Bhaskar News, Junagadh | Nov 23, 2012, 01:37AM IST
- ગઇકાલથી યાત્રાળુનો અવિરત ધસારો : બીજે દિવસે ૩૫ હજાર યાત્રાળુઓ આવ્યાગરવા ગિરનારની પરંપરાગત પાવનકારી ગિરનાર લીલીપરિક્રમાનો આવતીકાલથી વિધીવત પ્રારંભ થનાર છે તે પૂર્વે બુધવારથી યાત્રાળુઓનો ઘસારો શરૂ થઇ ગયો છે. આજે ૩પ હજાર જેટલા યાત્રાળુઓ પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યારે ૩ હજાર જેટલા યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. ઉપરાંત ભવનાથ તિર્થક્ષેત્રમાં અન્યક્ષેત્રો પણ શરૂ થઇ ગયા છે.
ગિરનાર લીલીપરિક્રમા વિધિવત તા.ર૪ નવેમ્બરથી પ્રારંભ થઇ રહયો છે અને તા.ર૮ નવેમ્બર સુધી ચાલનારીપરિક્રમામાં પાંચ દિવસ લાખો યાત્રાળુઓપરિક્રમા કરશે.પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા બુધવારનાં બપોરથી શ્રધ્ધાળુઓએપરિક્રમા શરૂ કરી દીધી છે. પ્રથમ દિવસ આઠ હજાર જેટલાપરિક્રમાર્થીઓ જંગલમાં પ્રવેશી ગયા હતા. ત્યારે આગોતરીપરિક્રમાનાં બીજા દિવસે ૩પ હજાર જેટલાપરિક્રમાર્થીઓએપરિક્રમા પ્રારંભ દીધી છે.
પરિક્રમાને લઇ એસ.ટી. બસ, ખાનગી વાહનો, રેલ્વે, રીક્ષાઓમાં લોકો ખીચોખીચ ભરાઇને આવી રહ્યા છે. વાહનોમાં ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. ધીમે ધીમે આ પ્રવાહમાં વધારો થઇ રહ્યો છે.ભવનાથ તીર્થક્ષેત્રમાં માનવ મહેરામણ ઉભરાયું છે. શહેરનાં મુખ્ય માર્ગો પર વાહન અને માણસોથી ટ્રાફીક જોવા મળી રહયો છે. ભવનાથ ઉપરાંત પરિક્રમા રૂટ પર અન્નક્ષેત્રનાં રસોડાં ધમધમવા લાગ્યા છે. તો બીજી તરફ હજુ કેટલીક સેવાભાવી સંસ્થાઓનું આગમન થઇ રહ્યું છે.
આગોતરી પરિક્રમાનાં બીજા દિવસે ૩પ હજાર જેટલા પરિક્રમાર્થીઓ જંગલમાં પ્રવેશી ચૂક્યા છે. ત્યારે ૩ હજાર જેટલા યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી પણ લીધી છે. જોકે આવતીકાલ શનિવારે બપોરનાં ૧ર વાગ્યાથી વિધિવત પરિક્રમાનો પ્રારંભ થશે.
- વનવિભાગ અને પોલીસ કર્મીઓ તૈનાત
પરિક્રમાને લઇ તેનાં રૂટ અને શહેરમાં વન વિભાગ અને પોલીસ દ્વારા રાવટીઓ ઉભી કરવામાં આવી છે. યાત્રાળુની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ રાવટીમાં વન વિભાગ અને પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
- તંત્રની તૈયારીઓને આખરી ઓપ
શનિવારથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઇ રહયો છે. ત્યારે વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
- ૩ હજાર લોકોએ ગિરનાર સર કર્યો
પરિક્રમાને લઇ ભવનાથ તીર્થક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ ઉભરાઇ રહ્યા છે. આગોતરી પરિક્રમામાં હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે ૩ હજાર લોકોએ ગિરનાર ચઢી ગુરૂદત્તાત્રેયનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
No comments:
Post a Comment