મોકર સાગર ડેમને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની માગણી ઠેરની ઠેર.
પોરબંદર, તા.૪
પોરબંદરના મોકર સાગર ડેમમાં હાલ હજારોની માત્રામાં વિદેશી પક્ષી ઓ
આવી રહ્યા છે. અહી આવતા દુર્લભ જાતિના પક્ષીઓને બચાવા અને ૨૦૦ કિ.મી.
સ્કેવેર માં પથરાયેલા મોકર સાગર ડેમ ને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવાની
માગણી છેલ્લા ત્રણ વરસથી થઈ રહી છે પણ રાજય સરકારની ઈચ્છા શકિત નહોય તેમ
કોઈ દાદ જ મળતી નથી.
- ગુજરાતનું નંબર વન પક્ષી અભયારણ્ય બને તેમ હોવા છતાં તંત્રમાં ઈચ્છાશકિતનો અભાવ
શિયાળાની ઋતુ સારું થતા દર વરસની માફક આ વરસે પણ વિદેશી પક્ષી ઓ
મોકર સાગર ડેમમાં ઉતરી પડયા છે. જેમાં જુદી જુદી જાતિના પક્ષીઓ આ
વિસ્તારમાં દેખાતા પર્યાવરણ પ્રેમીઓને આ દુર્લભ જાતિના પક્ષીઓના શિકાર નો
ભય સતાવે છે અહી આવતા લાખોની સંખ્યામાં પક્ષીઓને શિકાર નો ભોગ ના બનવું પડે
તે માટે મોકર સાગર ડેમ ને પક્ષી અભિયાણ્ય તરીકે જાહેર કરવા અને બર્ડ
સેન્ચુરી તરીકે વિકસવા ની માંગ છેલ્લા ૩ વરસથી છે. નળ સરોવર પછી જો વિદેશી
કે સ્વદેશી પક્ષીઓને પોતાના રેહવા માટે સારું સ્થળ હોઈ તો મોકર સાગર ડેમ
છે. મોકર સાગર ડેમ ૨૦૦ કિ.મી. ચોરસ સ્કવેરમાં પથરાયેલું છે અહીં આવતા
પક્ષીઓને પણ તેની જરૂરિયાત મુજબનું પાણી અને પ્રજનન માટે ઉતમ જગ્યા છે.
શિયાળાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં ડે મોન્સીલ કેન કોમન કેન રોજી પેલીકન
દાલ મેન્સન નોર્ધન સુલેવર સારસ બાર હેડેડ બીઝ રેડ ક્રેસ્તેડ પીચર્દ જેવા
અનેક પક્ષીઓ અહીં પોતાનું રોકાણ કરતા હોય છે. પોરબંદર ને થોડા સમય પહેલા જ
પોરબંદરને બર્ડ સિટી તરીકે જાહેર કર્યું હતું. પણ હજુ સુધી પોરબંદરના જળ
પ્રજવલિત વિસ્તારો ને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવામાં તંત્રની ઉદાસીનતા
નજરે દેખાય છે.
No comments:
Post a Comment