Bhaskar News, Sawarkundla | Oct 30, 2012, 01:47AM IST
- રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો આતંક મચાવી રહ્યાં છેસાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં આજે ચાર સાવજના ટોળાએ બે બળદનુ મારણ કરતા માલધારીઓ અને ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે. અહી એક કિશોર સીમમાં સાંજે બળદ ચરાવી રહ્યો હતો. ત્યારે એક્સાથે ચાર સાવજ ત્રાટક્યા હતા.
સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. આ સાવજો દ્વારા અવારનવાર માલધારી તથા ખેડુતોના પશુઓનુ મારણ કરવામાં આવે છે. આવી જ એક ઘટના આજે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં બની હતી. જ્યાં ચાર સાવજોએ બે બળદનુ મારણ કર્યું હતુ.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાબાળ ગામના દડુભાઇ કાળુભાઇ ધાધલનો ૧૪ વર્ષનો પુત્ર લુવારા તરફની સીમમાં નદીના સામાકાંઠે પોતાના બે બળદ અને ભેંસ ચરાવી રહ્યો હતો. ત્યારે શિકારની શોધમાં નીકળેલા ચાર સાવજો ત્યાં આવી ચડયા હતા. આ સાવજો બંને બળદ પર તુટી પડ્યા હતા. અને તેના રામ રમાડી દીધા હતા. જો કે ભેંસ ભાગી છુટી હતી. અને આ કિશોર પણ ત્યાંથી નાસી છુટયો હતો. મોડેથી આ બારામાં વનવિભાગને જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.
No comments:
Post a Comment