત્રણ વર્ષની ઉમરની સિંહણનો મૃતદેહ પડયો હતો. નિરીક્ષણ કરતા તેની આંખો ઉચે ચડી ગઈ હતી. સિંહણનુ સર્પદંશથી મોત થયાનુ વનવિભાગનું અનુમાન છે. તેમ, છતા વધુ તપાસ માટે સિંહણના મૃતદેહને સાસણ પીએમ માટે ખસેડયો છે. તેના વિસેરા જૂનાગઢ પરિક્ષણ માટે મોકલાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296840

શેત્રુંજીના કાંઠે વસવાટ કરતા સિંહબાળ પર પૂરનો ખતરો.


અમરેલી : ૬, જૂન
ભૂતકાળમાં શેત્રુંજી નદીમાં પૂરના ધસમસતા પાણીમાં અનેક સિંહો તણાઈ ગયાના દાખલા છે. જ્યારે શેત્રુંજી નદીના કિનારે અને ખારાપાટ વિસ્તારમાં વસવાટ કરતા તાજા જન્મેલા અનેક સિંહબાળ ઉપર ચોમાસામાં પૂરનો ખતરો છે. ત્યારે આવા સિંહબાળને પરિવાર સાથે સલામત સ્થળે ખસેડવા પ્રકૃત્તિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.
ભૂતકાળમાં અનેક સિંહ તણાયાના દાખલા છે
અમરેલી જિલ્લામાં ગીરના જંગલમાં ચાંચઈપાણીયાથી પ્રવેશતી શેત્રુંજી નદી ગીર, ધારી, ચલાલા, ચાંદગઢ, જેસર, ક્રાંકચ થઈને છેક પાલીતાણા સુધી ફેલાયેલી છે. ઉનાળામાં ગરમીથી બચવા અને પીવા માટે પાણીની તલાશમાં આ સિંહોના કોસ્ટલ હાઈ-વે ગણાતા શેત્રુંજી નદીના કિનારે આશરે ૫૦ ઉપરાંત સિંહોનો વસવાટ થઈ ચૂક્યો છે.  ત્યારે વધુ ગંભીર ખતરો ગણાતો હોય બૃહદ ગીર વિસ્તારમાં લીલીયાના ક્રાંકચ પાસેના ખારાપાટમાં વસવાટ કરતા ૨૨ સિંહોની વસાહતો છે. શેત્રુંજીના કાંઠે વસતા આ સિંહોમાં ૧૨ જેટલા સિંહબાળ છે. તેમાં હજુ ૩૦ દિવસ પહેલાં જ એક સિંહણને ત્રણ સિંહબાળ જનમ્યા હતા તે તો હજુ નાના છે.
ખારાપાટમાં ૩૦ દિવસ પહેલાં જ ત્રણ સિંહ બાળ જન્મ્યા છે
ત્યારે આવા નાના સિંહબાળ સહિતના બૃહદગીરના સિંહોને પૂરની સ્થિતિ ઉદભવે તે પહલાં જ અન્ય સ્થળે ખસેડી લેવા પ્રકૃત્તિપ્રેમીમાં માંગ ઉઠી છે. શેત્રુંજી નદીમાં ચોમાસા દરમિયાન અનેક નદીઓના પાણી ભળે છે. ત્યારે પૂરનો પ્રવાહ સિંહોને તાણી ન જાય તે માટે વનવિભાગે પગલાં લેવા જરૂરી છે.

સિંહોને અન્યત્ર ખસેડવા માટે વનવિભાગે પત્ર પાઠવ્યો છે
આ અંગે અમરેલી જિલ્લા વનવિસ્તરણ અધિકારી મકવાણાએ જણાવ્યું છે કે, લીલીયાના ક્રાંકચ પાસે વસવાટ કરતા નાના સિંહબાળ અને અન્ય સિંહોને પૂરની સ્થિતિથી બચાવવા માટે વનવિભાગે ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવ્યો છે અને મંજૂરી મળ્યા બાદ તુરંત જ આ સિંહોને કોર્ડન કરી અન્ય સલામત સ્થળે ખસેડી લેવાશે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296440

દીપડાની વસ્તી ગણતરીમાં સાચી વિગતો છૂપાવાઈ !

