- કરમદડીની સીમમાં વાડીએ સુતેલા પ્રૌઢા પર દિપડા હૂમલો
- ગાલ પર દાંત બેસાડી દેતા દવાખાને ખસેડાયાધારી તાલુકાનાં કરમદડી ગામની સીમમાં વાડીએ સુતેલા પ્રૌઢા પર ગઇ રાત્રે એક દિપડાએ હૂમલો કરતા તેને સારવારમાટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.અમરેલી જિલ્લામાં દિપડા દ્વારા માણસ પર હૂમલાની ઘટના સતત વધી રહી છે. સાવરકુંડલા તાલુકામાં દિપડાએ એક આદિવાસી બાળકને ફાડી ખાધાની અને એક યુવાન પરહુલો કર્યાની ઘટના તાજી છે. ત્યાં હવે ધારી તાલુકાનાં કરમદડી ગામે આવી ઘટના બની છે.લખાણીયા રેન્જમાં આવેલા કરમદડીની સીમમાં વજી બેન જીકાભાઇ કોળી (ઉ.વ.૫૦) નામના પ્રૌઢા ગત રાત્રે વાડીએ ખૂલ્લામાં સુતા હતા ત્યારે ત્યાં ચડી આવેલા એક દિપડાએ તેમના પર હૂમલો કરી દીધો હતો. દિપડાએ તેમના ગાલ પર દાંત બેસાડી દીધા હતા રાડારાડ થતાં દિપડો નાસી છુટયો હતો ઘવાયેલ વજીબેનને સારવાર માટે ધારીનાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે જંગલખાતાનો સ્ટાફ રાત્રે જ ધારીના સરકારી દવાખાતે દોડી ગયો હતો. ગામ લોકોએ દિપડાને પાંજરે પુરવા માંગ ઉઠાવી છે.
No comments:
Post a Comment