Source: Bhaskar News, Babra | Last Updated 12:53 AM [IST](11/03/2012)
બજારોમાં ઠેરઠેર પ્લાસ્ટિકનો કચરો હોઇ ગૌપ્રેમીઓમાં રોષ
બાબરામાં ખાખરીયા ચોરા પાસે સાંજના સુમારે એક ગાયનું પ્લાસ્ટિક ખાઇ જવાથી
મોત નિપજ્યું હતું. શહેરમાં જ્યાં ત્યાં લોકો પ્લાસ્ટિકનો કચરો ફેંકી દેતા
હોઇ અવારનવાર ગાયો મોતને ભેટી રહી છે. બે મહિના પહેલા પણ એક ગાયનું મોત નિપજ્યું હતું.
ખાખરીયા ચોરા પાસે સાંજના પાંચ વાગ્યાના સુમારે ખેક ગાય પ્લાસ્ટિક ખાઇ જવાથી પ્લાસ્ટિક ગળામાં ફસાઇ જતા ગાય તરફડીયા મારવા લાગી હતી. ત્યારે આજુબાજુના રહિશો જોઇ જતા તુરત પશુ ડોક્ટરને જાણ કરી હતી. પરંતુ ડોક્ટર ગાયની સારવાર કરે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે ગાયના ગળામાં પ્લાસ્ટિક ફસાઇ જવાથી તેનુ મોત નિપજ્યું છે.
શહેરના લોકો ખાણીપીણીની વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીઓમાં ખરીદી કરે છે અને બાદમાં ગમે ત્યાં ફેંકી દે છે. આ પ્લાસ્ટિક રખડતી ભટકતી ગાયો ખાઇ જાય છે અને મોતને ભેટે છે. બે મહિના પહેલા પણ પ્લાસ્ટિક ખાઇ જવાથી એક ગાય મોતને ભેટી હતી. લોકો પ્લાસ્ટિકનો કચરો જ્યાંત્યાં ન ફેંકે જેથી ગૌમાતાઓ આવો કચરો આરોગી મોતને ન ભેટે તેવો ગાૈપ્રેમીઓએ અનુરોધ કર્યો હતો.
No comments:
Post a Comment