તાલાલા : ૮, જૂન
તાલાલા પંથકમાં નોંધપાત્ર વધારો થયો છે

એંસી દીપડાની વસ્તી વધી હોવાની જાહેરાત વાહિયાત
ગીર અભયારણ્ય સહિત રાજયમાં થયેલ દીપડાની વસ્તી ગણતરી પૂરી થયા બાદ જંગલખાતાએ દીપડાની સંખ્યાના જાહેર કરેલ આંકડામાં જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં એસી દીપડાની વસ્તી વધી હોવાનું જણાવેલ છે ખરેખર સાચા આંકડા નથી જંગલખાતુ દીપડાની સાચી વસ્તીની વિગતો છૂપાવી રહી હોવાનો ગીર વિસ્તારમાં આક્ષેપ થઈ રહ્યો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે તાલાલા, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જ ચારસોથી વધુ દીપડા માનવ વસ્તી આજુબાજુ રહે છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દીપડાની વસ્તીમાં એસીનો જે વધારો બતાવ્યો છે તેનાથી વધુ દીપડાની વસ્તી એકલા તાલાલા તાલુકામાં વધી હોવાનું કહેવાય છે. આ ત્રણ તાલુકામાં કેસર કેરીના બગીચા તથા શેરડીના વાડ વચ્ચે આરામથી રહેવા માટે અનુકુળ જગ્યા મળતી હોય ત્રણે તાલુકામાં એક અંદાજ મુજબ ચારસોથી વધુ દીપડા વસવાટ કરી રહ્યાં છે. તાલાલા પંથક સહિત આસપાસના તાલુકામાં માનવ વસ્તી વચ્ચે દીપડાનો વસવાટ વધી ગયો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે દીપડાની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે તેને અંકુુુશમાં લેવા જંગલખાતુ નિષ્ફળ ગયું છે. માનવ વસ્તી પર દીપડાના હુમલાઓ વધી ગયા છે તેને પણ અટકાવી શકાયા નથી. જંગલખાતુ હુમલા બંધ કરાવવા નિષ્ફળ જતાં દીપડાની વસ્તીની સાચી વિગતો જાહેર કરતું નથી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297122

આંબળાશની સીમમાં યુવાન પર સિંહનો હુમલો.


જૂનાગઢ, તા.૭
તાલાળા તાલુકાના આંબળાશ ગામની સીમમાં ગત રાત્રે એક યુવાન પર સિંહે હૂમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ વિશેની મળતી વિગતો અનુસાર મૂળ દ્વારકાના બરડાના વતની નાનજીભાઈ બાલાભાઈ રબારી (ઉ.વ.૩પ) પોતાના ઘેટા સાથે તાલાળાના આંબળાશની સીમમાં રહે છે. ગત રાત્રે એક સિંહ અહી ઘેટના મારણ માટે આવી ચડતા અને જાગી ગયેલા નાનજીભાઈએ સિંહને પડકારતા સિંહે હૂમલો કરી ઈજાઓ પહોંચાડી નાસી છૂટયો હતો. બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297007

તાલાલા પંથકમાં પ્રથમ વખત સવા કિલો વજનની કેરી જોવા મળી.


તાલાલા, તા. ૭ :
તાલાલા પંથકના આંકોલવાડી (ગીર) ગામના ખેડૂત નાથાભાઇ પટેલના કેસર કેરીના ફાર્મ હાઉસમાં સવા કિલો વજન ધરાવતી એક કેસર કેરી આંબા ઉપર આવી છે. સામાન્ય રીતે કેસર કેરીનું ફળ ૬૦૦ થી ૭૦૦ ગ્રામનું હોય છે, પરંતુ આ વર્ષે આંબા ઉપર પુરતા પ્રમાણમાં કેરીનો પાક આવેલ ન હોય કેસર કેરીને ઝાડ ઉપર જ પુરતુ પોષણ મળેલ છે. જેને કારણે કેરી વજનમાં આ વર્ષે દળદાર સંખ્યાબંધ ફળ આવેલ છે. પરંતુ સવા કિલો વજન ધરાવતી કેસર કેરી પ્રથમ વખત જોવા મળી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297005

પ્રાકૃતિક વિરાસતની જાળવણી કરવી લોકોની પણ ફરજ છે.


