ભારતીય વન્ય જીવ સંસ્થાન દહેરાદૂન સહિતની ટીમ કામગીરીમા જોડાઇ
લીલીયાના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે સાવજોના રિસર્ચ માટે આજે ભારતીય વન્ય જીવ સંસ્થા દહેરાદુનની એક ટીમ અહી આવી પહોંચી હતી અને સિંહણને રેડીયો કોલર લગાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ કામગીરીમા ધારી, સાવરકુંડલા, સાસણ સહિતની રેસ્કયુ ટીમ પણ જોડાઇ હતી.
બૃહદગીરમાં હાલ ૪૦ જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી એક સિંહણને સને ૨૦૦૮મા રેડીયો કોલર લગાવવામા આવ્યો હતો. આ રેડીયો કોલર બંધ પડી ગયો હોય તેને બદલવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. દહેરાદુનથી આવેલી ટીમની સાથે ધારી, સાવરકુંડલા, સાસણ સહિતની વનવિભાગની ટીમ પણ અહી આવી પહોંચી હતી. અહી એક સિંહણ તેમજ એક સાવજને રેડીયો કોલર પહેરાવવાની કામગીરી હાથ ધરવામા આવી છે. આ કામગીરીમાં ભારતીય વન્ય જીવ સંસ્થાન દહેરાદુનના વાય.વી.ઝાલા, ડીએફઓ અંશુમન શર્મા, સ્થાનિક ટ્રસ્ટના મહેન્દ્રભાઇ ખુમાણ તેમજ ધારી, સાસણ, સાવરકુંડલા રેસ્કયુ ટીમના કર્મચારીઓ
કામગીરી કરી રહ્યાં છે.
No comments:
Post a Comment