પોરબંદર તા.ર૦
પોરબંદરમાં આજે વિશ્વચકલી દિને પોરબંદરમાં પક્ષી સંરક્ષણનું કામ
કરતી પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને નેચરકલબે લોકોએ જાગૃત રહીને બીમાર તથા
ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે અપીલ કરી હતી તેમજ આ દિશામાં જે પ્રયાસો થઈ
રહયા છે તેમાં વધુ જાગૃતિની જરુર હોવાનું જણાવ્યુ હતુ.ચકલી એક એવી પ્રજાતીનું પક્ષી છે કે, જે માનવ વસાહતની આસપાસમાં પોતાનો માળો બાંધે છે. અને ચકલી વૃક્ષની ડાળી પર કે બગીચામાં માળો બાંધતી હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી મોટા શહેરોની વસાહતોમાં વૃક્ષો અને બગીચાઓનું પ્રમાણ સતત ઘટતુ હોવાથી આપણી આસપાસમાં રહેતુ આ આપણુ પક્ષી મિત્ર આપણને હવે જોવા પણ મળતુ નથી, અને વિલુપ્તીના આરે પહોચી ગયુ છે. દર વર્ષે ચકલી દિવસ તરીકે ઉજવી લોકોને ચકલી પ્રત્યે જાગૃત કરવા તે આ દિવસનો મહિમાં છે તેમ જણાવતા પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યોએ જણાવ્યુ હતુ કે, ચકલી બચાવવા તેમની સંસ્થા ચકલીના માળાનું તથા પાણી પીવાના પાત્રોનું આજના દિવસે વિતરણ કરે છે અને ચકલી બચાવવા લોકોને અપીલ કરે છે. જયારે નેચર કલબના સભ્યોએ આજના દિવસ વિશે જણાવતા કહયુ હતુ કે, માત્ર એક દિવસ નહી વર્ષના ૩૬પ દિવસ ચકલી સહિતની પક્ષીઓ બચાવવા નેચર કલબ ઓફ પોરબંદરના સભ્યો કટીબધ્ધ હોવાનો તેઓએ આજે વિશ્વ ચકલી દિને નિર્ધાર વ્યકત કર્યો હતો.
No comments:
Post a Comment