જૂનાગઢ, તા.૭
તાજેતરમાં વનવિભાગે ગિર અભયારણ્યમાં સમય મર્યાદા જતી રહ્યા બાદ પ્રવેશેલી જાનને અટકાવી હોવાના મુદ્દે જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબે આ પગલાને આવકારતા જણાવ્યું છે કે, પ્રકૃતિક વિરાસતની જાળવણી કરવી એ માત્ર વનવિભાગની જ નહી, લોકોની પણ ફરજ છે.
  • ગિરના બનાવ વિશે રૈવતગિરિ નેચર ક્લબનું નિવેદન
ગિર અભયારણ્યમાં જાન અટકાવી હોવાના મુદ્દે રજૂઆતો થયા બાદ આ અંગે જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબના પ્રમુખ ડી.આર.બાલધા અને આગેવાન અશોકભાઈ પુરોહિતે જણાવ્યું છે કે, ગિર અને ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર જનતા પોતાની મરજી મુજબ પ્રવેશી શકે નહી. અને વનવિભાગે આવી રીતે જ દરેક માટે કાયદાની કડક અમલવારી કરાવવી જોઈએ. વનવિભાગે વ્યાજબી રીતે પગલા લઈને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી છે. અને જંગલ તથા પર્યાવરણને નૂકશાન થતું અટકાવ્યું છે. માટે અંગત સ્વાર્થ માટે વનવિભાગની કાર્યવાહીને વખોડવી વ્યાજબી નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296865

સીડીનાં પગથિયાં ચડીને દીપડો કૂવામાંથી બહાર.


જૂનાગઢ, તા.૪
વિસાવદર તાલુકાના ખજૂરીયા ગામની સીમમાં કૂવામાં પડી ગયેલા દીપડા માટે વનવિભાગે લાકડાની સીડી મૂકી દેતા રાત્રિ દરમિયાન દીપડો પોતાની મેળે સીડી ચડીને બહાર આવી ગયો છે. જ્યારે વંથલીના કણઝામાં છેલ્લા કેટલાક સમયથી ધામા નાખનાર દીપડીને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે. 
વંથલીના કણઝામાંથી દીપડી પાંજરે પૂરાઈ
આ વિશેની મળતી વિગતો અનુસાર વિસાવદર તાલુકાના ખજૂરીયા ગામની સીમમાં આવેલ આણંદભાઈ ગંગદાસભાઈ વેકરીયાની વાડીમાં ખુલ્લા કૂવામાં ગઈકાલે એક દીપડો પડી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાઈ હતી. પાણી વગરના કૂવામાંથી દીપડાને બહાર કાઢવા માટે વનવિભાગે લાકડાની નિસરણી મૂકી દીધી હતી. અને રાત્રે આ નિસરણીના પગથિયા ચડીને દીપડો પોતાની મેળે બહાર નિકળી ગયો છે. બીજી તરફ વંથલી તાલુકાના કણઝા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડીએ ધામા નાખ્યા હતાં. જેના કારણે ગ્રામજનોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ અંગે વનવિભાગને જાણ કરાતા આર. એફ.ઓ. એસ.ડી. ટીલાળાના માર્ગદર્શન હેઠળ અહી પાંજરૃ મૂકવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે રાત્રે દીપડી પૂરાઈ જતા લોકોએ રાહતનો દમ લીધો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296157

કેસર કેરીના પાકનું ધોવાણ : ૧૦ કરોડથી વધુ નૂકસાન.

તાલાલા, તા.૩:

તાલાલા પંથકમાં આજે ગાજવીજ અને પવન સાથે ખાબકેલા અઢી ઇંચ વરસાદથી કેસર કેરીના પાકને કરોડો રૃપિયાનું નુકસાન થયું છે. ઉનાળુ બાજરો, તલ, મગફળી, અડદ સહિતનાં પાકને વરસાદથી જબરૃ નુકસાન થતા ગીરપંથકના કિસાનોની સ્થિતિ કફોડી બની ગઇ છે. માર્કેટીંગ યાર્ડમાં ૩૦ હજારથી વધુ કેસર કેરીનાં બોક્ષ વરસાદમાં પલળતા કેરી પાણીમાં તરવા લાગી હતી. અચાનક ખાબકેલા વરસાદથી તાલાલા પંથકમાં વ્યાપક નુકસાની થઇ હોવાનું જાણવા મળે છે.

