Bhaskar News, Khambha | May 30, 2014, 00:36AM IST
- રેસ્કયુ : ખાંભાનાં આ વિસ્તારમાં એક સિંહ-સિંહણ અને ચાર બચ્ચા સાથેનો પરિવાર વસવાટ કરે છે
- વનમિત્રો-ફોરેસ્ટરે તાબડતોબ કુવામાં ખાટલો ઉતારી બચ્ચાને સહિસલામત બહાર કાઢી લીધુ
ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં આવેલ એક વાડીમા એંશી ફુટ ઉંડા કુવામા બે માસનુ સિંહબાળ પડી ગયુ હતુ. વાડી માલિકને આ અંગે જાણ થતા તેઓએ તુરત વનમિત્રો અને સ્થાનિક ફોરેસ્ટરને જાણ કરી હતી. તેઓ તાબડતોબ અહી દોડી આવ્યા હતા અને કુવામા ખાટલો ઉતારી આ સિંહબાળને સહિસલામત બહાર કાઢવામા આવ્યુ હતુ. એંશી ફુટ ઉંડા કુવામા સિંહબાળ પડી જવાની આ ઘટના ખાંભાના મોટા બારમણ ગામે બની હતી. અહી વલ્લભભાઇ મુળજીભાઇ સુદાણીની વાડીમા આવેલ કુવામા બે માસનુ સિંહબાળ પડી ગયુ હતુ.
એંશી ફુટ કુવામા વીસ ફુટ પાણી ભરેલુ હતુ. આ અંગે વલ્લભભાઇને જાણ થતા તેઓએ તુરત વનમિત્ર અલ્પેશભાઇ વાઢેર તેમજ ફોરેસ્ટર બી.બી.વાળાને જાણ કરતા તેઓ તુરત અહી દોડી આવ્યા હતા. પળવારનો વિલંબ કર્યા વગર તુરત ખાટલો કુવામા ઉતારી આ સિંહબાળને સહિસલામત રીતે બહાર કાઢી લેવામા આવ્યુ હતુ. ડીએફઓ શર્માને જાણ થતા તેઓએ ધારી અને જસાધારની રેસ્કયુ ટીમને પણ અહી મોકલી હતી.
એસીએફ વણપરીયા પણ અહી દોડી આવ્યા હતા. બાદમાં ડો. હિતેષ વામજા દ્વારા સિંહબાળને સારવાર આપવામા આવી હતી. બાદમા સિંહબાળનુ તેની માતા સાથે મિલન પણ કરાવી દેવામા આવ્યુ હતુ. આ વિસ્તારમાં એક સિંહ, સિંહણ અને ચાર બચ્ચા સાથેનો પરિવાર વસવાટ કરે છે.
No comments:
Post a Comment