ધારી તાલુકાના ગીર કાંઠાના બોરડી ટીંબા ગામની સીમમાં કુવો ગાળવાની મજુરીનું કામ કરતા હેમાળ ગામના યુવાન પર મધરાત્રે શિકારની શોધમાં નિકળેલા દિપડાએ હુમલો કર્યો હતો. જો કે સાથી મજુરો અને પરિવારજનો જાગી જતા દિપડો નાસી ગયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે ધારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે.
રાત્રીના સમયે વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજુરો તેના વિશેષ
ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટના ધારી તાલુકાના ગીરકાંઠાના બોરડી ટીંબા
ગામે બનવા પામી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મધરાત્રે બોરડી
ટીંબાની સીમમાં સંજય ભવાનભાઇ જાદવ (ઉ.વ. ૧૮) નામના યુવાન પર દિપડાએ હુમલો
કર્યો હતો. મુળ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામનો સંજય જાદવ કુવો ગાળવાની
મજુરીનું કામ કરે છે અને છેલ્લા કેટલાક સમયથી મજુરી અર્થે બોરડી ટીંબાની
સીમમાં રહેતો હતો.
રાત્રે તે પરિવારજનો અને અન્ય મજુરો સાથે ખુલ્લામાં સુતો હતો ત્યારે
એક દિપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. જો કે બાદમાં તમામ લોકો જાગી જતા
દેકારો થતા દિપડો નાસી ગયો હતો. ગાલ અને માથા પર ઇજા સાથે આ યુવકને સારવાર
માટે ધારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ
પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અમરેલી પંથકમાં રેવન્યુ વિસ્તારમાં આ પ્રકારની
ઘટનાઓ વધી પડી છે. કારણ કે દિપડાની સંખ્યા વધી છે.
No comments:
Post a Comment