યાર્ડમાં કેસર કેરીના ૩૦ હજારથી વધુ બોકસ પલળ્યા : આજે હરરાજી બંધ રખાશે

તાલાલા પંથકના ખેડૂતો માટે આજે અચાનક ખાબકેલા ભારે વરસાદે કેસર કેરીના ઓછા પાક વચ્ચે થોડુ વળતર મળી રહેવાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. હાલ કેસર કેરીની સીઝન પૂર બહારમાં ચાલુ હોય તેવા સમયે ભારે પવન અને વરસાદ પડતા આંબા ઉપરથી કેરીઓ ખરી ઢગલા થઇ ગયા હતાં. આજે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩૦ હજારથી વધુ કેરીના બોક્ષ વેચાણ માટે આવેલા બપોરે બે વાગ્યે કેરીની હરાજી શરૃ થવા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો વેપારી મજૂરો ખુલ્લામાં પડેલી કેરી ઢાંકવા તાલપત્રી લઇ દોડધામ કરવા લાગ્યા હતા પરંતુ વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા તાલપત્રીઓ ઉડી ગઇ અને યાર્ડમાં કેરીના બોક્ષ પલળી જતાં કેરી પાણીમાં તરવા લાગી હતી. યાર્ડમાં કેરીની ભારે આવક થઇ ચૂકી હોય વરસતા વરસાદમાં કેરીની હરાજી શરૃ કરવામાં આવેલ. વરસાદનાં લીધે કેરી ખાવાવાળા

અને વેપારી વર્ગ ખરીદીમાંથી હટી જતાં મોટા ભાગનો માલ કેનિંગવાળાઓએ ખરીદ કર્યો હતો.

વરસાદથી કેરીના ભાવમાં ૧૦૦ થી ૧૫૦ રૃપિયાનું ગાબડુ પડી ગયુ હતું. ૩૦૦ રૃપિયામાં વેચાતુ બોક્ષ ૧૭૦ થી ૧૮૦ માં વેંચવું પડયું હતું. કેરીના બગીચાઓમાં પાણી ભરાઇ જતાં કેરી ઉતારવાનું શકય ન હોય આવતીકાલે તાલાલ યાર્ડમાં કેરીની હરાજી બંધ રાખવામાં આવશે.

તાલાલા પંથકમાં કેરીનાં ગઢ ગણાતા ધાવા, બામણાસા, રસુલપરા, મોરૃકા, ચિત્રોડ, બોરવાવ, ભોજદે, જશાપુર સહિતનાં ગામોનાં કેરીનાં બગીચાઓમાં ભારે પવનથી આંબા તૂટી પડતા વ્યાપક નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉપરાંત ઉનાળુ તલ, બાજરો, અડદ, મગફળી સહિતના પાકો ખેતરોમાં તૈયાર થતા હોય વરસાદથી ખેત પેદાશોને ભારે નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને ૧૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

તાલાલામાં ગોડાઉન પર વીજળી પડી : વૃક્ષો ધરાશાયી

તાલાલા શહેરમાં વાવાઝોડા સાથે પડેલ ભારે વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાહી થઇ ગયા હતા, શહેરમાં શાક માર્કેટ ચોકમાં એક ચાની લારી ઉપર વૃક્ષ પડયુ તેમજ પીપળવા ગીર ગામે નારણભાઇ ભગવાનભાઇ નંદાણીયાની વાશીએ ઢોર બાંધવાના ઢાળીયા ઉપર તથા અનાજ ભરવાના ગોડાઉન ઉપર વીજળી પડતા ઢાળીયું અને ગોડાઉન પડી જતા રૃ. ૧ લાખ ૫૫ હજારનું નુકસાન થયું છે. ઢાળીયામાં બાંધલ પશુઓને નાની - મોટી ઇજા થઇ હતી. તેમજ તાલાલા શહેરમાં પશુ દવાખાનાના પટાંગણમાં આવેલ એક તોતીંગ વૃક્ષ વાવાઝોડાથી ધરાશાયી થઇ ગયુ હતુ. તેમજ શહેરમાં સાસણ રોડ ઉપર અનેક દુકાનોની આગળના છાપરા ઉડી ગયા હતા. શહેરમાં છ કલાક વીજ પુરવઠો બંધ રહ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=295909